Archive for ઓગસ્ટ, 2013

મારું ગામ

ઓગસ્ટ 31, 2013
જ્યાં
રહ્યા
રહીએ
ને
રહીશું
એ જ
મારું ગામ —
પૂર્વજોનું
ગામ
અમદાવાદ!
જન્મ
મારો
વીરનગરમાં*
બાળપણ
કિશોરવયમાં
બાવળા-કેરાળા
મારાં ગામ …
જે
કદી
ભુલાય
ના.
કોલેજ ને વસવાટ
અમદાવાદમાં
ને વળી
મુંબઈમાં વસવું …
ને
અમેરિકામાં
શિકાગો
ઘર
થયું
ને …
હાલ
કેલિફોર્નિયાના
મોડેસ્ટોમાં …
———
*વીરમગામ પાસે આવેલા ગામનું નવું નામ છે વીરોચનનગર જ્યાં મારો જન્મ થયેલો. કવિનું લાઇસેન્સ વાપરીને ગામનું નામ વીરનગર કર્યું છે!

શબ્દનો સંગ ! (ચ્તુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 30, 2013

હર
જનમમાં
સંગ
શબ્દનો !

યાદગાર દિવસો ! (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 29, 2013

છે
યાદગાર
દિવસો
વતનના.

કાવ્યતત્વ (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 28, 2013

શોધું
છું
હું
કાવ્યતત્વને !

‘ધરતી’નું ધનઃ ‘ધરતી’ માસિક અને એના ઓગસ્ટ ૨૦૧૩ના અંકની એક કૃતિ

ઓગસ્ટ 27, 2013

શ્રી ગણેશ કરું છું ‘ધરતી’ માસિકના  ઓગસ્ટ ૨૦૧૩ના અંકથી આ કોલમના.  ‘ધરતી’ના દરેક નવા અંકમાંની એક કૃતિ વિશે આ કોલમમાં લખવા પ્રયત્ન કરીશ.

તંત્રીશ્રી પ્રિ. સોમાભાઈ પટેલ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. એમના તંત્રીપદ નીચે ‘ધરતી’ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે.
મા ઉમિયા તથા ધરતીમાતાની કૃપાથી ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭, ભારતની આઝાદીના દિવસે, ‘ધરતી’ માસિકનો સ્વ. ચન્દ્રવદન લશ્કરીના તંત્રીપદ નીચે પ્રથમ અંક પ્રગટ થયો, અને એનું દર મહિને પ્રકાશન થતું રહ્યું છે.
મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખને ‘ધરતી’ અત્યંત પ્રિય હતું અને પ્રથમ અંકથી જ એ ગ્રાહક થયેલા. પિતાજીનું અવસાન થયું ત્યારે એમની સ્મૃતિમાં આ લખનાર આજીવન ગ્રાહક થયો હતો, તથા ‘ધરતી”માં પ્રગટ થતી કૃતિઓમાંથી વર્ષની શ્રેષ્ઠ મૌલિક કૃતિઓને શ્રી હરિભાઈ જ. પરીખ આપવાની શરૂઆત કરાવી હતી.
‘ધરતી’ના પૂર્વતંત્રી સ્વ. પ્રભાતકુમાર દેસાઈ મારા પિતાજીને ‘ધરતી’ના માળી કહેતા. ‘ધરતી’માં એમના,  મારા સૌથી મોટા ભાઈ સ્વ. પુજ્ય મણિભાઈના, તથા મારા લેખો, વગેરે પ્રગટ થયાં છે. મારા મોટાભાઈ સ્વ. પૂજ્ય નટવરભાઈ આપણા સમાજમાંથી અભ્યાસાર્થે ઈગ્લેન્ડ જનાર મારી જાણ મુજબ પહેલા કે બીજા હતા. ‘ધરતી’એ એમના વિશે લખાણ  પ્રગટ કરી એમનું સન્માન કર્યું હતું.
આપણા કડવા પાટીદાર સમાજમાં પીતાંબર પટેલ, મોહનલાલ પટેલ, ભોળાભાઈ પટેલ, રણજીત પટેલ (અનામી), ગુણવંત શાહ (મારી જાણ મુજબ એ કડવા પટેલ છે) જેવા સમર્થ સાહિત્યકારો થયા છે. મા ઉમિયા તથા ધરતીમાને પ્રાર્થના કરું છું કે આપણા સમાજમાંથી ભવિષ્યમાં ‘ધરતી’ માસિક દ્વારા બીજા અનેક મહાન સર્જકો આપણને મળે.
હવે ‘ધરતી’ના ઓગસ્ટ ૧૦૧૩ અંક અને એમાંની એક કૃતિ વિશેઃ
અંકના તેર લેખો ધ્યાનથી વાંચી ગયો. સાત લેખો અન્યત્ર પ્રગટ થયેલા છે. આ રીતે ‘ધરતી’ ડાયજેસ્ટ બનતું હોય એમ લાગે છે.
‘ધરતી’માં પહેલી વખત પ્રગટ થતો મણિલાલ એમ. પટેલનો લેખ “મહિલાઓને પગાર કરતાં સન્માન આપો તે જરૂરી” ત્રણ વખત વાંચ્યા પછી આ લખું છુંઃ
દરેક પુરુષ અને મહિલાને આ લેખ વાંચવાની વિનંતી કરું છું. લેખને અન્ય સામયિકો અને વર્તમાન પત્રોમાં પ્રગટ કરાવી તથા વેબ સાઈટો પર પોસ્ટ કરાવી એનો  પ્રસાર કરવા ‘ધરતી’ માસિકની સમિતિને સજેશન કરું છું. આ રીતે રજૂ થતા આ લેખ નીચે  ‘”ધરતી’ માસિકમાંથી. E-mail: dhartivikasamandal@yahoo.com.”  મૂકવાથી ‘ધરતી’ માસિકનો પ્રચાર પણ થશે.
 શાળા કોલેજોમાં પણ લેખનું પઠન થવુણ જોઈએ.
મહિલાઓ સંબંધે સમયાંતરે થતાં પરિવર્તનોની તાસીર આ લેખમાં ખૂબીપૂર્વક રજૂ થઈ છે જેનું ચિંતન કરવું જોઈએ અને એમાં દર્શાવેલા વિચારોનો યોગ્ય રીતે અમલ પણ થવો જોઈએ.
(આ લેખ ‘ધરતી’ માસિક માટે તૈયાર કર્યો છે.)

પાર્થિવ પ્રેમ (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 26, 2013

દસમી

ભક્તિ

પાર્થિવ

પ્રેમ !

નોંધઃ નવધા ભક્તિ જાણીતી છે. શ્રી રામે પણ શબરીમાતાને દશધા ભક્તિનો ઉપદેશ આપ્યો હતો. તો પછી દસમી ભક્તિ કઈ રીતે આવી? આપણા સુવિખ્યાત સર્જક પન્નાલાલ પટેલે એમની નરસિંહ મહેતા વિશેની નવલથામાં દસમી ભક્તિનો ઉલ્લેખ કર્યો છે. અલબત્ત, સાચો પાર્થિવ પ્રેમ પણ ભક્તિ જ છે. એ અપાર્થિવ પ્રેમ તરફ લઈ જઈ શકે. આ મુક્તક પન્નાલાલ પટેલને અર્પણ કરું છું.

ખતરનાક ત્રિપુટી ! Dangerous Trio! (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 25, 2013

ડૉલ
ડોલર
ડ્રીંક
ત્રિપુટી !

 

DNGEROUS TRIO !

Doll

Dollar

Drink

Trio !

ચોથો વાનર ! (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 24, 2013

ચતુર્થવાનર

હસ્તકમળથી

જનનેંદ્રિયને

ઢાંકેં !

નોંધઃ વર્ષો પહેલાં સંતતીનિયમન માટે સંયમ રાખવા દર્શાવતા એક પોસ્ટરમાં ચાર વાનરનું ચિત્ર જોઈ હસવું આવેલુ! ત્રણ વાનર તો જગજાહેર છેઃ એક વાનર હાથથી ઢાંકે છે આંખ જેથી ખોટું જોવાય નહીં, બીજો ઢાંકે છે કાન જેથી ખોટું સંભળાય નહીં, ત્રીજો ઢાંકે છે મોં જેથી ખોટું બોલાય નહીં. અને પોસ્ટરનો ચોથો વાનર …

ચોથી હઠ ! (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 24, 2013

સ્ત્રીહઠ
બાળહઠ
રાજહઠ
કવિહઠ !

માના ખોળે ! (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 22, 2013

માથું
મૂક્યું
માના
ખોળે.