Archive for મે, 2017

CHAIN IS A CHAIN by Harshavi Patel

મે 28, 2017
વિવેકે ‘લયસ્તરો’ વેબસાઈટ પર હર્ષવી પટેલની “સાંકળ તો સાંકળ છે” ગઝલ પોસ્ટ કરી છે.
મારો પ્રતિભાવઃ
જ્યારે મને કોઈ કૃતિ ખૂબ જ ગમે છે ત્યારે હું એને વિશ્વભાષા અંગ્રેજીમાં અવતાર આપવા પ્રયત્ન કરું છું.
CHAIN IS A CHAIN

Moves farther away and cheats, mrugajal is mrugajal,
To wet comes near from far, cloud is cloud,

It could be boring, but the road takes somewhere,
It could be of gold but chain is a chain,

Intense is the relationship of two eyes with tears,
And the kajal will spread, kajal is kajal,

How in e-mail can one find the edited words?
With the pleasant struggle of editing the paper is paper,

From behind did we see the real face of the world,
Let my luck be two steps ahead yes ahead.
હર્ષવી પટેલની “સાંકળ તો સાંકળ છે” ગઝલની લીંકઃ
http://layastaro.com/?p=14842

ગઝલનો મહિમા (મુક્તક)

મે 25, 2017

દુઃખ દર્દ કાપે ગઝલ
સુખ ચેન આપે ગઝલ
પ્રણય-બીજ સ્થાપે ગઝલ
વિશ્વમાં વ્યાપે ગઝલ …

માયાપટઃ (૪૨)

મે 20, 2017
નોંધઃ શારદામાની કૃપાથી પ્રકાશન માટે ‘સોનલ અને બીજી વાર્તાઓ’ નામનું પુસ્તક તૈયાર કરી રહ્યો છું. એમાં ‘માયાપટ’ વાર્તા લઈશ. આપના પ્રતિભાવો જાણવા આતુર છું.
‘માયાપટ’ વાર્તાના પહેલા હપ્તાની લીંકઃ
https://girishparikh.wordpress.com/2012/09/22/%e0%aa%ae%e0%aa%be%e0%aa%af%e0%aa%be%e0%aa%aa%e0%aa%9f-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be-%e0%ab%a7/માયાપટઃ (૪૨)
કૃષ્ણ ભાવવિભોર થઈ નીચા નમ્યા અને નારદનાં આંસુ પ્રેમપૂર્વક લૂછ્યાં. એ વખતે નારદે એમની આંખોની કીકીઓમાંઅદભુત દૃષ્ય જોયું. એમાં એમણે મોહિની જોઈ અને બાળકો પણ. અને મોહિની નારદ તરફ જોઈને મરકતી હતી!
નારદે કૃષ્ણના બન્ને પગ પકડી લીધા.
(‘માયાપટ’ વાર્તા સંપૂર્ણ.)

માયાપટઃ (૪૧)

મે 19, 2017
નોંધઃ શારદામાની કૃપાથી પ્રકાશન માટે ‘સોનલ અને બીજી વાર્તાઓ’ નામનું પુસ્તક તૈયાર કરી રહ્યો છું. એમાં ‘માયાપટ’ વાર્તા લઈશ. આપના પ્રતિભાવો જાણવા આતુર છું.
‘માયાપટ’ વાર્તાના પહેલા હપ્તાની લીંકઃ
https://girishparikh.wordpress.com/2012/09/22/%e0%aa%ae%e0%aa%be%e0%aa%af%e0%aa%be%e0%aa%aa%e0%aa%9f-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be-%e0%ab%a7/
માયાપટઃ (૪૧)
નારદે પાણી ભરવા પાત્રને નદીમાં નમાવ્યું ત્યારે નદીનાં શાંત જળમાં કૃષ્ણનું પ્રતિબિંબ દેખાયું. અમના હોઠો પર સ્મિત હતું. નદીનાં પાણી હાલ્યાં. જાણે નારદની મશ્કરી કરતાં હતાં!
પાણીથી છલોછલ ભરેલા એ પાત્ર સાથે એ પાછા આવ્યા ત્યારે એ પાત્રના જળમાં પણ નારદને કૃષ્ણ જ દેખાયા. એમના હોઠ મરકી મરકી રહ્યા હતા! નારદે ઊંચું જોયું, કૃષ્ણને પાત્ર આપ્યું, અને એ કૃષ્ણના ચરણકમળમાં નમી પડ્યા. એમના પગને અશ્રુધારાથી ભીમ્જવ્યા પછી ઘણા સમયે નારદે ઊંચું જોયું ત્યારે કૃષ્ણના મુખ પર અદભુત સ્મિત હતું. કે પછી આંસુથી ખરડયેલી આંખોથી એમ દેખાયું!
(વધુ હવે પછી …)

માયાપટઃ (૪૦)

મે 18, 2017

નોંધઃ શારદામાની કૃપાથી પ્રકાશન માટે ‘સોનલ અને બીજી વાર્તાઓ’ નામનું પુસ્તક તૈયાર કરી રહ્યો છું. એમાં ‘માયાપટ’ વાર્તા લઈશ. આપના પ્રતિભાવો જાણવા આતુર છું.

‘માયાપટ’ વાર્તાના પહેલા હપ્તાની લીંકઃ

માયાપટ (વાર્તા): ૧


માયાપટઃ (૪૦)

“પ્રભુ,” કૃષ્ણને જોઈને નારદ શરમથી નીચું જોઈ ગયા. “પાણી વિશે તો સાવ ભૂલી જ ગયો!”

નારદ ઊભા થવા માંડ્યા ત્યાંતો એમના પગમાં કશુંક અથડાયું. એમણે નીચે જોયું. નદીની રેતમાં ને સૂર્યનાં આછાં કિરણોમાં કૃષ્ણે પાણી લાવવા આપેલું સુવર્ણપાત્ર ચમકી રહ્યું હતું. એમણે એ પાત્ર એકદમ ઝડપી લીધું અને એને હૃદયસરસું ચાંપીને પાણી લેવા નદી તરફ દોડ્યા.

(વધુ હવે પછી …)

 

માયાપટઃ (૩૯)

મે 17, 2017
નોંધઃ શારદામાની ક્રુપાથી પ્રકાશન માટે ‘સોનલ અને બીજી વાર્તાઓ’ નામનું પુસ્તક તૈયાર કરી રહ્યો છું. એમાં ‘માયાપટ’ વાર્તા લઈશ. આપના પ્રતિભાવો જાણવા આતુર છું.
‘માયાપટ’ વાર્તાના પહેલા હપ્તાની લીંકઃ
https://girishparikh.wordpress.com/2012/09/22/%e0%aa%ae%e0%aa%be%e0%aa%af%e0%aa%be%e0%aa%aa%e0%aa%9f-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be-%e0%ab%a7/
માયાપટઃ (૩૯)
હવે નદીનાં ં પૂર ઓસરતાં જતાં હતાં. ધીરે ધીરે આકાશમાં વાદળો પણ વીખરાઈ ગયાં. વરસાદ અટકી ગયો. નદીનાં પૂર શમી ગયાં અને આકાશમાં સૂર્યનારાયણે દર્શન દીધાં.
“નારદ, મારા માટે પાણી લાવ્યા? મારું ગળુ સુકાઈ રહ્યું છે,” નદી કિનારા પાસે ઊભેલા કૃષ્ણ નારદને પૂછી રહ્યા હતા.
(વધુ હવે પછી …)

માયાપટઃ (૩૮)

મે 16, 2017
નોંધઃ શારદામાની ક્રુપાથી પ્રકાશન માટે ‘સોનલ અને બીજી વાર્તાઓ’ નામનું પુસ્તક તૈયાર કરી રહ્યો છું. એમાં ‘માયાપટ’ વાર્તા લઈશ. આપના પ્રતિભાવો જાણવા આતુર છું.
‘માયાપટ’ વાર્તાના પહેલા હપ્તાની લીંકઃ   
માયાપટઃ (૩૮)
 
પાણીનું એક મોટું મોજું આવ્યું અને નારદજી નદીના કાંઠા પાસે જોરથી ફેંકાઈ ગયા. “મોહિની, મારી પ્યારી મોહિની, મારાં વહાલાં બાળકો…” એ જોરથી બૂમો પાડવા લાગ્યા.
એક બાજુ નદી છલકાતી હતી અને એના કિનારે નારદની બે આંખોમાંથી આંસુની નદીઓ વહેતી હતી!
“નારદ,” કોઈએ પાછળથી એમને બોલાવ્યા. અવાજ જાણીતો લાગ્યો!
(નારદને કોણે બોલાવ્યા? હવે પછીના હપ્તામાં વાંચો …)

માયાપટઃ (૩૭)

મે 15, 2017
નોંધઃ શારદામાની ક્રુપાથી પ્રકાશન માટે ‘સોનલ અને બીજી વાર્તાઓ’ નામનું પુસ્તક તૈયાર કરી રહ્યો છું. એમાં ‘માયાપટ’ વાર્તા લઈશ. આપના પ્રતિભાવો જાણવા આતુર છું.
‘માયાપટ’ વાર્તાના પહેલા હપ્તાની લીંકઃ   
માયાપટઃ (૩૭)
નદીનું જોરદાર મોજું આવ્યું અને મોહિની એમાં ખેંચાઈ ગઈ! પત્નીને બચાવવા નારદ બેબાકળા થઈ જોરથી દોડ્યા. પણ પત્નીની નજીક એ પહોંચી શકે એ પહેલાં જ ઊછળતાં પાણી એને ભરખી લીધી! નારદ હવે કલ્પાંત કરવા લાગ્યા અને હવે તો એ પોતે પણ નદીના વમળમાં અટવાઈ ગયા હતા. એમણે એમાંથી બહાર નીકળવા મરણિયો પ્રયત્ન કર્યો પણ એ અમાં નિષ્ફળ ગયા.
પણ ત્યાંજ એક ચમત્કાર થયો!
(એ શો ચમત્કાર હતો? હવે પછીના હપ્તા વાંચો …)

માયાપટ (૩૬)

મે 14, 2017

“પણ તમે બાળકોને પ્રાર્થના કરવાનું ક્યાં શીખવ્યું છે! બધો સમય તમે મારામાં મશગૂલ રહેતા હતા. તમારી નોકરીમાં રચ્યાપચ્યા રહેતા હતા. અને બાળકો સાથે રમવામાં જ મસ્ત રહેતા હતા.” મોહિનીએ ફરીથી ટોણો માર્યો!

(આ વાર્તાના પહેલાંના હપ્તા ‘પ્રકીર્ણ’ કેટેગોરીમાં વાંચો … પછીથી શું થયું એ જાણવા વાંચતા રહો …)