Archive for સપ્ટેમ્બર, 2011

“અમેરિકાનાં બહેનો અને ભાઈઓ …”: ૨ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)

સપ્ટેમ્બર 30, 2011

હું મંચ પર બેઠેલા કેટલાક વક્તાઓનો પણ આભાર માનું છું જેમણે પૂર્વના પ્રતિનિધીઓ (ડેલીગેટો)નો દાખલો
આપીને કહ્યું કે આ દૂર દૂરના દેશોથી આવતા માનવો જુદા જુદા દેશોમાં ટોલરેશનનો સંદેશ પહોંચાડવા માટે ગૌરવ લઈ શકે. જગતને જે ધર્મે ટોલરન્સ અને વૈશ્વિક સ્વીકાર એ બન્ને શીખવ્યાં છે એ મારો ધર્મ છે એ માટે હું ગર્વ અનુભવું છું. અમે માત્ર વૈશ્વિક ટોલરેશનમાં જ માનતા નથી પણ સર્વ ધર્મો સાચા છે માટે સ્વીકારીએ છીએ. હું એ દેશનો છું
જેણે બધા ધર્મોના અને જગતના બધા દેશોના ત્રાસ પામેલાઓને અને નિરાશ્રીત થયેલાઓને આશ્રય આપ્યો છે અને એ માટે હું ગર્વ અનુભવું છું. હું એ વાત કહેવાનું ગર્વ લઉં છું કે ઈઝરાઈલીઓના સૌથી પવિત્ર અવશેષને અમે અમારા હૃદયમાં એકત્ર કર્યા છે — રોમન જુલમે જે વર્ષમાં એમના પવિત્ર મંદિરના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા એ જ વર્ષમાં ઈઝરાઈલીઓ દક્ષિણ ભારતમાં આવ્યા અને અને અમારો આશ્રય લીધો. હું એ ધર્મનો હોવાનું ગૌરવ લઉં છું
કે જેણે મહાન ઝોરોએસ્ટ્રિયન રાષ્ટ્રના અવશેષને આશ્રય આપ્યો છે અને હજુ પણ એની સરાહના કરે છે.

(વધુ હવે પછી …)

Please click on the following for the info about SEPTEMBER 11: THE
DATE OF GLOOM AND GLORY!

https://girishparikh.wordpress.com/2011/09/02/published-as-amazon-kindle-book-september-11-the-date-of-gloom-and-glory/

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

‘શબ્દનો સત્સંગ છે મારી ભીતર’ (‘વિવેકના શેરોનો આનંદ’: 2)

સપ્ટેમ્બર 29, 2011
‘એક ઘેરો રંગ છે મારી ભીતર’ ગઝલનો આ છેલ્લો શેરઃ
શ્વાસ નશ્વર, થઈ ગયા ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.
નિરંજન ભગતના ગીતના શીર્ષક  ‘આપણો ઘડીક સંગ’ અને વિવેકના ઉપરના શેર પરથી
નીચેની પંક્તિઓ સ્ફૂરીઃઆપણો ઘડીક શ્વાસનો સંગ
શબ્દનો ભીતર શાશ્વત સંગ!
શ્વાસ ચાલે ત્યાં સુધી આ નશ્વર દેહ જીવે છે. એટલે શ્વાસ પણ નશ્વર જ છે.
તો પછી શાશ્વત શું છે?કવિના શ્વાસ છે શબ્દો. કવિના હૃદયમાં અને અંતરમાં સર્જન પહેલાં, સર્જન દરમિયાન, અને સર્જન પછી પણ શબ્દો સાથે સત્સંગ સતત
ચાલ્યા જ કરતો હોય છે. આ લખનાર એક નાનો સર્જક છે, પણ એનો એ જાત અનુભવ છે.અને એ સત્સંગમાંથી જન્મે છે સર્જન.

અને શબ્દો બને છે અક્ષરોના. અલબત્ત, અક્ષરદેહે કવિ અમર છે.

અને દેહ છે ત્યાં સુધી સર્જન પણ ચલુ જ રહેશે – કવિ જ કહે છેઃ “શબ્દો છે શ્વાસ મારા”. પ્રભુને પ્રાર્થના કરું છું કે
કવિને આરોગ્ય અને સુખશાંતિ વાળું શત વર્ષોનું આયુષ્ય આપે.

સાચો સર્જક જ્યારે સર્જન પ્રક્રિયામાં લીન થઈ જાય છે ત્યારે — માનો કે ન માનો — સર્જક, સર્જન પ્રક્રિયા, અને સર્જન એક થઈ જાય છે! સર્જક એ વખતે પોતાની નાનકડી, નશ્વર જાતને ભૂલી
જાય છે. કોઈ દૈવી હાથે એને સર્જન કરાવ્યું હોય એમ એને લાગે છે. અલબત્ત, આવાં સર્જન અમર થઈ જાય છે. સર્જક માની પણ શકતો નથી કે એના હાથે એ સર્જન થયું છે.

આ શેરમાં કવિ કહે છેઃ “શ્વાસ નશ્વર, થઈ ગયા ઈશ્વર હવે,” — નશ્વર શ્વાસ હવે ‘ઈશ્વર’ થઈ ગયા છે; અને પછી કહે છેઃ “શબ્દનો સત્સંગ છે મારી ભીતર.”સાચા સર્જકની સાધનાનું ફળ છે ભીતર ‘શબ્દબ્રહ્મ’નો શાશ્વત સત્સંગ.

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

“અમેરિકાનાં બહેનો અને ભાઈઓ …”: ૧ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)

સપ્ટેમ્બર 28, 2011

સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ૧૮૯૩માં યોજાયેલી
વિશ્વ ધર્મ
પરિષદમાં
કરેલું સંબોધન
સર્વકાલીન સર્વશ્રેષ્ઠ આધાત્મિક પ્રવચનોમાંનું
એક

અમેરિકાનાં બહેનો અને ભાઈઓ,
આપે અમને હુંફાળો અને સ્નેહભર્યો આવકાર આપ્યો છે એ અંગે બોલતાં મારું હૃદય
શબ્દોમાં ન વર્ણવી શકાય એવા આંનંદથી છલકાય છે. જગતના સૌથી પ્રાચીન સાધુ-સંઘોના નામે
આપનો આભાર માનું છું; સર્વ ધર્મોની માતાના નામે આપનો આભાર માનું છું; અને બધા
પ્રકારના અને પંથોના કરોડો હિંદુઓના નામે આપનો આભાર માનું છું.
(વધુ હવે પછી …)

Please click on the following for the info about SEPTEMBER 11: THE
DATE OF GLOOM AND GLORY!

https://girishparikh.wordpress.com/2011/09/02/published-as-amazon-kindle-book-september-11-the-date-of-gloom-and-glory/

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

વિવેકની ‘વરસાદી’ ગઝલનો શેર (‘વિવેકના શેરોનો આનંદ’: 1)

સપ્ટેમ્બર 27, 2011
શ્રી ગણેશ કરું છું આજે સપ્ટેમ્બર ૨૭, ૨૦૧૧, મંગળવાર ને નવરાત્રિના પ્રથમ
દિવસે વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના શેરો વિશે રસમય વાંચન
પુસ્તકના સર્જનના.   મારું આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો
વિશે રસમય વાંચન
પુસ્તક ગુજરાત ફાઉન્ડેશન તરફથી પ્રગટ થનાર છે. વિવેકના
શેરોનો આનંદ
એ પછીનું શેરોના આનંદ વિશેનું બીજું પુસ્તક થશે.
સમય અને સંજોગોની અનૂકુળતા મુજબ વિવેકના શેરોનો આનંદ પુસ્તક આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર સર્જાશે. પહેલાં પુસ્તક
ડ્રાફ્ટ રૂપે તૈયાર થશે.
વિવેકની વરસાદી ગઝલનો
શેર
વિવેકની ‘હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?’ મારી પ્રિય ગઝલોમાંની એક છે.
ગઝલનું મોટેથી પઠન કરશો તો વિવેકના શબ્દ-વરસાદથી ભીંજાયા વિના નહીં રહો! વરસાદનું
કેવી અદભુત શબ્દ ચિત્ર શબ્દો જેના શ્વાસ છે એમ કહેનાર કવિએ આલેખ્યું છે.
ગઝલના છએ છ શેરો વિશે લખવાનું મન થાય છે, પણ અહીં એક શેર લઈએઃ
સદાથી, કદીથી, અટલથી, યદિથી, મને ભીંજવે જે ક્ષણોથી,
સદીથી,
વળોટી રહે કાળની સૌ સફર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે
?
આ સાદા લાગતા શેરમાં ગજબનું ઊંડાણ છે!
ક્ષણો અને અને ક્ષણોથી બનતી સદીઓની સફર કરાવતા કાળને ઓળંગી જતા વરસાદની કવિને
ઝંખના છે.
અલબત્ત, વરસાદ કવિને ક્ષણો અને સદીઓથી — જન્મ જન્માંતરથી — કવિને (અને આપણને
પણ) ભીંજવી રહ્યો છે. એ જન્મ-મરણના બંધનમાંથી છૂટવું કઈ રીતે?
પ્રભુ-કૃપાનો વરસાદ કાળની સફરને વળોટી શકે. પણ ‘હવે એવો વરસાદ પણ ક્યાં પડે
છે?’
કવિ કહે છે કે ‘હવે’ એવો વરસાદ પડતો નથી. એટલે પહેલાં એ પડ્યો હોવો જોઈએ. અનેક
માનવીઓનો દાખલા છે જે કાળને વળોટી ગયા છે.
કવિ પ્રશ્ન પૂછે છેઃ ‘હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે?’ જવાબ છેઃ પ્રભુકૃપાનો
વરસાદ તો સદાય વરસતો રહે છે. એમાં ભીજાવાની — તરબતર થવાની — આપણી તૈયારી છે?
આપણા મહાકોશ ‘ભગવદ્ગોમંડલ’ (www.bhagavadgomandal.com) માંથી અર્થઃ
અટલઃ ન ટળે એવું; દૂર ન થાય એવું.
યદિઃ જો; જોકે; અગર જો.
મારો અનુભવ છે કે જે શબ્દોથી આપણે પૂરા પરિચિત ન હોઈએ એમના અર્થ
‘ભગદ્વોમંડલ’માં જોવાથી વાંચનનો આનંદ ઓર વધે છે. અલબત્ત, શબ્દના વધુ અર્થો આપ્યા
હોય તો યોગ્ય અર્થો (કે અર્થ) લેવા.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

આમુખઃ સ્વામી ચિદાનંદજી મહારાજ — ભાગ ૪ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)

સપ્ટેમ્બર 26, 2011
શ્રી ગિરીશ પરીખનું આ પુસ્તક, ‘સપ્ટેમ્બર 11: તેજ અને તિમિરનો દિવસ –
(survaival), સલામતી, શાંતિ તથા સમૃદ્ધિની ચાવી.-‘ સમગ્ર વિશ્વના લોકો માટે પ્રેમ,
કોમ્પેશન (compassion) અને સેવાનું મહત્વ સમજાવે છે. પુસ્તકમાં સ્વામી વિવેકનંદના
પ્રેરક શબ્દો છે.

આ મહાશુભ દિવસે હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે આ પુસ્તક જગતના માનવીઓને શાશ્વત શાંતિ, સુખ તથા સમૃધ્ધિ મેળવવા માટે સાચા માર્ગે જવા માટે ગ્નાન અને પ્રેરણા આપશે.

સ્વામી ચિદાનંદ
અધ્યક્ષ
વિવેકાનંદ વેદાંત સોસાયટી
શિકાગો

શનિવાર, સપ્ટેમ્બર ૩૦, ૨૦૦૬
શ્રી દુર્ગા અષ્ટમી

(‘આમુખઃ સ્વામી ચિદાનંદજી મહારાજ’ સંપૂર્ણ)
(વધુ હવે પછી …)

આમુખઃ સ્વામી ચિદાનંદજી મહારાજ — ભાગ ૩ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)

સપ્ટેમ્બર 25, 2011
અને પરિષદની અંતિમ સેશનમાં સ્વામીજીએ ભારપૂર્વક કહ્યું:
“જો કોઈ માત્ર એનો પોતાનો જ ધર્મ ટકશે અને બીજા નાશ પામશે એવાં સ્વપ્ન જુએ તો
હું હૃદયપૂર્વક એના માટે દયા વ્યક્ત કરું છું, અને એને સૂચવું છું કે દરેક ધર્મના
ધ્વજ પર વિરોધ હોવા છતાં આ થોડા સમયમાં લખવામાં આવશેઃ ‘એક બીજાને મદદ કરો પણ લડો
નહીં’, ‘ઐક્ય પણ વિનાશ નહીં’, ‘હાર્મની અને શાંતિ અને વિખવાદ નહીં.’ “
(વધુ હવે પછી …)

9/11 થી 9/11 — સ્વામી નિખિલેશ્વરાનંદઃ ભાગ ૬ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)

સપ્ટેમ્બર 24, 2011
ચાલો આપણે `9/11’ના દિવસને ‘ધર્મોની હાર્મની’ના દિવસ તરીકે ઊજવીએ જેથી
ગ્લોબલાઈઝેશનના આ યુગમાં ગ્લોબલ સંસ્કૃતિનાં આગમન થાય તથા ફેનેટીઝમે સળગાવેલી
આતંકવાદની આગથી ટ્વીન ટાવરોનો નાશ થયો એવો વિનાશ પૃથ્વી પર ભવિષ્યમાં ન થાય.
(સ્વામી નિખિલેશ્વરાનંદજી (પ્રબોધ મહારાજ) વડોદરા (ગુજરાત, ભારત)ના રામકૃષ્ણ
મીશનના અધ્યક્ષ છે. આ લેખ અમારા પર મોકલવા બદલ અમે શ્રી ભરત ચુરીવાલાના આભારી
છીએ.)
(‘9/11 થી 9/11 — સ્વામી નિખિલેશ્વરાનંદ’ સંપૂર્ણ)
(વધુ હવે પછી …)

Please click on the following for the info about SEPTEMBER 11: THE
DATE OF GLOOM AND GLORY!

https://girishparikh.wordpress.com/2011/09/02/published-as-amazon-kindle-book-september-11-the-date-of-gloom-and-glory/

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

9/11 થી 9/11 — સ્વામી નિખિલેશ્વરાનંદઃ ભાગ ૫ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)

સપ્ટેમ્બર 23, 2011
સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવાની શતાબ્દીની ઊજવણીનો સમારોહ
યુનેસ્કો (UNESCO)એ પેરીસમાં યોજ્યો હતો. યુનેસ્કોના ડીરેક્ટર જનરલ ડૉ. ફ્રેડરીકો
મેયરે એ સમારોહમાં કહ્યું કે એમાં એમણે ભાગ લેવાનું મુખ્ય કારણ સ્વામી વિવેકાનંદની
વૈશ્વિક વિચારસરણી હતી. નોબેલ પ્રાઈઝ વિજેતા ઈતિહાસકાર ડૉ. આર્નોલ્ડ ટોયનબી માને છે
કે શ્રી રામકૃષ્ણ પરમહંસે જેનો ઉપદેશ કર્યો છે તથા એ મુજબ જીવ્યા છે એ ધાર્મિક
હાર્મની જગતને વિનાશકારી આણુશસ્ત્રોથી બચાવી શકે. શ્રી રામકૃષ્ણે એમના જીવનને
પ્રયોગશાળા બનાવી હતી અને વિવિધ ધર્મોની સાધનાઓ કરી એ ધર્મોની યોગ્યતા પૂરવાર કરી
છે.
જાપાનના માજી વડા પ્રધાન મીષ્ટર શીન્ઝો એબીએ પાર્લામેન્ટની સંયુક્ત સેશનમાં
એમણે કરેલા સંબોધનની શરૂઆત સ્વામી વિવેકાનંદે 9/11ના દિવસે વિશ્વ ધર્મ પરિષદમાં
કરેલા સંબોધનમાંથી અવતણ આપીને કરી તથા એમનું સંબોધન સમાપ્ત પણ સ્વામી વિવેકાનંદના
અવતરણથી કર્યું. એમણે કહ્યું, “હું એ દલીલ કરું છું કે જગતના ઇતિહાસને ભારત અનેક
વસ્તુઓ આપી શકે એમાં પ્રથમ સ્થાને આવે ટોલરન્સનો સ્પીરીટ. હું વિવેકાનંદનું ફરીથી
અવતરણ આપવા માગું છું. સ્વામી વિવેકાનંદના શિકાગોમાં ૧૮૯૩માં ઊંડા અર્થ વાળા અંતિમ
સંબોધનનો અંશ – ‘એક બીજાને મદદ કરો પણ લડો નહીં’, ‘ઐક્ય પણ વિનાશ નહીં’, ‘હાર્મની
અને શાંતિ અને વિખવાદ નહીં.’
(વધુ હવે પછી …)

9/11 થી 9/11 — સ્વામી નિખિલેશ્વરાનંદઃ ભાગ ૪ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)

સપ્ટેમ્બર 22, 2011
કમનસીબે આ મુજબ હજુ   બન્યું નથી.આ ધર્મોની હાર્મનીનો સંદેશ આપણા પોતાના જોખમે
આપણે અવગણી શકીએ. ફેનેટીઝમને જાકારો ન આપવાથી આપણે ભારે કિંમત ચૂકવી છે અને કણ જાણે
હજુ શું બનવાનું છે!
કોમ્યુનીકેશન અને ટ્રાન્સપોર્ટમાં થયેલી પ્રગતિને લીધે જગતના લોકો પહેલાં
ક્યારેય ન આવ્યા હોય એ રીતે એક બીજાની વધુ નિકટ આવ્યા છે, અને જગત વિશ્વના એક ગામ
જેવું થઈ ગયું છે. છતાં સાંપ્રત જાતીઓ અને વિચારસણીઓને લીધે ઘર્ષણ ચાલુ છે.  જો
આપણે વૈશ્વિક સંસ્કૃતિનું અવતણ કરવું હોય તો આપણી પાસે સ્વામી વિવેકાનંદના સ્વપ્ન
મુજબનો વૈશ્વિક ધર્મ હોવો જ જોઈએ. ધર્મ પરિષદમાં ૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ હિંદુ
ધર્મ વિશેના એમના વ્યાખ્યાનમાં એમણે કહ્યું, – “જ્યારે પણ વૈશ્વિક ધર્મ સ્થપાય
ત્યારે એને સમય કે સ્થળનાં કોઈ બંધનો નહીં હોય; પ્રભુ જેમના વિશે એ ઉપદેશ આપશે એમના
જેટલો જ એ અનંત હશે, અને એ ધર્મનો સૂરજ કૃષ્ણ અને ક્રાઈસ્ટના અનુઆઈઓ પર તથા સંતો
અને પાપીઓ પર એક સરખો પ્રકાશ આપશે,  એ ધર્મ બ્રાહ્મણિક ને બૌધ્ધિક નહીં હોય,
ખ્રીસ્તી કે મુસ્લીમ નહીં હોય, પણ એ તથા અન્ય ધર્મોને સમાવી લેતો ધર્મ હશે, અને એમ
છતાં પણ એના વિકાસ માટે અનંત જગા હશે.”
(વધુ હવે પછી …)

Please click on the following for the info about SEPTEMBER 11: THE
DATE OF GLOOM AND GLORY!

https://girishparikh.wordpress.com/2011/09/02/published-as-amazon-kindle-book-september-11-the-date-of-gloom-and-glory/

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

9/11 થી 9/11 — સ્વામી નિખિલેશ્વરાનંદઃ ભાગ ૩ (‘સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસ’)

સપ્ટેમ્બર 21, 2011
આપણે આ સ્વામી વિવેકાનંદની પરોક્ષ ચેતવણી તરફ જરા પણ લક્ષ ન આપ્યું અને આશરે
૩,૦૦૦ માનવીઓએ જાન ગુમાવ્યા. આ રીતે આપણે સજા ભોગવી. અને આ કેવો જોગાનુજોગ કે આ
કરૂણ બનાવ ૨૦૦૧ના 9/11 દિવસે અને તે પણ અમેરિકામાં જ બન્યો.
સપ્ટેમ્બર ૨૭, ૧૮૯૩ના રોજ, વિશ્વ ધર્મ પરિષદના પૂર્ણાહુતિના દિવસે, સ્વામી
વિવેકાનંદે વિશ્વના વિવિધ ધર્મોની હાર્મની કરવા માટે ફરીથી ચિંતન અને આશા વ્યક્ત
કર્યાં. એમણે કહ્યું, “જો ધર્મ પરિષદએ જગતનું જો કોઈ બાબત પર ધ્યાન દોર્યું હોય તો
એ આ છેઃ એણે જગતને ખાત્રી આપી છે કે ધર્મપરાયણતા, પવિત્રતા, અને સદકાર્યો એ
દુનિયાના કોઈ ચર્ચની જ ઈજારાશાહી નથી, અને દરેક ધાર્મિક પંથે ઉચ્ચ ચારિત્રનાં
સ્ત્રી અને પુરુષો પેદા કર્યાં છે. આ હકીકત હોવા છતાં જો કોઈ માત્ર એનો પોતાનો જ
ધર્મ ટકશે અને બીજા નાશ પામશે એવાં સ્વપ્ન જુએ તો હું હૃદયપૂર્વક એના માટે દયા
વ્યક્ત કરું છું, અને એને સૂચવું છું કે દરેક ધર્મના ધ્વજ પર વિરોધ હોવા છતાં આ
થોડા સમયમાં લખવામાં આવશેઃ ‘એક બીજાને મદદ કરો પણ લડો નહીં’, ‘ઐક્ય પણ વિનાશ નહીં’,
‘હાર્મની અને શાંતિ અને વિખવાદ નહીં.'”