Archive for માર્ચ, 2010

આદિલના શેરોનો આનંદ

માર્ચ 18, 2010

‘આદિલના શેરોનો આનંદ’ મન ભરીને માણો

અને વહેંચો !

 

મોડેસ્ટો  કેલિફોર્નિયા
 
મિત્રોઃ
 
નમસ્તે.
 
‘આદિલના શેરોનો આનંદ’ મન ભરીને માણવા અને વહેંચવા આપ સૌને ભાવભીનું આમંત્રણ છે.
 
આદિલ ૭૨ વર્ષ જીવ્યા હતા. (જો કે એમના અક્ષર દેહે એ અમર છે). પ્રભુકૃપા, આદિલની દુઆઓ, અને ભાવકોની શુભેચ્છાઓથી આદિલના ૭૨ શેર પસંદ કરીને એમના અસ્વાદ ગિરીશ પરીખે લખ્યા છે.
 
મે ૧૮, ૨૦૧૦ (આદિલના જન્મ દિવસ) સુધીમાં આદિલના ૭૨ શેર અને એમના વિશેનું રસમય વાંચન, www.girishparikh.wordpress.com વેબ સાઈટ પર પોસ્ટ કરવામાં આવશે. હકીકતમાં ‘આદિલના શેરોનો આનંદ’  ગિરીશ પરીખનું પુસ્તક છે જે યોગ્ય પ્રકાશક મળતાં પ્રકટ થશે. ‘આદિલના શેરોનો આનંદ વહેંચીએ’ (પુસ્તકની પ્રસ્તાવના) ; તથા ‘આદિલ વિશે’, અને ‘ગિરીશ પરીખ વિશે’ પણ વેબ સાઈટ પર પોસ્ટ કરાશે.
 
‘આદિલના શેરોનો આનંદ’ માણવા www.girishparikh.wordpress.com  વેબ સાઈટની દરરોજ મુલાકાત લેવા નમ્ર વિનંતી.
 
અને આપના મિત્રોને આ પત્ર મોકલી  ‘આદિલના શેરોનો આનંદ’ વહેંચવા નમ્ર વિનંતી. અલબત્ત, આનંદ વહેંચવાથી વધે છે.
 
લિ. ગિરીશનાં વંદન.
તા.ક. આજે શુક્રવાર, માર્ચ ૨૬, ૨૦૧૦, એકાદશી છે. આજ આજ સુધીમાં ૧૮ શેરો અને એમનાં વિશેનાં લખાણો પોસ્ટ થઈ ગયાં છે. આપના પ્રતિભાવ જરૂર જણાવશો. 

 
આપના બ્લોગ / વેબ સાઈટ પર આ પત્ર પોસ્ટ કરવા નમ્ર વિનંતી. પોસ્ટ કર્યા પછી મને girish116@yahoo.com ઇ-મેઈલ સરનામે જાણ કરશો તો આનંદ થશે.
 ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી

૧: વાંસળી પડઘાય આખ્ખા ગામમાં

માર્ચ 11, 2010
 
વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં
 
કૃષ્ણ કૃપાથી અને આદિલના આશીર્વાદથી પાંચ શેરની આ ભક્તિભરી ગઝલના દરેક શેર વિશે લખું છું:
 
આ ગઝલ વિશે પણ આખ્ખું પુસ્તક લખી શકાય.
 
આ ગઝલને હું ગઝલ-ભજન (કે ભજન-ગઝલ) કહું છું. 
 
એમ તો આદિલની ગઝલોમાં આધ્યાત્મિકતાનાં અજવાળાં ઠેર ઠેર પથરાય છે, પણ આ ગઝલ શિરમોર છે એ સહુમાં.
 
કૃષ્ણને હ્રદયમાં રાખી પ્રેમપૂર્વક આ ગઝલનું મોટેથી પઠન કરો, અને રાધા કૃષ્ણ તમારા હૈયાને સ્પર્શી જશે.
 
આખ્ખા ગામમાં પડઘાતી કૃષ્ણની વાંસળી આ ગઝલ દ્વારા આખ્ખી પ્રુથ્વી પર પડઘાય એવી કૃષ્ણને નમ્ર પ્રાર્થના કરું છું.
 
આદિલ ઘણાને રડાવી દેતી (અને રડતાં રડતાં લખેલી) વતનપ્રેમથી ધબકતી ગઝલ “મળે ન મળે”ના ગઝલકાર તરીકે વિશ્વભરમાં જાણીતા છે. અલબત્ત એ ગઝલ અને એનો અંતિમ શેર
 
વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
 
મને અત્યંત પ્રિય છે; પણ હું આદિલને “કૃષ્ણની વાંસળી વાળા” કવિ જ કહીશ!
 
જ્યારે મેં એમની કૃષ્ણની વાંસળી વાળી ગઝલ વાંચી ત્યારે શબ્દોમાં ન વર્ણવી શકાય એવો રોમાંચ મેં અનુભવ્યો! એનો શબ્દે શબ્દ હ્રદયને સ્પર્શે છે.
 
આ આદિલના શેરોની આસ્વાદ-માળામાં આદિલે સાંભળેલી (અને આપણને સંભળાવેલી) કૃષ્ણની વાંસળીની મીઠાશ માણીએઃ
 
વાંસળી આખ્ખા ગામમાં પડઘાય છે. આદિલના ‘ન્યૂયૉર્ક નામે ગામ’ નામના કાવ્યસંગ્રહમાંની આ કૃતિ છે. (‘ન્યૂયૉર્ક નામે ગામ’ એમના “મળે ન મળે” પુસ્તકમાં મળી જાય છે!) ન્યૂયૉર્કને આદિલે (કવિના લાયસેન્સનો ઉપયોગ કરીને!) નાનું કહ્યું છે, પણ ત્યાં કૃષ્ણની વાંસળી વાગે છે એટલે એ મોટું છે. વાસ્તવમાં સર્વત્ર કૃષ્ણની વાંસળી પડઘાઈ રહી છે, પણ એ વાગે છે ક્યાંથી?
 
અલબત્ત કૃષ્ણના હોઠો પર રમતી એ વાંસળીથી કૃષ્ણ એમના નામના સૂર વહાવે છે!
 
ક્રુષ્ણના નામમાં એવો તે શું જાદુ છે? વાંસળીના સૂરમાં પડઘાતા નામના સહારે પણ ભાવક કૃષ્ણની વાંસળી સુધી પહોંચી શકે, અને એ વાંસળીવાળા મનમોહનને મનમાં વસાવી શકે.
 
અપંરપાર છે કૃષ્ણ નામનો મહિમા.
 
મારા એક હિન્દી ભજન-ગઝલ (કે ગઝલ-ભજન?) ની છેલ્લી બે પંક્તિઓ યાદ આવે છેઃ
 
પ્રભુ તેરે હી નામોંમેં છીપા હૈ તૂ સુના હમને
ગિરીશકો નામમેં દર્શન કહો કીસ બિધિસે હો જાયે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.  
 
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
– -ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા, માર્ચ ૧૧, ૨૦૧૦; પાપમોચીની એકાદશી. 
Copyright (c) 2010 by Girish Parikh.