About

ગિરીશ પરીખ ગુજરાતી અને અંગ્રેજીમાં લખતા સ્વતંત્ર લેખક અને પત્રકાર છે. એ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં રહે છે.
 
ભારતમાં હતા ત્યારે એમની અનેક વાર્તાઓ, કાવ્યો, નાટિકાઓ, લેખો, નિબંધો, વગેરે “નવચેતન”, “ચાંદની”, “પ્રતીમા”, “ચેતના”, “વિશ્વ વિજ્ઞાન”, “ધરતી”, “બાલમિત્ર”, “બાળક”, “ગાંડીવ”, “કનૈયો”, ”રમકડું”, વગેરે સામયિકોમાં પ્રગટ થયાં હતાં. 

તેમનું ગુજરાતીમાં પ્રગટ થયેલું પ્રથમ પુસ્તક હતું બિન્દુ (કનુ) ગજ્જર સાથેનો બાલગીતોનો સંગ્રહ ફેરફુદરડી.  એ પછી પ્રગટ થયેલા બાલકાવ્યોના સંગ્રહ ટમટમતા તારલા માટે એમને સરકારી ઈનામ મળ્યું હતું. 

એમણે એન્જિનિયરીંગ કૉલેજના બહુભાષી વાર્ષિકના મુખ્ય તંત્રી તરીકે કામ કર્યું હતું.
 
એ ૧૯૬૭માં અમેરિકા આવ્યા.
 
તેમની ગુજરાતી કૃતિઓ અમેરિકામાંથી પ્રગટ થતાં ”સંદેશ”, “ગુજરાત ટાઈમ્સ”, “ગુજરાત સમાચાર”, ”ગુજરાત દર્પણ”, “ગુર્જરી ડાઈજેસ્ટ”, “ગુંજન”, “અમેરિકન ગુજરાત”, વગેરે સમયિકોમાં પ્રગટ થઈ છે. 

સ્વામી વિવેકાનંદે “અમેરિકાનાં બહેનો અને ભાઈઓ” સંબોધનથી શરૂ થતા શિકાગોમાં ૧૮૯૩માં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા પ્રવચન સંબંધી SEPTEMBER 11: THE DATE OF GLOOM AND GLORY! (ભાવાનુવાદઃ સપ્ટેમ્બર ૧૧: આતંકના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જતો દિવસ) નામનું પુસ્તક લખ્યું છે. 

લૉર્ડ રીચર્ડ એટનબરોની ફિલ્મ “ગાંધી” માંથી પ્રેરણા લઈ ગિરીશે ફીચર ફિલ્મ ”વિવેકાનંદ” માટે ૨૦૦ પાનાંની અંગ્રેજીમાં પટકથા લખી છે. એ ફિલ્મનું અંગ્રેજી અને હિંદીમાં સર્જન કરવા માટે એ ફિલ્મ બનાવનારની શોધમાં છે.

શિકાગોના વસવાટ દરમિયાન ઓગસ્ટ ૧૨, ૨૦૦૫ થી જુન ૨૦, ૨૦૦૮ સુધી ઈસ્કોન (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રીષ્ણા કોન્સિયસનેસ – – આંતરરાષ્ટિય કૃષ્ણ ભાવનામૃત સંઘ) શિકાગોના હરે કૃષ્ણ મંદિરના સામયિક “શ્રી શ્રી કિશોર કિશોરી બુલેટિન” ના ગિરીશ તંત્રી હતા. (ઈસ્કોન શિકાગોના હરે કૃષ્ણ મંદિરની શ્રી કૃષ્ણ અને શ્રી રાધાની મૂર્તિઓ અનુક્રમે શ્રી કિશોર અને શ્રી કિશોરી કહેવાય છે.)

ગિરીશે લેખો,અહેવાલો,પત્રો વગેરે “પ્રબુદ્ધ ભારત”,”વેદાંત કેસરી”,”ઈન્ડિયા ટ્રીબ્યુન”,”ઈન્ડિયન રીપોર્ટર એન્ડ વર્લ્ડ ન્યૂઝ”,”ઈન્ડિયા પોસ્ટ”,”શિકાગો ટ્રીબ્યુન”,”મોડેસ્ટો બી”, ”સીલીકોનિયર” વગેરે અંગ્રેજી સામયિકોમાં પ્રગટ કર્યાં છે.

ગિરીશનાં અંગ્રેજીમાં પ્રગટ થએલાં પુસ્તકોમાં સાત કોમ્પ્યુટર સોફ્ટવેર વિષયનાં છે.એમનું ટેકનિક્સ ઑફ પ્રોગ્રામ એન્ડ સીસ્ટીમ મેઈન્ટેનન્સ આ વિષય પરનું અમેરિકાનું પ્રથમ પુસ્તક હતું; અને એમના હેન્ડબૂક ઑફ સોફ્ટવેર મેઈન્ટેનન્સ પુસ્તકનું જાપાનીઝ ભાષામાં ભાષાંતર થયું હતું. એમણે અંગ્રેજીમાં ૨૦૦થી વધુ કોમ્પ્યુટર સોફ્ટવેર,અને અન્ય વિષયો પરના લેખો,વગેરે વિવિધ સામયિકો અને
વેબ સાઈટો પર પ્રગટ કર્યાં છે.

 
ગિરીશ “WIDER HORIZONS Weekly” (વિસ્તરતી જતી ક્ષિતિજો) નામનું આધ્યાત્મિકતા અને ધર્મના વિષય પર રસમય વાંચન પીરસતું સાપ્તાહિક કોલમ લખે છે. એ WHSW નામની યાહૂગૃપની વેબ સાઈટ પર પોસ્ટ થાય છે, અને સભ્યો, વગરેને ઈ-મેઈલથી મોકલાય છે. આ કોલમ મેળવવા ગિરીશનો સંપર્ક કરો.
  

શ્રી રામકૃષ્ણ પરમહંસની કૃપાથી અને સ્વ. નાનક ગુરનાનીની પ્રેરણાથી ગિરીશે જુલાઈ ૨, ૨૦૦૪, ગુરુપૂર્ણિમાના દિવસે શિકાગોમાં “શ્રી રામકૃષ્ણ પરિવાર” (SRKP) ના શ્રી ગણેશ કર્યા હતા. હાલ SRKP મોડેસ્ટો, કેલિફોર્નિયામાં સાપ્તાહિક સત્સંગ યોજે છે. (સત્સંગનાં સ્થળ, દિવસ, અને સમય જાણવા ગિરીશનો સંપર્ક કરો.)

 
ગિરીશ SDSMEM (સોફ્ટવેર ડેવલપમેન્ટ, સપોર્ટ, મેઈન્ટેનન્સ (અથવા મોડીફીકેશન), ઈવોલ્યુશન, અને મેનેજમેન્ટ) નામના યાહૂગૃપના તંત્રી છે.
 
સંપર્ક
 
GIRISH PARIKH
AUTHOR & JOURNALIST
2813 CANCUN DRIVE
MODESTO, CALIFORNIA  95355-7946
Phone: 209-551-1310

11 Responses to “About”

 1. Pancham Shukla Says:

  ગુજરાતી બ્લૉગવિશ્વમાં સ્વાગત છે.

 2. Mahendra Mehta Says:

  માનનીય ગીરીશભાઈ

  અપનો પત્ર ગુજરાત તીમેસ માં વાચ્યો
  અમે પણ ગુજરાતી સાહિત્ય માં ખુબ રસ રાખીએ છીએ
  ગુજરાતી સાહિત્ય ને લગતી પવૃત્તિ યથાશક્તિ કરતા રહીએ છીએ
  અમે San francisco વિસ્તાર માં Palo Alto ગામ માં રહીએ છીએ
  મળવા ની તક શોધીશું. અમને આ સરનામે સંપર્ક કરી શકશો

  મહેન્દ્ર -મીરા

  Mahendra & Mira Mehta
  3375 Louis Road
  Palo Alto,Ca. 94303
  (650) 858-6854
  (650) 353-1159

 3. Bina Says:

  શ્રી ગીરીશભાઈ,
  બ્લૉગવિશ્વમાં સ્વાગત છે!

 4. Nilesh Bandhiya Says:

  ધન્યવાદ, ગીરીશભાઇ. ગુજરાતી વર્ડપ્રેસ બ્લોગ જગતમાં આપનું આ નવતર કાર્ય ખુબ જ પસંદ આવ્યું.

 5. sneha Says:

  કાયમ આપ જેવા જ્ઞાની અને નિઃસ્વાર્થભાવે મદદ કરનારા મિત્રોનો બ્લોગના માધ્યમથી મેળાપ થતો રહે છે. એ રીતે આ ‘બ્લોગ જગત’ મને એક સાનંદાશ્વર્ય આપતું રહ્યું છે.

  • girishparikh Says:

   સ્નેહાબહેનઃ
   તમારો આભાર માનવા મારી પાસે શબ્દો નથી.
   સાચું કહું તો મારામાં સ્વાર્થ અને નિસ્વાર્થ, બન્ને છે! ક્યારેક આ વિશે વધુ લખીશ.
   અત્યારે તો આ લખું છું:
   ગુજરાત ફાઉન્ડેશન તરફથી પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન માંથી લેખક તરીકે મને જે કાંઈ રકમો મળશે એ શ્રી રામકૃષ્ણ પરિવાર તથા સદકાર્યો માટે વાપરવાનું નક્કી કર્યું છે.
   મારાં લખણો વિશે પ્રતિભાવો આપતાં રહેશો તો આનંદ થશે.

 6. girishparikh Says:

  આપ સૌનો હૃદયપુર્વક, શબ્દપૂર્વક આભાર.
  –ગિરીશ

 7. Akshitarak Says:

  તમારો બ્લોગ અહી સબમીટ કરો
  http://akshitarak.blogspot.in/p/gujarati-bloggers-group.html

 8. kishan Says:

  I would like to invite you for visit my blog
  https://inspiredbyinfant.wordpress.com
  Please come and share your experience.

 9. હરીશ દવે (Harish Dave) Says:

  ખૂબ ખુશી થાય છે, ગિરીશભાઈ! અનાયાસે જ આપના બ્લૉગની મુલાકાતે આવ્યો છું જે મારા માટે અમૂલ્ય અનુભવ બની રહ્યો. ..
  હરીશ દવે અમદાવાદ

 10. mdgandhi21 Says:

  ખૂબ ખુશી થાય છે, ગિરીશભાઈ! અનાયાસે જ આપના બ્લૉગની મુલાકાતે આવ્યો છું જે મારા માટે અમૂલ્ય અનુભવ બની રહ્યો. ..

  મનસુખલાલ ગાંધી
  Los Angeles, CA

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: