Archive for ઓગસ્ટ, 2011

પાંચ શબ્દો જેમણે અમેરિકાનાં — અને પછી વિશ્વના અન્ય દેશોનાં હૃદય જીતી લીધાં: ભાગ ૧

ઓગસ્ટ 31, 2011
“સીસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા …”
આ પાંચ શબ્દોથી ભારતના યુવાન, અજાણ્યા સન્યાસીનું સોમવાર, સપ્ટેમ્બર 11,
૧૮૯૩ના રોજ શિકાગોમાં શરૂ થયેલી વિશ્વ ધર્મ પરિષદમાં રોમાંચક, સહજ રીતે સ્ફૂરેલું
સંબોધન શરૂ થયું. આ શબ્દોએ અમેરિકાનું હૃદય જીતી લીધું.
એ સન્યાસી હતા સ્વામી વિવેકાનંદ. અને એ પાંચ શબ્દો ઉચ્ચારતાની સાથે એ તરત જ
સફળતાના શિખર પર પહોંચી ગયા. અમેરિકાનાં વર્તમાનપત્રોએ એમના સંબોધનની ભરપુર તારીફ
કરી. આખા અમેરિકામાં એ પ્રખ્યાત થઈ ગયા, અને પછીથી આખા વિશ્વમાં જાણીતા થઈ
ગયા.
સ્વામી વિવેકાનંદનું સંપૂર્ણ સંબોધન આ પુસ્તકમાં અન્યત્ર આપ્યું છે. વહાલા
વાચકો, કલ્પના કરો કે આપના હૃદયસિંહાસન પર સ્વામીજી સિંહની જેમ ઊભા છે, અને પછી
એમના શબ્દોનું મોટેથી પઠન કરો. સ્વામીજી વિશ્વ ધર્મ પરિષદમાં હિંદુ ધર્મના
પ્રતિનિધિ હતા, અને એ રીતે એમણે સંબોધન કર્યું હતું, પણ એમનો સંદેશ ખરેખર સમગ્ર
માનવજાત મટે છે. દરેકે એ સંદેશને હૃદયમાં રાખીને એનું આચરણ કરવું જોઈએ.
(વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
.  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

DAUGHTER (Draft)

ઓગસ્ટ 30, 2011
In the wondering eyes of my daughter are
questions,curiosity, innocence…
her questions
baffle me
her laughter like a pile of flowers
do I smell
and keep breathing
perhaps …. tomorrow…
her laughter
may not be so fragrant.
(Rendering  by Girish Parikh in English of the original Gujarati poem
“Dikari”by Shefali Raj posted on www.layastaro.com on August 26,
2011.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

Like this:

સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ભાગ ૨

ઓગસ્ટ 29, 2011
“જગતને જે ધર્મે સહીષ્ણુતા તથા સર્વધર્મ સ્વીકાર શીખવ્યાં છે એ મારો ધર્મ છે
અને એ માટે હું ગર્વ અનુભવું છું. અમે માત્ર સાર્વત્રિક સહીષ્ણુતામાં જ માનતા નથી
પણ સર્વ ધર્મો સાચા માનીને સ્વીકારીએ છીએ.”
“જેમ જુદાં જુદાં સ્થળોએથી જુદા જુદા સોર્સીસ (sources) દ્વારા ઉદભવતાં
ઝરણાંનાં  બધાં જળ સાગરમાં ભળે છે, એમ હે પ્રભુ, જુદા જુદા સ્વભાવને લીધે માનવીઓ
ધર્મના જુદા જુદા પંથ અપનાવે એ વિભિન્ન લાગે, વાંકા ચૂકા હોય કે સીધા હોય, પણ  એ
સહુ આપના તરફ લઈ જાય છે.”
“સેક્ટેરિયાનીઝમ (sectarianism), બીગોટ્રી (bigotry), અને એમના ભયંકર વંશજ
ફેનેટીઝમે (fanaticism) ઘણા લાંબા સમયથી આ સુંદર પૃથ્વીને પઝેઝ (possessed) કરી છે.
એમણે પૃથ્વીને વાયોલન્સ (violence)મય કરી દીધી છે, વારંવાર માનવીઓના લોહીથી તરબોળ
કરી છે, સંસ્કૃતિનો વિનાશ કર્યો છે, અને સમગ્ર રાષ્ટ્રોને હતાશ કરી દીધાં છે. જો આ
ભયાનક રાક્ષસો ન હોત તો માનવીઓ હાલ પ્રગતિ કરી છે એના કરતાં અનેક ગણી વધુ પ્રગતિ
કરી હોત.
પણ હવે એમના અંતનો સમય નજીક આવ્યો છે; અને હું આતુરતાપૂર્વક આશા રાખું છું કે
આ પરિષદના આજે સવારે થયેલા શુભારંભ વખતે ઘંટનાદો થયા એ બધાં ફેનેટીઝમ (fanaticism),
કટાર કે કલમ દ્વારા થતા ત્રાસ, અને એક જ (આધ્યાત્મિક) ધ્યેય તરફ પ્રગતિ કરતા માનવીઓ
વચ્ચેના ખટરાગને મૃત્યુદંડ આપશે.
(સ્વામી વિવેકાનંદનું સંપૂર્ણ સંબોધન પુસ્તકમાં અન્યત્ર આપ્યું છે.)
(વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ભાગ ૧

ઓગસ્ટ 29, 2011
સપ્ટેમ્બર 11,૧૦૦૧ના રોજ શું
બન્યું એ અમેરિકા અને વિશ્વના અન્ય દેશો જાણે છે. ખરેખર એ દુઃખદ દિવસ હતો. સદાય એ
દિવસ યાદ રહેશે!
પરંતુ બીજા સપ્ટેમ્બર 11ના રોજ; એટલે સપ્ટેમ્બર 11, ૧૮૯૩ના દિવસે શું બન્યું
હતું એ કમનસીબે મોટા ભાગના અમેરિકનો જાણતા નથી! એ દિવસ માત્ર અમેરિકા માટે જ નહીં
પણ સમગ્ર વિશ્વ માટે ગૌરવનો દિવસ હતો. એ દિવસે શિકાગોમાં કોલંબિયન એક્સ્પોઝીશનની
ઊજવણીના એક ભાગ રૂપે વિશ્વ ધર્મ પરિષદની શરૂઆત થઈ.અને એ પરીષદના હીરો હતા સ્વામી
વિવેકાનંદ.આજે મોટા ભાગના અમેરિકનો એમનું નામ પણ જાણતા નથી તો એમનાં જીવન અને
કાર્યો વિશે તો જાણે જ ક્યંથી?”અમેરિકાનાં બહેનો અને ભાઈઓ” — આ હતા
સ્વામી વિવેકાનંદના સંબોધનના શરૂઆતના શબ્દો. એમના અન્ય સર્વ શબ્દોની જેમ આ શબ્દો પણ
સીધા એમના હૃદયમાંથી આવ્યા અને એ શબ્દોએ અમેરિકા તથા વિશ્વનાં હૃદય જીતી
લીધાં.
આ રહ્યા સ્વામીજીના એ અમર સંબોધનમાંથી થોડા શબ્દોઃ
(વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સપ્ટેમ્બર 11, ૨૦૦૧ અને રહસ્યમય ૧૦૮ વર્ષ! (સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ૮)

ઓગસ્ટ 28, 2011

‘વેદાંત કેસરી’ એ ચીન્નાઈના રામકૃષ્ણ આશ્રમનું અંગ્રેજી માસિક છે. જાન્યુઆરી
૨૦૦૩ના અંકના તંત્રીલેખમાં સપ્ટેમ્બર 11, ૨૦૦૧નો  ૧૦૮ વર્ષ સાથેનો રહસ્યમય સંબંધ આ
રીતે છતો કર્યો છેઃ

“અમેરિકાની ધરતી પર શિકાગોમાં સ્વામી વિવેકાનંદે હાર્મની (harmony)નો સંદેશ
આપ્યા પછી બરાબ્બર ૧૦૮ વર્ષ થયાં અને વિશ્વ એ સંદેશની મૂળભુત અરજન્સી (urgency)
વિશે સપ્ટેમ્બર 11,૨૦૧૧થી જાગૃત થયું. એકસો આઠ નો આંકડો હિંદુ ધર્મમાં પવિત્ર
અંકોમાનો એક છે, કદાચ સૌથી વધુ પવિત્ર અંક છે. એ પવિત્ર પૂરવાર થાય જો આપણે પાવન
પંથ અનુસરીએ તથા પવિત્ર કાર્યોમાં એ વર્ષોનો ઉપયોગ કરીએ….”
સપ્ટેમ્બર 11,૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં શરૂ થયેલી વિશ્વ ધર્મ
પરિષદમાં “અમેરિકાનાં બહેનો અને ભાઈઓ” શબ્દોથી સંબોધનની શરૂઆત કરીને અમેરિકાનાં અને
એ પછી સારાય વિશ્વનાં હ્રદય જીતી લીધાં હતાં
.
પરંતુ જગતે સ્વામીજીના સંદેશ તરફ લક્ષ આપ્યું નથી અને જુઓ, સપપ્ટેમ્બર 11,
૨૦૧૧ના દિવસે શું થયું!
હા, અમેરિકા અને ભારત નેતૃત્વ લઈને વિશ્વને નવી હકારાત્મક દિશામાં લઈ જવાની
હવે શુભ શરૂઆત કરી શકે, અને નવી સદીમાં અને એ પછી પણ આ કાર્ય ચાલુ રાખે.(આ લખનાર આ
અમેરિકા અને ભારતના કનેક્ષનને એબીસી (અમેરિકા ભારત કનેક્ષન કહે છે).
આ પુસ્તકમાં રજૂ કરેલો સ્વામી વિવેકાનંદનો સંદેશ સર્વાઈવલ (survival), સલામતી,
શાંતિ અને સમૃધ્ધિની ચાવી આપે છે.
(વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

કરોડો ગુજરાતીઓ માટે આ નાનકડું પુસ્તકઃ ૫ (સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ૭)

ઓગસ્ટ 28, 2011
સ્વામીજી એમના રોમાંચક, શક્તિવાન શબ્દો દ્વારા પણ કાર્ય કરી રહ્યા છે.
અંગ્રેજીમાં The Complete Works of Swami Vivekananda (ગુજરાતીમાં રાજકોટના શ્રી
રામકૃષ્ણ આશ્રમે પ્રગટ કરેલી વિવેકાનંદ ગ્રંથમાળા)નાં પુસ્તકો સ્વામીજીના શબ્દોનો
અમૂલ્ય ખજાનો છે. (જુઓ “વધુ વાંચન તથા માહિતિ માટે સૂચનો” વિભાગ). નોબેલ પ્રાઈઝ
વિજેતા રોમાં રોલા સ્વામી વિવેકાનંદના શબ્દો વિશે કહે છેઃ
“એમના શબ્દો મહાન સંગીત છે, બીથોવનની શૈલી જેવી એમની શબ્દાવલી છે, હેન્ડેલના
સમૂહગાન જેવી રોમાંચક સ્વરાવલી છે. અમના આ શબ્દો બોલાયા પછી ત્રીસ વર્ષોનાં વહાણાં
વીતી ગયાં છે અને એ પુસ્તકોનાં પૃષ્ઠો પરા વીખરાયેલા છે છતાં એ શબ્દોનો સ્પર્ષ થતાં
વીજળીનો આંચકો લાગતાં થાય એવી ધૃજારી મારા શરીરમાં અનુભવું છું. અને એ જ્વલંત શબ્દો
સ્વામીજીના સ્વમુખેથી નીકળ્યા હશે ત્યારે કેવાં કંપનો, અને કેવી ક્રાંતિ થયાં
હશે.”
અમે પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આપની સ્વામી વિવેકાનંદના
શબ્દોની રોમાંચક યાત્રા આ પુસ્તકથી શરૂ થાય. જો આપની એ યાત્રા શરૂ થઈ હોય તો,આ
પુસ્તકનું વાંચન આપને એ ચાલુ રાખવા પ્રેરણા આપશે.આપને આ પુસ્તક ફરી,
ફરી, અને ફરીથી … વાંચવાની આગ્રહભરી વિનંતી કરીએ છીએ. અને આપના સ્નેહીઓ,
સગાંસંબંધી, તથા મિત્રોને વંચાવવા વિનંતી કરીએ છીએ. પુસ્તક ખરીદીને ભેટ આપો તો
એનાથી વળી રૂડું શું?
September 11: The Date of Gloom and Glory!  આ પુસ્તકનો અંગ્રેજીમાં અવતાર
છે.  એમાં ઓન લાઈન મળતાં અંગ્રેજી લખાણો, વગેરે વિશે માહિતી આપી છે.
(આ પુસ્તકની ‘પ્રસ્તાવના’ સંપૂર્ણ).
(વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

કરોડો ગુજરાતીઓ માટે આ નાનકડું પુસ્તકઃ ૪ (સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ૬)

ઓગસ્ટ 27, 2011
હું આ સંપૂર્ણ પણે સ્પષ્ટ કરું છું: આ પુસ્તકનો  હેતુ આપ હિંદુ ન હો તો આપને
હિંદુ બનાવવાનો નથી.
સ્વામી વિવેકાનંદનું ધ્યેય હતું સમગ્ર માનવજાતને આધ્યાત્મિક ઊંચાઈએ લઈ જવનું
હતું. સ્વામીજી હજુ પણ એમના સૂક્ષ્મ શરીરમાં કાર્ય કરી રહ્યા છે. એમના જ આ શબ્દો
છેઃ
“મારા આ શરીરમાંથી બહાર નીકળવાનું — જીર્ણ થયેલા દેહનો ત્યાગ કરવાનું — મને
ઉચિત લાગશે. પરંતુ હું કાર્ય કરવાનું ચાલુ જ રાખીશ! જગત ઈશ્વર સાથે એક છે એમ ન જાણે
ત્યાં સુધી હું જગતમાં સર્વત્ર માનવીઓને પ્રેરણા આપ્યા કરીશ.
“અને હું ફરી ફરી જન્મ લીધા કરું, અને હજારો યાતનાઓ સહન કરું, જેથી જે એક જ
ઈશ્વર છે એની પૂજા કરી શકું. હું એ એક જ ઈશ્વરમાં માનું છું, જે સર્વ આત્માઓનો મિલન
છે. અને સર્વોપરી છે સર્વ જાતી અને જીવનવાળા દુષ્ટો, દુઃખીઓ, દરીદ્રો, જે મારી પૂજા
માટે વિશિષ્ટ છે.”
(વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

કરોડો ગુજરાતીઓ માટે આ નાનકડું પુસ્તકઃ ૩ (સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ૫)

ઓગસ્ટ 27, 2011
પ્રભુકૃપાથી આ પુસ્તકનો મુખ્ય હેતુ છે જગતમાં વસતા કરોડો ગુજરાતીઓને એમના
આધ્યાત્મિક ભાઈ સ્વામી વિવેકાનંદનો પરિચય કરાવવાનો છે. ખરેખર, આ પુસ્તક કરોડો
ગુજરાતીઓ માટે છે હકીકતમાં, દેશ, રંગ, જાતી, ઉંમર, અને ધર્મ જેવા કોઈ પણ ભેદભાવ
વિના કરોડો માનવીઓ માટે આ પુસ્તક છે!
જો જગતના એક માત્ર સુપરપાવર અમેરિકાના નાગરિકો સ્વામી વિવેકાનંદના સંદેશનો
પ્રસાર કરવા માંડે તો, અન્ય દેશોના નાગરિકો એમનું અનુસરણ કરશે. ગીતાનો ઉપદેશ
છેઃ
મહાન માનવી જે કરે છે એનું બીજા અનુકરણ કરે છે. લોકો એ માનવીએ સ્થાપેલા ધોરણ
મુજબ જીવવા પ્રયત્ન કરે છે. (૩.૨૧).
સ્વામી વિવેકાનંદનું નામ એમની જન્મભૂમિ ભારતમાં તો ઘરઘરમાં જાણીતું છે.
અમેરિકા અને ભારત સ્વામી વિવેકાનંદના સંદેશનો અમેરિકા તથા અન્ય દેશોમાં પ્રસાર
કરવાનું પુણ્યકાર્ય સાથે મળીને કરી શકે. અને એ થશે દૈવી સહકર્મ.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

કરોડો ગુજરાતીઓ માટે આ નાનકડું પુસ્તકઃ ૨ (સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ૪)

ઓગસ્ટ 26, 2011
અંગ્રેજી પુસ્તકની પ્રસ્તાવના ગુજરાતીમાં:
માનો કે ન માનો, સ્વામી વિવેકાનંદ અમેરિકાએ જગતને આપેલી ભેટ ગણાય છે, અને છતાં
અમેરિકામાં એ હકીકત એક છુપું રહસ્ય છે. આ વિરોધાભાસી વાતને સમજવું.
સપ્ટેમ્બર ૧૧, ૧૮૯૩ના રોજ શિકાગોમાં શરૂ થયેલી વિશ્વ ધર્મ પરિષદમાં એ દિવસે
“અમેરિકાનાં ભાઈઓ અને બહેનો” શબ્દોથી શરૂ થયેલા ભારતના એક અજાણ્યા હિંદુ સાધુના
સંબોધનથી એ રાતોરાત પ્રસિધ્ધ થઈ ગયા. એ પછી એ સાધુ એ પરિષદમાં પાંચ વખત બોલ્યા, તથા
અમેરિકાનાં અનેક શહેરોનો પ્રવાસ કરી વ્યાખ્યાનો આપ્યાં. આ રીતે એ સમગ્ર વિશ્વમાં
જાણીતા થયા.
ખરેખર, સ્વામી વિવેકાનંદ, એમના જીવનચરિત્રના લેખક સ્વામી નિખીલાનંદના મત મુજબ
અમેરેકાએ જગતને આપેલી ભેટ છે.
(વધુ હવે પછી …)
આ ગુજરાતી સહોવતાર વિશેઃ આ ડ્રાસ્ટ છે. વાચકો તથા વિદ્વાનોના સહકારથી સુધારા
વધારા કરવાની ઇચ્છા છે જેથી એ મૂળને ન્યાય આપે તથા પ્રેરક અને રસમય પણ બને.
સહોવતારના સર્જનની કેફિયત આ પોસ્ટ-માળામાં અવારનવાર લખતો રહીશ. આશા રાખું છું કે આ
સર્જન-યાત્રાનો અવર્ણનિય આનંદ આ લખનારને આવે છે એવો આપને વાંચતી વખતે આવે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

કરોડો ગુજરાતીઓ માટે આ નાનકડું પુસ્તકઃ ૧ (સપ્ટેમ્બર 11: તિમિર અને તેજનો દિવસઃ ૩)

ઓગસ્ટ 26, 2011
September 11: The Date of Gloom and Glory! અંગ્રેજી પુસ્તકના ગુજરાતી અવતાર
માટે હું શબ્દ પ્રયોજું છું: ‘સહોવતાર’.
સહ-અવતાર એટલે સહોવતાર. પુસ્તકના મૂળ અંગ્રેજી અવતાર સાથે સાથે એના ગુજરાતી
તથા અન્ય ભાષાઓમાં પણ અવતારો થશે અને એ બધા ‘સહોવતારો’ કહેવાશે.મૂળ
અંગ્રેજીમાં લખાયેલા પુસ્તક Saptember 11: The Date of Gloom and Glory! ને
ગુજરાતીમાં અવતાર આપવાના સર્જન-કર્મ વિશે પણ આ પોસ્ટ-માળામાં લખતો રહીશ. આશા છે એ
લખાણો પણ આપને ગમશે.September 11: The Date of Gloom and Glory!ની
પ્રસ્તાવનાનું શીર્ષક છે Little Book for Billions! બીલિયન એટલે ૧,૦૦૦ મીલિયન.
મીલિયન એટલે ૧,૦૦૦,૦૦૦. યાને દસ લાખ. ૧,૦૦૦,૦૦૦,૦૦૦ એટલે બીલિયન — યાને એક
અબજ.
દુનિયાની કુલ વસ્તીનો અંદાજ છ બીલિયનથી વધુ છે. September 11: The Date of
Gloom and Glory! સમગ્ર માનવજાત માટે છે એટલે એને કહું છું ‘બૂક ફોર બીલિયન્સ!’
વાસ્તવમાં સ્વામી વિવેકાનંદ સહુ કોઈના સાચા મોટા ભાઈ છે.
અને પુસ્તક નાનકડું છે — અંગ્રેજી પુસ્તકમાં આશરે ૨૦,૦૦૦ શબ્દો છે. એક કે બે
બેઠકોમાં આપ આખું પુસ્તક વાંચી શકો એ માટે પુસ્તક નાનકડું બનાવ્યું છે.
અને વિશ્વભરમાં ગુજરાતીઓની વસ્તી કરોડોમાં છે, એટલે ગુજરાતી પુસ્તક
(ગુજરાતી સહોવતાર) માટેની પ્રસ્તવનાના શીર્ષકમાં ‘કરોડો ગુજરાતીઓ’ છે.
શોધું છું હું યોગ્ય પ્રકાશક; ને એ
પુસ્તકને ઘરઘરમાં પહોંચાડી દે!
September 11: The Date of Gloom and Glory! વિશે આ બ્લોગ પર અગાઉ કરેલો
પોસ્ટઃ
https://girishparikh.wordpress.com/2011/05/11/september-11-the-date-of-gloom-and-glory-%e0%aa%aa%e0%ab%81%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%95-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b6%e0%aa%95%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b6/