Archive for the ‘‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટ’ Category

“અનંત લક્ષ્મી” વર્કીંગ ટાઈટલ છે ! (“અનંત લક્ષ્મી” નવલકથા-સર્જનની કેફિયતઃ ૩)

માર્ચ 9, 2016
નવલકથાનું નામ અનંત લક્ષ્મી મને ગમે છે — પણ એ કથાનો અંત છતો કરી દે છે! અલબત્ત, કથાનો અંત સુખદ આવશે પણ છેવટ સુધી રહસ્ય રહેવું જોઈએ — અનંત સ્ટોક માર્કેટમાં ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ કરવામાં સફળ થશે કે નહીં ? (સસપેન્સ)
 નવલકથાનું નામ પણ રહસ્યમય હોવું જોઈએ ! નામ જાણીને વાંચક કથા વાંચવા આકર્ષાવો જોઈએ — અને નવલકથા વાંચવાનું શરૂ કર્યા પછી એ વાંચ્યા જ કરવો જોઈએ — છેલ્લા પાના સુધી !
નોંધ લેશો કે નવલકથાનો પ્લોટ પણ ટીન્ટેટીવ છે. આ બ્લોગ www.GirishParikh.wordpress.com પર “અનંત લક્ષ્મી” કેટેગોરીમાં નવલકથાનો પ્લોટ સર્જાતો જાય છે.
મારા વહાલા વાંચકોઃ આપ સહુને આપના નિખાલસ પ્રતિભાવો મોકલવાનું આમંત્રણ આપું છું. આપ ઇ-મેઇલ પણ કરી શકો છોઃ gparikh05@gmail.com .
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail:gparikh05@gmail.com.)

આદિલનું સમગ્ર સાહિત્ય

ઓક્ટોબર 31, 2015

પચાસ વર્ષે પણ આદિલ મન્સૂરી જેવા સાહિત્યકાર આપણને મળે કે ન મળે!

ઉપરનું વિધાન મારી યાદ મુજબ સુરેશ દલાલનું છે.
આદિલ મન્સૂરી મારા ગઝલ ગુરુ છે. એ મારા ગઝલ ગુરુ કેવી રીતે બન્યા એ વાત આદિલના શેરોનો આનંદ” પુસ્તકમાં મેં કરી છે. પુસ્તક વિશે માહિતિ મેળવવા ક્લીક કરોઃ
https://girishparikh.wordpress.com/2013/01/13/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a6%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86/
આદિલનાં પ્રકશિત પુસ્તકો વિશે માહિતિ મળી શકે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પણ એમનાં બધાં જ પ્રકાશિત પુસ્તકો જોવા પણ મળી શકે.
આદિલનું ઘણું સાહિત્ય — મુખ્યત્વે ગઝલો — સામયિકો, વગેરેમાં પ્રગટ થઈ છે. એ વિશે પણ સંશોધન કરવાથી માહિતિ મળિ શકે. (કોલેજના ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે આ રીસર્ચ પ્રોજેક્ટ બની શકે.)
હવે રહ્યું આદિલનું અપ્રગટ સાહિત્ય.
આદિલ મન્સૂરીનાં પત્ની બિસ્મિલબહેન સાથે મારે ફોન પર કેટલીક વખત વાતો થઈ છે. એમના કહેવા મુજબ આદિલસાહેબનું અપ્રગટ  સાહિત્ય પણ ઘણું છે — એક ટ્રંક ભરેલું છે. જ્યારે જ્યારે આ વિશે મારે બિસ્મિલબહેન સાથે વાત થઈ ત્યારે મેં એમને આદિલનું બધું જ અપ્રગટ સાહિત્ય સાચવી રાખવાનો આગ્રહ કર્યો છે.   
આ પોસ્ટ દ્વારા બિસ્મિલબહેનને આ વિનંતી કરું છુંઃ
આદિલસાહેબનું સમગ્ર સાહિત્ય સાચવી રાખશો અને એ સચવાય એની વ્યવસ્થા કરશોઃ
–આદિલનાં પ્રકાશિત પુસ્તકો.
–આદિલનાં પ્રકાશિત અન્ય સાહિત્ય.
–આદિલનું અપ્રકાશિત સમગ્ર સાહિત્ય.
અને આ ઉપરાંતઃ
–આદિલ વિશેનું સમગ્ર સાહિત્ય.
આદિલ મન્સૂરીની વેબ સાઈટ બનાવી એ પર “આદિલ મન્સૂરીનું સમગ્ર સાહિત્ય” સાચવી શકાય. આદિલનાં પુસ્તકો વેબ સાઈટ પર વાંચવા માટે ફી રાખવી જોઈએ. વેબ સાઈટનો ખર્ચ બાદ કર્યા પછી એ રકમ મન્સૂરી કુટુંબ તથા આદિલનાં મુદ્રિત પુસ્તકોના પ્રકાશકો વચ્ચે યોગ્ય રીતે વહેંચાવી જોઈએ.
વેબ સાઈટના સર્જન તથા મેઈન્ટેનન્સ માટે સ્પોન્સોર મેળવવા પણ પ્રયત્ન થવો જોઈએ.

ગઝલના શેરોનો આનંદ પ્રસાર કરવાનું દર્દ !

મે 10, 2015

વિવેકે પોસ્ટ કરેલો સુનીલ શાહનો આ શેર મારા દર્દને તાજું કરી ગયો!
જો ! ગઝલનું ગાંડપણ કેવી દશા સર્જી રહ્યું છે,
મારું મન સોગંદ લે છે, દર્દને વિસ્તારવાના !
શું છે મારું દર્દ? “આદિલના શેરોનો આનંદ” પુસ્તક લખીને આપણા અમર ગઝલકાર આદિલ મન્સૂરીના શેરોને અમેરિકા-કેનેડામાં વસતા ગુજરાતીઓના ઘેર ઘેર પહોંચાડવા હતા. પણ મારું એ સ્વપ્ન હજુ સાકાર થયું નથી! મદદ કરનારને આર્થિક લાભ થશે અને આત્મસંતોષ પણ થશે. કોણ બીડું ઝડપે છે?
અમેરિકા અને કેનેડામાં વસતા અન્ય સર્જકો  એમનાં ગુજરાતી પુસ્તકઓનું કેવી રીતે અને કેટલું વેચાણ કરે છે એ જાણવા આતુર છું.

સુનીલ શાહની ગઝલની લીંકઃ

ગઝલ – સુનીલ શાહ

ડૉ.. મહેશ રાવલના શેરોનો આનંદ !

જાન્યુઆરી 20, 2015
ડૉ. મહેશ રાવલની ગઝલ ( http://layastaro.com/?p=12504 )વાંચી આ લખ્યુંઃ
હજુય ઇચ્છા છે “ડૉ. મહેશ રાવલના શેરોનો આનંદ” પુસ્તકનું સર્જન કરી પ્રગટ કરવાની, પણ ૫૦% કમીશન આપતાં પણ “આદિલના શેરોનો આનંદ” પુસ્તક વેચનાર કોઈ અમેરિકામાં મળતો નથી! કોઈ સાહિત્યરસિક અને વ્યાપારી સૂઝ ધરાવનાર (ગુજરાતીઓને આ સૂઝ હોય છે જ!) મળે તો સ્પેર ટાઈમમાં પુસ્તક વેચી કમાઈ શકે અને સાહિત્યનું વિતરણ કરવાનો આત્મસંતોષ પણ પામી શકે. છે કોઈ આવો વીરલો આપના ધ્યાનમાં? મને girish116@yahoo.com સરનામે જરૂર લખો.
ઉમેરું છું કે “વિવેકના શેરોનો આનંદ” પુસ્તક પણ લગભગ તૈયાર છે, પણ ઉપર જણાવેલા કારણને લીધે એનું મુદ્રણ મુલત્વી રાખ્યું છે.
મેં મહેશભાઈના કેટલાક શેરોનો આનંદ www.girishparikh.wordpress.com બ્લોગ પર કરાવ્યો છે એ વાંચશો.
–ગિરીશ પરીખ

“આદિલના શેરોનો આનંદ” પુસ્તક ૫૦% ડીસ્કાઉન્ટથી !

માર્ચ 1, 2013

આનંદદાયક “આદિલના શેરોનો આનંદ”:

આનંદદાયક “આદિલના શેરોનો આનંદ”

આપ અમેરિકામાં વસતા હો અને આપનાં એક કે એકથી વધુ પુસ્તકો પ્રગટ થયાં હોય તો આપ “આદિલના શેરોનો આનંદ” પુસ્તક ૫૦% ડીસ્કાઉન્ટથી ખરીદી શકો છો. “આદિલના શેરોનો આનંદ” પુસ્તક વાંચ્યા પછી આપે આપનો પ્રતિભાવ gparikh05@gmail.com સરનામે મોકલવા વિનંતી છે. આપનાં પ્રગટ થયેલ પુસ્તકોની માહિતિ સાથે ઇ-મેઇલ કરો અને આપને ૫૦% ડીસ્કાઉન્ટ મેળવવા માટેનો ડીસ્કાઉન્ટ કોડ (discount code) મોકલી આપવામાં આવશે.

આપે પુસ્તક પ્રગટ ન કર્યું હોય તો પણ આપ “આદિલના શેરોનો આનંદ” પુસ્તકની ૧૦ કે એથી વધુ કોપીઓ ખરીદો તો ૫૦% ડીસ્કાઉન્ટ મેળવી શકો છો. ડીસ્કાઉન્ટ કોડ મેળવવા આપ કેટલી કોપીઓ ખરીદવા માગો છો એ માહિતિ સાથે ઇ-મેઇલ કરો.

આદિલનું અજવાળું ! (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 5, 2013

અંધારામાં
અજવાળું
છે
આદિલ !

નોંધઃ ક્લિક કરોઃ
http://www.createspace.com/3823518

અંધારામાં પ્રકાશ … ! (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 28, 2013

છે
અંધારામાં
પ્રકાશ
આદિલ !

JOY OF THE COUPLETS FROM THE GHAZALS OF ADIL

જાન્યુઆરી 16, 2013

On Saturday, January 12, 2013, the 150th birthday of Swami Vivekananda, ADILNA SHERONO ANAND (Joy of the Couplets from the Ghazals of Adil) , the book in Gujarati (the language of Gandhi), was released. It has 72 couplets of the popular poet Adil Mansuri, and interesting readings about them.

The printing of the book was made possible with the help of Sri Vijay Shah.

–There are two important words in the name of the book: ‘Anand’ (Joy) and ‘Rasmaya’ (Interesting). While reading the book you will experience the joy of the couplets from the ghazals of the beloved poet Adil Mansuri. And that reading will be interesting.

–The book is about the couplets of the popular form of poetry called ghazal — but most of the book is in prose.

— And it is not a book of dry criticism. It is the book of interesting readings.

Once you start reading the book you will not stop!

After about three years of work, the book is published.

Let us remember immortal Adil

Let us enjoy couplets of his ghazals

Ghazal concerts wherever are held

There present is the soul of Adil.

Ghazals can be enjoyed in concerts as well as in your heart. And concert in your heart, when you read this book, gives you special joy. The book serves as an appetizer to stimulate your interest in the couplets of ghazals called shers. The interesting words of the book will not only give you joy but will also reveal some enlightening mysteries of life.

Ghazal is a form of poetry but its words are simple. A few words of an uplifting ghazal brim with such beauty that you will admire from the depth of your heart. Recite the 72 shers of Adil, and write ups about them in this book and you will love them.

The book is organized into 20 Parts by subjects such as Love of Krishna, Love of mother, Love of motherland, Love of near and dear ones, Sips of conjugal love, Shers of spiritual enlightenment, Glory of children, and Humorous shers.

Some couplets of Adil from the book:

Vansali padaghay aakhkha gamama

Krushna evu shu che tara namama

(Krishna’s flute echoes all o’er the village,
What’s the magic in thy name, O Krishna?)

Vatanani dhoolthi maathu bhari lau Adil

Are aa dhool pachi umrabhara male na male.

(Let me sprinkle the earth of my motherland on my head

Oh, I may or may not get this earth during my life later on.)

Jyare kavita lakhavanu Ishwarne mana thayu

Tyare hu enaa kavyano akhshar bani gayo.

(When God wished to write a poem

Then I became a letter of His verse.)

Vistare to vyom pana tooku pade

eka binduma sametati ghazal

(If it evolves then even the sky will not be the limit

But in one drop does ghazal wrap up)

Ghughata khulyo hashe ane ooghadi hashe savar,
zulfo dhali hashe ne pachi raat thai hashe.

(On uncovering the veil morning must have flashed

And then commenced the night when the lovely hair dropped down.)

From the Welcome words about the book:

“I heartily welcome the book ADILNA SHERONO ANAND as the wife of Adil Mansuri and as a lover of literature, and I feel blessed. I desire from the depth of my heart that the joy of the couplets from the ghazals of Adil reaches to the hearts of the readers. Let every reader be pleased, and that will be the tribute to Adil.”

–Bismil Mansuri

“Girish gets ‘absorbed in the couplets’ of Adil and in response we join with him. Our reward is the enjoyment of the pleasure of being together.

Aangali chidhyanu punya che ghazal

Shabdane kholo to priya nikale.

(Ghazal earns merit by pointing to pleasure

And the beloved is revealed when you open the word.)

I wish that progressing in the pointed direction would lead each reader to his/her beloved.”

–Adam Tankaravi

“I heartily congratulate Girish Parikh for preparing this book based on the creative works of Adil Mansuri, and thank him.

I hope that the readers will enjoy reading the emperor of ghazal again.”

–Vijay Shah

The book includes 10 vintage photographs. 132 6″ x 9″ pages.

The money that Girish gets from this book as author/compiler will be used for Sri RamaKrishna Parivar and noble works.

ADILNA SHERONO ANAND book is available from http://www.createspace.com/3823518 .

Girish Parikh is award winning author and journalist based in Modesto, California. Bay Area Gujarati Samaj of California honored him for his works in journalism. Tamtamta Tarla (Twinkling Stars), his book of children’s poems, won Government prize in India. He has published 12 books both in Gujarati and English. His latest book in English is The Day Of Gloom and Glory! (available from http://www.createspace.com/3802409) which is about Swami Vivekananda.

Distribute the books and earn money. Please contact Girish for info.

Gujarati Blog: http://www.girishparikh.wordpress.com .

E-mail: girish116@yahoo.com .

આનંદદાયક “આદિલના શેરોનો આનંદ”

જાન્યુઆરી 13, 2013

શનિવાર, જાન્યુઆરી ૧૨, ૨૦૧૩, ને સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જ્ન્મદિને પ્રગટ થયું છે દરેક ગુજરાતી માટેનું પુસ્તકઃ “આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન”.

શ્રી વિજય શાહની મદદથી આદિલના શેરોનો આનંદ પુસ્તકનું મુદ્રણ શક્ય બન્યું છે.

આદિલના શેરોનો આનંદ પુસ્તકની ઓળખઃ

–પુસ્તકના નામમાં બે અગત્યના શબ્દો છેઃ ‘આનંદ’ અને ‘રસમય’. આપણા લાડીલા શાયર આદિલના શેરોનો આનંદ આપ અનુભવશો આ પુસ્તકનું પઠન કરતાં. અને એ વાંચન રસમય બનશે.

–આ પુસ્તક કવિતાના લોકપ્રિય પ્રકાર ગઝલના શેરો વિશે છે — પણ એમાં મોટે ભાગે રસમય ગદ્ય છે.

–અને આ વિવેચનનું પુસ્તક પણ નથી. આ રસમય વાંચનનું પુસ્તક છે.

લગભગ ત્રણ વર્ષોની મહેનત પછી આ પુસ્તક પ્રગટ થાય છે.

અમર આદિલને સદા યાદ કરીએ
‘આદિલના શેરોનો આનંદ લઇએ
ગઝલ-મહફિલો જામતી હોય જ્યાં જ્યાં
આદિલનો આત્મા સદાકાળ ત્યાં ત્યાં.

ગઝલ મહેફિલો માત્ર મુશાયરાઓમાં જ જામે એવું નથી. તમારા દિલમાં પણ એ જામી શકે. અને મનમાં જામતી મહેફિલોની મઝા પણ ઓર હોય છે. આદિલના શેરોનો આનંદ તમને રસમય વાંચન પીરસી શેરોનો સ્વાદ ચખાડશે. એ શેરો અને એમના વિશેનું વાંચન તમને આનંદ તો આપશે જ અને સાથે સાથે જિંદગીનાં કેટલાંક રહસ્ય પણ ખોલશે.

શેર એટલે ગઝલની બે પંક્તિઓ. શેરોની બને ગઝલ. ગઝલ એ કાવ્યપ્રકાર ખરો, પણ એના શબ્દો સરળ હોય છે. ઉત્કૃષ્ટ ગઝલોના શેરોમાં થોડા જ શબ્દોમાં એવી નજાકત ભરી હોય છે કે આફરીન થઈ જવાય. આ પુસ્તકના આદિલના ૭૨ શેરોનું હૃદયપૂર્વક પઠન કરશો તો તમે પણ આફરીન થઈ જશો.

વીસ વિભાગો વાળા આ પુસ્તકના કેટલાક વિષયઃ કૃષ્ણ પ્રેમ, માતૃ પ્રેમ, વતન પ્રેમ, સ્વજન પ્રેમ, શૃંગાર રસના ઘૂંટ, આધ્યાત્મિક અજવાળાં પાથરતા શેરો, બાલમહિમા, વિનોદી શેરો.

પુસ્તકમાંથી આદિલના થોડા શેરઃ

વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

જ્યારે કવિતા લખવાનું ઈશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.

વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે
એક બિન્દુમાં સમેટાતી ગઝલ

ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

પુસ્તકને મળેલા ભાવભીના આવકારમાંથીઃ

“આદિલના શેરોનો આનંદ પુસ્તકને આદિલ મન્સૂરીની પત્ની તરીકે તથા સાહિત્યપ્રેમી હોવાના નાતે હું હૃદયપૂર્વક આવકારું છું, અને ધન્યતા અનુભવું છું. આદિલના શેરોનો આનંદ વાચકોના હૃદય સુધી પહોંચે એ જ મારી દિલી તમન્ન્ના છે. દરેક વાચક ખુશ થાય એ જ આદિલને અંજલિ.”
–બિસ્મિલ મન્સૂરી

“શેર “વાંચતાં ગિરીશભાઈ ‘શેરમય’ થતા જાય અને એ પ્રતિભાવમાં આપણને સામેલ કરતા જાય. સહોપસ્થિતિનો આનંદ એ આપણી ઉપલબ્ધિ.

આંગળી ચીંધ્યાનું પુણ્ય છે ગઝલ

શબ્દને ખોલો તો પ્રિયા નીકળે”

ચીંધેલ દિશામાં પ્રયાણ કરનાર ભાવકો પોતપોતાની પ્રિયાઓ સુધી પહોંચી જશે એવી અપેક્ષા.”
–અદમ ટંકારવી

“જનાબ આદિલ મન્સૂરીના સર્જન પ્રવાહમાંથી ગિરીશભાઈ પરીખને આ પુસ્તક તૈયાર કરવા માટે દિલી મુબારકબાદ પાઠવું છું, અને હૃદયપૂર્વક, અંતઃકરણથી આભાર માનું છું.
મને આશા છે કે ગઝલનાં શહેનશાહને ફરીથી વાંચવામાં વાચકોને આનંદ મળશે.”
–વિજય શાહ

ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં વસતા સાહિત્યકાર અને પત્રકાર છે. કેલિફોર્નિયાના બે એરિયા ગુજરાતી સમાજે એમનું પત્રકાર તરીકે સન્માન કર્યું હતું તથા એમના બાળગીત સંગ્રહ ટમટમતા તારલા ને સરકારી ઈનામ મળ્યું હતું. એમનાં ગુજરાતી તથા અંગ્રેજીમાં કુલ ૧૨ પુસ્તકો પ્રગટ થયાં છે.

બ્લોગ: http://www.GirishParikh.wordpress.com .

આ પુસ્તકના લેખક-સંપાદક તરીકે ગિરીશને જે રકમો મળશે એ શ્રી રામકૃષ્ણ પરિવાર તથા સદકાર્યોમાં વાપરવામાં આવશે.

પુસ્તકમાં ૧૦ યાદગાર તસ્વીરો છે. ૧૩૨ ૬” x ૯” પૃષ્ઠ.

લેખક/સંપાદક ગિરીશ પરીખના હસ્તાક્ષર (ઓટોગ્રાફ) કરેલી અમેરિકામાં બૂક મેળવવા માટે પૂરું સરનામું, ફોન નંબર, અને ૧૫ ડોલરનો (Payable to “Girish Parikh”) ચેક મોકલોઃ Girish Parikh, Author & Journalist, 2813 Cancun Drive, Modesto, CA 95355.

આદિલના શેરોનો આનંદ પુસ્તક http://www.createspace.com/3823518 પર મળે છે. CreateSpace.com Amazon.comની કંપની છે.

આદિલના શેરોનો આનંદ”: સર્જન, પ્રકાશન, પ્રસાર-પ્રચારનો આનંદ: 9 of 9

જાન્યુઆરી 12, 2013

પ્રશ્નઃ “આદિલના શેરોનો આનંદ” નો પ્રસાર-પ્રચાર કરનારને આર્થિક લાભ આપતી યોજના શી છે?

ઉત્તરઃ હાલ તો આ યોજના અમેરિકામાં રહેતા આદિલના ચાહકો માટે છે. પુસ્તકની ઈન્ડિયન એડીશન પ્રગટ થાય એ માટે યોગ્ય પ્રકાશકની શોધમાં છું.

યોજના અંગ્રેજીમાં રજૂ કરું છું. અનુકૂળતાએ આ વિશે ગુજરાતીમાં પણ લખતો રહીશ.

With the grace of God, Mother Saraswati, Mother Gurjari, and Mothertounge Gujarati, I officially released the printed GUJARATI book ADILANA SHERONO ANAND in my home in Modesto on January 12, 2013 (150th birtday of Swami Vivekananda). I prayed to God, and Adilsaheb, and did reading from the book. I have requested to Bismilbahen (wife of Adilsaheb, she lives in New Jersey), Vijay Shah of Houston, and Kaushik Amin of New Jersey to also pray and declare the book published.

You can buy book from http://www.createspace.com/3802409 .

I need your help in distributing the book ADILNA SHERONO ANAND. And it will provide some income to you and/or your organization.

I see great potential for the book ADILNA SHERONO ANAND. But it would need promotion and marketing. And you and/or your organization will be rewarded financially also for selling ADILNA SHERONO ANAND.

Believe me: the book ADILNA SHERONO ANAND will SELL. In addition to selling in programs it can be sold individually as well.

When you buy 10 or more copies of the book ADILNA SHERONO ANAND for reselling, I would give you 50% discount. (Please write to me at gparikh05@gmail.com to get the dicount code). The books will come directly to you from my publisher http://www.createspace.com/3823518 . While ordering 10 or more books please enter the discount code. You will have to pay money for the books, shipping & handling ($8 for 10 books in the US), applicable tax (for some states there is still no tax) by credit card. The books are nonreturnable. Cretespace.com is the company of Amazon.com .

For 10 books your investment will be $50 + 8 (shipping & handling) = 58. When you sell 10 books at $10 each, you will get $100. Your profit will be $42 and your return on the investment of $58 will be 72%. Even if you have to pay state tax, you will have substantial profit.

I would suggest to you to order 10 (or more copies), and see for yourself that the book SELLS with little effort.

And most important: The inner satisfaction that you will get by sprerding the Word about our beloved shair Adil cannot be expressed in words or cannot be counted in money. Of course the book can be given as a gift also.
The money that I would receive as author/compiler per copy will be nominal — and it will be used for Sri RamaKrishna Parivar and for good purposes.

With best wishes,
Girish Parikh
Author, Journalist, Public Relations Person
Modesto California
Phone: (209) 303 6938 (cell)

P.S. Please say YES and buy 10 or more copies at 50% discount. As the saying goes, You will be glad you did!
I have written several columns about the book on the Blog http://www.girishparikh.wordpress.com . Please keep visiting it regularly.