હું સમજું ગુજરાતી
ને બોલું ગુજરાતીમાં
હું વાંચુ ગુજરાતી
ને લખું ગુજરાતીમાં
છે મુજને વહાલી મારી —
માબોલી ગુજરાતી.
માબોલી = માતૃભાષા.
હું સમજું ગુજરાતી
ને બોલું ગુજરાતીમાં
હું વાંચુ ગુજરાતી
ને લખું ગુજરાતીમાં
છે મુજને વહાલી મારી —
માબોલી ગુજરાતી.
માબોલી = માતૃભાષા.
ચાલો …
કરવા
આરોગ્ય
સફર … !
શબ્દ
પ્રાણ /
શબ્દ
બાણ … !
ચતુર્શબ્દ
મુક્તક =
સહસ્ત્ર
શબ્દ … !
Thousand Words … !
Four-worded
Verse =
Thousand
words … !
નોંધઃ કહેવત છે કે “A pictures is worth 1000 words !” (એક ચિત્ર ૧૦૦૦ શબ્દો બરાબર છે !) માનો કે ન માનો, એ જ રીતે ચતુર્શબ્દ મુક્તક માટે પણ કહી શાકાય. લખવાનું શરૂ કરીએ તો માત્ર ચાર જ શબ્દોથી સર્જાયેલા મુક્તકનો વિસ્તાર સહસ્ત્ર (કે વધુ) શબ્દોમાં થઈ શકે!
સ્વામીજીના
પગલે …
અમેરિકા
પાવન.
નોંધઃ સ્વામીજી = સ્વામી વિવેકાનંદ.
શિવનગરી
કાશી
શિકાગો
વિવેકાનંદનગર !
નોંધઃ સ્વામી વિવેકાનંદે શિકાગોને પોતાનું ઘર કહેલું.
મૃગેશ ગજ્જરનું www.readgujarati.com વેબ સાઈટ પર પોસ્ટ થયેલું અદભુત પ્રવાસવર્ણન વાંચતાં દેહ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં હોવા છતાં મન અને હૃદય “વારાણસીમાં” વિહરવા લાગ્યાં!
મૃગેશભાઈ જેટલું જ આકર્ષણ મને કાશી યાને વારાણસી યાને બનારસનું છે.
વર્ષો પહેલાં મારાં ધર્મપત્ની હસુ તથા મેં કાશીની યાત્રા કરેલી જે મને સદા યાદ રહેશે. કાશીમાં અમે એક ૯૦ વર્ષથી વધુ ઉંનરનાં માતાજીનાં દર્શન કરેલાં જેમને શ્રી રામકૃષ્ણ પરમહંસના આશીર્વાદ મળેલા.
જીવન
છે
પ્રભુની
ભેટ.
મૃત્યુ
જીવન
તરફ
સફર !
જીવન
મૃત્યુ
તરફ
સફર !