Archive for એપ્રિલ, 2017

જનકભાઈ નાયકનું દુ:ખદ અવસાન

એપ્રિલ 17, 2017
આ ઈ-મેઈલ વાંચતાં ખૂબ જ દુ:ખ થયું.

*દુ:ખદ અવસાન*

 
આપણા સહુના મિત્ર અને જાણીતા સાહિત્યકાર-પ્રકાશક *શ્રી જનક નાયક*નું  ૧૬ એપ્રિલ-૨૦૧૭ના રોજ સવારે 9.00 કલાકે અવસાન થયું છે.
 
જનકભાઈ જાણીતી પ્રકાશન સંસ્થા *સાહિત્ય સંગમ* પરિવારના કર્ણધાર હતા. સુરતમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ધબકતી રાખવા માટે તેઓ અમૂલ્ય યોગદાન આપતા રહ્યા.
 
પ્રભુ સદગતના આત્માને પરમશાન્તિ અર્પે એવી પ્રભુ પ્રાર્થના!
પ્રકાશન જગતમાં તથા સાહિત્ય જગતમાં જનકભાઈ અમર છે.

પ્રભુ જનકભાઈ નાયકના આત્માને શાંતિ આપે, એમના પિતા પૂજ્ય નાનુભાઈને, કુટુંબીઓને, સગાં સંબંધીઓને, મિત્રોને તથા જનકભાઈના અસંખ્ય વાચકો અને ચાહકોને આ દુ:ખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું.

ઓગસ્ટ ૧૩, ૧૯૫૪ના દિવસે મુંબઈમાં જન્મેલા જનકભાઈ સાહિત્ય સંકુલના સૂત્રધાર હતા તથા લોકપ્રિય સર્જક હતા.
–ગિરીશ પરીખ
મોડેસ્ટો કેલિફોર્નિયા