Archive for સપ્ટેમ્બર, 2012

માયાપટ (વાર્તા): ૭

સપ્ટેમ્બર 30, 2012

અને નારદ સુવર્ણ-કટોરાને હૃદય સાથે ચાંપીને નદી તરફ પ્રયાણ કરવા લાગ્યા.

એ નદીની સમીપ આવ્યા ત્યારે નદીકાંઠે એક મનમોહક સુંદરીને બેઠેલી જોઈ. નારદે એ સુંદરીની આગળથી નીકળીને નદી પાસે જવા મનમાં ખૂબ ગડમથલ કરી. એ આકર્ષક યૌવનાની પાર નદીનાં નિર્મળ નીર વહેતાં હતાં. પણ નારદ એ ખૂબસુરત યુવતી પરથી નજર ન હટાવી શક્યા. આવું મુગ્ધ સૌંદર્ય એમણે કદી જોયું નહોતું. એની ઊંચી, પાતળી કાયા મોહક હતી. ચોળીમાં છુપાયેલા એના વિકસેલા સ્તનો પર એના લાંબા કાળા કેશ ખુશનુમા પવનમાં નૃત્ય કરી રહ્યા હતા. અને એની કાળી, ધનુષ્ય જેવી ભ્રમરો નીચે અણિયાળી આંખો રોમાંચનાં તીર વરસાવતી હતી! એના અપ્રતીમ સૌંદર્યથી સ્તબ્ધ થઈ ગયેલા નારદ એની પાસે સરક્યા અને પૂછ્યું, “સુંદરી, તમે રસ્તો ભુલ્યાં લાગો છો. તમે ખોવાયેલાં લાગો છો. શું હું તમને કંઈ મદદ કરી શકુ?”

   (વધુ હવે પછી…)

માયાપટ (વાર્તા): ૬

સપ્ટેમ્બર 29, 2012
“નારદ, ” કૃષ્ણે મોટા પણ મધુર અવાજે કહ્યું, “નજીકની નદીમાંથી મારા માટે આ કટોરામાં થોડું જળ લઈ આવો.”

કૃષ્ણના આદેશથી સભાન થયેલા નારદે હાથ જોડીને કહ્યું,”જી હા, પ્રભુ.”

“તમે જળ લઈને પાછા ન આવો ત્યાં સુધી હું અહીં તમારી પ્રતીક્ષા કરીશ.”

(વધુ હવે પછી …)

માયાપટ (વાર્તા): ૫

સપ્ટેમ્બર 28, 2012
આકાશમાં સૂર્યોદય થઈ રહ્યો હતો. મધ્યાન્હ થયું. કૃષ્ણે કહ્યું, “નારદ, મને તરસ લાગી છે. મને જળ ભરેલો એક કટોરો લાવી આપશે?”

નારદે તરત જ કૃષ્ણનો આદેશ સ્વીકારી લીધો. નારદ જેવા મહામુની માટે પણ કૃષ્ણની સેવા કરવાનો ગમે તેવો નાનો અવસર પણ મહામૂલો હતો.

કૃષ્ણે તાલી પાડી અને તરત જ એક ક્ષણમાં એમના હાથોમાં એક સોનાનો કટોરો આવી ગયો. નારદ એ પાત્રને એકી ટશે જોઈ રહ્યા. કેટલો રહસ્યભર્યો એ કટોરો લાગતો હતો. નારદને જાણે કે ઘેન ચડવા માંડ્યું!

(વધુ હવે પછી …)

ધર્મભૂમિ … કર્મભૂમિ … (ચતુર્શબ્દ મુક્તક)

સપ્ટેમ્બર 27, 2012


મારી
ધર્મભૂમિ …
કર્મભૂમિ …

માયાપટ (વાર્તા): ૪

સપ્ટેમ્બર 26, 2012
કૃષ્ણે સ્મિત કરતાં કરતાં કહ્યું, “સર્વત્ર મારી માયા છે.”

“પણ મને બતાવો તો ખરા,” નારદે આગ્રહ કર્યો. “માયા મને તે વળી શી રીતે ભ્રમીત કરવની હતી? આપ પહેલાં કહેતા હતા કે આપની કૃપા વિના કોઈ માયામાંથી છટકી ન શકે.”

કૃષ્ણે સમજાવવા પ્રયાસ કર્યો, પણ નારદના મગજમાં કંઈ ન ઊતર્યું. છેવટે કૃષ્ણે થાકીને પૂછ્યું, “શું તારે હજુ પણ માયાનો પરચો જાણવો છે?”

“જી હા, પ્રભુ,” નારદે હઠ કરી.

(વધુ હવે પછી …)

માયાપટ (વાર્તા): ૩

સપ્ટેમ્બર 25, 2012
“નારદ, આ સમગ્ર સૃષ્ટિ મારી માયા નીચે છે. માયા એક એવો પટ છે જે લોકોને મારાથી વિમુખ રાખે છે. માયા એ ભ્રમ છે જે માનવીને પ્રભુદર્શનથી વંચીત રાખે છે.” કૃષ્ણે કહ્યું.

નારદે વિચાર્યું, “માયા મને શું કરી શકવાની હતી? મેં કેટલાં બધાં વર્ષો સુધી ધર્મસાધના કરી છે.” થોડી ગર્વમીશ્રીત લાગણી સાથે એમણે કૃષ્ણને પૂછ્યું, “પ્રભુ, આપની માયા મને બતાવશો?”

     (વધુ હવે પછી …)

માયાપટ (વાર્તા): ૨

સપ્ટેમ્બર 24, 2012
ચાનક નારદના મનમાં પ્રશ્ન ઊઠે છે. નારદના મનમાં શું ચાલી રહ્યું છે એ અંતરયામી કૃષ્ણ જાણે છે, ને એટલે સ્મિત કરે છે. ઊંડા વિચારમાં ડૂબેલા નારદ છેવટે પૂછે છેઃ
“પ્રભુ, માયા શું છે?”
કૃષ્ણ એમના વિદ્વાન સાથીદાર તરફ તીરછી નજરે જુએ છે.
નારદે આ પ્રશ્ન શા માટે પૂછ્યો? શું એણે આ પ્રશ્ન ગંભીરપણે પૂછ્યો છે કે કે પછી કુતૂહલ અને એષણાના મિશ્રણથી મહાત થઈ પૂછ્યો છે?
નારદે જ્યારે કૃષ્ણ તરફ મુખ ફેરવ્યું ત્યારે કૃષ્ણે મધુર શબ્દોમાં બોલવા માંડ્યું:
                                 (વધુ હવે પછી …)

ના છૂટે ! (ચતુર્શબ્દ મુક્તક)

સપ્ટેમ્બર 23, 2012

અમેરિકા

ના

છૂટે

રે !

નોંધઃ સપના વિજાપુરાએ એમની વેબ સાઈટ પર “નથી છૂટતું” કાવ્ય પોસ્ટ કર્યું છે. આ મુક્તક એ કાવ્ય પરથી સ્ફૂર્યું છે. સપના વિજાપુરાને આ ચતુર્શબ્દ મુક્તક અર્પણ કરું છું. “નથી છૂટતું” કાવ્યની લીંકઃ http://kavyadhara.com/?p=3530 .
ઉપરની લીંક પર સપનાબહેનનું કાવ્ય-પઠન માણવાનું પણ ન ચૂકશો.

માયાપટ (વાર્તા): ૧

સપ્ટેમ્બર 22, 2012

હાન મુની અને વિદ્વાન એવા નારદ કૃષ્ણ સાથે ગૌરવપૂર્વક ચાલી રહ્યા છે. ઉતાવળ વિનાનાં ડગલાં ભરતાં ભરતાં બન્ને વાતો કરી રહ્યા છે. તેજોમય પીતાંબરમાં સજ્જ કૃષ્ણનાં વાન વાદળ જેવાં છે. શિર પર ચમકતા મુગટમાં મોરપીંચ્છ સોહી રહ્યું છે. એમના બન્ને લાંબા હાથ એમની ચાલ સાથે લયબદ્ધ ઝૂલી રહ્યા છે. એમની દિવ્ય દૃષ્ટિમાં સમગ્ર બ્રહ્માંડ ને અગણિત વિશ્વો સંતાયેલાં છે. એ આંખો અત્યારે કરૂણામય દેખાય છે, પણ એ ધારે તો સૂર્યની જેમ દાહક પણ બની શકે અથવા કૃપાની વર્ષા પણ કરી શકે.
(વધુ હવે પછી …)

વહાલું વ્યસન ! (ચતુર્શબ્દ મુક્તક)

સપ્ટેમ્બર 21, 2012

કવિતાનું
વ્યસન
વહાલું
મને !