Archive for મે, 2010

શાયર

મે 31, 2010
મારા ગામમાં રહે છે એક મિયાં કમાલ,
ગજબ છે એ ઉર્દૂ શાયર કરતા ધમાલ !
 
શાયરોના મુશાયરે એ જવાના જરૂર,
ગાવાના ગઝલ-કવાલી થઈને મગરૂર.
 
ભાડભૂંજા છે એ મારા મિયાં કમાલ,
ચણા મમરા હાટે વેચે દીકરો જમાલ.
 
કમાલમિયાં ‘શાયરજીવ’ને એવી શી લપ,
નવરાશે એ દુકાને જઈ મારે બહુ ગપ.
 
અમ બાળકને ચણા મમરા આપે મફત,
બાળકના મુખડામાં એ તો દેખે જન્નત.
 
જહન્નમમાંયે જન્નત સર્જે મિયાં કમાલ,
કહેતા કે રચું ના ગીત તો થઈ જઉં હલાલ.
 
અંધારી કો’ કોટડીમાં ચાલે ફિલમ,
કો’ક દિ’ મિયાં જોવા જાતા ઈનો ઈલમ.
 
ઘેર આવી ગણગણતા એ ફિલમનાં ગાન,
બેસૂરા રાગે ગાઈને થાતા ગુલતાન.
 
ઘરડા છે પણ દાઢી સાથે ફરકે જવાની,
સાચવવા જવાની રાખી દાઢી મનમાની.
 
દાઢીથી મિયાંના મુખની કરચલીઓ ઢંકાય,
ના કહે મિયાં ઉંમર જેથી જુવાન વરતાય.
 
મિયાંની શાયરીમાં મહેકે મસ્તી ને મીઠાશ,
દિલ દિમાગ તર કરવા વાળી આશાની ગુંજાશ.
 
મિયાં જાણે ઉર્દૂ ઈરાની ને હિંદુસ્તાની,
પણ ગુજરાતી ભૂડું બોલે લાગે ના ગુજરાતી.
 
આવા છે એ શાયર ઉર્દૂ કેરા પંડિત મિયાં,
ગઝલ એમની સુણીને હચમચી ઊઠે છે જિયા.
 
જલસાઓમાં જઈને મિયાં સીતાર બજાવી જાણે,
સંગીતના શોખીનો જલસા મસ્ત થઈને માણે.
 
મારા ગામમાં રહે છે એક મિયાં કમાલ,
ગજબ છે એ ઉર્દૂ શાયર કરતા ધમાલ !
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભાગ ૨૬: ગિરીશ પરીખનાં ૧૦૮ શ્રેષ્ઠ બાળગીતો

મે 30, 2010
આજ (મે ૩૦, ૨૦૧૦; રવિવાર) સુધીમાં કુલ ૫૬ બાળગીતો પોસ્ટ થયાં છે. કુલ ૧૦૮ બાળગીતોના ત્રણ સંગ્રહો સર્જવા માટેની અર્ધાથી સહેજ વધુ બાળગીત-યાત્રા પૂરી થઈ છે.
 
પ્રભુજી, શિવજી, અને મા સરસ્વતીની કૃપાથી બાળગીતોનો આ સંઘ કાશીએ જરૂર પહોંચશે.
 
વર્ષો પહેલાં મારી કિશોર વયમાં લખાયેલાં પ્રગટ-અપ્રગટ આશેરે ૧૫૦થી વધુ બાળગીતોમાંથી આ સંકલન કરી રહ્યો છું. કુલ ૧૦૮ શ્રેષ્ઠ ગીતો એમાંથી નહીં મળે તો થોડાંક નવાં ગીતોનું સર્જન કરવું પડશે એમ લાગે છે.
 
હકીકતમાં થોડાંક નવાં ગીતો મેં લખ્યાં છે અને પોસ્ટ પણ કર્યાં છે. દાખલા તરીકેઃ ‘માયા ભગત છે મારું નામ …’, ‘જય ભગત છે મારું નામ …’, રામલાલા જય રામલાલા’, ‘મા બોલાવે ઓમ’, ‘બાળક બોલે રામ’, ‘માયા ફેરફૂદરડી ફરે’, વગેરે.    
 
આ સંકલન-સર્જનનો આનંદ શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. પણ એની  પ્રક્રિયાને વર્ણવવા આ લેખમાળામાં પ્રયત્ન કરતો રહીશ.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

બગલો

મે 30, 2010
રૂના ધોળા ઢગલા જેવો
           તળાવ કાંઠે ઊભો છે,
ડોકી ઊચકી , ચાંચ સમાલી
           જળમાં સીધું જુએ છે.
ભૂલથી એના પગ પાસે જો
          જંતુ કોઈ આવી જાય,
ઝટ્ટ દઈને ચાંચ ડુબાવી
          મુખમાં એ મુકાઈ જાય.
એવા છે એ બગલાભાઈ
         જાણે ઊભા કોઈ ભગત !
પણ જ્યાં ચાંચ ડૂબે પાણીમાં
        ત્યાં તો એ દેખાય ઠગત !
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ગિરીશના ભાવ પ્રતિભાવ: ‘બેસ થોડી વાર’

મે 29, 2010
વિવેકભાઈએ આજે ‘લયસ્તરો’ પર પંકજ વખારિયાની ગઝલ પોસ્ટ કરી છેઃ
 
ત્યારે સમસ્ત વિશ્વમાં ઓગળશે તારો ‘હું’
સર્વત્ર રહેશે ‘એક તૂ હિ’, બેસ થોડી વાર
 
પંખજ વખારિયાની ગઝલનો એકે એક શેર સ્પર્શી જાય છે. અને ઉપરનો શેર જે છેલ્લો છે એ તો શિરમોર છે.
 
“હું … હું … હું …” એ અહંકાર માનવીને જંપીને બેસવા દેતો નથી! આધ્યાત્મ માર્ગની યાત્રામાં પણ આ “હું” જ અવરોધક બને છે. આ નાનકડા “હું” ને વિશાળ વિશ્વમાં ઓગાળી દઈએ તો વિશ્વના સર્જક ઈશ્વર સાથે એક થઈ જવાય – – અને પછી સર્વત્ર રહેઃ ‘એક તૂ હિ’. પણ આ માટે બેસીને ધ્યાન કરવાનું છે. એકાત્મભાવનો અનુભવ થોડી ક્ષણોમાં જ થઈ શકે છે.
 
અહંકારને કેવી રીતે વશ કરવો એ વિશેનો શ્રી રામકૃષ્ણ પરમહંસનો ઉપદેશ વાંચવા જેવો છે. The Gospel of Sri Ramakrishna ઓન લાઈન આ વેબ સાઈટ પર છેઃ www.ramakrishnavivekananda.info (એ વેબ સાઈટ પર થોડા ભાગ હિંદીમાં પણ છે.)      
 
ગઝલનું શીર્ષક ‘બેસ થોડી વાર’ આપી શકાય.
 
અહીં ગઝલના જે શેર વિશે ભાવ પ્રતિભાવ રજૂ કરું છું એ મોટે ભાગે નહીં ઉતારું પણ પ્રથમ અથવા પહેલો શેર, બીજો શેર, … , છેલ્લો શેર  એ રીતે લખીને કયા શેર વિશે લખું છું એ જણાવીશ. આખી ગઝલ કે ગીત, વગેરે આપેલી લીંક પર ક્લિક કરીને વાંચશો. (આ વિભાગમાં મોટે ભાગે આ રીતે ભાવ પ્રતિભાવ લખીશ).
 
પ્રથમ શેર ધ્યાન કરવાનું સૂચન કરે છે. ભીતરનો સાદ જે અંતરાત્માનો અવાજ હોય છે એ સાંભળવા બેસીને ધ્યાન કરવાનું આવશ્યક છે. બેસવાનો અર્થ માત્ર શારીરિક રીતે જે નહીં પણ માનસિક રીતે પ્રવૃત્તિઓની ઝંઝટમાંથી થોડો સમય છૂટી અંતરનાદને સાંભળો એમ પણ કરી શકાય.
 
ત્રીજો શેર આંખ મીંચી, એટલે ધ્યાન કરી ખુદને જોવાનું સૂચવે છે. Know Thyself – – અંતરાત્માને પીછાણ.
 
ચોથા શેરનું પઠન કરતાં આપણા મહાકવિ ન્હાનાલાલની પંક્તિ યાદ આવિઃ
 
“ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.”
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish in this post: Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

પતંગ

મે 29, 2010
ચાલો ચડાવીએ ઊંચે પતંગ
 
ઊચે આકાશમાં ઊડે પતંગ બહુ
વાયુની લહેરો તો વાયે છે મંદ;
પતંગ ઉડાવવાને ચાલો રે દોસ્તો
આજે સહુને પડશે આનંદ            ચાલો…
 
દોરા લઈ આજે ચલોને ઝટપટ
પીળા પતંગને બાંધી દો તંગ;
ઊંચે ચડાવી પીળા પતંગને
છોડીને દોર આજ જમાવો જંગ     ચાલો…
 
લડાવો પેચ પછી છોડી દો દોરને
જોજો કપાય ના, જાયે ના રંગ;
ઊંચે ઊંચે આજ એવો ઉડાવો
દેખી પતંગ સહુ થાયે બહુ દંગ       ચાલો…
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભાવ પ્રતિભાવ: ૧ સ્વામી પગલે પગલે …

મે 28, 2010
શ્રી ગણેશ કરું છું આજે (મે ૨૮, ૨૦૧૦; શુક્રવાર) www.girishparikh.wordpress.com બ્લોગ પર આ નવા વિભાગ ‘ભાવ પ્રતિભાવ’ના.
 
બ્લોગો અને વેબ સાઈટો પર પોસ્ટ થયેલાં, અને છપાયેલાં લખાણો, વગેરે વિશે ગિરીશના ભાવ પ્રતિભાવ આ વિભાગમાં અપાશે.
 
ક્લિક કરો અને કવિશ્રી હરીન્દ્ર દવેના કૃષ્ણમય કૃષ્ણગીતનું પઠન અને શ્રવણ કરવાનો અદભુત આનંદ માણોઃ
જયશ્રીબહેનને www.tahuko.com વેબ સાઈટ માટે મબલખ અભિનંદન આપું છું.
 
હવે મારો ભાવ પ્રતિભાવઃ
 
સ્વામી પગલે પગલે …
 
પ્રભુને પગલે પગલે થઈ’તી
આ જ ભૂમિ શું પાવન?
 
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી ૧૨ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ આવી રહી છે. ભારત સરકાર આ વર્ષ (૨૦૧૦)થી શરૂ કરીને ચાર વર્ષ સુધી મોટા પાયા પર ઉજવશે. સ્વામીજીએ ગુજરાત સહીત ભારતનાં અનેક રાજ્યોમાં યાત્રા કરી હતી. અને અન્ય દેશોનાં શહેરોમાં સ્વામીજીએ અમેરિકાનાં કેટલાંક શહેરોની યાત્રા કરેલી જેમાં શિકાગો, [ન્યૂયૉર્ક], સાન ફ્રાન્સિસ્કો, અને લોસ એન્જલ્સ પણ હતાં.
 
હરીન્દ્ર દવેની ઉપરની પંક્તિઓ વાંચતાં આ પક્તિઓ સ્ફૂરીઃ
 
સ્વામી પગલે પગલે થઈ’તી
આ જ ભૂમિ શું પાવન
 
તા.ક. શ્રી રામકૃષ્ણ પરમહંસ વૃંદાવનની યાત્રાએ ગયા હતા ત્યારે એ ત્યાં શ્રી કૃષ્ણને શોધતા હતા.

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભક્તોની નાત

મે 28, 2010
ભક્તોને વળી નાત જાત શી ભક્તોની એક જ નાત રે,
નરસૈયો જાય હરિજનને ત્યાં કરવા કિર્તન ગાન રે.
 
‘ઢેડ વરણમાં દ્રઢ હરિભક્તિ’ નરસૈયાએ જોઈ રે,
પ્રેમ-વશ પ્રભુજીને સમરી ત્યાં હરિ કવિતા ગાઈ રે.
 
નાગર બ્રાહ્મણ નરસૈયો ને ચર્મ ચૂંથતા હરિજનો,
નાત બહાર મૂક્યો નરસિંહને રૂઠ્યા નાગર જ્ઞાતિજનો.
 
“આ તે શો કળજગ આવ્યો છે ધર્મ કર્મનું નામ ગયું”
ચોરે ચૌટે ચર્ચા ચાલીઃ નરસૈયાનું ખસી ગયું !
 
નરસૈયાનો નાતો હરિથી ભવ ભવનો એ ભેરુ રે,
હેત હરિનાં સંતાનોથી એને છે અદકેરું રે.
 
ભક્તોને વળી નાત જાત શી ભક્તોની એક જ નાત રે,
નરસૈયો જાય હરિજનને ત્યાં કરવા કિર્તન ગાન રે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ગઝલાલય

મે 27, 2010
શ્રી ગણેશ કરું છું આજે ‘ગઝલાલય’ના.
 
ગઝલાલય એટલે ગઝલ-આલય.  
 
એમાં લય પણ આવી જાય છે.
 
‘ગઝલાલય’ (ghazalalaya)ની ઓળખાણઃ ‘ગુજરાતી ગઝલ પ્રેમીઓ અને સર્જકોનું નેટવર્ક’. મારા પછી ગઝલાલયનાં બીજાં સભ્ય છેઃ સપના.
 
ગિરીશના જય ગઝલ.  
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

પ્રભુ કેવા હશે ?

મે 27, 2010
કેવા હશે પ્રભુ કેવા હશે
કોઈ કહેશો મને પ્રભુ કેવા હશે ?
 
      કીડીને કણ ને હાથીને મણ રોજ
      ખાવાનું દેનાર કેવા હશે ?
      ભૂખ્યા થઈએ ત્યારે અમોને દરરોજ
      અન્ન પહોંચાડનાર કેવા હશે ?
 
કેવા હશે પ્રભુ કેવા હશે
સૌ કોઈને પાળનાર કેવા હશે ?
 
       ઊંડાં સરોવર નદીઓ ને નાળાં
       ઝરણાં વહાવનાર કેવા હશે ?
       ઊંડા સાગરમાં મોતી પરવાળાં
       શંખ છીપ મૂકનાર કેવા હશે ?
 
કેવા હશે પ્રભુ કેવા હશે
સૌ કોઈને સર્જનાર કેવા હશે ?
 
      વર્ષામાં વાદળાં દોડે ને ઈંદ્રરાજ
      રમતા ધનુષબાણ ધરીને હાથે
      ધમધમતાં વાદળાં દોડે ને વીજળી
      વાતો કરે ઈંદ્રધનુની સાથે
 
કેવા હશે પ્રભુ કેવા હશે
વીજળી ચમકાવનાર કેવા હશે ?
 
      શિયાળો સૂસવે ને આવે ઉનાળો
      ચોમાસું ક્યાંથી પછી દોડી આવે
      ઠંડો શિયાળો ને ઉનાળો ધખધખે
      ચોમાસે વાદળાં જળ વરસાવે
 
કેવા હશે પ્રભુ કેવા હશે
ઋતુઓના સર્જનાર કેવા હશે ?
 
      ઊંચેરા ડુંગરા ને ઊંડી ખીણો પેલી
      તરુવરથી ઘીચ વનો કોણે કર્યાં ?
      ઘૂઘવતા સાગરો નદીઓ છલબલતી
      કલબલતાં પંખીડાં કોણે કર્યાં ?
 
કેવા હશે પ્રભુ કેવા હશે
સૃષ્ટિને સર્જનાર કેવા હશે ?
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ગ્રીષ્મ

મે 26, 2010
બળતી જળતી આવી ગ્રીષ્મ
ધખ ધખ ધખતી આવી ગ્રીષ્મ
 
માથે જ્યાં આવે રવિરાય
ઉકળાટે લોકો અકળાય
 
પંખીડાં માળે સંતાય
જીવ જંતુ દરમાં છુપાય
 
વડલો આપે મીઠી છાંય
ગૌધણ એની નીચે જાય
 
થાક્યાં પાક્યાં વડલે જાય
માજી પરબે પાણી પાય
 
બળતી જળતી આવી ગ્રીષ્મ
તપતી ધખતી ચાલી ગ્રીષ્મ