Archive for એપ્રિલ, 2011

મીરાં (વાર્તા): ૧

એપ્રિલ 30, 2011
રાધાકૃષ્ણના મંદિરમાં પ્રભાતમાં જાઓ, મધ્યાન્હમાં જાઓ કે સંધ્યાટાણે જાઓ; પ્રભુના હૈયાની પ્રતિચ્છવી સમી એક શ્વેત વસ્ત્રોમાં સોહાતી માનવમૂર્તિ ત્યાં દેખાશે જ. મંદિરમાં ઊંચી પાટ પર બેઠેલી એ જીવંત મૂર્તિ ચિત્તને ભાવવિભોર કરી મૂકશે. તમારું ધ્યાન પ્રભુની મૂર્તિ કરતાંય એમાં વિશેષ મગ્ન થશે. પ્રભુની મુર્તિમાં તો માત્ર કલા જ છે, પણ આ મૂર્તિમાં તો કલા અને પ્રાણ બેઉ છે.
 
હું એક દિવસ એ મંદિરમાં ગયો ત્યારે પ્રભુનાં દર્શન મેં ન કર્યાં! પ્રભુની મૂર્તિ તરફ પીઠ રાખીને હું ઊભો રહ્યો. પેલી માનવમૂર્તિને હું એકી નજરે નીહાળી રહ્યો. એ બીડાયેલાં લોચન ન ખૂલ્યાં…. એ નીચે ઝૂકેલું મસ્તક ઊંચું ન થયું…. કૃષ્ણોચ્ચારથી ફફડતા ઓષ્ઠ થંભ્યા નહીં…. ને છતાંય હું એને તાકી રહ્યો. મંદિરમાં ભક્તો આવ્યે જ જતા હતા…. ને છતાંય મારી પીઠ તો પ્રભુ તરફ જ હતી.
 
કોઈએ મને નાસ્તિક કહ્યો!
                 (વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

રાણીંગ જેઠવાઃ ૨૪

એપ્રિલ 29, 2011
[રાણીંગનો અવાજ]
અવાજઃ સાલા’વ કોઈની આગળ નઈં ને મારી આગળ વાત લાવ્યા? અનાજની ચોરી કરવાની! એલાવ, તમે અમારા બાપદાદાની વાત નથી સાંભળી લાગતી. અનાજના તો અમે રખેવાળાં કેવાઈં. ને છત્રીય ઊઠીને લીલુડાં અનાજની ચોરિયું કરવા જાવું. અફીણ ઘોળીને નો પી જાઈં! 
હરિગરઃ રાણીંગને ઘણો સમજાવ્યો હોં…
[હુક્કાનો ગુડગુડાટ ચાલુ…]
…પણ રાણીંગ જક્કી ભારે. અમને તો કાઠિયાણીની દયા આવે. નકર…
[થોડી વારે]
હું: હુક્કાની નળીમાંથી ખેંચી ખેંચીને ગળામાં ધૂમાડા ઘૂંટતો રાણીંગ. ગાલમાં ખાડા. મોં પર ખુમારીની ઊજળી ઝાંય. પેટમાં વેંત એકનો ખાડો. કાઠિયાણીનાં હીબકાં (હીબકાંનો અવાજ). બે ભૂખ્યાં છોકરાંની હાવળુંના પડઘા (અવાજ). ને ધીર ગંભીર મૂર્તી જેવો રાણીંગ.
[જોશદાર હુક્કાનો ગુડગુડાટ…]
મારા મનમાં ઘોડા દોડતા હતા. (ઘોડાના દાબડાનો અવાજ.)
[ફરી હુક્કાનો જોશદાર ગુડગુડાટ…]
બળીને પણ વળ ન મૂકે એવી સીંદરી જેવા એ રાણીંગ જેઠવાને હું કદી નહીં ભૂલિ શકું.
[ગાડીની વ્હીસલ.]
                     (‘રાણીંગ જેઠવા’ રેડિયો નાટક સંપૂર્ણ.) 
(આ રેડિયો નાટક શ્રી અમૃતકુમાર મેરને સપ્રેમ અર્પણ કરું છું. એમની અમર વાર્તા ‘રાણીંગ જેઠવા’ પરથી એનું સર્જન થયું છે.)
નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

રાણીંગ જેઠવાઃ ૨૩

એપ્રિલ 28, 2011
હરિગરઃસા’બ, આંઈ તો અમારે ઈ રિવાજ જ છે. મજૂરાંને — અમ ઉભડિયાંને — મજૂરી ન મળે તી રાતના મો’લમાં પડીને ભારી બાંધી આવવી, ડૂંડાંની. ખેડુ ભાળી જાય તો કૈયે કે પોંક માટે લીધાં છે. તી કાંઈ ભૂખ્યા રે’વાય છે સાયબ?
હું: ચોરી કરો, એમને?
હરિગરઃ સા’બ, સૌ કરે છે,… આ બધાય. જેટલા આપણી ટુકડીમાં હતા ને ઈ બધાય આમ કરે છે. નકર ખાય શું? મજૂરીના પૈસા તો સાયબ, ખોટું નો લગાડતા, આવે તંઈ ખરા. ન્યાં સુધી કાંઈ હવા ઉપર રે’વાય છે?
લવોઃ તી સાયબ, બીજા બે ચાર અમ જેવા છાનામાના સમજાવા આઈવા, હોં. બરાબર મોકો હતો. ને ઘરમાં દાણાનું નામ નઈં, — આ રાણીંગબાપુના ઘરમાં, હોં. ને કાઠિયાણી ને છોકરાં ભૂખે ટળવળે; ને પીલુંડાં પાડે, હોં, બોર બોર જેવડાં. ને અમથી જોવાય નઈં. અમે સૌ સમજાવીઈં, હોં. (હાંફે છે.)
હરિગરઃ બહુ જ સમજાવ્યો. કીધું, ભઈ હાલ્યને તારેય ફેરો મારવો હોય તો!
લવોઃ શું કીયે?
હરિગરઃ નો ભુલાય એવું કીધું રાણીંગે. કીયે…
[રાણીંગનો અવાજ]
                     (વધુ હવે પછી …)
નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

રાણીંગ જેઠવાઃ ૨૨

એપ્રિલ 27, 2011
લવોઃ બાકી સાયબ, આ રાણીંગ જેઠવા બે’ક રાઈવાળા હોં.
હું: પાક સારો થયો છે આ વરસે. જુવાર-બાજરીનાં ખેતર જાણે પાકથી લચી પડે છે.
[મોલ વચ્ચેથી પસાર થવાનો અવાજ. થાડી વારે.]
હું: હેં? તેં રાણીંગનું નામ લીધું ને લવા?
લવોઃ માળો, પરમ દી રાણીંગ માન્યો જ નઈંને! ધરાર માન્યો નઈં!
હું: શું?
લવોઃ હરિગર, મારાથી બોલાઈ ગ્યું. વાત કે’વી છે સાયબને?
હું: બોલો બોલો. રાણીંગ વિશે મારે વધુ જાણવું છે. આમ મૂંઝાઓ છો કેમ? શું છે રાણીંગની વાત?
લવોઃ સાયબથી શું કામ છાનું રાખવું? હરિગર, તું જ કે’.
                           (વધુ હવે પછી …)
નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

રાણીંગ જેઠવાઃ ૨૧

એપ્રિલ 26, 2011
હું: હરિગર…
હરિગરઃ પણ સાયબ…
હું: હરિગર, એ કંઈ નહીં ચાલે. પગાર લેવો હોય તો મારો સામાન લઈને મને મૂકવા સ્ટેશને આવવું જ પડશે. લવો પણ મારો કેટલોક સામાન લઈને આવે છે.
[થોડી વારે]
લવોઃ હરિગર, આ બેગ તું લઈ લ્યે. ને આ થેલીઓ હું લઉં છું.
હરિગરઃ સાયબની હેટ લઈ લેજે લવા. સાહેબ, હાલો હવે. ગાડીનો ટેમ થવા આવ્યો છે.
લવોઃ સાયબ, પે’લેથી કીધું હોત તો ગાડું કરી લેત ને.
હું: છોડો ગાડાની વાત… મને ચાલવું ગમે છે એ તો જાણો છોને?
લવોઃપણ આટલા દી’નોથાક.
હું: વાતો કરતા કરતા પહોંચી જઈશું સ્ટેશને. વાતોથી થાક જાણે ઊતરી જાય છે.
               (વધુ હવે પછી …)
 
નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

રાણીંગ જેઠવાઃ ૨૦

એપ્રિલ 25, 2011
હું: લવા, કામનો પહેલો હપ્તો તો જાણે પતી ગયો. મારે મોટી ઓફિસે મજૂરોના પૈસા લેવા જવાનું છે. બે જણ મારી સાથે મારો સામાન ઉપાડવા ચાલો. સ્ટેશન સુધી મૂકવા આવવાનું છે. લવા, એક તો તું ને બીજો…
[થોડી વાર પછી]
લવોઃ સાહેબ, સ્ટેશને તમારો સામાન લઈને આવવા માટે બધા મજૂરોને પૂછી જોયું . સૌ ન આવવા માટે બહાનાં કાઢે છે. કોઈનો છોકરો માંદો છે, કોઈને દાણા માગવા જવું છે, કોઈને હજામત કરાવવી છે.
હું: ઈડિયટ્સ… ઓલ આર સેલ્ફીશ. સ્વાર્થી છે બધા. લવા, રાણીંગને બોલાવશું?
લવોઃ સાયબ, પાછું ઈંનું ઈ છે. રૂપિયા તમે રાણીંગને દીધા’તા ને. માળે નવી પાણકોરાની ચોરણી ને ખમીસ સિવડાવ્યાં. છોકરાં માટે ય નવાં લૂગડાં લીધાં. કીયે, હોળી આવે છે ને. બાકી અફીણના ડોડવા લીધા. પાછાં બેય માણહ બે દી’થી અપવાસ કરે છે!
હું: તો તો રાણીંગને ન બોલાવીશ. હરિગર બાવાને જ પકડું. જા તો, હરિગરને બોલાવ.
[થોડી વારે]
                  (વધુ હવે પછી …)
નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

રાણીંગ જેઠવાઃ ૧૯

એપ્રિલ 24, 2011
લવોઃ સાહેબ, આ હરિગર આમ તો બાવો નથી. એ છે બાવાની જાત થાય છે તેવો, અતીત.
હું: હા હરિગર, રૂપિયા દઈ દીધા રાણીંગને.
હરિગરઃ ના ના, સાહેબ! સારું કર્યું. કાંઈ વાંધો નઈં. પણ સાહેબ, માણહ બે’ક ફૂલણજી છે. સાહેબ, ક્યાંક ઉડાડી દ્યે નઈં.
[થોડી વારે આછો ગણગણાટ શરૂ થાય છે.]
એક મજૂરઃ રાણીંગ હજુ એવોને એવો ઉડાઉ છે.
બીજો મજૂરઃ ના ના, હવે તો સધરી ગ્યો છે. ઉડાવી નઈં દ્યે રૂપિયા. દારૂયે હરામ કર્યો છે; પણ અફીણનું બંધાણ છે, એમાં વાવરે તો ના નહીં.
[થોડી વારે શાંતિ… પછી આછા સંગીત સહ…]
હું: ને મારા મનમાં પેલી અસહ્ય ગરીબીનું દૃશ્ય જીવતું થયું… કાઠિયાણીનો પેલો સાડલો ને લવાએ કહેલી એની હૃદયદ્રાવક કથા… સાડલો મેં જોયો હતો. મૂળ કપડું દેખાતું જ નહોતું એટલાં થીગડાં હતાં. બે છોકરાંનેય મેં જોયાં હતાં. આપણને ખ્યાલ પણ ન આવે કે આવી જાતનું કાપડ સંભવે કે નહીં? — એ જાતનાં ચદ્દી – બાંડિયાં બંને છોકરાં પહેરતાં હતાં.
[થોડો સમય સંગીત]
                   (વધુ હવે પછી …)

નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.
     
રાણીંગ જેઠવાઃ ૧૮

એપ્રિલ 23, 2011
એક મજૂરઃ સાહેબ આવી ‘ગ્યા ઉતારા પર.
બીજો મજૂરઃ સાહેબ, કાં રાણીંગને ત્યાં પધાર્યા’તા?
[સીડી ચડવાનો અવાજ. થોડી વારે ઉપર ચડી રહ્યા પછી.]
હું: જોયું ને લવા? મારા જેવાને આમ ‘પધારવા’થી સંબોધતા આ ગામડાના મજૂરોમાં ને કૂતરાઓમાં છે કાંઈ ફરક? આ સૌ ગરજ હોય ત્યારે પૂંછડી પટપટાવે, ને પાછળથી ગાળો દેવામાં પણ કાંઈ બાકી ન રાખે, એ હું બરાબર જાણું છું. રાણીંગ આ સૌથી એ બાબતમાં મને જુદો જ લાગે છે.     
[થોડાક મજૂરો ઉપર ચડે છે. સીડીનો અવાજ.]
લવોઃ સાયબ, આપ માયાળુ બઉ, હોં. ધડ દઈને રાણીંગને રૂપિયા દઈ દીધા.
એક મજૂરઃ માળુ… આપણે રહી ‘ગ્યા.
હરિગરઃ (ઘેરો અવાજ) સાહેબ, બધાય રૂપિયા રાણીંગને દઈ દીધા?
હું: હા, કેમ? તારું નામ?
હરિગરઃ બાવો, હરિગર બાવો, સાહેબ.
હું: બાવાઓને પૈસાની આટલી બધી માયા?
           (વધુ હવે પછી …)
નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

રાણીંગ જેઠવાઃ ૧૭

એપ્રિલ 22, 2011
 
લવોઃ સાયબ, બે વરસ પહેલાં એ મુખી હતો એક ગામડામાં. પણ પંચાયત થઈ ને મુખીઓને કાઢી નાખ્યા. બાપુ ઈમાં ઝડપાઈ ગ્યા. પણ આને સાયબ, ક્યાંઈક પટાવાળામાં ગોઠવી દ્યોને! બાપુ સાત ચોપડી ભણ્યા છે. કાં? નઈં?
હું: પણ ભાઈ, અત્યારે બધેય રીટ્રેન્ચમેન્ટની સાવરણી ફરે છે. એમાં મારું ને રાણીંગનું શું ચાલે?
લવોઃ સાહેબ, એ શું કરો છો? ગજવામાંથી રૂપિયાની નોટોની થોકડી કાઢો છો કાં?
હું: હાલ તો બાપુને પૈસાની જરૂર છે. લ્યો, આ રૂપિયા રાખો. કામ આવશે.
રાણીંગઃ અરે સાહેબ, ઈ શું બોલ્યા? લેવાય નઈં મારાથી. હું સા’બ ક્યાં ભૂખે મરું છું? ને કદાચ ભૂખે મરતો હોઉં તોય… તમારા પૈસા લેવાય મારાથી?
લવોઃ લઈ લ્યો રાણીંગબાપુ. સાયબને પોંચ દેજો. આપણે ક્યાં દાનમાં લેવા છે.
[લવો રૂપિયાની નોટો ગણે છે એનો અવાજ. થોડી વારે.]
લવોઃ ગણી લીધા રૂપિયા. હાં… સાહેબે લખી દીધું કાગળ પર. અહીં સહી કરો કે અંગૂઠો પાડો રાણીંગબાપુ.
[સંગીત]
[થોડી વારે મજૂરોનો અવાજ શરૂ થાય છે.]
                    (વધુ હવે પછી …)
નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

રાણીંગ જેઠવાઃ ૧૬

એપ્રિલ 21, 2011
 
હું: તમારી વાતોમાં તો મઝા આવે છે રાણીંગ.
લવોઃમજૂરોય કે’છે. રાણીંગ વાતોએ ચડ્યો એટલે બસ ખલાસ! અકબર ને બીરબલથી માંડીને જેતપુરના ચાંપરાજવાળાની વાતું ઈના મૂંઢે.

[ચા આવે છે.]
રાણીંગઃ લો, ચા પી લો સાહેબ.
[થોડી વારે]
રાણીંગઃ સાયબ, ચામાં ખાંડ તો પૂરતી છે ને!
હું: બરાબર છે.
લવોઃ તું પણ ચા લે રાણીંગ.
રાણીંગઃ બીજી ચા લાવે છે.
[થોડી વારે]
રાણીંગઃ બસ જશો સાયબ?
હું: જતાં પહેલાં એક વાત પૂછું રાણીંગ?
રાણીંગઃ ખુશીથી પૂછો સાયબ.
હું: તમારે નોકરી કરવી છે, કાયમની?
રાણીંગઃ જી હા, કેમ નઈં, સાહેબ. હું પોલીસ પટેલ હતો.