Archive for મે, 2011

ભાભી તો આવાં જ હોય !: ૨૦

મે 31, 2011
અલકાઃ મને ખાતરી જ હતી.
રસેશઃ હું તને ચાહું છું અલકા.
અલકાઃ હું પણ.
રસેશઃ હું તો તને અલકા નહીં, ઉલ્કા જ કહીશ. ઉલ્કાપાત મચાવ્યો છે તેં મારા હૈયામાં!
અલકાઃ ગમે તે કહેજે.
રસેશઃ ચાલ, ફરવા જઈશું?
અલકાઃ કેવું સુંદર પ્રભાત છે..ચાલ બગીચા બાજુએ જ જઈએ.
પ્રવચકઃ અને આ રીતે રસેશ અને અલકાની મૈત્રી બંધાઈ. ગાર્ડનમાં રસેશે ભાઈની પણ વાત કરી.
રસેશઃ ઉલ્કા, મારા ભાઈ કેવા પરસનાલીટી છે.
અલકાઃ ખરેખર, પીર્યડ વખતે અમે એમને જોતાં ધરાતાં જ નથી!
રસેશઃ ભાભી કેવાં જોઈએ ઉલ્કા?
અલકાઃ કેવાં કહું? પણ તું જ કહેને.
રસેશઃ તારી આ નર્તંતી લટોમાં આંગળી ભેરવીને જ હું તો કહીશ કે ભાભી તો …
                      (વધુ હવે પછી …)
નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભાભી તો આવાં જ હોય !: ૧૯

મે 30, 2011
અલકાઃ હા… નદીમાં ઘણું પાણી હતું!
રસેશઃ મારામાં પણ પાણી છે.
[અલકા જોરથી હસે છે.]
રસેશઃ અલકા, હસ નહીં.
અલકાઃ તું જરા મોં ધોઈને આવ.
રસેશઃ અલકા, સીધો જ ઊઠીને આવ્યો છું.
અલકાઃ બાથરૂમ આ બાજુ છે.
પ્રવચકઃ ને રસેશ બાથરૂમમાં જાય છે.
અલકાઃ (સ્વગત) રસેશને હું કેટલા વખતથી ચાહુ છું. એમ તો મને ઘણા સ્ટુડન્ટ્સ પ્રત્યે લાગણી છે, પણ રસેશ માટે તો મને પ્રેમ છે.
[રસેશ આવે છે.]
રસેશઃ અલકા… શરમાઉં છું તો ઘણો જ… પણ શું કરૂં? શરૂઆત કરું છું.
                  (વધુ હવે પછી …)
નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

પત્રકારત્વનો એવોર્ડ

મે 29, 2011

મે ૨૧, ૨૦૧૧ના રોજ મિલપિટાસ, કેલિફોર્નિયામાં ‘ડગલો’ સંસ્થાએ કરેલા ‘શબ્દના રસ્તે …’ કર્યાક્રમનો અહેવાલ વાંચોઃ

http://gujaratidaglo.wordpress.com/ 

પત્રકારત્વના ક્ષેત્રે કાર્ય કરવા બદલ મે ૭, ૧૯૧૧ના રોજ ‘ગુજરાત દિન’ની ઊજવણી દરમિયાન મને એવોર્ડ આપવા બદલ બે એરિયા ગુજરાતી સમાજનો હું આભારી છું. એ દિવસે હું કાર્યક્રમામાં હાજર રહી શક્યો ન હોવાથી ‘ડગલો’ ના ‘શબ્દના રસ્તે …’ કાર્યક્રમ દરમિયાન ફરીથી ડો. વિવેક મનહર ટેલરના હસ્તે મને એવોર્ડ આપવામાં આવેલો. “ડગલો”નો પણ હું આભારી છું. આ એવોર્ડ મા સરસ્વતી, મા ગુર્જરી તથા મા ગુજરાતી ભાષાને મળ્યો છે એમ માનું છું. હું તો માત્ર નિમિત્ત છું.

વિવેકાનંદને પ્રેમપૂર્વક અંજલી આપીને પોતાની ગઝલો, વગેરે રજૂ કરતા વિવેકના હસ્તે સન્માન મેળવાની ઇચ્છા મેં એટલા માટે કરેલી કે હું વર્ષોથી ‘વિવેકાનંદમય’ છું. સ્વામીજીએ મારી ઇચ્છા પૂરી કરી.
 
મારું પુસ્તક આદિલના શેરોનો આનંદ ગુજરાત ફાઉન્ડેશનના કૌશિક અમીન દ્વારા પ્રગટ થશે.
 
સ્વામી વિવેકાનંદની કૃપાથી એ પછીનું મારું પ્રગટ થતું પુસ્તક હશે SEPTEMBER 11: THE DATE OF GLOOM AND GLORY! જે અંગ્રેજીમાં છે. સ્વામી વિવેકાનંદે સપ્ટેમ્બર ૧૧ (હા, નાઈન ઇલેવન!) ના રોજ શિકાગોમાં ૧૮૯૩માં શરૂ થયેલી વિશ્વધર્મ પરિષદમાં એ દિવસે જ “Sisters and brothers of America” સંબોધનથી શરૂ કરીને એમનું અમર વ્યાખ્યાન આપ્યું હતું. મારું પુસ્તક મુખ્યત્વે એ વ્યાખ્યાન વિશે છે.
 
નીચેનાં મારાં ગુજરાતી પુસ્તકો પણ યોગ્ય પ્રકાશકની શોધમાં છેઃ

હસતાં ફૂલ (બાલવાર્તાઓ)

દાદીમાએ માંડી વાત (બાલવાર્તાઓ)

Grandma Tells Tales (Translation of દાદીમાએ માંડી વાત into English)  
વાર્તા રે વાર્તા (બાલકથાગીતો)
ટમટમતા તારલા (બાલકાવ્યો) (નવી આવૃત્તિ)
ફેરફૂદરડી (બાલકાવ્યો) (નવી આવૃત્તિ)
સોનાનો તાજ (બાલનાટકો)
સોનાનો કળશ (નવલિકાઓ) 

અને મારા જીવનનું મુખ્ય ધ્યેય છે રીચર્ડ એટનબરોની “ગાંધી” ફિલ્મની કક્ષાની ‘વિવેકાનંદ” ફિલ્મ યોગ્ય ફિલ્મસર્જક દ્વારા બનાવરાવવાનું. મા શારદાની કૃપાથી ફિલ્મ માટે મેં ૨૦૦ પાનાની અંગ્રેજીમાં પટકથા પણ લખી છે. યોગ્ય ફિલ્મસર્જકની શોધમાં છું. 
 
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભાભી તો આવાં જ હોય !: ૧૮

મે 29, 2011
પ્રવચકઃ અને આ બાજુ રસેશ બેફામ પણે ચાલ્યો જ જાય છે. પ્રભાતની લહરોમાં એનાં ઝૂલ્ફાં વીખરાય છે. મોં પર આશા અને નિરાશાનાં વમળ ઊઠે છે. એ ચાલ્યો જ જાય છે. સ્ત્રી પુરુષને એક વાર ઈશારો કરે ત્યારે પુરુષ કેટલું બધું માની લે છે. એ આશા અને માન્યતાના દોર પર રસેશ ચાલ્યો જાય છે. એના હાથ ઝૂલે છે… પગ ધબ ધબ પડે છે. એને બતાવી આપવું છેઃ એનામાં પણ પાણી છે. અલકાના આવાસ પાસે આવીને અલકાની રૂમ આગળ રસેશ પુકારે છેઃ
રસેશઃ અલકા…
અલકાઃ ઓ… રસેશ…  
[થોડી વાર પછી]
રસેશઃ અલકા, કેટલી મોહક લાગે છે આજે…
અલકાઃ આવ રસેશ, બેસ. આવીને તરત તેં તો વખાણ જ શરૂ કરી દીધાં.
રસેશઃ આપણે પહેલાં એક વાર કોલેજમાં મળેલાં.
અલકાઃ હા.
રસેશઃ પરીક્ષામાં પાસે નંબર આવેલા.
અલકાઃ હા.
રસેશઃ મેં તને મદદ કરેલી એટલે તું પાસ થઈ. તારું વરસ બચી ગયું.
અલકાઃ હા.
રસેશઃ તે દિવસે બસમાં આપણે મળેલાં.
અલકાઃ હા.
રસેશઃ હા હા જ કર્યા કરશે કે કંઈ કહેશે?
                    (વધુ હવે પછી …)
નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભાભી તો આવાં જ હોય !: ૧૭

મે 28, 2011
 
શોભાઃ રસેશભાઈ ભારે મિજાજના છે. પણ તમે ચિંતા ન કરો બાપુ. દુર્ગાને અહીંયાં જ મૂકી જજો. રસેશભાઈ બહારથી જ્વાળામુખી જેવા લાગે છે પણ હૈયું તો એમની જેમ જ મીણનું છે.
સરોજઃ બા, કાકા જતા રહ્યા?
શોભાઃ હા.
સરોજઃ પાછા આવશે?
શોભાઃ તું બોલાવી લાવે તો આવે.
સરોજઃ ઉહું.. હું નહીં બોલાવું. મને ખીજવે છે… મારે છે…!
મહેશઃ મુસાફરીનો થાક લાગ્યો હશે. તમે આરામ કરો જરા.
મોહનદાસઃ હા..શ.. તો સાંજની ગાડીમાં હું તો જઈશ. કેટલાળ કામ મૂકીને આ કામે આવવું પડેલું.
મહેશઃ જરૂર. દુર્ગાને અહીં જ મૂકી જજો. દુર્ગા, તું પણ આરામ કર.
દુર્ગાઃ ના, હું તો બહેનને મદદ કરીશ.
મહેશઃ વાહ, તારા હોઠમાંથી તો ફૂલ ઝરે છે દુર્ગા.
                    (વધુ હવે પછી …)
નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.
  
ભાભી તો આવાં જ હોય !: ૧૬

મે 27, 2011
 
મહેશઃ આવો આવો..
મોહનદાસઃ શોભા, તું તો જાણે છે બેટા… ગામડાંઓમાં રખડી રખડીન થાક્યો.
મહેશઃ દુર્ગા, કેટલી મોટી થઈ ગઈ છે તું.. મેં તને છેલ્લે જોયેલી ત્યારે કેટલી નાની હતી.
મોહનદાસઃ છોકરીઓને મોટી થતાં વાર જ ક્યાં લાગે છે!
સરોજઃ હી..હી..હી.. બા, માસીના ગાલ કેવા લાલ થઈ ગયા છે.
મહેશઃ શરમાય છે દુર્ગા?
શોભાઃ બાપુજી, તમે ગામડાંમાં વધુ તપાસ કરી હોત તો…
મોહનદાસઃ અરે શોભા… તું સમજતી નથી! રસેશલાલ અને દુર્ગાની જોડી કેવી દીપી ઊઠશે.
[બારણું ખૂલે છે. રસેશ આવે છે.]
મોહનદાસઃ ઓ… આવ્યા રસેશલાલ… બેટી દુર્ગા..
પ્રવચકઃ પણ દુર્ગા શરમાઈને બીજી બાજુ આવેલી બારીની બહાર જુએ છે.
શોભાઃ એટલે ઊંચે ન ચડ બારી પર સરૂ…
સરોજઃ હું જોઉં છું બા… માસી બારીની બહાર શું જુએ છે?
રસેશઃહું આવતો હતો ત્યારે મારું નામ બોલાતું હતું. શું છે મારું કામ?

શોભાઃ રસેશભાઈ, જરા અહીં આવો તો.
રસેશઃ (મોટા અવાજે) આ કોણ? ઓહ! પાછી એની એ જ વાત? ખરી જાળ બીછાવી છે. ભાભી, હું જાઉં છું…
શોભાઃ પણ શીદ જશો ઊઠીને તરત?
રસેશઃ ગમે ત્યાં.. જહન્નમમાં જઈશ પણ આ ઘરમાં નહીં રહું!
મહેશઃ રસેશ… રસેશ…
પ્રવચકઃ ને રસેશ ચાલ્યો જાય છે.
[પગલાંનો ધીરે ધીરે ઓછો થતો અવાજ.]
                (વધુ હવે પછી …) 

નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.
 
ભાભી તો આવાં જ હોય !: ૧૫

મે 26, 2011
મહેશઃ (સહેજ હસીને) શોભા, તારી આ વાળની લટેલટમાં કામણ ભલે ન હોય, તારા મુખની રેખાએ રેખામાં લાવણ્ય ભલે ન હોય, તારા હોઠના એકેએક સળવળાટમાં સ્મિત ભલે ન હોય, તારી સાડી સંકોચાય ત્રાતે તારા દેહસૌષ્ઠવનાં દર્શન ભલે ન થતાં હોય છતાંય શોભા… તું તો મારા માટે હૃદય-સૌન્દર્યની અપ્રતિમ દેવી છે… તું દેવી જ છે  શોભા…
શોભાઃ ગુજરાતીના પ્રોફેસર મારા પતિદેવ… મને એટલી બધી ઊંચે ન ચડાવશો!…
[સરોજ રડતી રડતી આવે છે.]
સરોજઃ એં… એં… એં… કાકાએ મારી!
રસેશ: (બહાર આવે છે) ભાભી, એને બોલાવી લ્યો… ઓહ સોરી!
પ્રવચકઃ રસેશ એની રૂમમાં જઈને બારણું વાખી દે છે. સંધ્યા સરી ગઈ ને રાત્રિએ અંધકારની ચાદર ધરતીને ઓઢાડી દીધી. કેટલાંયની ઊંઘ ભાવિ જીવનનાં મધુર સ્વપ્નમાં વીતી, કેટલાંયની એકબીજાનાં હૈયાંની હુંફે. સૂરજના પહેલા કિરણ સાથે મહેશના ઘરના બારણે ટકોરા પડ્યા. શોભાએ સફાળી જાગીને બારણું ઉઘાડ્યું.
                     (વધુ હવે પછી …)
નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભાભી તો આવાં જ હોય !: ૧૪

મે 25, 2011
મહેશઃ શોભા, રસેશ તો રંગીલો માણસ છે. જેણે ભભકદાર રંગોવાળાં ચિત્રો જોયાં હોય એને સાદા ચિત્રના હૃદયના રંગની ખબર ન હોય, શોભા…
શોભાઃ મેં જ ભૂલ કરી. પણ આ જીભ જ એવી છે. ઘેરથી કાગળ આવ્યો ને મારાથી વાત થઈ ગઈ.
મહેશઃ શું લખે છે?
શોભાઃ બહેન દુર્ગા માટે લાયક કોઈ મળતું જ નથી. તમે તો જાણો છો.. આપણી ગ્નાતિમાં કેટલી મુશ્કેલી છે. ફરી ફરીને બાપુજીની નજર રસેશભાઈ ઉપર જ જાય છે. દુર્ગા લાયક પણ છે. મારા કરતાં તો વધુ રૂપાળી છે.
મહેશઃ શોભા, મને તો તારામાં સાચા સ્વરૂપનાં દર્શન થયાં છે. તારા અંતરનાં એવાં રૂપ છે કે મને જગતનાં બાહ્ય રૂપ જોવાં પણ નથી ગમતાં.
                      (વધુ હવે પછી …)
નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

મુગટને વજન હોય ખરું?: ‘મુગટ’ પર બે મુક્તકો

મે 24, 2011
ધવલે www.layastaro.com વેબ સાઈટ પર રઈશ મનીઆરનું ‘મુગટ’ મુક્તક પોસ્ટ કર્યું છે. લીકઃ
 
મારો પ્રતિભાવઃ રઈશભાઈ, “મોર મુગટ પીતાંબરધારી” કૃષ્ણના મુગટનું એમના માથે વજન ખરું?
 
May 18, 2011

ગઈ રાત્રે સૂતાં સૂતાં ત્રણ વાગ્યા પછી નીચેનું મુક્તક સ્ફૂર્યું:

મુગટ છે એવો એનો નથી કંઈ ભાર!
કાનાના મોરપીંછનો મહિમા અપાર…
મુગટ છે એવો એનો કેવો છે ભાર?
કરી દે ભસ્મ જ્યારે પહેરે નર નાર!
 
મુક્તક રઈશ મનીઆરને સાદર અર્પણ કરું છું.                         
                   –ગિરીશ પરીખ  મોડેસ્ટો કેલિફોર્નિયા
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભાભી તો આવાં જ હોય !: ૧૩

મે 24, 2011
હેશઃ અરે બેબી.. તું તો બડી ઉસ્તાદ છે. તેં બાને હસાવીને? હવે તારી બા મને હસાવશે હોં… પણ તારે એક કામ કરવું પડશે. (ધીરેથી) અંદર કાકા છે. એમની ખબર જરા લઈ આવને.
સરોજઃ કાકા? કાકા તો મને ખીજવે.
શોભાઃ તો તું એમેને ખીજવજે. શું કહીને ખીજવશે?
સરોજઃ કાકી બે ચોટલા વાળાં… કાકી બે ચોટલા વાળાં…
મહેશઃ શાબાશ… પણ બે ચોટલા તો તારે પણ છે.
સરોજઃ પણ બાને નથી.
મહેશઃ તો એમ કહીને ખીજવજે.
[બારણુ ઉઘડવાનો અવાજ. બેબી અંદર જાય છે.]