Archive for મે, 2015

આ ગઝલનો “સ્વાદ શબ્દાતીત” છે !

મે 31, 2015
ગઝલ છે નેહા પુરોહિતની. લીંકઃ
http://layastaro.com/?p=12419
વિવેક મનહર ટેલરે આ ગઝલ પોસ્ટ કરી છે. ગઝલના એમના આસ્વાદનો સ્વાદ પણ શબ્દાતીત છે !
આખી ગઝ્લ ગમી — આ શેર વિશેષ ગમ્યોઃ
સ્વપ્નમાં, શ્વાસમાં, વિચારોમાં,
પ્રિયનો કેટલો પથારો છે !
આપને સૌથી પ્રિય શું છે? સ્વપ્નાવસ્થામાં, જાગૃતાવસ્થામાં, અને વિચારાવસ્થામાં  આપના પ્રિય પથરાયેલા જ હશે.
આ લખનારને પણ એક યોજના અતિ પ્રિય છે –પ્રભુકૃપાથી એના વિશે ભવિષ્યમાં લખવા પ્રયત્ન કરીશ.
હાલ તો એટલું લખીશ કે એ યોજનાનો  મારા “સ્વપ્નમાં, શ્વાસમાં, વિચારોમાં … પથારો છે !”

ડોલર દેવ ! (ચતુર્શબ્દ મુક્તક)

મે 31, 2015

ડોલર
દેવનો
જય
હો !

વડા પ્રધાન બનવાનુ રહસ્ય ! (મુક્તક)

મે 24, 2015

ચા વેચતો
વિવેકાનંદ વાંચતો
છોકરો બને છે
વડા પ્રધાન !

Secrets of becoming Prime Minister !

Boy selling tea
Reading Vivekananda
Becomes
Prime Minister !
In the Interview of Sri Narendra Modi by the prestigious TIME Magazine (May 18, 2015 issue), he revealed:
(પ્રતિષ્ઠિત સામયિક “ટાઈમ” મેગઝીને  (મે ૧૮, ૨૦૧૫નો અંક) લીધેલી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાતમાં એમણે છતુ કર્યુંઃ)
“My experience of growing up in poverty deeply impacted my childhood. Then, at the age of 12 or 13, I started reading the works of Swami Vivekananda. That gave me courage and a vision, it sharpened and deepened my sensitivities and gave me a new perspective and a direction in life.”
(ગરીબીમાં મોટા થવાના મારા અનુભવને લીધે મારા બળપણમાં મારા પર તીવ્ર અસર થઈ. પછીથી, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરે મેં સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. એ વાંચને મને હિંમત અને દૃષ્ટિ આપયાં, એનાથી મારી લાગણીઓને ઊંડાણ મળ્યું અને મને જીવનની નવી દિષા તથા દૃષ્ટિ મળ્યાં.)
એ જાણીતું છે કે ચા વેચતો છોકરો વડા પ્રધાન બન્યો. સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોના વાંચને  એને પ્રેરણા આપી એ પણ એના જીવનની અત્યંત મહત્વની ઘટના છે.   

અનોખી વાત ! (ચતુર્શબ્દ મુક્તક)

મે 22, 2015

વાત
અનોખી
લખવી
મારે !

આંગળી અને તારનાં કામણ !

મે 21, 2015
આંગળી અને તારનાં કામણ !
મા શારદા અને મા ગુર્જરીની કૃપાથી હું “૧૦૦ શ્રેષ્ઠ શેરોનો આનંદ” નામનું પુસ્તક લખું તો એમાં પ્રફુલ્લાબહેનનો આ શેર જરૂર લઉંઃ
કેટલાં કામણ હશે આ આંગળી ને તારમાં,
સાવ કોરું મન જુઓ ભીંજાય છે મલ્હારમાં.
અને “આંગળી અને તાર” વાળા શેરના આનંદની લહાણી કરતા લખાણમાં વિવેકનું આ અવતરણ જરૂર લઉંઃ
“સંગીતને જે નજરે કવયિત્રીએ જોયું છે એ નજરે આજ સુધી ભાગ્યે જ કોઈએ જોયું હશે… રાગ-રાગિણીના જાદુની વાત તો બધા કરી ગયા. પણ કવયિત્રી રાગના સ્થૂળ ઉપાદાન આંગળી અને તારની વાત છેડીને એક અદભુત શેર આપણને આપવામાં સફળ થયાં છે.”
મારું નીચેનું મુક્તકાવ્ય (અછાંદસ) “સંગીત” યાદ આવ્યુંઃ
વીણાને મેં પૂછ્યું:
“સંગીત તું ક્યાંથી શીખી?
તારા હ્રદયના કંઈક
દર્દીલા રસીલા સૂર
કેવી રીત છેડે તું કહે
જાદુભર્યા એ તારથી?”
 
(ઝણકી ઊઠી એ તારની દુનિયા…
નીરખી રહ્યો હું
અંગૂલીઓના તાજ શી નખપંક્તિ રાતી,
એ નાચી ને પ્રસરી ગયો એ તારનો–
નર્તનધ્વનીઃ)
‘જાદુ નથી આ તારમાં
સંગીતનો જાદુ કરામત ને કલા
એ સહુ ભરેલાં છે–
છલોછલ છે–
જુઓ પેલી નવોદિત પુષ્પકળીઓ શી
ધ્રૂજંતી આગળીઓમાં.!”
 
પ્રફુલ્લાબહેનના શેરનું પઠન કર્યા પછી મારા કાવ્યમાં છેલ્લે આ પંક્તિઓ ઉમેરું છુંઃ
આંગળી બોલી ઊઠીઃ
“આ તારની છે  નમ્રતા
તારના નર્તન વિના
સંભવે સંગીત ના.”
પણ “આદિલના શેરોનો આનંદ” પુસ્તક પ્રગટ કર્યા પછી “વિવેકના શેરોનો આનંદ” પુસ્તક લગભગ તૈયાર હોવા છતાં પ્રગટ થયું નથી! પુસ્તકો વેચવાની વ્યવસ્થા થાય તો અનેક સર્જનો આપવાની ઇચ્છા છે.
પ્રફુલ્લાબહેન વોરાની ગઝલની લીંકઃ
http://layastaro.com/?p=12651

રામનું કામ (ચતુર્શબ્દ મુક્તક)

મે 13, 2015

સાથે
કરીએ
રામનું
કામ.

નોંધઃ આ ચતુર્શબ્દ મુક્તકનો સંબધ આ લખનારના જીવનના એક મહત્વના કાર્ય સાથે છે. મોડેસ્ટો કેલિફોર્નિયાના શ્રી રામ મંદિરને આ લખનારે એના સાથીદાર શ્રી વિજય ગૌરની સાથે મળીને Place of Faith in Modesto California: SHREE RAM MANDIR નામનું નાનકડું (પણ મહત્વમાં મોટું) પુસ્તક પ્રગટ કરવાનું તથા વેબ સાઇટ પર પોસ્ટ કરવાનું પ્રપોઝલ કર્યું છે.
અલબત્ત, રામનું આ કામ સહુએ સાથે મળીને કરવાનું છે.

ક્યારે પવન થાશે વિવેકી ?

મે 11, 2015
દીવો જ્યારથી સુરતી બોલી શીખ્યો,
પવન ત્યારથી થઇ ગયો છે વિવેકી.
જિગર જોષી (‘પ્રેમ’) નો ઉપરનો શેર વાંચતાં મારું અપ્રગટ પુસ્તક “વિવેકના શેરોનો આનંદ” યાદ આવ્યું. સુરતના વિવેક મનહર ટેલરના શેરો પણ ગુજરાતીઓના ઘેર ઘેર પહોંચાડવાની ઇચ્છા છે પણ પવન હજુ વિવેકી થયો નથી!
તીર્થેશે પોસ્ટ કરેલી જિગર જિષી (‘પ્રેમ’) ની ગઝલની લીંકઃ
http://layastaro.com/?p=12759

ગઝલના શેરોનો આનંદ પ્રસાર કરવાનું દર્દ !

મે 10, 2015

વિવેકે પોસ્ટ કરેલો સુનીલ શાહનો આ શેર મારા દર્દને તાજું કરી ગયો!
જો ! ગઝલનું ગાંડપણ કેવી દશા સર્જી રહ્યું છે,
મારું મન સોગંદ લે છે, દર્દને વિસ્તારવાના !
શું છે મારું દર્દ? “આદિલના શેરોનો આનંદ” પુસ્તક લખીને આપણા અમર ગઝલકાર આદિલ મન્સૂરીના શેરોને અમેરિકા-કેનેડામાં વસતા ગુજરાતીઓના ઘેર ઘેર પહોંચાડવા હતા. પણ મારું એ સ્વપ્ન હજુ સાકાર થયું નથી! મદદ કરનારને આર્થિક લાભ થશે અને આત્મસંતોષ પણ થશે. કોણ બીડું ઝડપે છે?
અમેરિકા અને કેનેડામાં વસતા અન્ય સર્જકો  એમનાં ગુજરાતી પુસ્તકઓનું કેવી રીતે અને કેટલું વેચાણ કરે છે એ જાણવા આતુર છું.

સુનીલ શાહની ગઝલની લીંકઃ
http://layastaro.com/?p=12675

લેખકને પ્રાણપ્રશ્ન ! (મુક્તક)

મે 10, 2015
હું ખરેખર
લખું છું ?
કે લખ-લખ
કરું છું ?
ઉપરનું મુક્તક સ્ફૂર્યું તીર્થેશે પોસ્ટ કરેલી હર્ષ બ્રહ્મભટ્ટની ગઝલ “રણમાં તરે છે !”માં નીચેનો છેલ્લો શેર વાંચતાંઃ
બહુ ઓછા છે જે લોકો લખે છે,
ને મોટા ભાગના લખ-લખ કરે છે.
આ મુક્તક તીર્થેશ તથા હર્ષ બ્રહ્મભટ્ટને અર્પણ કરું છું.
હર્ષ બ્રહ્મભટ્ટની ગઝલની લીંકઃ
http://layastaro.com/?p=12764

મંદિર કોનું ? (ચતુર્શબ્દ મુક્તક)

મે 10, 2015

મંદિર
કોનું ?
મંદિર
સહુનું.