Archive for ઓગસ્ટ, 2015

ગુજરાતી ભાષા મળી …

ઓગસ્ટ 31, 2015

ગુજરાતી ભાષા મળી આ જન્મમાં
માતૃભાષા શી હશે નવા જ્ન્મમાં ?
માબોલીનો અદનો પૂજારી થાઉં હું આ જ્ન્મમાં,
સર્જન કરું ગુજરાતી ને અંગ્રેજીમાં આ જન્મમાં.

માબોલી = માતૃભાષા.

ગુજરાતી ભાષાનું ગૌરવઃ ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ

ઓગસ્ટ 31, 2015

અંગ્રેજીમાં ઉક્તિ છે (એને પ્રેમોક્તિ કહીશું?): “Love at first sight!) (પ્રથમ નજરે પ્રેમમાં પડવું!).

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટની પ્રથમ મુલાકાતે જ હું એના પ્રેમમાં પડ્યો, (આ વાત મારી ધર્મપત્ની હસુને હું જણાવતો નથી!)

મારો જીવ સાહિત્યનો છે.

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટની મુલાકાત આપ અવશ્ય લેજો અને આપ એના પ્રેમમાં પડો છો કે નહીં એ વિશે પણ વિગતવાર પ્રતિભાવ આપશો.

વેબ સાઈટ છેઃ
http://www.GujaratiSahityaParishad.com .

… આપ અનુગ્રહે

ઓગસ્ટ 30, 2015
તુલસીદાસ કૃત “હનુમાન ચાલીસા”ની આ પંક્તિઓ મને પ્રેરણા અને હિંમત આપ્યા કરે છેઃ
દુર્ગમ કાજ જગતકે જેતે
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે.
મા સરસ્વતી તથા હનુમાનજીની કૃપાથી ઉપરની પંક્તિઓને આ લખનાર ગુજરાતીમાં રજૂ કરે છેઃ

દુર્ગમ કાજ જગતનાં જે જે
થાતાં સુગમ આપ અનુગ્રહે.

અનુગ્રહ = કૃપા

 

બગાસુ ખાધા વિના આ કવિતા (અને આ પોસ્ટ) વાંચો !

ઓગસ્ટ 30, 2015
ડૉ. રાધિકા ટિક્કુની કવિતા (બગાસુ ખાધા વિના!) વાંચોઃ
http://layastaro.com/?p=13022
વિવેકનો રસાસ્વાદ પણ દાદ માગી લે છે.
મારો પ્રતિભાવઃ
ગુજરાતી સાહિત્યને નવપલ્લવિત કરે એવાં આવાં પાણીદાર મુક્તકાવ્યો (અછાંદસ નહીં કહું!), ઇત્યાદિ સર્જાય છે. વાંચીને બગાસું ખાય એવા વાચકો પણ હોય છે ખરા?

નિરંજન ભગત નોબેલ પ્રાઈઝ જીતી શકે!

ઓગસ્ટ 30, 2015
ઓગસ્ટ ૨૭, ૨૦૧૫ના રોજ આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) પરનો પોસ્ટ “નોબેલ પ્રાઈઝ મેળવી શકે એવા ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકાર” વાંચશો.
૧૮ મે, ૧૯૧૫ના રોજ નોબેલ પ્રાઈઝ જીતી શકે એવા ગુજરાતીમાં સર્જન કરતા આપણા સાહિત્યકાર નિરંજન ભગતને ૮૯ વર્ષ પૂરાં થયાં અને ૯૦મા વર્ષમાં એમણે પ્રવેશ કર્યો.
આપણી પ્રમુખ સાહિત્ય સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ  (www.GujaratiSahityaParishad.com) પર સંસ્થાના મુખપત્ર ‘પરબ’ના જુલાઈ ૨૦૧૫ના અંકમાં નિરંજનભાઈના “નેવ્યાશીમે – નેવુમા વર્ષમાં પ્રવેશ્” કાવ્યમાંથી થોડીક પ્ંક્તિઓઃ
વાતમાં ને વાતમાં નેવ્યાશી વર્ષો ગયાં, કાલથી નેવુ થશે,
બાકી જે કૈં રહ્યાં જોતજોતામાં જશે, એમાં આયુષ્ય કેવું હશે?
મારું મોટું સદભાગ્ય ! મને પ્રેમ મળ્યો, મૈત્રી મળી, કાવ્ય મળ્યું;
આયુષ્ય જાણે એક સપનું હોય એમ ફૂલ્યું, ફાલ્યું ને ફળ્યું …

અને આ લખનારનું સ્વપ્ન છે કે નિરંજનભાઈને નોબેલ પ્રઈઝ મળે.

ગુજરાતી સાહિત્ય પરિષદને આ લખનાર આગ્રહપૂર્વક વિનંતી કરે છે કે નિરંજન ભગતને નોબેલ પ્રાઈઝ મળે એ માટે આયોજન કરીને સતત પ્રયત્નો કરવાના શ્રી ગણેશ જેમ બને તેમ જલદી કરે.

ગિરીશ પરીખ
મોડેસ્ટો કેલિફોર્નિયા                  

સર્જક સર્જન ભાવક … (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 29, 2015

સર્જક
સર્જન
ભાવક
ત્રિપુટી.

હૈયું મસ્તક હાથ (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 29, 2015

હૈયું
હેડ
હાથ
ત્રિપુટી

નોંધઃ પ્રિ. સોમાભાઈ પટેલના તંત્રીપદ નીચે પ્રગટ થતા ‘ધરતી’ માસિકના નવેમ્બર ૨૦૧૪ના અંકમાં પ્રવીણ ક્ લહેરીના “ગાંધી વિચારોની ઉપયોગિતા” લેખમાં ઉમાશંકર જોશીની આ પંક્તિઓ વાંચીઃ
ત્રણ વાનાં મુજને મળ્યાં; હૈયું, મસ્તક ને હાથ.
બહુ દઈ દીધૂ નાથ, જા, ચોથું નથી માગવું.
આ ચતુર્શબ્દ મુક્તક ઉમાશંકર જોશીને અર્પણ કરું છું.
ઉમરું છૂં કે ૧૯૫૧-૧૯૫૨માં હું અમદાવાદની ગુજરાત કોલેજમાં સાયન્સ વિભાગમાં જોડાયેલો ત્યારે પ્રિન્સીપાલ હતા ડૉ આર. એસ. શાહ. હજુ યાદ છે એમણે આપેલું એક ડેમોન્સ્ટ્રેશન સાથેનું સ્વતંત્ર લેક્ચર. વિષય હતોઃ “Three H’s: Head Heart and Hand.”

૨૦૨૧નું નોબેલ પ્રાઈઝ ગુજરાતીમાં સર્જન કરતો સાહિત્યકાર જીતી શકે ?

ઓગસ્ટ 28, 2015

રવીન્દ્રનાથ ટાગોરને ૧૯૧૩નું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું.

ગાંધીજીને બે નોબેલ પ્રાઈઝ મળવાં જોઈતાં હતાંઃ શાંતિનું અને સાહિત્યનું.

રવીન્દ્રનાથને ૧૯૧૩માં નોબેલ પ્રાઈઝ મળ્યા પછી બરાબર ૧૦૮ વર્ષ પછી ૨૦૨૧નું નોબેલ પ્રાઈઝ ગુજરાતીમાં સર્જન કરતા એ વખતે જીવંત હોય એવા સાહિત્યકારને મળી શકે. મા સરસ્વતી તથા મા લક્ષ્મીજીની કૃપાથી આ લખનારનું  એ સ્વપ્ન સાકાર થાય એ માટે એ પ્રયત્નો કરતો રહેશે.

આપણી પ્રમુખ સાહિત્યસંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી થનાર છે. નવા પ્રમુખને “ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ” યોજનાનું નેતૃત્વ કરવા વિનંતી કરીશ.

નોબેલ પ્રાઈઝ જીતી શકે એવા ૧૦ જીવંત ગુજરાતી સાહિત્યકારોનાં નામ આપવા વિનંતી

ઓગસ્ટ 28, 2015

ગુરુવાર, ઓગસ્ટ ૨૭, ૨૦૧૫ના રોજ આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) પર “નોબેલ પ્રાઈઝ મેળવી શકે એવા ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકાર” લખાણ  પોસ્ટ કર્યું છે.

નોબેલ પ્રાઈઝ જીતી શકે એવા ૧૦ જીવંત ગુજરાતી સાહિત્યકારોનાં નામ આપવા આપને નમ્ર વિનંતી કરું છું. આપે પસંદ કરેલા દરેક સાહિત્યકાર વિશે ટૂંકમાં લખવા વિનંતી કરું છું. અલબત્ત ૧૦ નામોમાં આપનું નામ પણ મૂકી શકો છો!

આપ મને ૧૦ નામ તથા દરેક વિશે ટૂંક લખાણ કોમેન્ટ રૂપે આ બ્લોગ પર પોસ્ટ કરવા મોકલી શકો છો અથવા મને grish116@yahoo.com સરનામે મેઇલ કરી શકો છો. (સબ્જેક્ટ લાઈનમાં “નોબેલ પ્રાઈઝ” લખશો.) જો આપ ઇચ્છતા હો કે આપે મોકલેલાં નમ હું જાહેર ન કરું તો એ પણ મને જણાવશો.

–ગિરીશ પરીખ

નર્મદ મૂરત … ! (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 27, 2015

નગર
સૂરત
નર્મદ
મૂરત … !

નોંધઃ “સૂરત સોનાની મૂરત” કહેવાય છે. “જય જય ગરવી ગુજરાત”ના ગાયક નર્મદની પણ એ મૂરત છે!