Archive for ઓક્ટોબર, 2015

સહુનો પરિવાર … ! (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 31, 2015

શ્રી
રામકૃષ્ણ
પરિવાર
સહુનો … !

Advertisements

આદિલનું સમગ્ર સાહિત્ય

ઓક્ટોબર 31, 2015

પચાસ વર્ષે પણ આદિલ મન્સૂરી જેવા સાહિત્યકાર આપણને મળે કે ન મળે!

ઉપરનું વિધાન મારી યાદ મુજબ સુરેશ દલાલનું છે.
આદિલ મન્સૂરી મારા ગઝલ ગુરુ છે. એ મારા ગઝલ ગુરુ કેવી રીતે બન્યા એ વાત આદિલના શેરોનો આનંદ” પુસ્તકમાં મેં કરી છે. પુસ્તક વિશે માહિતિ મેળવવા ક્લીક કરોઃ
https://girishparikh.wordpress.com/2013/01/13/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a6%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86/
આદિલનાં પ્રકશિત પુસ્તકો વિશે માહિતિ મળી શકે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પણ એમનાં બધાં જ પ્રકાશિત પુસ્તકો જોવા પણ મળી શકે.
આદિલનું ઘણું સાહિત્ય — મુખ્યત્વે ગઝલો — સામયિકો, વગેરેમાં પ્રગટ થઈ છે. એ વિશે પણ સંશોધન કરવાથી માહિતિ મળિ શકે. (કોલેજના ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે આ રીસર્ચ પ્રોજેક્ટ બની શકે.)
હવે રહ્યું આદિલનું અપ્રગટ સાહિત્ય.
આદિલ મન્સૂરીનાં પત્ની બિસ્મિલબહેન સાથે મારે ફોન પર કેટલીક વખત વાતો થઈ છે. એમના કહેવા મુજબ આદિલસાહેબનું અપ્રગટ  સાહિત્ય પણ ઘણું છે — એક ટ્રંક ભરેલું છે. જ્યારે જ્યારે આ વિશે મારે બિસ્મિલબહેન સાથે વાત થઈ ત્યારે મેં એમને આદિલનું બધું જ અપ્રગટ સાહિત્ય સાચવી રાખવાનો આગ્રહ કર્યો છે.   
આ પોસ્ટ દ્વારા બિસ્મિલબહેનને આ વિનંતી કરું છુંઃ
આદિલસાહેબનું સમગ્ર સાહિત્ય સાચવી રાખશો અને એ સચવાય એની વ્યવસ્થા કરશોઃ
–આદિલનાં પ્રકાશિત પુસ્તકો.
–આદિલનાં પ્રકાશિત અન્ય સાહિત્ય.
–આદિલનું અપ્રકાશિત સમગ્ર સાહિત્ય.
અને આ ઉપરાંતઃ
–આદિલ વિશેનું સમગ્ર સાહિત્ય.
આદિલ મન્સૂરીની વેબ સાઈટ બનાવી એ પર “આદિલ મન્સૂરીનું સમગ્ર સાહિત્ય” સાચવી શકાય. આદિલનાં પુસ્તકો વેબ સાઈટ પર વાંચવા માટે ફી રાખવી જોઈએ. વેબ સાઈટનો ખર્ચ બાદ કર્યા પછી એ રકમ મન્સૂરી કુટુંબ તથા આદિલનાં મુદ્રિત પુસ્તકોના પ્રકાશકો વચ્ચે યોગ્ય રીતે વહેંચાવી જોઈએ.
વેબ સાઈટના સર્જન તથા મેઈન્ટેનન્સ માટે સ્પોન્સોર મેળવવા પણ પ્રયત્ન થવો જોઈએ.

આદિલની ગઝલ (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 30, 2015

આશિક
અમે
આદિલની
ગઝલના.

ભક્તિના જામ …! (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 30, 2015

જામ
અમે
ભક્તિના
પીધા … !

સહુને પ્યારી (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 29, 2015

રામકથા
છે
સહુને
પ્યારી.

ત્રણ પુસ્તકોમાં કુલ ૧૦૮ બાલગીતો પ્રગટ કરવાની ઇચ્છા !

ઓક્ટોબર 29, 2015

મારી જન્મતારીખ છે નવેમ્બર ૧૪. એ છે જવાહર જન્મદિન જે બાલદિન તરીકે ઊજવાય છે.

ઇચ્છા છે સોમવાર, નવેમ્બર ૧૪, ૨૦૧૬ના રોજ નીચેનાં ત્રણ પુસ્તકોમાં કુલ ૧૦૮ બાલગીતો પ્રગટ કરવાનીઃ

ગીતોમાં વાર્તા. રસ-લહાણી કરતાં કથાગીતો. સ્વ. રતિલાલ સાં. નાયકને અર્પણ.

ટમટમતા તારલા. ઇનામી પુસ્તકની નવી આવૃત્તિ.

ફેરફૂદરડી. નવી આવૃત્તિ. સ્વ. કનુ ગજ્જર (બિન્દુ)ને અર્પણ.

લાલ લોહી (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 28, 2015

લાલ
લોહી
સહુ
કોઈનું.

નોંધઃ www.layastaro.com પર રાજેશ વ્યાસ મિસ્કીનની પઈક્તિઓ વાંચતાં આ ચતુર્શબ્દ મુક્તક સ્ફૂર્યું જે એમને અર્પણ કરું છું.

ગુજરાતી બેસ્ટ સેલર્સ લીસ્ટ

ઓક્ટોબર 28, 2015

ગુજરાતી ભાષાનાં ઓક્ટોબર ૨૦૧૫માં સૌથી વધુ વેચાયેલાં પુસ્તકો કયાં? આવી યાદી દર મહિને થાય છે ખરી? થતી હોય તો મને એ વિશે આ બ્લોગ (www.GirishParikh.wordpress.com)
બ્લોગ પર પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.

અંગ્રેજી બેસ્ટ સેલર્સ પુસ્તકોની યાદી કેટલાંક અખબારો પ્રગટ કરે છે. આ રીતે ગુજરાતી ભાષાનાં બેસ્ટ સેલર્સ પુસ્તકોની યાદી નિયમિત પણે પ્રગટ થવી જોઈએ. આ કામ ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા કરી શકે.

ગુજરાતી પ્રાપ્ય પ્રકાશિત પુસ્તકો

ઓક્ટોબર 27, 2015

અંગ્રેજીમાં Books in Print નામનું એક પુસ્તક પ્રકાશિત થાય છે જેની નવી આવૃત્તિઓ થતી રહે છે. આ પુસ્તક અમરિકાની મોટી લાઇબ્રેરીઓમાં જોવા મળે છે.

ગુજરાતી પ્રાપ્ય પ્રકાશિત પુસ્તકોનું પુસ્તક પ્રગટ થયું છે? જો ન થયું હોય તો Books in Print ના મોડેલ પરથી ગુજરાતી પ્રાપ્ય પુસ્તકોનું પુસ્તક પ્રગટ કરી શકાય. પુસ્તકનું વેચાણ મોટી લાઈબ્રેરીઓને કરી શકાય.

“નફાકારક પુસ્તક પ્રસાર પ્રચાર” યોજના પ્રેક્ટીકલ છે !

ઓક્ટોબર 27, 2015

એક સાક્ષરના મત મુજબ “નફાકારક પુસ્તક પ્રસાર પ્રચાર” યોજના પ્રેક્ટીકલ છે !

યોજનાને કઈ રીતે અમલમાં મૂકી શકાય?

માતૃભાષા માટે અત્યંત પ્રેમ ધરવતા તથા વ્યાપારી કુનેહ વાળા (ગુજરાતીઓનો આ જન્મજાત ગુણ છે!) અમેરિકા અને કેનેડામાં વસતા નવ ગુજરાતીઓનું નેટવર્ક બનાવીએ. આ ટીમને હું નામ આપું છું “પુસ્તક પ્રસાર પ્રચાર નવ રત્ન દરબાર.”

મહાલક્ષ્મીમાતાજીની, માસરસ્વતીની તથા માતૃભાષાની કૃપાથી આ લખનાર  “પુસ્તક પ્રસાર પ્રચાર નવ રત્ન દરબાર”નો સેવક બનશે.

પુસ્તક પ્રસાર પ્રચારની પ્રવૃત્તિ નફાકારક તો બનશે જ, એ આત્મસંતોષ પણ આપશે.

(વધુ હવે પછી …)