Archive for મે, 2012

સુખ શાંતિ ! (ચતુર્શબ્દ મુક્તક)

મે 31, 2012

સુખ

શાંતિ

છે

પ્રભુશરણમાં.

જય ભાષા ગુજરાતી (ચતુર્શબ્દ મુક્તક)

મે 30, 2012

જય

હો

ગુજરાતી

ભાષાનો.

બ્લોગ વેબવિશ્વ ! (ચતુર્શબ્દ મુક્તક)

મે 29, 2012

જય

ગુજરાતી

બ્લોગ

વેબવિશ્વ !

બિંદુ … સિંધુ ! (ચતુર્શબ્દ મુક્તક)

મે 28, 2012

બિંદુમાં

સિંધુ

સિંધુમાં

બિંદુ !

સુખ શાંતિ ધામ (ચતુર્શબ્દ મુક્તક)

મે 27, 2012

રામનામ

સુખ

શાંતિ

ધામ.

રામશરણ (ચતુર્શબ્દ મુક્તક)

મે 26, 2012

સાચું

રામશરણ

છે

સહુનું.

જાતિ એક ! (ચતુર્શબ્દ મુક્તક)

મે 25, 2012

સર્વ

સર્જકોની

જાતિ

એક !

પ્રતાપભાઈ પંડ્યાના સૌજન્યથી સાન ફ્રાન્સિસ્કો બે એરીઆમા શરૂ થાય છે ‘પુસ્તક પરબ’

મે 24, 2012

પ્રતાપભાઈ પંડ્યાના સૌજન્યથી સાનફ્રાન્સિસ્કોના બે એરીઆમાં આવેલા મીલપીટાસમાં ‘પુસ્તક પરબ’ની બુધવાર, મે ૨ ના રોજ શુભ શરૂઆત થઈ છે. ત્યારબાદ ૨૧મીએ ફ્રિમોન્ટમાં પણ ‘પુસ્તક પરબ’ શરૂ થઈ છે.

શુક્રવાર, જૂન ૧ ના રોજ બે એરીઆ ગુજરાતી સમાજ તથા ‘ડગલો’એ મીલપીટાસમાં યોજેલ ગુજરાત દિનની ઉજવણી નિમિત્તે ડગલો ‘પુસ્તક પરબ’ સમગ્ર બે એરીઆના ગુજરાતીઓ માટે ખુલ્લી મૂકશે.
બે એરીઆની ‘પુસ્તક પરબો’ નું સંચાલન ડગલા પરિવારનાં સક્રિય કાર્યકર્તા પ્રજ્ઞાબહેન દાદભાવાળા સંભાળે છે.
DAGLO એટલે Desi Americans of Gujarati Language Origin. ‘ડગલો’ સંસ્થા બે એરીઆ (કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો અને એની આજુબાજુનો વિસ્તાર બે એરીઆ કહેવાય છે) માં ગુજરાતી સાહિત્ય, સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન કરી રહી છે.
‘પુસ્તક પરબ’ ના હેતુઃ
–આપણી માતૃભાષા ગુજરાતીને સમૃધ્ધ કરવા લેખક અને વાચક વચ્ચે કડી યાને સેતુ બનવું.
–ગુજરાતી ભાષાને જીવંત રાખવી.
–અમેરિકામાં લોકોની ગુજરાતી વાંચનની ભૂખ સંતોષવા પુસ્તકો પુરાં પાડવાં.
–ગુજરાતી ભાષામાં જે ઉત્તમ સાહિત્ય સર્જન થાય છે તેને લોકો સમક્ષ રજૂ કરવું.
–લોકોને સારાં સંસ્કાર સાહિત્ય સભર પુસ્તકો આપવાં.
–પુસ્તકો દ્વારા નવા વિચારો સમાજને આપવા.
–વાંચનની સંવેદના ખીલવવી.
–એક કલાક સાથે મળીને પઠન કરવું.
વડોદરાના પ્રતાપભાઈ પંડ્યાએ ગુજરાતીમાં પીએચડી કર્યું છે, અને સૌરાષ્ટ્રમાં એ વિદ્યાધિકારી (એજ્યુકેશન ઓફિસર) હતા. એમણે જીવન ગ્રામ શિક્ષણનો તથા ગુજરાતી વાંચનનો પ્રસાર કરવામાં સમર્પીત કર્યું છે. એમણે થોડાં પુસ્તકો પણ લખ્યાં છે. હાલ એ વડોદરાના ગુજરાત પુસ્તકાલયના પ્રમુખ છે.
પ્રતાપભાઈએ એમના નિવૃત્તિ-ફંડમાંથી ‘પુસ્તક પરબ’ નામની પ્રવૃત્તિ શરૂ કરી છે.
આ સંસ્થા લોકોને સારાં પુસ્તકો પૈસા લીધા વિના આપે છે. પ્રતાપભાઈએ જાતે ગુજરાતનાં નાનાં ગામડાંઓમાં જઈને નાની લાયબ્રેરીઓ અને વાંચન-ક્લબો શરૂ કરી છે.
પ્રતાપભાઈ પુસ્તકોનું દાન કરે છે, અને પુસ્તક પરબો શરૂ કરવામાં મદદ કરી એમનું સંચાલન કરવાનું માર્ગદર્શન આપે છે.
પૂજ્ય મોરારી બાપુએ અસ્મિતા પર્વમાં પ્રતાપભાઈનું સન્માન કર્યું હતું.
પ્રતાપભાઈનાં દીકરી મનીષાબહેન પંડ્યા બે એરીઆમાં રહે છે તથા દીકરો ગૌરાંગભાઈ ડલાસમાં રહે છે.
‘ડગલો’નો બ્લોગઃ www.gujaratidaglo.wordpress.com .
(માહિતિ સૌજન્યઃ પ્રજ્ઞાબહેન દાદભાવાળા).

દાંડીકૂચનો સોળ વર્ષનો સૈનિક

મે 23, 2012

માર્ચ ૧૨, ૧૯૩૦. ગાંધીજીના નેતૃત્વ નીચે લડાતી ભારતની અહિંસક આઝાદી જંગનો એ એક અમર દિવસ. એ દિવસે ગાંધીજીએ ૮૧ સૈનિકો સાથે અમદાવાદના એમના સાબરમતી આશ્રમથી, “હું કાગડા-કુતરાને મોતે મરીશ, રખડી-રઝળીને મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી,” એવા એલાન સાથે દાંડી તરફ કૂચ આરંભી.

મીઠાની જરૂર ગરીબ-તવંગર સૌને હોય છે. મીઠું પકવવાનો એ વખતે હિંદ પર રાજ્ય કરતી બ્રીટીશ હકુમતનો ઈજારો હતો. સત્યાગ્રહથી ચાલતી લડતના અગત્યના કાર્ય તરીકે ગાંધીજી સાબરમતી આશ્રમથી કૂચ કરીને ૨૦૦ માઈલ દૂર અરબી સમુદ્રના કિનારે આવેલા દાંડી ગામે જઈ મીઠું પકવવાના હતા.
ગાંધીજીની દાંડીકૂચ વડોદરા પાસે આવી ત્યારે એક સોળ વર્ષનો યુવાન એમાં જોડાય છે.
એ યુવાન, અન્ય ઘણા યુવાનોની જેમ, પ્રભાતફેરીઓ, ભાષણો વગેરેથી આઝાદીના જંગના રંગે રંગાયેલો છે. અજબ છે ગાંધીજીની પ્રેરણા.
યુવાન વડોદરાથી લગભગ ૧૨૦ માઈલ છેક દાંડી સુધી કૂચ કરે છે અને લાઠીનો માર પણ ખાય છે.
પણ યુવાન એની માતાનો એકનો એક પુત્ર હતો. માતાએ એને આઝાદી જંગમાં વધુ ઝંપલાવતાં રોક્યો. ઓગણીસ વર્ષની ઉંમરે યુવાનનું લગ્ન થયું અને જીવન નિર્વાહ માટે એ તલાટી બન્યો.
પણ યુવાનનું મન ભક્તિમાં હતું. એ ભગવાન શંકરનો ભક્ત હતો. ડોંગરે મહારાજ, અને રંગ અવધૂતનો પણ એ ભક્ત હતો, અને પુનિત મહારાજનાં પણ એણે દર્શન કરેલાં.
એ યુવાનનું નામ શ્રી નાથાલાલ રાવલ.
નાથાલાલનાં પુત્રી તારાને દાદીમાએ પુત્રની દાંડીકૂચની વાત કહેલી. અને એમણે ઉમેરેલું:
“તારો બાપ રાજકારણમાં જોડાઈને ગાંધીવાદી બની જવાનો હતો! પણ મારે તો એકનો એક છોકરો એટલે સાચવવું પડે એટલે બધું છોડાવી દીધું!”
બાવન વર્ષની ઉંમરે ૧૯૬૭માં નાથાલાલનું અવસાન થયું.
(આ લખનાર મોડેસ્ટો, કેલિફોર્નિયામાં રહે છે, અને આ લખતી વખતે એના મિત્ર શ્રી ભીખુભાઈ રાવલ અને શ્રીમતી તારાબહેન પાસે લોસ એન્જલ્સમાં છે. તારાબહેન પાસેથી જાણવા મળ્યું કે એમના પિતાજી સ્વ. શ્રી નાથાલાલ રાવલે વડોદરાથી દાંડી કૂચમાં ભાગ લીધેલો. તારાબહેન પાસેથી મળેલી માહિતિને આધારે આ લખ્યું છે.)
(Copyright (c) 2012 by Girish Parikh).

‘આદિલના શેરોનો આનંદ’ માણીએ અને વહેંચીએ

મે 22, 2012

Note: The Gujarati book ADILNA SHERONO ANAND (Joy of couplets from Ghazals of Adil) can be an ideal gift. Later in this mail you will find in English and Gujarati how to order the book.

ગઝલ મહેફિલો માત્ર મુશાયરાઓમાં જ જામે એવું નથી. તમારા દિલમાં પણ એ જામી શકે. અને મનમાં જામતી મહેફિલોની મઝા પણ ઓર હોય છે. આદિલના શેરોનો આનંદ તમને રસમય વાંચન પીરસી શેરોનો સ્વાદ ચખાડશે. એ શેરો અને એમના વિશેનું વાંચન તમને આનંદ તો આપશે જ અને સાથે સાથે જિંદગીનાં કેટલાંક રહસ્ય પણ ખોલશે.

શેર એટલે ગઝલની બે પંક્તિઓ. શેરોની બને ગઝલ. ગઝલ એ કાવ્યપ્રકાર ખરો, પણ એના શબ્દો સરળ હોય છે. ઉત્કૃષ્ટ ગઝલોના શેરોમાં થોડા જ શબ્દોમાં એવી નજાકત ભરી હોય છે કે આફરીન થઈ જવાય.

ગિરીશ પરીખના પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન  નું હૃદયપૂર્વક પઠન કરશો તો તમે પણ આફરીન થઈ જશો.

વીસ વિભાગો વાળા આ પુસ્તકના કેટલાક વિષયઃ કૃષ્ણ પ્રેમ, માતૃ પ્રેમ, વતન પ્રેમ, સ્વજન પ્રેમ, શૃંગાર રસના ઘૂંટ, આધ્યાત્મિક અજવાળાં પાથરતા શેરો, બાલમહિમા, વિનોદી શેરો.

પુસ્તકમાંથી આદિલના થોડા શેરઃ

વાંસળી પડઘાય આખ્ખા ગામમાં

કૃષ્ણ એવું શું છે તારા નામમાં

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,

અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

જ્યારે કવિતા લખવાનું ઈશ્વરને મન થયું

ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.

વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે

એક બિન્દુમાં સમેટાતી ગઝલ

ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,

ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

આદિલના શેરોનો આનંદ પુસ્તક લખવાના મોડેસ્ટો, કેલિફોર્નિયામાં નવેમ્બર ૧૦, ૨૦૦૯ના રોજ શ્રી ગણેશ કર્યા પછી આદિલનું ગઝલના આયનાઘરમાં પુસ્તક ખોલ્યું ત્યારે એમના હસ્તાક્ષર નીચે મારી નોંધ વાંચીઃ “મળ્યા તારીખઃ ૧૦ નવે ૦૪”. આદિલે અમેરિકાના ન્યૂ જર્સીથી મેઇલ કરેલું એમનું પુસ્તક મને શિકાગોમાં એ તારીખે મળ્યું હતું.

શુક્રવાર,મે ૧૮,૨૦૧૨ના રોજ, આદિલના ૭૬મા જન્મદિને, પુસ્તકની પીડીએફ એડીશન લોસ એન્જલ્સમાં પ્રગટ થાય છે. હવે થોડા મહિનામાં પુસ્તકની છપાયેલી એડીશન મોડેસ્ટોમાં પ્રગટ કરીશું.

નમ્રતાપૂર્વક છતું કરું છું કે આ પુસ્તકનું સર્જન એક ચમત્કાર છે!

પુસ્તકમાં કેટલીક યાદગાર બહુરંગી તસ્વીરો પણ મુકાશે — એમાંની એક છે આદિલ મન્સૂરીનીઃ (courtesy: Flickr):

http://www.flickr.com/photos/13552338@N00/290255873/

આ પુસ્તકમાંથી ગિરીશ પરીખને લેખક/સંપાદક તરીકે જે રકમો મળશે એનો ઉપયોગ એ શ્રી રામકૃષ્ણ પરિવાર તથા સદકાર્યો માટે કરશે.

ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં વસતા સાહિત્યકાર અને પત્રકાર છે. કેલિફોર્નિયાના બે એરિયા ગુજરાતી સમાજે એમનું પત્રકાર તરીકે સન્માન કર્યું હતું તથા એમના બાળગીત સંગ્રહ ટમટમતા તારલા ને સરકારી ઈનામ મળ્યું હતું. એમનાં ગુજરાતી તથા અંગ્રેજીમાં કુલ ૧૨ પુસ્તકો પ્રગટ થયાં છે. હાલ ગિરીશ એમના સ્વામી વિવેકાનંદ વિશેના પુસ્તક THE DAY OF GLOOM AND GLORY! નો ‘તિમિર અને તેજનો દિવસ’ નામે ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છે. કરોડો ગુજરાતીઓ માટેનું એ નાનકડું પુસ્તક થશે.

E-mail: gparikh05@gmail.com

Blog: www.girishparikh.wordpress.com

For info about the book THE DAY OF GLOOM AND GLORY! click on: www.SRKPstore.com .

શુક્રવાર, મે ૧૮, ૨૦૧૨ ને આદિલના ૭૬મા જન્મદિને આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તક પીડીએફ એડીશન રૂપે પ્રગટ થયું છે.

હવે પુસ્તક છપાવવાનું કામ શરૂ થશે.

દરેક ભાવક જે અમને US$18 (એમાં ૩ ડોલર શીપીંગ હેન્ડલીંગ માટે છે) મોકલશે એમનાં નામ પુસ્તકમાં છાપવામાં આવશે. ચેક Girish Parikh ના નામે લખીને નીચેના સરનામે મોકલવા વિનંતી છેઃ

Girish Parikh

Author & Journalist

2813 Cancun Drive

Modesto CA 95355

US$18ના ચેક સાથે આપનું નામ (જો પુસ્તક આપ ભેટ આપતા હો તો જેમને ભેટ આપો છો એમનાં નામ), સેલ અને લેન્ડ લાઈન ફોન નંબરો, કયા શહેરમાંથી અને કઈ તારીખે ચેક મેઇલ કર્યો છે એ જણાવશો. આપનું જો ઇ-મેઇલ એડ્રેસ હોય તો ઇ-મેઇલથી આ માહિતિ ચેક મેઇલ કરો કે તરત જ gparikh05@gmail.com સરનામે જણાવશો.

આદિલના ૭૬મા જન્મદિવસ (May 18, 2012) પછી થોડા મહિનામાં પુસ્તક છપાશે. એટલે US18 મોકલનારનાં પુસ્તકમાં વધુમાં વધુ ૭૬ નામો છાપવામાં આવશે.

પુસ્તક પ્રેસમાં જતાં પહેલાં જેમના US$18 મળ્યા હશે એમને છપાયેલું પુસ્તક મોકલી આપવામાં આવશે. (જો એમનું ઇ-મેઇલ એડ્રેસ અમારી પાસે હશે તો એ પહેલાં એમને પીડીએફ એડીશન મોકલવામાં આવશે.) US$18 મોકલનારે છપાયેલા પુસ્તક માટે વધુ પૈસા મોકલવાના નથી.

પુસ્તક અમેરિકામાં છપાવવામાં આવશે તથા અમેરિકાના પ્રિતિષ્ઠિત પ્રકાશક દ્વારા પ્રગટ થશે.

પુસ્તક પ્રેસમાં જતાં પહેલાં મળેલી રકમોનો ઉપયોગ પ્રકાશક પાસેથી પુસ્તકો ખરીદવા માટે થશે.

ઉદ્દેશ છે આપણા લાડીલા શાયર આદિલને દરેક ગુજરાતીના ઘેર પહોંચડવાનો!

ઘેર ઘેર આદિલ !

હર

ગુજરાતી

ઘરમાં

આદિલ !

જો આપનો ચેક પુસ્તક પ્રેસમાં ગયા પછી મળશે તો આપ ઇચ્છો તો પુસ્તક ખરીદી શકો છે કે આપનો ચેક પાછો મંગાવી શકો છો.

The PDF edition of the GUJARATI book ADILNA SHERONO ANAND is now available for US$18 (it includes $3 for shipping & handling for sending the book when it is printed). Please send the check payable to Girish Parikh to:

Girish Parikh

Author & Journalist

2813 Cancun Drive

Modesto CA 95355

Please send with your check for US$18, the name(s), cell and land line phone numbers, e-mail address (if available), and the the city from where and on which date the check was sent. If you have e-mail address, please e-mail the info requested at gparikh05@gmail.com as soon as the check is mailed.

The name of each buyer (and/or for whom the book is purchased) will be printed in the PRINTED book as appreciation for supporting this project.

If the buyer of the PDF book has e-mail address, the PDF edition will be sent to him/her as attachment, otherwise the printed book will be sent when it is PRINTED.

As the book will be PRINTED in few months after the 76th birthday (May 18, 2012) of Adil, maximum 76 names of the buyers will be printed in the book. Of course the PRINTED book will be sent to each buyer of the PDF book without additional payment.

The money received from the sales of the PDF book will be used to cover costs of buying the books from the publisher. The books will be printed in the US and will be published by a reputable publisher in the US.

If your check comes after the book goes to press, either you can buy the book or request us to return your check.

The goal is to bring Adil in the home of every Gujarati!