Archive for the ‘સંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું …’ Category

પરીખ પુરસ્કાર પદ્વતિ 

જૂન 26, 2017
“મહાગ્રંથના સર્જકોને યોગ્ય પુરસ્કાર કઈ રીતે આપશો?” આ મેં જૂન ૧૯ના રોજ આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) પોસ્ટ  કરેલું તથા “સ્ંવર્ધન માતૃભાષાનું” બ્લોગ પર કોમેન્ટ તરીકે મોકલેલું — હજુ સુધી એ પોસ્ટ થયું નથી! ખેર!
લેખકોને એમનાં લખાણની ક્વોન્ટીટી તથા ક્વોલીટી — બન્નેને લક્ષમાં લઈ કઈ રીતે યોગ્ય પુરસ્કાર આપી શકાય એ વિશે મેં અગાઉ જણાવેલા પોસ્ટ/કોમેન્ટમાં રજૂ કરેલું.
પુરસ્કાર આપવાની આ પદ્ધતિને “પરીખ પુરસ્કાર પદ્ધતિ” (Parikh Pay Procedure — PPP) કહી
શકાય.
સરસ્વતીમાતાની કૃપાથી “સંવર્ધન માતૃભાષાનું”ના સર્જકોએ સર્જન કર્યું છે. હવે પ્રાર્થના કરું છું કે લક્ષ્મીમાતાની કૃપા પણ એમના પર થાય.
અલબત્ત, “પરીખ પુરસ્કાર પદ્ધતિ” મુજબ સર્જકોને પુરસ્કાર આપી આ પદ્ધતિ વાપરવામાં “સંવર્ધન માતૃભાષાનું”ના પ્રકાશક તથા આયોજકો પાયોનિયર થઈ શકે.
પુરસ્કાર આપવા અંગે આર્થિક બાજુ વિશે હવે પછી લખીશ.
“સંવર્ધન માતૃભાષાનું”ની લીંકઃ
https://samvardhanmatrubhashanu.wordpress.com/2016/06/16/%E0%AA%B8%E0%AA%82%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A7%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%83%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87/

મહાગ્રંથના સર્જકોને યોગ્ય પુરસ્કાર કઈ રીતે આપશો?

જૂન 19, 2017
બેન્ક બેલેન્સનું સંવર્ધન કરવા પુરસ્કાર તો જોઈશે જ ને!
સામાન્ય રીતે ગદ્યલેખકોને શ્બ્દ દીઠ પુરસ્કાર આપવાનો રિવાજ છે.
મહાગ્રંથના સર્જકોને પૃષ્ઠ દીઠ પુરસ્કાર આપી શકાય.
પણ આ તો લખાણની ક્વોન્ટીટી મુજબ પુરસ્કાર થયો. લખાણની ક્વોલીટીનું શું? લખાણની ક્વોન્ટીટી તથા ક્વોલીટી બન્નેને આધારે પુરસ્કાર આપવાની આ રીત બતાવું છું. સાહિત્યજગતમાં આ રીત કદાચ પ્રથમ વાર રજૂ થઈ છે. આ રીતને આપ “પરીખ પુરસ્કાર” પણ કહી શકો છો!
સર્જકોને પુરસ્કાર નીચેની રીતે આપીને મહાગ્રંથના પ્રકાશક તથા સંપાદકોને આ દિશામાં પાયોનિયર થવા વિનંતી કરું છું.
ધારો કે મહાગ્રંથમાં ૧૦૦ પાનાનું એક પુસ્તક છે. પાના દીઠ ૧ ડોલર આપવાના હોય તો એના સર્જકને ૧૦૦ ડોલર મળે.
હવે વાત ક્વોલીટીની. ક્વોલીટી માટે ૧થી ૧૦નો રેન્ક નક્કી કરવો જોઈએ. ૧૦ એટલે ઉત્કૃષ્ટ અને ૧ એટલે નિકૃષ્ટ. આ રેન્ક કેવી રીતે નક્કી થાય?
વાચકો તથા નિષ્પક્ષ વિવેચકો રેન્ક નક્કી કરે.
રેન્ક નક્કી થયા પછી એ મુજબ પુસસ્કાર વધારાય.
જો મહાગ્રંથના પ્રકાશક તથા સંપાદકોને રસ હોય તો આ લખનાર સર્જકોને આ નવી રીત મુજબ યોગ્ય  પુરસ્કાર આપવામાં મદદ કરવા તૈયાર છે, પણ એને જૂન ૩૦ ૨૦૧૭ સુધીમાં લખો. e-mail: gparikh05@gmail.com .

સંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું …

જૂન 18, 2017
શ્રી ગણેશ કરું છું આજે રવિવાર, જૂન ૧૮, ૨૦૧૭, ફાધર્સ ડેના દિવસે http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર “સંવર્ધન માતૃભાષાનું … સંવર્ધન બેન્ક બેલેન્સનું …” નામની નવી કેટેગોરીના.
ગુજરાતીમાં સર્જન કરવાની મને સૌ પ્રથમ પ્રેરણા આપેલી મારા શિક્ષક તથા લેખક પિતા સ્વ. શ્રી પૂજ્ય હરિભાઈ જ.પરીખે. આ કેટેગોરી એમને હૃદયપૂર્વક તથા શબ્દપૂર્વક અર્પણ કરું છું.
–ગિરીશ પરીખ
    મોડેસ્ટો  કેલિફોર્નિયા