Archive for નવેમ્બર, 2012

કૂપમંડૂક (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 30, 2012

કૂપમંડૂક
સમુદ્રને
શું
જાણે !

Advertisements

શબ્દસંગ ! (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 29, 2012

છે
શબ્દસંગ
સત્સંગ
અમારો !

સાહિત્ય સરિતા (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 28, 2012

સાહિત્ય
સરિતા
છીપાવે
તૃષા.

મુક્તક વિશે ચતુર્શબ્દ મુક્તક !

નવેમ્બર 27, 2012

મુક્ત
કરે
તે
મુક્તક !?

આધ્યાત્મ-યુક્તક ! (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 26, 2012
ચિંતનમય
ચતુર્શબ્દ
મુક્તક
આધ્યાત્મ-યુક્તક !
નોંધઃ “યુક્ત” શબ્દ પરથી “યુક્તક” શબ્દ યોજ્યો છે. “યુક્ત” શબ્દના અર્થઃ જોડાયેલું, જોડેલું; વિશિષ્ટ; સાચું, ખરું, સત્ય; મગ્ન થયેલું; સિદ્ધ કરેલું. (www.bhagavadgomandal.com).

સાચો સંન્યાસી (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 25, 2012

છે

સાચો

સંન્યાસી

જગદગુરુ.

નોંધઃ રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમે પ્રગટ કરેલા પુસ્તક “શ્રી રામકૃષ્ણદેવ”માં ‘તારકનાથ અને નિત્યગોપાલ’ પ્રકરણનું છેલ્લું વાક્ય વાંચતાં સ્ફૂરેલું મુક્તક.
સાચા સંન્યાસીઓમાં એક છે સ્વામી વિવેકાનંદ (જાન્યુઆરી ૧૨, ૧૮૬૩ – જુલાઈ ૪, ૧૯૦૨) જેમની ૧૫૦મી જન્મજયંતી ઊજવાઈ રહી છે અને જાન્યુઆરી ૧૨, ૨૦૧૪ સુધી વિશ્વભરમાં ઊજવાશે.

કામ દામ (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 24, 2012

કામ

દામ

વીસરાવે

રામ !

નોંધઃ શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે કામિની કાંચનનો મોહ પ્રભુ દર્શનમાં અંતરાયરૂપ છે.

સાચી કવિતા (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 23, 2012

સંસ્કારે

હૃદયને

સાચી

કવિતા.

નોંધઃ ‘ધરતી’ માસિકના નવેમ્બર ૨૦૧૨ના અંકમાં ઉમાશંકર જોશીના લેખ “પ્રભુ, પરમ સત્યે તું લઈ જા !”માં વાંચ્યું: “કવિતા પોતે જ એક અચૂકપણે હૃદયને સંસ્કારનારું બળ છે.” અને ઉપરનું મુક્તક સ્ફૂર્યું. આ ચતુર્શબ્દ મુકતક સ્વ. પૂજ્ય શ્રી ઉમાશંકર જોશીને અર્પણ કરું છું.

… આજની ઘડી રળિયામણી … ! (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 22, 2012

… આજ
છે
અત્યાર
છે …

ભીતરમાં દામ ! (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 21, 2012

મુખમાં

રામ

ભીતરમાં

દામ !

નોંધઃ રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમે પ્રગટ કરેલા “શ્રી રામકૃષ્ણદેવ” પુસ્તકમાં ‘કેટલીક નોંધપાત્ર વ્યતિઓ’ પ્રકરણમાં પ્રતાપચંદ્ર હાજરા વિશે વાચતાં સ્ફૂરેલું મુક્તક.