Archive for ડિસેમ્બર, 2010

શિકાગો લેન્ડમાં ‘સર્જકો સાથે સાંજ’

ડિસેમ્બર 31, 2010
સપના વિજાપુરા અને ગિરીશ પરીખ
  
સાહિત્ય સર્જનનું કાર્ય મોટે ભાગે એકલવાયું હોય છે. અમુક અમુક સમયે સ્થાનિક સર્જકો બેઠકો યોજે અને એક બીજાના સર્જનની ચર્ચા કરે, અને હાજર રહેલા કોઇ અનુભવી સર્જકો માર્ગદર્શન આપે તો એમાંથી બધાને જાણવાનું મળે અને આનંદ પણ આવે.
 
શિકાગો લેન્ડમાં ‘સર્જકો સાથે સાંજ’ કાર્યક્રમના શ્રી ગણેશ થયા શિકાગો આર્ટ સર્કલનાં સ્થાપક, અને જાણીતાં કવિ-દંપતી ડૉ. અશરફ ડબાવાલા અને ડૉ. મધુમતી મહેતાનાં પ્રેરણા અને પ્રયાસથી. પ્રોગ્રામનો શુભ આરંભ સપ્ટેમ્બર ૪,૨૦૧૦ થી  કવિશ્રી અનિલ જોષીના શુભ હસ્તે થયો. આ પ્રોગ્રામ દર બે મહિને થશે.  

પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે નવોદિત કવિઓને સાંભળવા અને એમની કવિતાઓનું વિવેચન કરી એમની ક્ષતિઓને દૂર કરી એમને માર્ગ દર્શન આપવું.
 
‘સર્જકો સાથે સાંજ ‘ની બીજી બેઠક તારીખ ૧૪ નવેમ્બર,૨૦૧૦ ના રોજ રાખવામાં આવેલી.આ કાર્યક્રમનાં અતિથિ વિશેષ માનનીય આરતીબહેન મુન્શી હતાં. યજમાન ડો. આશિષભાઈ હતા. આશિષભાઈ અને નિવીતાબહેન આ હસમુખા દંપતીની પરોણાગતથી બેશક ભારતીય સંસ્કૃતિની યાદ આવી ગઈ.
 
કવિ ડો. અશરફભાઈ ડબવાલા, ડો મધુમતીબહેન મહેતા, સપના વિજાપુરા, ડૉ આશિષભાઈ પટેલ, નિવીતાબહેન, ભરત દેસાઇ, સબિર કપાસી, નીશાબહેન કપાસી, હુસેની કપાસી, શરીફ વિજાપુરા નિલેશભાઈ બ્રહ્મભટ્ટ, ઊર્મીબહેન, મુકુંદભાઈ દેસાઈ અને એમનાં ધર્મપત્ની, પંકજ શાહ અને પ્રીતી પટેલ વગેરેએ ભાગ લીધેલો.

અતિથિ વિશેષ આરતીબહેન મુનશીએ ત્રણ ચાર ગીત સંભળાવ્યાં. એમના કોયલ જેવાં અવાજથી વાતાવરણ ટહૂકી ગયું હતું, આ સાથે પ્રોગ્રામ પૂરો થયો ને નિવીતાબહેનના હાથની રસોઈ માણી બધાં છૂટાં પડ્યાં.

 
(સપના વિજાપુરા શિકાગોના સબર્બ શામબર્ગમાં વસતાં કવયિત્રી છે. એમનો ગઝલ અને અછાંદસ કાવ્યોનો સંગ્રહ ‘ખૂલી આંખનાં સપનાં’ પ્રગટ થયો છે. બ્લૉગઃ  www.kavyadhara.com .
ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં વસતા ગુજરાતી અને અંગ્રેજીમાં લખતા સ્વતંત્ર લેખક અને પત્રકાર છે.
બ્લૉગઃ www.girishparikh.wordpress.com .)
 
નીચેની લીંક પર આપેલા ફોટાનું કેપ્શનઃ (જમણી બાજુથી) સપના વિજાપુરા, ડૉ. મધુમતીબહેન મહેતા, ડૉ. અશરફ ડબાવાલા, અને અન્ય સર્જકો. 
 

સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

 

આ અહેવાલ તૈયાર કરતી વખતે ગિરીશ પરીખને એમણે ૧૯૯૬માં શિકાગોમાં શરૂ કરેલ ‘સાહિત્ય સત્સંગ’ નામના કાર્યક્રમની યાદ આવી. એની બે બેઠકોમાં ડૉ. અશરફ ડબાવાલા હાજર રહેલા. ‘સાહિત્ય સત્સંગ’ની બન્ને બેઠકોના અહેવાલ વાંચો www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ વિભાગમાં. (અહેવાલ અશરફ ડબાવાલાને અર્પણ કર્યો છે.)
 

 ‘સર્જકો સાથે સાંજ’ની  હવે પછીની બેઠક જાન્યુઆરીમાં ૮ અને ૯ ૨૦૧૧ ના રાખેલ છે જે ગઝલ ગીત અને કવિતા બાબતનો એક નાનકડો વર્કશોપ હશે. વધુ જાણકારી માટે  sapana53@hotmail.com  અથવા  bharatdesai20@yahoo.com  પર ઇ-મેઇલ કરો.

 

વર્તુળને વળી ખૂણાઓ હોય ?

ડિસેમ્બર 30, 2010
સૌરભભાઈઃ તમારા વિશ્વસાહિત્યમાં સ્થાન પામે એવા મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) ‘વર્તુળને ખૂણાઓ હોય’ નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. યોગ્ય સુધારા વધારા સૂચવી મંજુર કરશો એવી વિનંતી કરું છું.
વહાલા વાચકોઃ આપના પ્રતિભાવો જરૂર આપશો. 
–ગિરીશ પરીખ
 
A circle can have angles ! (Draft)
by Saurabh Shah
 
Watching the relationships through a magnifying glass –
this habit is not breaking yet !
Without me
you can go to see dog show in Cooper,
can relish cone ice cream during the interval in the Eros theater,
can go for shopping in Amar Sons on a Saturday evening.
 
And without you
Maharshi Karve road can I cross,
Juke box in the Irani restaurant can I enjoy,
lottery result can I buy and then tear it with the lottery ticket.
But if you were with me
instead of crossing the road would  have traveled in the sub-way,
would have listened to the tunes without dropping coins in the juke box,
lottery…. ???!!!
 
For the bus I buy your ticket and you say ‘thank you’
you come little late and say ‘sorry,’
‘Please’ and ‘welcome’ you keep chanting during our chatting.
But I never learned to derive meaning
by weaving all these words into a sentence.
Our relationships were for all seasons — thought people,
but they hardly knew
that
when I was talking about warmth of palm in winter
you were freezing me with your cold talks,
when our relationships blossomed like Gulmahor in summer —
they also dropped off
tired waiting at the door of your silence.
 
(Translation from the original Gujarati poem of Saurabh Shah by Girish Parikh. Translation copyright 2010 by Girish Parikh.)
 
ધવલે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર પોસ્ટ કરેલા સૌરભ શાહના મુક્તકાવ્ય ‘વર્તુળને ખૂણાઓ હોય’ ની લીંકઃ
 
આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર છે સુરેશ દલાલે સંપાદન કરેલો અને એમણે હસ્તાક્ષર કરેલો ગ્રંથ ‘બૃહત ગુજરાતી કાવ્યસમૃધ્ધિ’. ગુજરાતી કવિતાનો એ ખજાનો છે. પૃષ્ઠ ૫૬૫ પર છે સૌરભ શાહની કવિતા ‘વર્તુળને ખૂણાઓ હોય’. અને કવિતાની નીચે છે સૌરભના મુદ્રીત હસ્તાક્ષરમાં આ નોંધઃ
 
“બે હથેળી (એક ભીની, એક કોરી) વચ્ચેની એક વાર્તા વહી ગઈ છે એ વાર્તાને પાછી વાળો”
 
‘વાળો’ પછી પૂર્ણવિરામ નથી એ શું સૂચવે છે? સૌરભ જેવો લેખક વ્યાકરણની ભૂલ તો ન જ કરે. મને તો લાગે છે કે વહી ગયેલી એ વાર્તાને પાછી વાળવાનું પુણ્યકાર્ય સતત ચાલુ રાખવાનું કવિ કહે છે!
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

આવશે એ દિવસો કવિતાના !

ડિસેમ્બર 29, 2010
વિવેકે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર એક ચોટદાર કવિતા પોસ્ટ કરી છે જે મારા હૃદયના ઊંડાણમાં ઊતરી! એ મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) છે ‘આવશે એ દિવસો કવિતાના’. રશિયન કવયિત્રી મારિના ત્સ્વેતાયેવાના કાવ્યનો વિષ્ણુ પંડ્યાએ સુંદર અનુવાદ કર્યો છે. થોડીક પંક્તિઓઃ
 
આવશે એ દિવસો કવિતાના
જેને મેં સા-વ બચપણમાં લખેલી
હું કવિ-
એવો અહેસાસ તો ક્યાંથી હોય ?
 
મંદિરે પહોંચેલા શિશુ દેવદૂતો જેવી,
યૌવન અને મૃત્યુની
એ કવિતાઓ-
જેનું પઠન કદી થયું નથી
આવશે તેનાયે દિવસો !
 
દિવસો ઊગશે
મારી કવિતાના !
  
કવયિત્રીની કાવ્યમય ભવિષ્યવાણી સાચી પડી અને એ દિવસો ખરેખર ઊગ્યા! એ માત્ર કવયિત્રીની કલ્પના નહોતી. વિવેક કાવ્યના આસ્વાદમાં લખે છેઃ
 
“[નોબેલ પ્રાઈઝ વિજેતા] બોરિસ પાસ્તરનાક જેવા દિગ્ગજ કવિએ એમને ‘વીસમી સદીની શ્રેષ્ઠ રશિયન કવયિત્રી’ તરીકે ઓળખાવ્યાં”. પણ “હયાતીનાં ઓગણપચાસ ટૂંકા વર્ષોમાં કવિ તરીકે રશિયામાં સતત અવહેલના પામેલ રશિયન કવયિત્રીએ આત્મહત્યા કરી એ બાદ ઓળખ માટેનો સંઘર્ષ અને ઓળખ માટેની ખાતરી -બંને આ કવિતામાં એક સાથે ઊઘડે છે.”
 
દરેક સર્જકની એ ઝંખના હોય છે કે એને ભાવકો મળે અને એ એનાં સર્જનોને વધાવી લે. અલબત્ત, સર્જન કરવા માટે સર્જકોએ જીવવાનું પણ હોય છે, અને એ માટે યોગ્ય પુરસ્કાર પણ મળવા જોઈએ. મા સરસ્વતી, મા લક્ષ્મીજી, અને ભાવકોને પ્રાર્થના કરું છું કે જેમને મા સરસ્વતીએ સર્જનશક્તિ આપી હોય એ સર્જકોના જીવનમાં એ દિવસો એમની હયાતીમાં જ આવે.     
 
‘આવશે એ દિવસો કવિતાના’ કાવ્યની લીંકઃ
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

મારાં કેટલાંક શરૂઆતનાં સર્જનો વિશે

ડિસેમ્બર 28, 2010
મારી પ્રગટ થયેલી પ્રથમ રચના (બાલગીત ‘એ તો સૌને ગમે’) મેં અગાઉ આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર એના વિશેના લખાણ સાથે પોસ્ટ કરી છે. આ લેખમાં મારાં અન્ય શરૂઆતનાં સર્જનો વિશે જે યાદ આવે એ લખું છું.
 
– -મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખ કહેતા હતા કે હું લગભગ પાંચ વર્ષનો હતો ત્યારે કવિતા જેવું કાંઈક ગણગણેલો. એ ડાયરી લખતા હતા એટલે કદાચ એમણે હું શું ગણગણેલો એ નોંધ્યું પણ હશે.
 
નીચેનાં સર્જનો મારી બાળ અને કિશોર વયમાં થયેલાં. સર્જનોની યાદી સમયાનુક્રમમાં નથી.   
 
– -‘તાજમહાલ’ વિશેની એક નાની પુસ્તિકા વાંચ્યા પછી મેં લાંબુ અછાંદસ (એ વખતે તો એ શબ્દ પણ જાણતો નહોતો!) કાવ્ય લખેલું. (‘અછાંદસ’ માટે હવે મેં ‘મુક્તકાવ્ય’ શબ્દ પ્રયોજ્યો છે). એ વખતે મને એ કાવ્ય ગમેલું પણ એ સચવાયું નથી.
 
– -મારી યાદ મુજબ મારા સ્વ. મિત્ર નાનુ ગજ્જર સાથે એક નોટબૂકમાં ‘પ્રહલાદ’ નાટક લખેલું. આ નોટબૂક સચવાયેલી, પણ નાટકના એક ગીતને મારા બ્લોગ પર પોસ્ટ કર્યા પછી નાટકનું બાકીનું લખાણ ૨૦૧૦માં રદ કરેલું.
 
– -મારા સ્વ. પૂજ્ય મોટાભાઈ શ્રી નટવરભાઈએ મારા પિતાજી (જેમને અમે મોટાભાઈ કહેતા), સ્વ. બા કંકુબહેન, અને મને પુનાનો પ્રવાસ કરાવેલો. (એ પુનાની એંન્જિનિયરિંગ કોલેજમાં ભણતા હતા.) પ્રવાસનાં વર્ણન મેં નોટબૂકમાં લખેલાં. એ નોટ સચવાયેલી પણ એને ૨૦૧૦માં રદ કરેલી. એમાંના એક કાવ્યની શરૂઆતની થોડી પંક્તિઓ યાદ છેઃ
 
સાત સાગર અને તેર નદીઓ ઓળંગવી
પછી જવાય એ શહેર પુનામાં!
ત્યાં મોટો કિલ્લો આવેલો
નામ એનું છે સિંહગઢ
ત્યાં રાખ્યા જર્મન કેદીને …
  
અમદાવાદથી ૨૦ માઈલ દૂર આવેલા બાવળાથી અમે પુના ગયેલા. મુંબઈ જતાં આવતી નદીઓ અને ખાડીઓ (સાત સાગર અને તેર નદીઓ!) પરના પુલો પરથી ટ્રેઈન પસાર થતાં હું રોમાંચ અનુભવતો.
એ વખતે બીજું વિશ્વ યુધ્ધ ચલતું હતું. અંગ્રેજ સરકારે સિંહગઢમાં જર્મન કેદીઓ રાખેલા.
 
–અંગ્રેજીમાં એકાંકી નાટકોના એક પુસ્તકમાંથી એક બે નટકોનાં ગુજરાતીમાં રૂપાંતર કરેલાં. નાટકોનાં નામ યાદ નથી અને એ રૂપાંતરો સચવાયાં પણ નથી. (નાટકો જાણીતાં હતાં એટલું યાદ છે.)
 
–હાઈસ્કૂલમાં હતો ત્યારે ‘ગાંધીજી અને રાષ્ટ્રીય જાગૃતિ’ નિબંધો માટે નગીનદાસ પારેખના હસ્તે ઇનામ મળેલું. આ નિબંધો સચવાયા છે.
 
–બાવળામાં મિત્ર કાંતી સાંકળચંદ પટેલ સાથે ‘બાવલા સમાચાર’ નામનુ હસ્તલિખીત પેપર શરૂ કરેલું.          
 
–મારા બાળગોઠિયા સ્વ. બિન્દુ (કનુ) ગજ્જરે અમારો સંયુક્ત બાલકાવ્ય સંગ્રહ ‘ફેરફૂદરડી’ પ્રગટ કરેલો. એ મારું પ્રકાશિત થયેલું પ્રથમ પુસ્તક.
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

 

‘આદિલના શેરોનો આનંદ’: શેર સૂચી

ડિસેમ્બર 27, 2010
(જે ગઝલમાંથી શેર લીધો છે એ ગઝલની પ્રથમ પંક્તિ કૌંસમાં આપી છે.) 
  
અટકીશ ક્યાં જઈને હવે કંઈ ખબર નથી (છૂટો પડી રહ્યો છું કે બંધાતો જાઉં છું ) ૪૬
અમારું કામ તો લહિયાગીરીનું છે આદિલ (ક્યાં કશી ફરિયાદ હોઠે આવે છે) 3૬
આ ગઝલ આદિલ હૃદય સોંસરવી ઊતરી જાય પણ (લાગણીને આમ ના વિસ્તાર – વચ્ચે આવશે) ૫

આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને (લાગણીને આમ ના વિસ્તાર – વચ્ચે આવશે)

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું (માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો) ૮

આદિલ હરદમ (હરવું ફરવું) ૭૨

આ નવી હિજરતથી ગભરાઓ નહીં  (જિંદગીમાં એવીયે પળ આવશે) ૫૫

આ સઘન અંધકારની વચ્ચે (સૂર્યની જેમ ઝળહળી જઈએ ) ૫૮

અંતિમ શ્વાસ સુધી હું આદિલ (ભલે ત્રાજવે ઊતરે ઊણી )૬૫

આંખ મીંચીં દો સૌ પ્રથમ આદિલ (વાત પાછી શરૂ કરો બાબા) ૧૮

આંખ મીંચું તોય તું દેખાય છે (વાંસળી પડઘાય આખ્ખા ગામમાં) ૧૫

એક આ તાઝા ગઝલની અંજલિ (સઘળું અંતર પળ મહીં કાપી શકું) ૫૭

એક એવી પણ ગઝલ આદિલ લખી નાખો હવે (વાદળોમાં ચાંદનીનાં શિલ્પ કંડારી શકે) ૪૫

એ મુજનો રડતો જોઈને ખુદ પણ રડી પડ્યાં (માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો) ૧

એ જ્યાં બી હોય ત્યાં આંતરડી ઠારજો એની (તમારા સોણલે પાંપણ અડાડી જી સાહેબ) ૬૦

ઊતરી આવે છે સીધી આભથી (એક જણ જે આપણી ચોપાસ છે) ૬૨

ઓછો છે સમય આંખને વાચા આપી (માનું છું પ્રથમ શબ્દને તોલી લઈએ) ૩૭

કેવી શું શાં સાંકળે છે આજ પાંચે ખંડને (એક ઝાકળ બુંદ સૂરજને બુઝાવી જાય છે) ૪૯

કોણે કહ્યું લયને કોઈ આકાર નથી ? (એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ) ૧૦

ગઝલનો ‘ગ’ ફકત ઘૂંટ્યો છે ‘આદિલ’ (જવાની તો ઘડી કે બે ઘડી છે) ૪૭

ગર્ભમાં જે હતું; કબરમાં તે (આભ પરથી લળે છે અંધારું) ૨૩

ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર (જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે) ૨૨

ઘંટનાદો શમી ગયા અંતે (સૂર્યનો તાપ એમ ધકતો ધોમ) ૬૮
ચન્દ્ર ઉપર ધ્વજ ભલે ખોડી દીધો (ચન્દ્ર ઉપર ધ્વજ ભલે ખોડી દીધો) ૧૯

ચેવડો તિખ્ખો છે બરોડાનો (કાબાના બારણે જઈ ઊભા) ૩૨

ચોતરફ વિસ્તરે પ્રલય આદિલ (દીવા નીચે છે અંધારું) ૨૮

છે ચિત્રના જેવો જ અનુભવ ‘આદિલ’ (ભાષાના અધિકારની વાત જ ક્યાં છે ?)  ૩૫

છે પરાજય કે દિગ્વિજય આદિલ (થૈ સપાટી તરે છે અંધારું) ૨૪

છંદ તૂટે ન કોઈ લય આદિલ (છંદ છાનો ગ્રહે છે અંધારું) ૨૯

જે કહે છે ‘છું’ એ દેખાતો નથી (આગ પાણી ને હવા દેખાય છે)  ૪૮

જિંદગાનીના તમાશા જોઈને (રાતદિવસ શબ્દને એવા લસોટ) ૭૧

જિંદગીભર મળી છે નિષ્ફળતા (એમ સૂરજમાં સળવળે છે બધું) ૫૨

જીવન મૃત્યુ જગત બ્રહ્માંડની ચિંતા ન કર આદિલ (નવા યુગને સ્વીકારી લે ફરી આ ક્ષણ નહીં આવે) ૪૨

જી, હા, આદિલ તો તખલ્લુસ માત્ર છે (સૂર્યની આંખોથી છલકાતી ગઝલ) ૧૨

જે કાંઈ દેખાઈ રહ્યું તે માયા છે; કેવળ માયા (લખચોર્યાસી ઇચ્છાઓના ઢગલાને ઓળંગી જા) ૬

જ્યારે આદિલ શ્વાસ પણ ડૂબી જતો (સૂર્યની આંખોથી છલકાતી ગઝલ) ૬૯

જ્યારે કવિતા લખવાનું ઈશ્વરને મન થયું (માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો) ૬૧ 

તખ્ત કે તાજ પર નજર ન કરે (અર્શ ઉપરથી યા ઇલાહી જો) ૫૧

તારલા ટમટમે છે તે વચ્ચે (સંતાકૂકડી રમે છે અંધારું) ૨૫
થાકીને બેસી પડે જો માર્ગમાં દરવેશ તો (એક ઝાકળ બુંદ સૂરજને બુઝાવી જાય છે)  ૫૪

દિનરાત વધતો જાય છે વિસ્તાર શબ્દનો (દિનરાત વધતો જાય છે વિસ્તાર શબ્દનો)

ન ઊતરે કેફ આદિલ અંતવેળા (ગઝલને એમ અંતરમાં લસોટું) ૫૩  

નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં (નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં) ૩૮

ડાળ આદિલ એની સ્પર્શે આભને (અંધકારે જોઈએ વરસાદમાં)૬૩

બાળકને પૂછવાથી ઘણું જાણવા મળે (આકાશગંગા થૈ બધું છલકાઈ જાય છે) ૪૦

બંસરી બાજે (કણની વચ્ચે) ૬૬  

બીજા બધાને ઉપરવાળો સાચવી લેશે (વતનની ધૂળના એકેક કણને સાચવજો )  ૨

ભગ્ન દિલમાં એમ તારી યાદ આ (વાંસળી પડઘાય આખ્ખા ગામમાં) ૧૭

ભાષાના અધિકારની વાત જ ક્યાં છે ? (ભાષાના અધિકારની વાત જ ક્યાં છે ?) ૩૪

મણકા તસ્બીહના ગયા અટકી  (સરહદો પર ધપી શકે તો ધપ) ૫૬

મને ન શોધજો કોઈ હવે હું ક્યાંય નથી (કળીમાં છું ન કોઈ ફૂલની સુવાસમાં છું) ૫૦

મેં બેશુમાર ગુનાહો કર્યા કબૂલ મને (લગન ન હોય તો અહીં આવવામાં સારનથી) ૪૧

મંજિલો જેની ચરણરજમાં હતી (ચન્દ્ર ઉપર ધ્વજ ભલે ખોડી દીધો) ૨૦

મ્રુત્યુની આદિલ કરો તૈયારીઓ (જિંદગીમાં એવીયે પળ આવશે) ૧૧

યુગનો પગરવ (કણની વચ્ચે) ૬૭

રોમરોમે મોરપીંછું ફરફરે (વાંસળી પડઘાય આખ્ખા ગામમાં) ૧૬

લાભશંકર ચિકિત્સકેય ખરા (જીર્ણ ખંડિત ઉદાસ ખિન્ન હતાશ) ૩૧

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ (નદીની રેતમાં રમતું નગર મળે ન મળે) ૭ 

વતનની ધૂળના એકેક કણને સાચવજો (વતનની ધૂળના એકેક કણને સાચવજો ) ૩

વરમાળા લઈને ઊભી છે ઇચ્છાઓ (કાળું કાળું મૌન મુસલસલ ધરજે તું) ૬૪

વહેતી ગંગા છે આ ગઝલ આદિલ (લો પરી ઊતરી ગઝલ માંડો ) ૪૪

વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર (મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી) ૩૯

વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે (સૂર્યની આંખોથી છલકાતી ગઝલ) ૫૯

વીજળી ઝબકી ને વાદળમાં શમી (વાંસળી પડઘાય આખ્ખા ગામમાં)૧૪

વાંસળી પડઘાય આખ્ખા ગામમાં (વાંસળી પડઘાય આખ્ખા ગામમાં) ૧૩

સફરને અંત જેવું ક્યાં રહ્યું કે (નવાં વિશ્વો પડ્યાં છે આવરણમાં) ૭૦

સાત સાગર ઘડીમાં પાર કરું (રોજ ઉપર ચડે છે અંધારું) ૨૬

હમણાં હમણાંનો થોથવાઉં છું (જીર્ણ ખંડિત ઉદાસ ખિન્ન હતાશ) ૩૦ 

હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો (કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઇ-મેઈલમાં) ૩૩

હા હવે બ્રહ્માંડ છૂટું છો પડે (ચન્દ્ર ઉપર ધ્વજ ભલે ખોડી દીધો) ૨૧

શું બધાનો થયો પશુપલ્ટો? (‘કાલ’ ક્યાંથી હો જ્યારે ‘આજ’ નથી) ૪૩

ક્ષણ પહેલાં અહીં પ્રકાશ હતો (તારા ટાંકી; ગણે છે અંધારું) ૨૭

સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકના શેરો વિભાગોમાં

ડિસેમ્બર 26, 2010
WE WISH YOU AND YOURS HAPPY HOLIDAYS; AND HEALTHY, HAPPY, PEACEFUL,  PROSPEROUS, AND SPIRITUALLY FULFILLING  NEW YEAR.
                             –GIRISH, HASU,  SHETAL, VIPUL MAYA & JAI
                                2813 Cancun Drive, Modesto, CA 95355
                                Phone: (209) 551-1310

‘આદિલના શેરોના આનંદ’ પુસ્તકના આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર પોસ્ટ કરેલા ૭૨ શેરો મેં નીચે મુજબ વિભાગોમાં મૂક્યા છે. વિષયને આધારે શેર શોધવાનું સુગમ થાય એ માટે મેં આ ગોઠવણ કરી છે. મેં દરેક શેર મારી દૃષ્ટિએ એના વિષયને આધારે એના માટે યોગ્ય લાગેલા વિભાગમાં મૂક્યો છે, પણ કોઈ કોઈ શેર એકથી વધુ વિભાગમાં આવી શકે. દાખલા તરીકે: નીચેનો શેર ‘આધ્યાત્મિક અજવાળાં પાથરતા શેરો’ વિભાગમાં પણ મૂકી શકાય. 

૨૩./63.  ઊતરી આવે છે સીધી આભથી
આ ગઝલગંગા તો બારે માસ છે
 
(હવે પછી પોસ્ટ થશે એ ‘શેરસૂચિ’ કક્કાવારી મુજબ શેરોની પ્રથમ પંક્તિઓની સૂચિ હશે  (કૌંસમાં દરેક શેર જે ગઝલમાંથી લીધો છે એ ગઝલની પ્રથમ પંક્તિ પણ આપવામાં આવશે.))
 
 
(આ તથા મારાં અન્ય લખાણો પના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

 

  

 

કૃષ્ણ પ્રેમ
  
૧./1. વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
ક્રુષ્ણ એવું શું છે તારા નામમાં
 
૨./2. વીજળી ઝબકી ને વાદળમાં શમી
જાણે રાધા ઓગળી ગઈ શ્યામમાં
 
૩./3. આંખ મીંચું તોય તું દેખાય છે
જીવ ક્યાંથી લાગે કોઈ કામમાં
 
૪./4. રોમરોમે મોરપીંછું ફરફરે
કેવો જાદુ છે આ તારા નામમાં 
 
૫./5. ભગ્ન દિલમાં એમ તારી યાદ આ
જાણે ગોરસ કોઈ કાચા ઠામમાં
 
૬./66. બંસરી બાજે
ધણની વચ્ચે
 
જનનીનો પ્રેમ
 
૭./62. એ જ્યાં બી હોય ત્યાં આંતરડી ઠારજો એની
નથી ભુલાતી મને મારી માડી જી સાહેબ
 
વતન પ્રેમ
 
૮./21.  વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
 
૯./18.  વતનની ધૂળના એક્કેક કણને સાચવજો,
ને આરપાર આ વિસ્તરતા રણને સાચવજો.
 
સ્વજનનો પ્રેમ
  
૧૦./16.  એ મુજનો રડતો જોઈને ખુદ પણ રડી પડ્યાં
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.
  
૧૧./17.  બીજા બધાને ઉપરવાળો સાચવી લેશે,
બની શકે તો તમે એક જણને સાચવજો.
 
આદિલના શેરો આદિલ વિશે
 
૧૨./25. જી, હા, આદિલ તો તખલ્લુસ માત્ર છે,
નામ, ધંધો, ધર્મ ને જાતિ ગઝલ.
 
૧૩./22.  આદિલના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.
 
૧૪./14. જ્યારે કવિતા લખવાનું ઈશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.
 
૧૫./51. ગઝલનો ‘ગ’ ફકત ઘૂંટ્યો છે ‘આદિલ’,
હજુ બાકી કવન-બારાખડી છે.
 
૧૬./9. અમારું કામ તો લહિયાગીરીનું છે આદિલ
ને હાથ પકડીને કોઈ ગઝલ લખાવે છે.
 
૧૭./11. અટકીશ ક્યાં જઈને હવે કંઈ ખબર નથી
કોઈ અકળ પ્રવાહમાં ખેંચાતો જાઉં છું
 
૧૮./65. અંતિમ શ્વાસ સુધી હું આદિલ
ગરવી ગુજરાતીનો ઋણી
 
૧૯./72. આદિલ હરદમ
લખતા રહેવું
  
૨૦./53. મને ન શોધજો કોઈ હવે હું ક્યાંય નથી,
અને જુઓ તો તમારી જ આસપાસમાં છું.
  
ગઝલ વિશે
  
૨૧./19.  આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને
ગૂર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે
  
૨૨./44. નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં
કે શ્વાસ મુક્તિના લઈ શકું છું ગઝલનાં ઘરમાં
  
૨૩./63.  ઊતરી આવે છે સીધી આભથી
આ ગઝલગંગા તો બારે માસ છે
  
૨૪./49. વહેતી ગંગા છે આ ગઝલ આદિલ
ખોબેખોબા ભરી ગઝલ માંડો.
  
૨૫./13. વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે
એક બિન્દુમાં સમેટાતી ગઝલ
  
૨૬./59. મણકા તસ્બીહના ગયા અટકી
આ ગઝલને જપી શકે તો જપ
  
૨૭./69. જ્યારે આદિલ શ્વાસ પણ ડૂબી જતો
ત્યારે રોમે રોમ સંભળાતી ગઝલ
  
૨૮./12. કેવી શું શાં સાંકળે છે આજ પાંચે ખંડને
એક ગુજરાતી ગઝલ સેતુ બનાવી જાય છે
 
૨૯./20.  આ ગઝલ આદિલ હૃદય સોંસરવી ઊતરી જાય પણ
પંડિતોને પાઘડીનો ભાર વચ્ચે આવશે
  
૩૦./50. એક એવી પણ ગઝલ આદિલ લખી નાખો હવે
પંડિતોયે સ્નાનઘરમાં જેને લલકારી શકે
  
૩૧./60. એક આ તાઝા ગઝલની અંજલિ
કોઈને બીજું તો શું આપી શકું
  
૩૨./7. કોણે કહ્યું લયને કોઈ આકાર નથી?
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ
 
શૃંગાર-રસના ઘૂં
  
૩૩./29. ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
  
૩૪./43. ઓછો છે સમય આંખને વાચા આપી
‘આદિલ’ આ મિલન કેફમાં ડોલી લઈએ.
 
આધ્યાત્મિક અજવાળાં પાથરતા શેરો
 
૩૫./47. મેં બેશુમાર ગુનાહો કર્યા કબૂલ મને
પરંતુ એની દયા પણ શું બેશુમાર નથી.
 

૩૬./26. આંખ મીંચીં દો સૌ પ્રથમ આદિલ

ને જે દેખાય તે જુઓ બાબા
 
૩૭./48. જીવન મૃત્યુ જગત બ્રમ્હાંડની ચિંતા ન કર આદિલ
પ્રથમ ખુદને પીછાણી લે ફરી આ ક્ષણ નહીં આવે

 

૩૮./8. હા હવે બ્રહ્માંડ છૂટું છો પડે
નામ સાથે શ્વાસને જોડી દીધો
 
૩૯./54. તખ્ત કે તાજ પર નજર ન કરે
જો કલંદરની કજકુલાહી જો
 
૪૦./55. થાકીને બેસી પડે જો માર્ગમાં દરવેશ તો
મંઝિલો આવીને એના પગ દબાવી જાય છે.
 
૪૧./70. સફરને અંત જેવું ક્યાં રહ્યું કે, 
યુગોનો થાક ઊતરે છે ચરણમાં.

 

 
૪૨./68. ઘંટનાદો શમી ગયા અંતે
ખાલી વાતાવરણમાં ગુંજે ઓમ
 
બાલમહિમા
 
૪૩./46. બાળકને પૂછવાથી ઘણું જાણવા મળે
પૂછે તો વડીલોની વડીલાઈ જાય છે
 
માયા અને ઇચ્છાઓ
 
૪૪./52. જે કહે છે ‘છું’ એ દેખાતો નથી
વિશ્વ માયા છે છતાં દેખાય છે
 
૪૫./45. વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,
બુદ્ધિ તો અટકી ગઈ પ્હોંચીને બસ કારણ સુધી.
 
૪૬./6.  જે કાંઈ દેખાઈ રહ્યું તે માયા છે; કેવળ માયા
આવું કહેવું પણ માયા છે; માયાને ઓળંગી જા
 
૪૭./15. વરમાળા લઈને ઊભી છે ઇચ્છાઓ
આદિલ કોઈ ઇચ્છાને ના વરજે તું 
 
શેરસપ્તક
 
૪૮./30. ગર્ભમાં જે હતું; કબરમાં તે
અંતે આવી મળે છે અંધારું
 
૪૯./31. છે પરાજય કે દિગ્વિજય આદિલ
સૌને પૂછ્યા કરે છે અંધારું
 
૫૦./32. તારલા ટમટમે છે તે વચ્ચે
જોઈ લો ટમટમે છે અંધારું
 
૫૧./33. સાત સાગર ઘડીમાં પાર કરું
કિંતુ વચ્ચે નડે છે અંધારું
 
૫૨./34. ક્ષણ પહેલાં અહીં પ્રકાશ હતો
ને આ બીજી ક્ષણે છે અંધારું
 
૫૩./35. ચોતરફ વિસ્તરે પ્રલય આદિલ
પૂર થઈ ધસમસે છે અંધારું
 
૫૪./36. છંદ તૂટે ન કોઈ લય આદિલ
કે ગઝલને ગ્રહે છે અંધારું
 
સઘન અંધકારમાં બળે કોડિયું !
 
૫૫./61. આ સઘન અંધકારની વચ્ચે

કોડિયું થૈ અને બળી જઈએ  

 
  
માણસ વિશે
  
૫૬./27. ચન્દ્ર ઉપર ધ્વજ ભલે ખોડી દીધો
પૃથ્વી પર માણસને તરછોડી દીધો
 
૫૭./28. મંજિલો જેની ચરણરજમાં હતી
એને અધવચ્ચે તમે છોડી દીધો
 
૫૮/10. શું બધાનો થયો પશુપલ્ટો?
માણસોનો કોઈ સમાજ નથી!
 

 

 

 
વિનોદી શેરો
  
  
૫૯./37. હમણાં હમણાંનો થોથવાઉં છું
પ્રાસ કહેવું છે ને કહું છું પ્રાશ
 
૬૦./38. લાભશંકર ચિકિત્સકેય ખરા
એ કહેશે કે ખાવ ચ્યવનપ્રાશ
 
૬૧./39. ચેવડો તિખ્ખો છે બરોડાનો
ને આ સૂરતની મીઠ્ઠી ઘારી લે
  
૬૨./71.  જિંદગાનીના તમાશા જોઈને,
હસતા હસતા થઈ જવાયું લોટપોટ.
 
૬૩./40. હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો
પ્લેનની જ્યારે ટિકિટ સસ્તી મળે ઈ-મેઈલમાં 
 
શબ્દો અને અર્થો
  
૬૪./23.  દિનરાત વધતો જાય છે વિસ્તાર શબ્દનો
ફાવી ગયો બધાયને વ્યાપાર શબ્દનો
  
૬૫./41. ભાષાના અધિકારની વાત જ ક્યાં છે ?
ને શબ્દના વ્હેવારની વાત જ ક્યાં છે ?
 
૬૬./42. છે ચિત્રના જેવો જ અનુભવ આદિલ
આ અર્થના વેપારની વાત જ ક્યાં છે ?
 
બીજ વાવીએ વરસાદમાં
 
૬૭./64. ડાળ આદિલ એની સ્પર્ષે આભને
બીજ ઐસે બોઈએ વરસાદમાં
  
અંજળપાણી
 
૬૮./58. આ નવી હિજરતથી ગભરાઓ નહીં
જ્યાં જશો સાથે જ અંજળ આવશે
  
યુગનો પગરવ
 
૬૯./67. યુગનો પગરવ
ક્ષણની વચ્ચે
 
અંતવેળા !
 ૭૦./57. ન ઊતરે કેફ આદિલ અંતવેળા
કોઈનું નામ શ્વાસોમાં લસોટું
  
૭૧./56. જિંદગીભર મળી છે નિષ્ફળતા
અંતવેળા હવે ફળે છે બધું
 
મૃત્યુની તૈયારીઓ અને જીવન !
   
૭૨./24. મ્રુત્યુની આદિલ કરો તૈયારીઓ
જીવવાનું પણ મનોબળ આવશે 
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

  

ચોતરફ વિસ્તરે પ્રલય …

ડિસેમ્બર 25, 2010
‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકના ભાગ ૩૫ માટેનું આ લખાણ છે. શેર છેઃ
 
ચોતરફ વિસ્તરે પ્રલય આદિલ
પૂર થૈ ધસમસે છે અંધારું
  
શેરનું પઠન કરતાં સ્વામી વિવેકાનંદે અંગ્રેજીમાં મા કાલીમય થઈને સહજ રીતે સર્જેલી ‘કાલી’ કવિતા યાદ આવી. આ રહી એ કવિતા ગુજરાતીમાં:
 
મા કાલી

તારલા બધા સાવ ભૂસાયા
વાદળે ઘેરાં વાદળ છાયાં
બિભીષણી અંધકારની કાયા
                                ઝંઝાવાતે….
મોકળે ગળે ગાય હો ગાણાં
છોડી મૂક્યાં પાગલખાના
ઊખડી પડે મૂળથી મોટાં રૂખડાં તોતિંગ
                               ભીમ આઘાતે…..
સપાટે બધું થાય સપાટે
દરિયે દીધી હાકલ ભેળી
ડુંગર ડુંગર જેવડાં મોજાં અડતાં ઊંચે
                              આભની મેડી…..
વીજળીના ઝબકાર બતાવે
મૃત્યુ ભીષણ,
હજાર મોઢે ઓકતું કાળાં દુઃખ દાવાનલ
આનંદ-કેફે નાચે પાગલ !
આવ હે માતા ! આવ કરાળી !
મૃત્યુ તારા શ્વાસે ફૂંકાય
પદાઘાતે સૃષ્ટિ લોપાય
આવ હે કાલી ! પ્રલય કાળી !
દુઃખને વરે
મોતને ભેટે
નાચે સર્વનાશની સાથે
તેને મળતી માતા જાતે.

 

 
(Copyright by Ramakrishna Ashrama, Rajkot.)
 
કુદરતની લીલાને કોણ કળી શકે? 
  
The Complete Works of Swami Vivekananda માંથી સ્વામી વિવેકાનંદે મૂળ અંગ્રેજીમાં લખેલું કાવ્ય રજૂ કરું છું:
 
The stars are blotted out,
The clouds are covering clouds,
It is darkness vibrant, sonant.
In the roaring, whirling wind
Are the souls of a million lunatics
Just loosed from the prison-house,
Wrenching trees by the roots,
Sweeping all from the path.
 
The sea has joined the fray,
And swirls up mountain-waves,
To reach the pitchy sky.
The flash of lurid light
Reveals on every side
A thousand, thousand shades
Of Death begrimed and black–
Scattering plagues and sorrows,
Dancing mad with joy.
Come, Mother, come!
 
For Terror is Thy name,
Death is in Thy breath,
And every shaking step
Destroys a world for e’er.
Thou “Time,” the All-destroyer!
Come, O Mother, come!
 
Who dares misery love,
And hug the form of Death,
Dance in Destruction’s dance,
To him the Mother comes.
 
(Copyright by Advaita Ashrama, kolkata.)
 
(અંગ્રેજી કાવ્ય વાંચવા www.RamaKrishnaVivekananda.info વેબ સાઈટની મુલાકાત લો, The Complete Works of Swami Vivekananda પર ક્લીક કરો, ડાબી બાજુના હાંસિયામાં Volume 4 પર ક્લીક કરો, પછી Writings: Poems પર ક્લીક કરો, અને Kali the Mother પર ક્લીક કરો અને કાવ્ય દેખાશે.
રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમે The Complete Works of Swami Vivekananda ના ગુજરાતીમાં સુંદર અનુવાદ ગ્રંથમાળા રૂપે પ્રગટ કર્યા છે. જુઓ આ લીંક પરઃ http://www.rkmrajkot.org/publication.php .) 
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

 

વ્યથિત હૃદય માટે ઇલાજ (ડૉ. મહેશ રાવલના શેરોનો આનંદઃ ૧૦)

ડિસેમ્બર 24, 2010
વ્યથિત હો હૃદય, કઇં જ સૂજે નહીં,તો
ગઝલ સાંભળી છે પ્રસંગે-પ્રસંગે  
  
માનો કે ન માનો, વ્યથિત હૃદય હોય અને કંઇ સૂઝતું ન હોય તો ગઝલ એનો ઇલાજ કરવામાં મદદ કરી શકે! અને એ અનુભવ છે ડૉ. મહેશ રાવલનો.
 
એકલવાયું લાગે ત્યારે હેમેન શાહની મખમલી ગઝલનો આ મખમલી શેરનું મોટેથી પઠન કરોઃ
 
તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.
  
પણ ગઝલ સંભળાવનાર કોઇ દોસ્ત પાસે ન હોય તો શું કરવું?
 
ડૉ. મહેશ રાવલની નીચેની વેબ સાઈટો પર ગઝલો છે જેમાંથી આ લેખમાળાના ૧૦ શેરો પસંદ કર્યા છે. Shabdasvar (શબ્દસ્વર) વેબ સાઈટ પર ડૉ. મહેશ રાવલના હૃદયસ્પર્શી સ્વરમાં ગવાયેલા શેરો છે.  
 
 
 તમારા પ્રિય ગઝલકારનું પુસ્તક પણ તમારો મિત્ર જ છે જે તમને સદાય સાથ આપી શકે. www.layastaro.com પર ગઝલોનું પઠન અને આસ્વાદ કરી શકો કે ગઝલોની સીડી કે કસેટ પણ વગાડી શકો, અને એ હાથવગાં ન હોય તો ઈન્ટરનેટ પર www.tahuko.com પર ગઝલો સાંભળી શકો.
 
આ લખનારનું પુસ્તક ‘આદિલના શેરોનો આનંદ’ પણ તમને ગમે તે સંજોગોમાં આનંદ સાથે હુંફ આપી શકે. પુસ્તકમાંથી બે શેરોઃ
નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં
કે શ્વાસ મુક્તિના લઈ શકું છું ગઝલનાં ઘરમાં 
 
ઊતરી આવે છે સીધી આભથી
આ ગઝલગંગા તો બારે માસ છે
 
ગઝલ-સર્જનમાં મશગુલ થવાથી પયગંબરી આવી જાય એમ કહે છે ડૉ. રશીદ મીર. (એમણે ગઝલ પર પી.એચ ડી કર્યું છે). તમારા હૃદયને સ્પર્શતી ગઝલનું ‘એનામય’ થઇને પઠન કરવાથી પણ પયગંબરી આવી જાય.
 
અલબત્ત, વ્યથિત હૃદયનો ઇલાજ છે ગઝલ!   
 
‘વ્યથિત હો હ્રદય,કઇં જ સૂજે નહીં,તો’ ગઝલની લીંકઃ
http://navesar.wordpress.com/2007/11/ .
                  (‘ડૉ. મહેશ રાવલના શેરોનો આનંદ’ લેખમાળા સંપૂર્ણ.)
 
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

   

જય મા ગંગાસતી

ડિસેમ્બર 23, 2010
ભક્તકવિ ગંગાસતીનો જન્મ સૌરાષ્ટ્રમાં ઓગણીસમી સદીના મધ્યમાં થયો હતો. એમનાં લોકપ્રિય ભક્તિગીતો સરળ લોકબોલીમાં છે.  એમના એક ભક્તિગીતની પ્રથમ બે પંક્તિઓઃ  

 

વીજળીને ચમકારે મોતી પરોવો રે પાનબાઇ !
અચાનક અંઘારાં થાશે જી…
 
“ગંગાસતીના ‘વીજળીને ચમકારે મોતી….’ આ એક પંક્તિએ ગુજરાતી સાહિત્યમાં ચમત્કાર કર્યો. વીજળીનો ચમકારો દુર્લભ છે. વીજળીનો ચમકારો એટલે શું ? ભારે વરસાદ…. તીવ્ર પવન…. અને વાદળોના કડાકા વચ્ચે હજાર હજાર વોલ્ટના હજારો બલ્બ લગાવ્યા હોય તેના કરતાય વધુ ઝળહળાટ…. અને એ ઝબકારે મોતી પરોવવાનું કામ એથી દુર્લભ કુશળતાનું કામ છે.
જીવનને ગંગાસતી વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક છે તેમ જીવન પણ ક્ષણિક છે. સમય ઘણો ઓછો છે. જીવન એક ઉમદા તક છે કારણકે આ જીવનમાં ભગવદ પ્રાપ્તિ જેવી અસાધારણ ઘટના ઘટી શકે છે. ગંગાસતી કહે છે એક ક્ષણ પછી અચાનક અંધારૂ થઈ જશે એટલે મૃત્યુ આવી પહોંચશે. તેથી તકને ચૂક્યા વિના નિષ્ઠાપૂર્વક તકનો ઉપયોગ કરી લેવાનો છે. તો જ અંધકાર થઈ જાય તે પહેલાં મોતી પરોવી લેવાનું કાર્ય સિદ્ધ થઈ શકે તેમ છે.” (http://gu.wikipedia.org/wiki/ગંગાસતી).
 
ગંગાસતીના જીવન વિશે આ લેખ પણ વાંચવા વિનંતી કરું છું:        http://www.readgujarati.com/2010/09/23/shilvant-naari/
 
તાજેતરમાં આપણા એક મશહૂર શાયરે ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકનાં મારાં લખાણો વિશે ‘ગંગાસતીય’ વિશેષણ વાપર્યું. કબૂલાત કરતાં શરમાઉં છું કે ગંગાસતી વિશે હું જાણતો નહોતો! પહેલાં હું વિચારમાં પડ્યો કે એમણે ‘ગંગાસતીય’ શબ્દ કેમ વાપર્યો. પછી ગંગાસતી વિશે Google દ્વારા માહિતિ મેળવી. મા  ગંગાસતીજીને પ્રાર્થના કરું છું કે મારાં લખાણો ‘ગંગાસતીય’ વિશેષણને સાર્થક કરે. 
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

આંસુ ગંગાજળ થયાં ! (ડૉ. મહેશ રાવલના શેરોનો આનંદઃ ૯)

ડિસેમ્બર 22, 2010
 
તારા સ્મરણનાં તેજથી ઝળહળ થયાં
‘ને આંસુ, આપોઆપ ગંગાજળ થયાં !
  
તારા સ્મરણનાં તેજથી ઝળહળ થયાં’ ગઝલનો આ પ્રથમ શેર. આખી ગઝલ ગમી.
  
વાહ! આંખો ભીની કરી દે એવો શેર !
 
પ્રથમ પંક્તિ વાંચતાં આંખો આંસુઓથી ઝળહળ થશે અને આ શબ્દો તમને આછા આછા દેખાશે.
 
અને બીજી પંક્તિ વાંચતાં આંસુઓ થઈ જશે ગંગાજળ ! પતીત પાવની ગંગાનાં જળ.
 
તારું એટલે કોનું સ્મરણ? આ તમારી અંગત બાબત છે. એ તમારું સૌથી પ્રિય સ્વજન હોઈ શકે, દાખલા તરીકે તમારી માતા. તમારી પ્રિયા કે પ્રિયજન પણ હોઈ શકે. તમારા ઈષ્ટ દેવ કે દેવી પણ હોઈ શકે.
 
જીવનમાં ક્યારેક એવી ક્ષણો પણ આવે છે જ્યારે મન ઉદાસ હોય છતાં પણ એને ઊંડો સંતોષ હોય. એ ઊંડો સંતોષ અનુભવનાર છે આપણા સૌનો આત્મા. આંસુઓ આત્માનંદમાં પણ સરી શકે. અને એ આંસુઓ છે વહેતી ગંગા.
 
પસ્તાવાનાં પણ આંસુ વહી શકે. કલાપીએ ગાયું છેઃ
 
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે
પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
 
નિસ્વાર્થ ભાવે વહેતાં હર્ષાશ્રુ પણ ગંગાજળ છે.      
 
ગઝલના બીજા કેટલાક શેરઃ
 
થઈ ખાતરી હોવાપણાની હર પળે
સપનાં, ઉઘડતાં દ્વારની સાંકળ થયાં !
 
ઉત્તર બની ગઈ પ્રશ્નની પ્રશ્નાર્થતા
‘ને એ પછી, હર પ્રશ્ન વીતીપળ થયાં !
 
યાદ આવી આદિલના એક શેરની પંક્તિઃ
 
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો
 
ડૉ. મહેશ રાવલની ગઝ્લનો એક વધુ શેરઃ
 
બેઠાં થયાં એકાંત, લીલાછમ્મ થઈ
મૃગજળ ગણાતાં પર્વ, વહેતાં જળ થયાં !
 
  
તારા સ્મરણનાં તેજથી ઝળહળ થયાં’ ગઝલની લીંકઃ http://navesar.wordpress.com/2007/12/ .
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.