Archive for સપ્ટેમ્બર, 2013

ચતુર્માત્રા “નારી” !

સપ્ટેમ્બર 28, 2013

બે છે “નર” શબ્દની માત્રા,

“નારી”ની છે ચતુર્માત્રા !

નોંધઃ ‘ધરતી’ માસિકના સપ્ટેમ્બર ૨૦૧૩ના અંકમાં તુલસીભાઈ પટેલે એમના લેખ “દીકરીઓને પાંખો આપો, એ અકાશને આંબશે” ની શરૂઆત  રાષ્ટ્રીય કવિ મૈથિલીશરણ ગુપ્તના હિન્દી કાવ્યની પંક્તિઓથી કરી છે જે “નારી” શબ્દની ચાર માત્રાઓનો નિર્દેશ કરે છે. એ પરથી ઉપરની પંક્તિઓ સ્ફૂરી જે મૈથિલીશરણ ગુપ્ત તથા તુલસીભાઈ પટેલને અર્પણ કરું છું.

 

તારલાઓનું સંગીત !

સપ્ટેમ્બર 27, 2013

ગતિ

તારલાઓની

સંગીત

સર્જે !

નોંધઃ તીર્થેશજીએ ‘લયસ્તરો’ વેબ સાઈટ પર પોસ્ટ કરેલા મકરંદ દવેના સોનેટ “વિદાય ટાણે”ના પ્રતિભાવમાં વિવેકે લખ્યું છેઃ  “તારાઓની ગતિ એક સંગીત સર્જે છે એવી જૂની ગ્રીક માન્યતા કવિએ અહીં સરસ વણી લીધી છે… આ માન્યતાનો ઉલ્લેખ શેક્સપિઅરે પણ ‘ધ મર્ચન્ટ ઑફ વેનિસ’ નાટકમાં કર્યો છે.” આ પ્રતિભાવ વાંચતાં ઉપરનું ચતુર્શબ્દ મુક્તક સ્ફૂર્યું જે શેક્સપિઅર તથા  વિવેક મનહર ટેલરને અર્પણ કરું છું.

“વિદાય ટાણે” સોનેટની લીંકઃ http://layastaro.com/?p=10551 .

ઉમેરું છું કે મારો બાલગીતોનો સંગ્રહ “ટમટમતા તારલા” યાદ આવ્યો. મારા “આદિલના શેરોનો આનંદ” પુસ્તકમાં પણ તારલાઓ વિશે લખ્યું  છે.

કમળની જેમ ઊઘડતું સોનેટ

સપ્ટેમ્બર 26, 2013
તીર્થેશજીએ www.LayaStaro.com વેબ સાઈટ પર મકરંદ દવેનું અદભૂત સોનેટ “વિદાય ટાણે” પોસ્ટ કર્યું છે.
મકરંદ દવે મારા પ્રિય સર્જકોમાંના એક છે.
તીર્થેશજીનું ટૂંકુ રસદર્શન અને માર્ગદર્શન પણ અર્થપુર્ણ અને અદભુત છે. કવિતામાં વિરામચીન્હોનો મહિમા એમણે દર્શાવ્યો છે.
કાવ્યનું પઠન કરતાં અદ્વૈત વેદાંતનું એકત્વ યાદ આવ્યું.
કવિએ પ્રાણને દરિદ્ર કહ્યો એ ઠીક ન લાગ્યું! ખેર …
આવા અદભુત કાવ્યને હજુ સુધી એક જ પ્રતિભાવ મળ્યો એ શું દર્શાવે છે? પણ મારા પ્રિય કવિ વિવેકનો પ્રતિભાવ ક્મળની સુવાસ જેવો છે. વિવેક્ના પ્રતિભાવ પરથી ચતુર્શબ્દ મુક્તક સ્ફૂર્યું છે જે અનૂક્ળતાએ પોસ્ટ કરીશ.
કાવ્યોને સમજવા તથા વધુ માણવા અપરિચિત કે ઓછા પરિચિત શબ્દોના અર્થ જાણવા જોઈએ. જો કે સંદર્ભ પરથી શબ્દના અર્થનું અનુમાન થઈ શકે, પણ સાચા અને યોગ્ય અર્થ જાણવાથી કાવ્ય પઠન વિશેષ આનંદ આપે.
શબ્દાર્થ જાણવા આપણો મહાકોશ www.bhagavadgomandal.com અદભુત છે. એમાંથી શબ્દોના અર્થઃ
“અલક્ષ્ય” શબ્દના નવ અર્થ આપ્યા છે. એમાંથી નીચના અર્થ કાવ્યમાં આવતા શબ્દ માટે યોગ્ય લાગે છેઃ બ્રહ્મ, કેમકે તે જોઈ શકતા નથી. દેખાય નહિ એવું; અદૃશ્ય. નિશાની વિનાનું; ચિહ્ન વગરનું. સમજી ન શકાય એવું; ખ્યાલમાં ન આવે એવું; અગોચર. જેની વ્યાખ્યા આપી ન શકાય એવો પદાર્થ.
ગેહ = ગુફા; ઘર; મકાન; નિવાસસ્થાન; સંસાર.
નેહ = પ્રેમ; પ્યાર; વહાલ; સ્નેહ.
મિતાઈ = મિત્રતા; દોસ્તી.
“વિદાય ટાણે” સોનેટની લીકઃ  http://layastaro.com/?p=10551 .

રામ વિના…

સપ્ટેમ્બર 25, 2013
રામ
વિના
આરામ
ના.

નોંધઃ પૂજ્ય શ્રી ડોંગરે મહારાજના “શ્રીમદ ભાગવત રહસ્ય”નો ’નવમ સ્કંધ’ વાંચતાં ઉપરનું ચતુર્શબ્દ મુક્તક રચવાની પ્રેરણા મળી. પૂજ્ય શ્રી ડોંગરે મહારાજના ભાગવતને હું “શ્રી ડોંગરેભાગવત” કહું છું. પૂજ્ય શ્રી ડોંગરે મહારાજને આ મુક્તક અર્પણ કરું છું.

તારા હાથોમાં …

સપ્ટેમ્બર 25, 2013

તારા

હાથોમાં

સઘળી

વ્યવથા.

નોંધઃ મોડેસ્ટો, કેલિફોર્નિયાના શ્રી રામ મંદિરમાં સપ્ટેમ્બર ૧૯, ૨૦૧૩ના રોજ પંડિત સુભાષ શર્માએ એમની કથામાં હિંદી ભજન ગાયું જેમાં એક પંક્તિ હતીઃ “તેરે હી હાથોમાં સારી વ્યવસ્થા”. એ પંક્તિ સાંભળતાં જ ઉપરનું ચતુર્શબ્દ મુક્તક સ્ફૂર્યું. પંડિત સુભાષ શર્માને આ મુક્તક અર્પણ કરું છું.

ચાકર રાખો

સપ્ટેમ્બર 25, 2013

ઠાકુર
રાખો
ગિરીશને
ચાકર.

શિવપંથ “ધી ગુડ રોડ”

સપ્ટેમ્બર 24, 2013

શાંતાનુકૂલ

વાયુ

શિવપંથ

“ગુડરોડ”.

ઓસ્કાર ૨૦૧૪માં મોકલવા માટે પસંદ થયેલી ગુજરાતી ફિલ્મ “ધી ગુડ રોડ” માટેનું આ ચતુર્શબ્દ મુક્તક મહાકવિ કાલીદાસ કૃત “શાકુંતલમ” નાટકના “શાંતાનુકૂલ પવનશ્ચ શિવશ્ચ પંથા …” શ્ર્લોક પરથી સ્ફૂર્યું છે. આ મુક્તક મહાકવિ કાલીદાસ તથા “ધી ગુડ રોડ” ફિલ્મના સર્જકોને અર્પંણ કરું છું.

ઓસ્કાર પંથે … !

સપ્ટેમ્બર 24, 2013

“… ગુડ
રોડ”
ઓસ્કાર
પંથે … !

જ્ઞાન અને ભક્તિનાં સ્વરૂપ

સપ્ટેમ્બર 20, 2013

જ્ઞાનસ્વરૂપ
ગંગાજી
ભક્તિસ્વરૂપ
જમનાજી.

નોંધઃ પૂજ્ય શ્રી ડોંગરે મહારાજના “શ્રીમદ ભાગવત રહસ્ય”નો ’નવમ સ્કંધ’ વાંચતાં ઉપરનું ચતુર્શબ્દ મુક્તક રચવાની પ્રેરણા મળી. પૂજ્ય શ્રી ડોંગરે મહારાજના ભાગવતને હું “શ્રી ડોંગરેભાગવત” કહું છું. પૂજ્ય શ્રી ડોંગરે મહારાજને આ મુક્તક અર્પણ કરું છું.

સત્સંગનો મહિમા

સપ્ટેમ્બર 19, 2013
છે
સત્સંગનો
રંગ
અનોખો.
નોંધઃ પૂજ્ય શ્રી ડોંગરે મહારાજના “શ્રીમદ ભાગવત રહસ્ય”નો ‘નવમ સ્કંધ’ વાંચતાં ઉપરનું ચતુર્શબ્દ મુક્તક રચવાની પ્રેરણા મળી. પૂજ્ય શ્રી ડોંગરે મહારાજના ભાગવતને હું “શ્રી ડોંગરેભાગવત” કહું છું. પૂજ્ય શ્રી ડોંગરે મહારાજને આ મુક્તક અર્પણ કરું છું.