Archive for જુલાઇ, 2011

આજનો પ્રતિભાવઃ ધન્ય ધન્ય ગુજરાતણ !!

જુલાઇ 31, 2011

આજે લઈએ ‘હાસ્ય દરબાર” બ્લોગની મુલાકાત.

આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પરના આ વિભાગમાં જેમ રોજ  પ્રતિભાવ પધરાવાય છે એમ ‘હાસ્ય દરબાર’ બ્લોગ પર રોજ નવી જોક જાગે છે — અને આપને હસતાં હસતાં જગાડે છે! બ્લોગ ખોલો ને બે રંગલાઓ આપનું સ્વાગત કરશે.

www.botd.wordpress.com (બીઓટીડી એટલે બ્લોગ ઓફ ધી ડે) પર ‘હાસ્ય દરબાર’ મોટે ભાગે પ્રથમ દસમાં હોય છે. ગુજરાતીઓ હસી પણ જાણે છે જાણી આનંદ થાય છે.

બ્લોગના ટાઈટલ ‘હાસ્ય દરબાર’ની ઉપર આપેલા સૂત્ર ALL = ΣFOOL નો શો અર્થ?, મને કુતૂહલ થયું.  (કુતૂહલ થાય એ સારા લેખકનું એક લક્ષણ ગણાય છે!)

વર્ષો પહેલાં અમદાવાદની ગુજરાત કોલેજમાં સાયન્સમાં ભણતો હતો ત્યારે મેથેમેટીકસના કોર્સમાં જાણેલું કે Σ સીમ્બોલ એટલે સીગ્મા (sigma). એ સીમ્બોલ પછી આવતા આંકડાઓનું શું થાય છે એ પણ ભણેલો પણ ભૂલી ગયો છું. ભલું થજો ઈન્ટરનેટનું, www.dictionary.com વેબ સાઈટ પર sigma શબ્દ એન્ટર કર્યો અને આ અર્થો મળ્યાઃ

1. The 18th letter in the Greek alphabet…
2. Maths:  The symbol Σ, indicating summation of the numbers or quantities
indicated [after that symbol].

આપણા માટે બીજો અર્થ કામનો છે: Σ એટલે એ પછી આવતા આંકડાઓનો સરવાળો. ALL = ΣFOOL સૂત્ર માટે એ વ્યાખ્યાને વિશેષ રૂપે વિચારીએ તો એનો અર્થ થાય સૌ કોઈ મૂરખ છે! (ALL = ΣFULL, FULL, FULL, ….).

કહેવત યાદ આવે છેઃ આવો (અલબત્ત હસતાં હસતાં), ભાઈ હરખા, અપણે બેઉ સરખા! — આમ પણ કહી
શકાયઃ આવો બહેન હરખી, આપણે બેઉ સરખી!

‘હાસ્ય દરબાર’ બ્લોગ પર જુલાઈ ૨૮, ૨૦૧૧ના રોજ ભરત પંડ્યાએ પોસ્ટ કરેલી એક જોકઃ

એમાં મારા કેટલા? – 50 – 50 !

“એક નવા સવા પ્રેમીએ એની પ્રેમીકાને કહ્યું: ‘હે પ્રીયે,  હું તો તારા પ્રેમમાં કવિ બની ગયો છું! મારી બધી કવિતા તારી ઉપરથી જ લખું છું.’ તો પેલી ગુજરાતણ પ્રેમીકા કહેઃ ‘રોયલ્ટી મળે એમાંથી અડધી આપી દેજે!”

હવે મારાં પ્રિય ગુજરાતણની વાત કરું:

જ્યારે લખતો હોઉં ત્યારે મારી બાજુમાંથી પસાર થતી વખતે ત્રાંસી નજરે એ જોઈ લે છે કે હું શું લખું છું. કદાચ ખાત્રી કરતાં હશે કે હું પ્રેમપત્ર તો નથી લખતો ને! ખાત્રી કરી લીધા પછી પૂછે છેઃ “હજુ ગુજરાતીમાં લખો છો?” મનમાં જવાબ આવે છેઃ ‘તો શું લેટીનમાં લખું?’ બોલવાની હિંમત છે પણ મૌન રહેવાનું ઉચિત સમજુ છું!

“પૈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં!” ટકોર કરીને ઝડપથી એ ચાલ્યાં જાય છે.

‘હાશ, મને લખવાનું તો બંધ નથી કરાવ્યુને!’ મારું મન બોલી ઊઠે છે, અને હર્ષ અને શોક બન્ને લાગણીઓ અનુભવે છે. હર્ષ એ વાતનો કે હું લખી રહ્યો છું — અને શોક? મફતમાં લખું છું એનો જ તો! પણ ક્યારેક મારા શબ્દોનાં નાણાંમાં મૂલ્ય થશે અને મારાં પ્રિય ગુજરાતણ મોંમાં આંગળાં નાખશે એવાં સપનાં જોતો જોતો હું કોમ્પ્યુટરના કી બોર્ડ પર આ લખવા માંડુ છું! (અલબત્ત, એ ન માગે તો પણ મને મળતી રકમોમાંથી ૫૦% એમને મળશે — પેલી કહેવત યાદ અવે છેઃ ન માગે દોડતું આવે …!)

મારાં એ પ્રિય ગુજરાતણ કોણ છે એ તો આપ સમજી જ ગયા હશો — એ છે મારાં ધર્મપત્ની હસુ.

મારાં હાસ્ય-સર્જનો માટે મેં ઉપનામ રાખ્યું છેઃ ‘હસુગિ’. મારા બ્લોગ પર ” ‘હસુગિ’ની હાસ્યરચનાઓ”નો વિભાગ પણ છે. મુલાકાત જરૂર લેતા રહેશો.

‘હાસ્ય દરબાર’ની Link:
http://dhavalrajgeera.wordpress.com/

નોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના  ww.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોના એક બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું. આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું. હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ. આજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

આજનો પ્રતિભાવઃ ગીત સંગીત … અવિનાશ વ્યાસ !

જુલાઇ 30, 2011
હ્યુસ્ટન-સ્થિત વિજય શાહનો બ્લોગ ‘ગુજરાતી સાહિત્ય સંગમ’  ગુજરાતી સાહિત્ય, સાહિત્યકાર, સંગીત અને પ્રકાશકોનું એક જ સ્થળે મિલન-સ્થાન છે.જુલાઈ ૨૩, ૨૦૧૧ના રોજ પોસ્ટ થયેલ બીરેન કોઠારીનો રસમય લેખ “અવિનાશ વ્યાસ: હૈયે છે ને હોઠે પણ છે”  હૈયાને સ્પર્શે છે.–અવિનાશ વ્યાસનું નામ ‘ગુજરાતી ફિલ્મ જગતનું ગીત સંગીત’ ના પર્યાય જેવું  છે. અલબત્ત, એમણે હિંદી ફિલ્મોમાં પણ ગીત સંગીત પીરસ્યાં છે.–‘લયસ્તરો’ પર જ્યારે અવિનાશ વ્યાસનું ‘રાખનાં રમકડાં’ ગીત પોસ્ટ થયેલું ત્યારે આ લખનારે નીચેની કોમેન્ટ પોસ્ટ કરેલીઃ

“૧૯૪૯ની ફિલ્મ “મંગળફેરા”નું આ ગીત. કવિ-સંગીતકાર અવિનાશ વ્યાસને એ જમાનામાં રૂ. ૨૫,૦૦૦ની રોયલ્ટી મળી એ જાણીને સાનંદાશ્ચર્ય થયું. અત્યારના એ કેટલા રૂપિયા ગણાય એ જાણવાનું કુતૂહલ છે. ફિલ્મગીત
તરીકે એ ન લખાયું હોત તો કવિને કેટલી રોયલ્ટી મળત? અલબત્ત આ કે કોઈ પણ મહાન સર્જનનું મૂલ્ય રૂપિયા કે ડોલરમાં ન આંકી શકાય. પણ કવિ જીવે તો સર્જન કરી શકે અને જીવવા માટે પૈસા જરૂરી છે.

૧૯૪૯માં હું લગભગ ૧૫ વર્ષનો હતો. “મંગળફેરા” ફિલ્મ જોયાનું તો યાદ નથી, પણ [અમદાવાદથી ૨૦ માઈલ દૂર અમારા ગામ] બાવળામાં અમારી પડોશમાં એક સુખી સોની કુટુંબ રહેતું હતું. એમના ગ્રામોફોન (અમે એને થાળીવાજુ કહેતા) પર વાગતું આ ગીત અનેક વાર સાંભળેલું, અને એ ખૂબ જ ગમતું.”
–ઉપેન્દ્ર ત્રિવેદી કહે છે, “ અવિનાશભાઈની વ્યાવસાયિક સૂઝ જબરદસ્ત એટલે બરાબર જાણે કે નિર્માતાને નુકસાન ન જવું જોઈએ. કોઈ ફિલ્મમાં સંગીત એ આપે એટલે બે-ત્રણ લોકગીતો એમાં લે, એના શબ્દોમાં ફિલ્મની જરૂર મુજબ ફેરફાર કરે અને બાકીનાં બે-ત્રણ ગીતોમાં પોતાને ગમતા પ્રયોગો કરે. એટલે માનો કે, પ્રયોગવાળાં ગીતો ન ચાલે તો પણ લોકગીતોને કારણે ફિલ્મનું સંગીત ચાલે જ અને નિર્માતાને નુકસાન ન જાય.”
બીરેન કોઠારીઃ “જો કે, વ્યાવસાયિક સૂઝની સાથોસાથ એમની વ્યાવસાયિક વૃત્તિ પણ એટલી જ બળવાન હતી. વિચારતાં એ પણ જણાઈ આવે કે અન્યથા પ્રતિભાશાળી, પણ અવિનાશભાઈ જેવી વ્યાવસાયિક વૃત્તિના અભાવે એવા ઘણા સંગીતકારોનો લાભ ગુજરાતી ફિલ્મોને જોઈએ એટલો મળી શક્યો નહીં.”
–અવિનાશભાઈએ બીનફિલ્મી ગીતો પણ લખ્યાં છે જેવાં કે મુકેશે ગાયેલ “પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે”, આશા ભોંસલેએ ગાયેલ “માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો”, વગેરે.
-અવિનાશભાઈએ અનેક ગુજરાતી ફિલ્મોમાં ગીત સંગીત આપવા ઉપરાંત કેટલીક હિંદી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે.  બીરેન કોઠારી નોંધે છેઃ “અવિનાશભાઈએ આટલી હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યા છતાં એક પણ વખત હિંદી ગીતલેખન પર હાથ અજમાવ્યો હોવાનું જાણમાં નથી. (સીધા હિંદીમાં જ શેઅર લખવાનું શરૂ કરી દેતા ગુજરાતી નવકવિઓએ આ બાબત નોંધવા જેવી છે.)”
–બીરેન કોઠારીઃ “એક અંદાજ મુજબ અવિનાશભાઈની કલમમાંથી સર્જાયેલાં ગીતોની સંખ્યા પાંચ આંકડે પહોંચે છે. આટલી બહુલતાને લઈને તેમનાં સંગીતમાં પાછળથી એકવિધતા પણ પ્રવેશી હોય એમ જણાય. તો તેમનાં પોતાનાં જ ગીતો પાછલા વરસોમાં થોડા ફેરફાર સાથે ફરી આવતાંય જોવા મળે. ગુજરાતી ગીતની એકવિધતાની છાપ સીત્તેરના દાયકામાં વધુ ઘેરી બની એ પણ આ કારણે.” મને આ નિખાલસ અભિપ્રાય ગમ્યો.
Links:
http://gujaratisahityasangam.wordpress.com/
www.layastaro.com‘ગુજરાતી
‘ગુજરાતી સાહિત્ય સંગમ’ બ્લોગ પર ગિરીશ પરીખનો પરિચયઃ
http://gujaratisahityasangam.wordpress.com/2010/02/05/girish-parik/નોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના  ww.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોના એક બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું. આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું. હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ. આજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

આજનો પ્રતિભાવઃ આપને કેવું ઘર ગમે?

જુલાઇ 29, 2011
જુલાઈ ૨૮, ૨૦૧૧ ને ગુરુવારે આ લખું છું ત્યારે પૂજ્ય ગોપાલભાઈ પારેખનો બ્લોગ ‘મા ગુર્જરીના ચરણે…. વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું’ www.botd.wordpress.com (બીઓટીડી એટલે બ્લોગ ઓફ ધી ડે) પર પ્રથમ સ્થાને છે. પૂજ્ય ગોપાલભાઈને મારાં શબ્દપૂર્વક, હૃદયપૂર્વક અભિનંદન. એમને મારાં વંદન તથા શુભેચ્છાઓ પાઠવું છું.
બ્લોગમાં એક જગાએ ગોપાલભાઈએ લખ્યું છેઃ “I am young man of 71 years.” (હું ૭૧ વર્ષનો યુવાન છું.) ગોપાલભાઈ વડીલો માટે ખરેખર પ્રેરણારૂપ છે.
ધરતીનો છેડો __.
ઉપરની કહેવતમાં ખાલી જગાએ શું હોય એ આપ જાણો જ છો.
બહારથી આવ્યા પછી પોતાના ઘરમાં પગ મૂકતાં જ આપણે કેવી નિરાંત અનુભવીએ છીએ એનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી.
ગોપાલભાઈએ ‘ઘર મને એવું ગમે’ નામનું કાવ્ય જુલાઈ ૨૮, ૨૦૧૧ના રોજ પોસ્ટ કર્યું છે. સરળ શબ્દો અને ભાષામાં રચાયેલા આ કાવ્યમાં હૃદયના ભાવ છલકાય છે. કાવ્ય્ની થોડીક પંક્તિઓઃઆંગણું દે આવકારો, ઘર મને એવું ગમે.
બારણાં બોલે ભલે પધારો, ઘર મને એવું ગમે.

મંદિરોશી શાંતિ જ્યાં,સાંપડે આ જીવને,
જ્યાં રહે ચડતો સિતારો,ઘર મને  એવું ગમે.
ગોપાલભાઈનું ઘર વિશેનું કાવ્ય વાચતાં મને આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીનો એક શેર યાદઆવ્યોઃ
નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં
કે શ્વાસ મુક્તિના લઈ શકું છું ગઝલનાં ઘરમાં.
ઉપરના શેર વિશે ગુજરાત ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદ માં મેં લખ્યું છે.
અને મારા ‘નારી કાવ્યની પહેલી બે પંક્તિઓ યાદ આવીઃ
નારી તું છે જ્યોત જગતની
અજવાળે તું ગૃહમંદિર …
ગૃહ ગૃહીણી અને ગૃહસ્થ નામનું લાલભાઈ કહાનભાઈ દેસાઈનું લોકપ્રિય પુસ્તક પણ યાદ આવ્યું. ગૃહ ગૃહીણી અને ગૃહસ્થ નામનું લાલભાઈ કહાનભાઈ દેસાઈનું લોકપ્રિય પુસ્તક પણ યાદ આવ્યું. મારી યાદ મુજબ સસ્તુ સાહિત્યનું એ પ્રકાશન હતું.
થોડી અંગત વાતઃ શિકાગોમાં અમારું ટાઉનહાઉસ જેમાં અમે (મારી પત્ની હસુ અને હું) ૩૦થી વધુ વર્ષો રહ્યાં. બે દીકરીઓ — શર્મિલા અને શેતલ — પણ એ ઘરમાં મોટી થઈ અને પરણી પણ ખરી. હસુની મહેનત અને ધાર્મિકતાથી ઘર મંદિર જેવું હતું. મુલાકાતે આવનાર ઘણા કહેતા કે ઘરમાં શાંતિ મળે છે. ઘરથી ચાલીને સાતેક મિનિટમાં હરે કૃષ્ણના મંદિરમાં જવાતું હતું. ફરવા જઈએ ત્યારે લગભગ રોજ શ્રી શ્રી કિશોર (કૃષ્ણ) કિશોરી (રાધા) નાં દર્શન કરવા અમે જતાં.
શિકાગો લેન્ડમાં ડોક્ટર દંપતી અશરફ ડબાવાલા તથા મધુબહેન મહેતાના શિકાગો આર્ટ સર્કલ તરફથી યોજાતાં કવિ સંમેલનોનો લાભ પણ મળતો હતો.
હાલ અમારે ઘર નથી!
શિકાગોનું ઘર વેચીને જુલાઈ ૨૫, 2008ના રોજ અમે મોડેસ્ટો, કેલિફોર્નિયામાં આવ્યાં છીએ તથા અમારી નાની દીકરી શેતલ, જમાઈ વિપુલ ભગત, પૌત્રી માયા (જે ઓગસ્ટ ૧૨, ૨૦૧૧ના રોજ ચાર વર્ષની થશે), તથા પૌત્ર જય (જે સપ્ટેમ્બર ૩૦, ૨૦૧૧ના રોજ બે વર્ષનો થશે) ની સાથે રહીએ છીએ.
હાલ હું ગ્રીસમાં (ન્યૂ યોર્ક સ્ટેટના રોચેસ્ટર શહેરનું સબર્બ) અમારી મોટી દીકરી શર્મિલા, જમાઈ અર્લ હાઉક, અને ૨૦ વર્ષના પૌત્ર માઈકલના ઘેરથી લખી રહ્યો છું.
અલબત્ત, માનવીની પાયાની જરૂરિયાતો અન્ન, વસ્ત્ર અને આશ્રય (ઘર ) ની છે.
પણ પ્રશ્ન થાય છે કે મારું સાચું ઘર કયું? જેમ વૈષ્ણવ માટે વૈકુંઠ છે, ખ્રીસ્તી માટે સ્વર્ગ (હેવન) છે, મુસ્લિમ માટે જન્નત છે, એમ મારા જેવા શ્રી સામકૃષ્ણ પરમહંસના ભક્ત માટે શ્રી રામકૃષ્ણલોક છે.
અને આપણે સહુ જેમાં હાલ રહીએ છીએ એ ઘરો ભગવાનનાં છે.
આપને કેવું ઘર ગમે? કોમેન્ટમાં ટૂંકાણમાં જણાવવા વિનતી કરું છું.

નોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના  ww.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોના એક બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું. આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું. હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ. આજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.
Links:
‘ઘર મને એવું ગમે’ :
‘નારી’ ગીત:

આજનો પ્રતિભાવઃ માણવા જેવી હોરર સ્ટોરી !!

જુલાઇ 28, 2011

“Ability to write is a blessing, and expressing our
thoughts in a write way is an art.”

–Vijay Shah

http://www.forsv.com વેબ સાઈટ પરના ‘સંમેલન’ વિભાગની મુલાકાત લેતાં જુલાઈ ૨૭,
૨૦૧૧ના રોજ પોસ્ટ થયેલ ‘એકાંતની પ્રામાણિકતા’ પોસ્ટમાં પ્રીતમ લખલાણીના મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) પર નજર પડી. કાવ્ય વાંચ્યું અને ગમ્યું. (હાલ હું ન્યૂ
યોર્ક સ્ટેટના રોચેસ્ટર શહેરના સબર્બ ગ્રીસમાં છું — પ્રીતમભાઈ થોડા માઈલના અંતરે
આવેલા રોચેસ્ટરના એક બીજા સબર્બમાં રહે છે.)

‘આગળ વાંચો’ પર ક્લીક કર્યું અને ખૂલ્યો સ્નેહાબહેનનો ‘અક્ષિતારકઃ મારી લાગણીને શબ્દોનો ઢાળ’ નામનો બ્લોગ. ‘અક્ષિતારક’ એટલે આંખનું રતન; આંખની કીકી
(www.bhagavadgomandal.com).

વેબ સાઈટો અને બ્લોગોની સફર કરતાં કેવી રીતે ઉપરના ‘અક્ષિતારક’ બ્લોગ પર પહોંચ્યો એ જણાવવા ઉપરનું લખ્યું છે.

કોઈ બ્લોગના પસંદ કરેલા પોસ્ટ વિશે પ્રતિભાવ લખતાં પહેલાં હું એ બ્લોગકાર વિશે એમના જ શબ્દો દ્વારા જાણી લઉં છું. સ્નેહાબહેનનો પરિચય મેળવવા ‘મારા વિશે થોડું ઘણું’ તથા ૯૨ પ્રતિભાવો વાંચી ગયો. આ પ્રતિભાવની શરૂઆતમાં આપેલું અવતરણ એ ૯૨ કોમેન્ટોમાથી છે.

અન્ય વિભાગો પણ જોયા. ‘સમાચાર પત્ર / મેગેઝીન’ વિભાગમાં ‘ફીલિંગ્સમાં મારી વાર્તા’ નજરે પડ્યું.

ગુજરાત ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદ માટે રીસર્ચ કરતી વખતે ‘ફીલિંગ્સ’ મેગેઝીન મેં વાંચેલું અને મને એ ગમેલું. સ્નેહાબહેનની
‘ફીલિંગ્સ’માં પ્રગટ થયેલી એ વાર્તા તરફ પ્રયાણ કર્યું, અને હું ચમક્યો! એ હતી હોરર સ્ટોરી ‘અજન્મો’. (‘ફીલિંગ્સ’નો એ આખો વિશેષાંક  હોરર ફીલિંગ્સ જન્માવવા થયો હતો!)

નમ્રતાપૂર્વક જણાવું છું કે ‘મારા વિશે થોડું ઘણું’ વિશે કોમેન્ટ આપનાર રવિરાજસિંહ જાડેજાને માલુમ થાય કે સ્નેહાબહેનની વાર્તા ‘અજન્મો’ બે વખત વાંચ્યા પછી આ લખું છું:

બ્લેક બેકગ્રાઉંડમાં રીવર્સ પ્રીન્ટીંગ કરેલી આ હોરર વાર્તા આપનાં રૂઆં ખડાં કરી દેશે!
વાર્તા કલાની દૃષ્ટિએ તો આ કૃતિ ઉત્તમ છે જ, હોરર સ્ટોરી તરીકે પણ આગવું સ્થાન લઈ શકે. વાર્તાના અમુક ભાગ સ્ટીવન કીંગની યાદ અપાવે છે! આ વાર્તાનો અંગ્રેજીમાં અનુવાદ થવો જોઈએ.

બીજા પ્રસંગો ઉમેરીને વાર્તા પરથી ફિલ્મ પણ બની શકે. વાર્તાને વધુ રસમય બનાવે એવા થોડા પ્રસંગો આ લખનારના દીમાગમાં જન્મ્યા છે!

વાર્તા કલાને ન્યાય આપતી આ વાર્તામાં સ્નેહાબહેને સંદેશ પણ ગૂથ્યો
છેઃ રાત દિવસની પરેશાની અને સ્મશાનનો બીહામણો અનુભવ પાત્રોનાં કર્મનું
ફળ છે.

વાર્તા ‘અજન્મી’ રૂપે પણ લખી શકાઈ હોત.

Links:

http://akshitarak.wordpress.com/my-story-in-feelings/

http://akshitarak.wordpress.com/2011/07/27/ekant-ni-pramanikta/

એડગર એલન પોની જગપ્રસિધ્ધ હોરર સ્ટોરી ‘કાસ્ક ઓફ એમોન્ટીલેડો’નો અનુવાદ આ લખનારે કર્યો છે. ‘શરાબનું પીપ’ વાર્તાની  લીંકઃ

https://girishparikh.wordpress.com/2010/12/03/%E0%AA%B6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AB%80%E0%AA%AA%E0%AA%83-%E0%AB%A7-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F/

નોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના  www.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોના એક બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું.
આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું.
હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ.
આજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

This entry was posted  on July 27, 2011 at 3:40 am and is filed under આજનો પ્રતિભાવ. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site. Edit this entry.

Be the first to like this post.

Leave a Reply Cancel reply

Enter your comment here…

આજનો પ્રતિભાવઃ પ્રતિભાવાન બ્લોગ – “ગુજરાતી પ્રતિભા પરિચય”

જુલાઇ 27, 2011

આજે આપણા એક પ્રતિભાવાન બ્લોગ ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ની પ્રતિભાનો પરિચય કરીએ. ગાંધીજીનાં ચરણોમાં અર્પણ થયેલા આ બ્લોગ માટે વિશ્વમાં વસતા દરેક ગુજરાતીએ ગૌરવ લેવું જોઈએ.

આજે, જુલાઈ ૨૬, ૨૦૧૧ ને મંગળવારે આ લખું છું ત્યારે “ગુજરાતી પ્રતિભા પરિચયઃ ગુજરાતનાં પનોતાં સંતાનોનો પરિચય” બ્લોગ www.botd.wordpress.com (બીઓટીડી એટલે બ્લોગ ઓફ ધી ડે) પર ત્રીજા સ્થાને છે.

આ બ્લોગનો પરિચય કરાવવા માટે એમાંનો એક પરિચય લઈએ, મારા પ્રિય સર્જક પન્નાલાલ પટેલનો.

કેટલાંક વર્ષો પહેલાં હું અમદાવાદ ગયો હતો ત્યારે મેં પન્નાલાલ પટેલની એમના ‘સ્વાતી’ નામના બંગલામાં મુલાકાત લીધી હતી. એમના સુપુત્ર એ વખતે હાજર હતા. અમારે ઘણી વાતો થઈ. (ઉંમરને લીધે એ ઓછું સાંભળતા હોવાથી મોટા ભાગની વાતો મેં લખીને કરી હતી એવું યાદ છે.) મુલાકાત દરમિયાન એ આ શબ્દો બોલેલા જે મને સદાય યાદ રહેશેઃ “હું કુણ છું એ હું જ જાણું છું!”

વાતચીતમાં મેં એ પણ જણાવ્યું કે એમનાં પસંદ કરેલાં સર્જનોના જો અંગ્રેજીમાં ઉત્તમ અનુવાદો થાય અને એમનો પ્રસાર થાય તો એમને નોબેલ પ્રાઈઝ મળી શકે.

પન્નાલાલ હવે સદેહે નથી પણ અક્ષર દેહે એ અમર છે.

નોબેલ પ્રાઈઝનો ઉપર નિર્દેશ કર્યો છે તો મારા હૃદયની આ વાત લખું છું: પ્રતિભાવાન હયાત ગુજરાતી સર્જકને નોબેલ પ્રાઈઝ જરૂર મળી શકે. (અલબત્ત, મહાન ગુજરાતી સર્જકો જે હયાત નથી એમનાં પણ પસંદ કરેલાં સર્જનોના અંગ્રેજીમાં ઉત્કૃષ્ટ અનુવાદો થવા જોઈએ.)

આપને  http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળે?’ વિશેની નવ લેખોની મારી લેખમાળા વાંચવા વિનંતી કરું છું. પ્રથમ લેખની લીંકઃ

https://girishparikh.wordpress.com/2010/08/24/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80-%e0%aa%b8%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a8%e0%ab%8b%e0%aa%ac/

પન્ન્નાલાલનો પરિચય તથા પ્રતિભાવો, વગેરે વાંચ્યા પછી નીચેનાં સૂચનો કરું છું.

“I believe that the new generation of Gujaratis settled anywhere in the world should try to expose their chldren to such wonderful creation of Gujarati Literature.”
–Chitaranjan Nagrecha

બાળકો ગુજરાતી વાંચતાં શીખશે ખરાં? પસંદ કરેલાં પુસ્તકોના અંગ્રેજીમાં અનુવાદો જરૂરી છે.

રણછોડભાઈની કોમેન્ટઃ
“I have read some novels by Shri Pannalal Patel. When I was 18 years old, I had praised him in my letter to him and he had humbly answered me at my hostel address. Shri Pannalal’s description of village and village people’s mindset is beyond my descriptive abilities and understanding of village life in Gujarat.

I AM INTERESTED TO READ ALL THE BOOKS THAT HAVE BEEN TRANSLATED IN ENGLISH. IF ANYBODY IS AWARE OF IT, PLEASE LET ME KNOW THE TITLES AND PLACE OF AVAILABILITY.”

–પન્નાલાલની ‘મુખ્ય રચનાઓ’ની યાદીમાં મળેલા જીવ અને માનવીની ભવાઈ કેમ નથી? ‘સન્માન’માં ગુજરાત રાજ્ય તરફથી એમની નવલકથાઓને મળેલાં ઈનામો વિશે ઉમેરવું જોઈએ.

–‘ભારતની ભાષાઓમાં અનુવાદ’ પર ક્લીક કરી પન્નાલાલનાં સર્જનોનોના અનુવાદોની યાદી જોઈ. માનવીની ભવાઈનો અંગ્રેજીમાં અનુવાદ થયો છે એ ગમ્યું. અમૃતા પ્રીતમ જેવાં વિખ્યાત પંજાબી લેખિકાએ મળેલા જીવનો પંજાબીમાં અનુવાદ કર્યો છે એ પણ ગમ્યું.

બધા અનુવાદકો ગુજરાતી ભાષા જાણતા નહીં હોય. એમની અનુવાદની પ્રક્રિયા (process) જાણવા ઉત્સુક છું.

–આ લખનારે મળેલા જીવનો અંગ્રેજીમાં અનુવાદ કરવાનું શરૂ કરેલું ને શરૂઆતનાં થોડાં પાનાનો અનુવાદ કરેલો પણ ખરો. યોગ્ય સ્પોન્સોર તથા પ્રકાશક મળે તો અનુવાદ પૂરો કરવાનું વિચારીશ.

Links:
ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન

www.gujanuvadpradan.org

ગુજરાતી પ્રતિભા પરિચય
http://sureshbjani.wordpress.com/2006/12/02/pannalal-patel/

નોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના  www.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોના એક બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું.
આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું.
હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ.
આજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

આજનો પ્રતિભાવઃ “મારા વિશે” – કાર્તિક મિસ્ત્રી

જુલાઇ 26, 2011

કાર્તિક મિસ્ત્રીનો બ્લોગ ‘મારા વિચારો, મારી ભાષામાં!” , જુલાઈ ૨૫, ૨૦૧૧ ને સોમવારના રોજ ગ્રીસ (ન્યૂ યોર્ક સ્ટેટમાં રોચેસ્ટર શહેરનું સબર્બ)માં આ લખી રહ્યો છું ત્યારે,   www.botd.wordpress.com (બીઓટીડી એટલે ‘બ્લોગ ઓફ ધી ડે) બ્લોગ પર પ્રથમ છે. મારાં શબ્દપૂર્વક, હૃદયપૂર્વક અભિનંદન કાર્તિકભાઈ.

કાર્તિકભાઈની લોકપ્રિયતાનું રહસ્ય જાણવા ‘મારા વિશે’ (એટલે એમના વિશે અમેના શબ્દો તથા વાચકોના
પ્રતિભાવો વાંચ્યા.)

(પ્રતિભવો ૭૧ છે, અને વાંચવા જેવા છે. આજે મારો પ્રતિભાવ મોકલીશ — એને જો કાર્તિકભાઈ પોસ્ટ કરવા દે તો ૭૨ થશે. મારા પ્રતિભાવમાં મારા બ્લોગનું નામ છે એટલે કદાચ કાર્તિકભાઈ એને પોસ્ટ ન પણ કરે!)

કાર્તિક મિસ્ત્રી પોતાની જાતને ગુજરાતી ‘ગીક” (Geek) તરીકે ઓળખાવે છે! (એક કોમેન્ટકારે ‘ગ્રીક’ લખ્યું છે! હું હાલ ગ્રીસમાં છું એટલે કદાચ કોઈ મને પણ ‘ગ્રીક’ કહે!)

આ ‘ગીક’ એટલે વળી શું?

મારી ધારણા પ્રમાણે www.bhagavadgomandal.com માં એ શબ્દ ન મળ્યો. પછી www.dictionary.com પર તપાસ કરી અને નીચેના અર્થો મળ્યા. ત્રીજો અર્થ પણ હતો, પણ એ કાર્તિકભાઈના સંદર્ભમાં યોગ્ય ન લાગ્યો.

1. a computer expert or enthusiast (a term of pride as self-reference, but often considered offensive when used by outsiders.)

2. a peculiar or otherwise dislikable person, especially one who is perceived to be overly intellectual.

યોગ્ય લાગે તો ઉપરના અર્થોનું ગુજરાતી કરવા અને એ એમના બ્લોગમાં (તથા આ બ્લોગ પર કોમેન્ટ રૂપે) પોસ્ટ કરવા કાર્તિકભાઈને વિનંતી કરું છું. કાર્તિકભાઈ, આપની દૃષ્ટિએ ‘ગીક’ શબ્દનો શું અર્થ છે એ જણાવશો .

આ લખનારનું બેક ગ્રાઉંડ કોમ્પુટર સોફ્ટવેર ક્ષેત્રમાં પણ છે. એ વિશય પર અંગ્રેજીમાં સાત પુસ્તકો, તથા સો ઉપરાંત લેખો, વગેરે પ્રગટ કર્યાં છે. (ગૂગલ પર “Girish Parikh”  એન્ટર કરીને સર્ચ કરવાથી જાણવા મળશે).

જોકે હું મારી જાતને ‘ગીક” નથી ગણતો, પણ આપ મને ‘ગીક’ કહેશો તો મને ખોટું નહીં લાગે!

કાર્તિકભાઈએ અમદાવાદની એલ ડી એન્જિનિરીંગ કોલેજમાંથી એમસીએ (માસ્ટર ઈન કોમ્પ્યુટર એન્જિનિયરીંગ?) કર્યું છે. આ લખનારે એ જ કોલેજમાંથી બીઈ સીવીલ કર્યું છે.

(અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ઈન્ટર સાયન્સ કરેલું ત્યારે ભૌતિકશાસ્ત્ર (ફીઝીકસ) મારા પ્રિય વિશયોમાંનો એક હતો.)

કાર્તિકભાઈનો ‘મને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય’ પોસ્ટ પણ ગમ્યો. એ વિશે ભવિષ્યના ‘આજનો પ્રતિભાવ” કોલમમાં લખવા પ્રયત્ન કરીશ.

Link:

http://kartikm.wordpress.com/about-me/

નોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના  www.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોના એક બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું.
આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું.
હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ.
આજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

આજનો પ્રતિભાવઃ શેર-શાયરીની મોજ મસ્તી !

જુલાઇ 25, 2011
જામ એ ખાલી હતો ને પી ગયો,
તો ય મન તો ઝૂમવા લલચાય છે…પ્રવિણ શાહ
વાહ !!!

ખાલી જામમાંથી આવતી માદક મહેક પીને જ શાયરનું મન ઝૂમવા લલચાયું!

‘ગુર્જર કાવ્ય ધારા’ બ્લોગના પ્રવિણ શાહે નીચેના મત્લાનો શેર રજૂ કરી કવિઓ અને ભાવકોને એ શેર પરથી શેર રચવા આમંત્રણ આપ્યું હતું. (મત્લાનો શેર એટલે ગઝલનો પ્રથમ શેર).

વાત તારી કેટલી વટલાય છે
મૌન ભાવે એટલી ચર્ચાય છે…
ભૂપેન્દ્ર શેઠ ‘નિલમ’વિજય શાહે જુલાઈ ૨૩, ૨૦૧૧ના રોજ એમના બ્લોગ ‘વિજયનું ચિંતન જગતઃ મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃત્તિઓ…’ પર “એક કવિ એક શે’ર – પ્રથમ પ્રયોગ” પોસ્ટ કર્યું છે.  વિજયભાઈનો પોસ્ટ વાંચી ‘આજનો પ્રતિભાવ’ લખવાની પ્રેરણા થઈ.
પંદર સર્જકોએ પ્રતિભાવ આપી શેરોના મણકા પરોવ્યા અને સર્જાઈ ગઝલ-માળા! કેટલાક શેરો તો લાજવાબ છે.
માનવી પ્‍હોંચી ગયો છો ચાંદ પર,
ક્યાં હજી હૈયા સુધી પ્‍હોંચાય છે ?…
દેવિકા ધ્રુવ
ઉપરનો શેર વાંચતાં આદિલનો શેર યાદ આવ્યોઃ
ચન્દ્ર ઉપર ધ્વજ ભલે ખોડી દીધો
પૃથ્વી પર માણસને તરછોડી દીધો
(ગુજરાત ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદ માં ઉપરના શેર વિશે લખ્યું છે.)
હું કહું કે ના કહું પણ શું કરું..?!
આંખ મારી ભાવનો પર્યાય છે !…
અશોક જાની ‘આનંદ’
ઉપરનો શેર વાંચતાં મારું ‘મૌન’ મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) યાદ આવ્યું. જુઓ નીચેનો ‘આજનો પ્રતિભાવ’:
https://girishparikh.wordpress.com/2011/07/23/%e0%aa%86%e0%aa%9c%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%bf%e0%aa%ad%e0%aa%be%e0%aa%b5%e0%aa%83-%e0%aa%86%e0%aa%82%e0%aa%96%e0%ab%8b-%e0%aa%a4%e0%aa%a3%e0%aa%be-%e0%aa%85/
આ શેર પણ ગમ્યોઃ

જિંદગીએ કેટલું આપ્યું તને,
મોત આવીને બધું લઈ જાય છે
….સંધ્યા ભટ્ટ

જવાહર બક્ષીના એક શેર પરથી આ લખનારે કેટલાક શેર લખ્યા છે. ક્યારેક આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર એ પોસ્ટ કરીશ.
Links:
http://vijayshah.wordpress.com/
ગુર્જર કાવ્ય ધારા
http://aasvad.wordpress.com/
નોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના  www.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોના એક બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું.
આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું.
હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ.
આજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

આજનો પ્રતિભાવઃ “સાહિત્યકારોનાં ઉપનામ”

જુલાઇ 24, 2011
નીચે બે કોલમ છે. પહેલા કોલમમાં આપણા જાણીતા સાહિત્યકારોનાં ઉપનામો છે, અને બીજા કોલમમાં સાહિત્યકારોનાં નામ છે જેમનાં ઉપનામ પહેલા કોલમમાં છે. સાહિત્યકારોનાં નામો સેળભેળ થઈ ગયાં છે — દરેક
ઉપનામ કોનું છે એ જમણી બાજુના કોલમમાંથી શોધી શકશો? આ પોસ્ટમાં નીચે આપેલી લીંક જોયા વિના જઆ ક્વીઝ કરશો.ઈર્શાદ                   લાભશંકર ઠાકર

કલાપી                  કિશનસિંહ ચાવડા
કાન્ત                    સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
જયભિખ્ખુ              બાલાભાઈ વીરચંદ દેસાઈ
જિપ્સી                   મનુભાઈ પંચોલી
ઠોઠ નિશાળિયો      ચિનુ મોદી
દર્શક                     ગૌરીશંકર
ગોવર્ધનરામ જોષી
ધૂમકેતુ                  મણિશંકર ભટ્ટ
પુનર્વસુ                 મધુસૂદન વલ્લભદાસ ઠક્કર
મધુ રાય               બકુલ ત્રિપાઠી
નોંધઃ સ્વર્ગસ્થ થયેલા સાહિત્યકારોનાં ઉપનામઃ કલાપી, કાન્ત, જયભિખ્ખુ, જિપ્સી, ઠોઠ નિશાળિયો, દર્શક, અને ધૂમકેતુ. જો કે અક્ષરદેહે એ બધા અમર છે.
ભરત ચૌહાણે એમના ‘શબ્દપ્રીતઃ ભલે પધાર્યા અમારા આંગણે’  નમના બ્લોગમાં ‘સાહિત્ય’ વિભાગમાં જુલાઈ ૨૧, ૨૦૧૧ના રોજ “ઉપનામો વિશેઃ ભાગ ૧” પોસ્ટ કર્યું છે. એમાં  ૨૦ સર્જકોનાં નામ અને ઉપનામ આપ્યાં છે. નીચેની લીંક પર ક્લીક કરો અને તમારા જવાબો ચેક કરો.http://okanha.wordpress.com/

સ્કોર આ રીતે આપશોઃ

૧૦ સાચા જવાબો     શ્રેષ્ઠ
૭-૯ સાચા જવાબો    સરસ
૫-૬ સાચા જવાબો    મધ્યમ
૩-૪ સાચા જવાબો    સામાન્ય
૧-૨ સાચા જવાબો    ફેઈલ!આ પ્રતિભાવ લખતાં મને પ્રશ્ન થાય છે કે સર્જકો અને કલાકારો ઉપનામ શા માટે રાખતા હશે? એનાં અનેક
કારણો હોઈ શકે. પોતાના નામ કરતાં ઉપનામ વધુ પ્રેરણાદાયક હોઈ શકે. ઉપનામ દ્વારા સર્જક કે કલાકાર વધુ લોકપ્રિય પણ થઈ શકે.

યુસુફખાન નામના ફિલ્મકલાકારે દિલીપકુમાર નામ ધારણ કર્યા પછી ઇતિહાસ સર્જ્યો. આજના જમાનામાં જો એમની કારકીર્દી શરૂ થતી હોત તો યુસુફખાન નામથી પણ એ સફળ થયા હોત,
એક અવ્વલ અભિનેતા છે એ.
અને બીજો દાખલો છે ગુજરાતી હરિલાલા જરીવાલાનો. એ બન્યા સંજીવકુમાર.
ઉપનામો પાછળની કથાઓ પણ મઝાની હોઈ શકે.અને ભરત ચૌહાણના બ્લોગના નામ પરથી લાગે છે કે એમનું ઉપનામ ‘ઓકાન્હા’ છે!

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

આજનો પ્રતિભાવઃ “આંખો તણા અણસાર પર શું લખું ?”

જુલાઇ 23, 2011
આજે મુલાકાત લઈએ મુહમ્મદઅલી વફાના બ્લોગ, ‘બઝમેવફા’ની. આ બ્લોગના આવરણનું સર્જન આદિલ મન્સૂરીએ કર્યું છે.’બઝમ’ શબ્દનો અર્થ છે મંડળી. (www.bhagavadgomandal.com). એટલે ‘બઝમે વફા’ નો અર્થ થાય વફાની
વાચક-મંડળી.
બ્લોગનું સૂત્ર છેઃકરું રબનામથી આરંભ જે મોટો કૃપાળુ છે
નથી  જેની દયાનો પાર, જે અનહદ દયાળુ છે.
‘રબ’ શબ્દના અર્થો છેઃ પરમેશ્વર; પરમાત્મા; પરવરદિગાર; ખુદા; પ્રભુ; ઇશ્વર; પાલનપોષણ કરનાર (www.bhagavadgomandal.com) .ઉપરનું સૂત્ર વાંચતાં “હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી …” ભજન યાદ આવ્યું. (આખું ભજન ગુજરાત ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદ માં છે.)
મુહમ્મદઅલી વફાએ જુલાઈ ૨૦, ૨૦૧૧ના રોજ “તારણ નહીં આપું” મુક્તક તથા “તલવાર પર
શું લખું?” ગઝલ પોસ્ટ કર્યાં છે.મુક્તકનો બીજો શેર છેઃડૂબી જવા-માં છે મઝા- ડૂબી વફા- તું જા
આ વાતનું હું તો કદી તારણ નહીં  આપું.

‘વફા’ મુહમ્મદઅલીનું ઉપનામ છે. શાયર સત-ચીત-આનંદના સાગરમાં ડૂબી જવાની વાત તો નથી કરતા ને? અને એ સાગરમાં ડૂબ્યા પછી એ વાતનું  કદી તારણ આપી શકાય?
હવે લખું (હા, લખું!) “તલવાર પર શું લખું” ગઝલના આ શેર વિશેઃ
વાવી દીધી હોઠો ઉપર વારતા,
આંખો તણા અણસાર પર શું લખું ?
વર્ષો પહેલાં આંખોના અણસાર પર આ લખનારે મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) લખ્યું હતું. આ રહ્યું એ પ્રેમકાવ્યઃ
મૌન
પ્રેમની વિધ વિધ રીતોનો
ગ્રંથ હું લખતો હતો.
મેં પૂછ્યું એનેઃ
“સૂચન તારાં મને કહે.”
એ મૌન રહી – –
ને આંખમાં એવાં ભર્યા’તાં
કહેણ કે – –
ચૂપકીદીમાં પણ
જાણે બધાં અગણિત સૂચન
ઝટ વેણ થઈ વરસી ગયાં !
(ઉપરનું કાવ્ય મારા ગુજરાત ફાઉન્ડેશ દ્વારા પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદ માં છે.)
“બઝમેવફા” બ્લોગની લીંકઃ
http://bazmewafa.wordpress.com/2011/07/20/talvarparshunlakhun_muhammedaliwafa/
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

આજનો પ્રતિભાવઃ ‘ચંદ્ર પુકાર’નો અમર પુકાર !

જુલાઇ 22, 2011
“તે હતી” “એ હતી” ની વાતને છોડો,
“એ આજ ‘ને હંમેશા છે” વાતને જોડો,
એ જ અંતીમ અંજલી ચંદ્ર અર્પણ કરે !
‘ચંદ્ર પુકાર’નો અમર પુકાર છે ઉપરની પંક્તિઓમાં.
ડો. ચંદ્રવદન મિસ્ત્રીએ એમના બ્લોગ ‘ચંદ્ર પુકાર’ પર જુલાઈ ૨૦, ૨૦૧૧ના રોજ ‘દક્ષા જાનીને અંજલી’ પોસ્ટ કરી છે.
‘દયાની દેવી’ ગણાતાં ડો. દક્ષા જાનીનું જુલાઈ ૧૮, ૨૦૧૧ના રોજ ૬૩ વર્ષની ઉંમરે અવસાન થયું.
અલબત્ત, તે (દક્ષા જાની) છે, અને હંમેશ રહેશે.
સુરેશભાઈ જાનીનો “તે હતી – ફ્લોરેન્સ જાની” પોસ્ટ વાંચીને એ વિશે ‘આજનો પ્રતિભાવ’ લખવાનું શરૂ કરતાં પહેલાં મને આ જ વિચાર આવેલોઃ “તે છે – “.
આદિલનો શેર યાદ આવ્યોઃ
મને ન શોધજો કોઈ હવે હું ક્યાંય નથી.,
અને જુઓ તો તમારી જ આસપાસમાં છું.
ગુજરાત ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન માં ઉપરના શેર વિશે લખ્યું છે.
Links:
‘દક્ષા જાનીને અંજલી’:
http://chandrapukar.wordpress.com/
“હવે તે નથી – ફ્લોરેન્સ જાની’:
http://gadyasoor.wordpress.com/2011/07/19/daksha/#comments
આજનો પ્રતિભાવઃ “હવે તે નથી – ફ્લોરેન્સ જાની”:
https://girishparikh.wordpress.com/2011/07/20/%e0%aa%86%e0%aa%9c%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%bf%e0%aa%ad%e0%aa%be%e0%aa%b5%e0%aa%83-%e0%aa%b9%e0%aa%b5%e0%ab%87-%e0%aa%a4%e0%ab%87-%e0%aa%a8%e0%aa%a5%e0%ab%80/