લાભ
હા
લોભ
ના !
Archive for ફેબ્રુવારી, 2014
શું હા શું ના?
ફેબ્રુવારી 19, 2014માઝમ રાત !
ફેબ્રુવારી 19, 2014વીતશે
રાત
કેવી
રીતે ?!
ભારત
ફેબ્રુવારી 19, 2014ધરમી
ભારત
સમૃદ્ધ
ભારત.
સહુનાં મા
ફેબ્રુવારી 16, 2014મા
શારદા
મા
સહુનાં.
વોન્ટેડઃ ગુજરાતી પુસ્તક પ્રસાર એક્સપર્ટ (૨)
ફેબ્રુવારી 15, 2014અમેરિકામાં વસતા વ્યાપારી દૃષ્ટિ ધરાવતા સાહિત્ય રસિક અને મહેનતુ ગુજરાતી પુસ્તક પ્રસારકોની. એમના સ્પેર ટાઈમમાં આ ઉમદા કાર્ય કરીને કમાણી પણ કરી શકે. આ અંગે હું યોજના વિચારી રહ્યો છું અને અનુકૂળતાએ એ વિશે http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર લખવા પ્રયત્ન કરીશ.
આ પોસ્ટનો વધુમાં વધુ પ્રસાર કરવા વિનંતી કરું છું.
– ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com સબ્જેક્ટ લાઈનમાં “અમેરિકામાં ગુજરાતી પુસ્તક પ્રસાર” લખશો.
“આ તે કેવા કેદી !” વાર્તાનો પ્લોટ
ફેબ્રુવારી 14, 2014ગુજરાતી પુસ્તકોનું વેચાણ કઈ રીતે મોટ્ટા પાયા પર કરી શકાય એ અંગે મારા મગજમાં સતત વિચરો આવ્યા કરે છે. મા લક્ષ્મીજી તથા મા સરસ્વતીની કૃપાથી નીચેની વાર્તાનો પ્લોટ સ્ફૂર્યોઃ એક જેલના કેદીઓને અનોખી રીતે સજા કરવાનો વિચાર પુસ્તકપ્રેમી જેલરને સ્ફૂર્યો. એને એક સર્જકે કહેલું કે ગુજરાતીઓને પુસ્તક વેચવું એ માથું વેચવા બરાબર છે! કેદીઓને આ રીતે સજા કરવાનો એને વિચાર આવ્યોઃ દરેક કેદીઓને એ પુસ્તકો આપશે જે એમણે એ દિવસે જ બહાર જઈને વેચી દેવાનાં. દરેક કેદીને એને આપેલાં પુસ્તકોના વેચાણમાથી થોડું વળતર આપવાનું જેથી એને સજા ભોગવવા છતાં ઉત્સાહ રહે. સૌથી મોટો ગુનો કરનાર કેદીને કવિતાનાં પુસ્તકો વેચવા આપવાનાં! નાના ગુના કરનારને ઝટ વેચાય એવાં પુસ્તકો આપવાનાં.
જેલરે એના બોસને આ વાત કરી. બોસને લાગ્યું કે જેલરનું મગજ ખસી ગયું છે! જેલર પ્રામાણિક અને કુશળ હતો એટલે બોસને એના માટે માન તો હતું જ, પણ આ વિચાર એમને વાહિયાત લાગ્યો! બોસને બહુ સમજાવવા છતાં એ ન જ માન્યા ત્યારે જેલરે રાજીનામું આપવાની વાત કરી. છેવટે બોસે હા પાડી પણ એક શરતે કે જેલર કેદીઓની સાથે જ રહેશે અને જરા પણ વિખુટા નહીં પડવા દે. જો એક પણ કેદી ભાગી જશે તો આ પ્ર્યોગનો અંત આવશે અને જેલરને સજા પણ થશે. જેલરે શરત કબૂલ કરી.
જેલરે કેદીઓને પ્રેરક સંબોધન કર્યું. પોતે સ્વીકારેલી શરતો વિશે પણ કહ્ય્ં.
પ્રયોગ શરૂ થયો અને થોડા દિવસો સરસ રીતે ચાલ્યો. પણ એક દિવસ એક કેદી જેલરની નજર ચુકાવી ભાગી ગયો! કેટલાક કેદીઓએ પુસ્તકો વાંચ્યાં પણ હતાં અને એમના વિચારોમાં પરિવર્તન થયું હતું. પેલા ભાગી ગયેલા કેદીને પકડી લાવવા જવા દેવા માટે એક કેદીએ રજા માગી. રજા આપવી કે નહીં એ દ્વિધામાં જેલર પડી ગયો. એકના બદલે બે કેદીઓને ગુમાવવાનો વારો તો નહીં આવે ને!
કેદીએ વચન આપ્યું કે એ જરૂર પાછો આવશે — ભાગી ગયેલા કેદીને પકડવાનો પૂરો પ્રયાસ કર્યા પછી.
અને એ ભાગી ગયેલા કેદીને એક મંદિરમાં જુએ છે. ત્યાં એ ભગવાનની મૂર્તિને પ્રાર્થના કરતો હોય છે! એને પકડવા આવનાર કેદીને એ કહે છે કે એ પાછો આવવાનો હતો — એને ભગવાનની મૂર્તિના મુખની જગાએ જેલરનું મુખ દેખાયું હતું!
બન્ને કેદીઓ જેલર પાસે આવે છે, અને ભાગી ગયેલો કેદી જેલરના પગે પડી માફી માગે છે, અને મૂર્તિના મુખની જગાએ જેલરનું મુખ દેખાયું હતું એ કહે છે.
જેલરનો પ્રયોગ સફળ થાય છે.
કેદીઓને જેલમાંથી વહેલા છોડવામાં આવે છે
.
ભાગી ગયેલા કેદીને પકડવા જનાર અનેલ્ ભાગી ગયેલો કેદી જેલ્માથી છૂટ્યા પછી ખૂબ નાના પાયા પર પુસ્તક પ્રકાશન કંપની શરૂ કરવાનું નક્કી કરે છે, અને એના શ્રી ગણેશ જેલરના શુભ હસ્તે કરાવે છે. બન્ને ભાગીદારો પુસ્તકોને દુકાનની છાજલીઓ પર તો રાખે જ છે, પણ જાતે ઘેર ઘેર જઈને લાખ્ખોની સંખ્યામાં વેચે છે. પ્રામાણિકપણે સર્જકોને પણ સારી રોયલ્ટી આપે છે.
વોન્ટેડઃ ગુજરાતી પુસ્તક પ્રસાર એક્સપર્ટ (૧)
ફેબ્રુવારી 14, 2014સપનાબહેનને બીજો કાવ્યસંગ્રહ [“સમી સાંજનાં સપનાં”] પ્રગટ કરવા બદલ અભિનંદન. એમના પ્ર્થમ કાવ્યસંગ્ર્હ “ખૂલી આંખનાં સપનાં” બે વખત વાંચીને એનો રીવ્યૂ આ બ્લોગ http://www.GirishParikh.wordpress.com પર પોસ્ટ કરેલો. આ બ્લોગના “ગિરીશના ભાવ પ્રતિભાવ” વિભાગમાં જરૂર વાંચશો. પોસ્ટનું નામ છેઃ ‘સપના’ વિજાપુરાનાં ‘ખૂલી આંખનાં સપનાં’ (ગિરીશના ભાવ પ્રતિભાવ).
સપનાબહેને મને કહેલું કે માર્કેટીંગમાં એ કાચાં છે. પ્રભુને પ્રાર્થના કરું છું કે એમને કોઈ માર્કેટીંગ એક્સપર્ટ મળે અને એમનાં બન્ને પુસ્તકો લાખ્ખોની સ્ંખ્યામાં વેચાય! ગુજરાતીભાષાનો એ ચમત્કાર ગણાશે.
અશક્ય લાગતું આ સપનું જરૂર સાચું થઈ શકે.
–ગિરીશ પરીખ
“પાકીઝા”
ફેબ્રુવારી 13, 2014કચકડા
પર
કાવ્ય
“પાકીઝા”.
સ્ત્રીની માયા !
ફેબ્રુવારી 11, 2014સ્ત્રી
વિદ્યામાયા
કે
અવિદ્યામાયા ?!
સ્ત્રીસંગ !
ફેબ્રુવારી 10, 2014સ્ત્રીસંગ
સુસંગ
કે
કુસંગ !?