Archive for સપ્ટેમ્બર, 2015

અન્ન (ચતુર્શબ્દ મુક્તક)

સપ્ટેમ્બર 29, 2015

અન્ન
દેવ
અન્ન
બ્રહ્મ.

નોંધઃ વૃદાવનના પૂજ્ય અનંત આચાર્યજીએ સપ્ટેમ્બર ૨૦૧૫માં કેલિફોર્નિયાના હિંદુ ટેમ્પલ ઓફ મોડેસ્ટોમાં કરેલી કથામાં અન્નનો મહિમા વર્ણવ્યો હતો. એમણે અન્નને અન્નદેવ કહ્યા, અને અન્નને અન્નબ્રહ્મ પણ કહ્યા. અન્ન ફેંકનાર બીજા જન્મમાં ભૂખે મરે છે એ પણ જણાવ્યું.
પૂજ્ય ડોંગરે મહારાજે એમની ક્થામાં કહ્યું છે કે અન્ન ફેંકનાર બીજા જન્મમાં ભિખારી બને છે.
આ લખનારે પૂજ્ય અનંત આચાર્યજીને કહ્યું કે અન્ન ફેંકવું ન જોઈએ એવું એણે કોઈ પંડિતને કહેતા સાંભળ્યા નથી! ભક્તોને અને મંદિરના પ્રમુખને પણ પ્રસાદ ફેંકતા આ લખનારે નજરે જોયા છે!
આ ચતુર્શબ્દ મુક્તક પૂજ્ય અનંત આચર્યજીને અર્પણ કરું છું.

સાહિત્યગંગા (ચતુર્શબ્દ મુક્તક)

સપ્ટેમ્બર 29, 2015

સાહિત્ય
ગંગા
ઘરમાં
વહાવો …

માયા ! (ચતુર્શબ્દ મુક્તક)

સપ્ટેમ્બર 28, 2015

કાંચન
કામિની
કીર્તિ
માયા !

નોંધઃ વૃદાવનના પૂજ્ય અનંત આચાર્યજીએ સપ્ટેમ્બર ૨૦૧૫માં કેલિફોર્નિયાના હિંદુ ટેમ્પલ ઓફ મોડેસ્ટોમાં કરેલી કથામાં માયા શું છે એ જાણવા મળ્યું. આ ચતુર્શબ્દ મુક્તક પૂજ્ય અનંત આચર્યજીને અર્પણ કરું છું.

શબ્દરત્નો … ! (ચતુર્શબ્દ મુક્તક)

સપ્ટેમ્બર 28, 2015

શબ્દ
રત્નો
બ્લોગ
વેબમાં … !

ભાવ પ્રતિભાવ … ! (ચતુર્શબ્દ મુક્તક)

સપ્ટેમ્બર 27, 2015

ભાવ
પ્રતિભાવ
ગિરીશના
વાંચો …!

નોંધઃ અલબત્ત, “ગિરીશના ભાવ પ્રતિભાવ” આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) બ્લોગ પરનો એક વિભાગ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર

સપ્ટેમ્બર 27, 2015

આ લખનારે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે જે કેલિફોર્નિયામાંથી પ્રગટ થતા લોકપ્રિય સાપ્તાહિક INDIA WESTના સપ્ટેમ્બર ૨૫, ૨૦૧૫ના અંકમાં પ્રગટ થયો છે. પત્ર www.IndiaWest.com વેબ સાઈટ પર જઈ e-Paper પર ક્લીક કરી છઠ્ઠા પાના પર અને પછી ૧૬મા પાના પર આપ વાંચી શકશો.

અમેરિકાનું સાચું સૂત્ર … ! (ચતુર્શબ્દ મુક્તક)

સપ્ટેમ્બર 26, 2015

છે
ડોલરમાં
વિશ્વાસ
અમારો … !

ગઝલના શેરનો આનંદ વહેંચો ! (ચતુર્શબ્દ મુક્તક)

સપ્ટેમ્બર 26, 2015

શેર
કરો
આનંદ
શેરનો … !

ગઝલયોગ ! (ચતુશબ્દ મુક્તક)

સપ્ટેમ્બર 25, 2015

ભજન
યોગ
ગઝલ
યોગ !

નોંધઃ વૃંદાવનના અનંત આચાર્યજીએ સપ્ટેમ્બર ૨૦૧૫માં મોડેસ્ટો કેલિફોર્નિયામાં કરેલી કથાઓમાં ભજન યોગ વિષે કહેલું. અને અનુપ જલોટા ભજન અને ગઝલ બન્ને ગાય છે એનો કટાક્ષ કરેલો! મેં એમને જણાવ્યું કે ગઝલમાં પણ ભજન હોઈ શકે છે. અને શબ્દ સ્ફૂર્યોઃ “ગઝલયોગ.”

બે યોગ ! (ચતુર્શબ્દ મુક્તક)

સપ્ટેમ્બર 25, 2015

ભજન
યોગ
ભોજન્
યોગ !

નોંધઃ વૃંદાવનના અનંતજી આચાર્યે સપ્ટેમ્બર ૨૪, ૨૦૧૫ના રોજ હિંદુ ટેમ્પલ ઓફ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં કરેલી કથામાં ભજન યોગ વિષે કહ્યું હતું. “ભોજન યોગ” આ લખનારના ભેજાની પેદાશ છે ! ભોજન વિના ભજન થઈ શકે ખરું — અને ભજન વિના ભોજન પણ અધૂરું !