Archive for ડિસેમ્બર, 2015

શ્રી ગણેશ થશે બે નવી કેટેગોરીના આવતી કાલે

ડિસેમ્બર 31, 2015

શ્રી ગણેશ થશે બે નવી કેટેગોરીના આવતી કાલે આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) પર.

૧.  નોબેલ પ્રાઈઝ
“ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળે?” મૂળ ગુજરાતીમાં સર્જાતું પુસ્તક.
અને એનો અંગ્રેજીમાં અવતારઃ “How Can a Writer in Gujarati Win the Nobel Prize? (Tentative Title).
આ વિષયના પોસ્ટ અવાર નવાર કરતો રહીશ. અત્યાર સુધીમાં “પ્રકીર્ણ” વિભાગમાં આ વિષય પર કરેલા બધા પોસ્ટ આ નવી કેટેગોરીમાં મૂવ કરીશ.
૨.  “લયસ્તરો”નો આનંદ
આજ સુધીમાં આ લખનારે “લયસ્તરો” પર અનેક પ્રતિભાવો પોસ્ટ કર્યા છે.
એમાંના ઘણાખરા “ગિરીશના ભાવ પ્રતિભાવ” વિભાગમાં પોસ્ટ કર્યા છે.
“લયસ્તરો” વિશેના અત્યાર સુધી પોસ્ટ કરેલા બધા જ પ્રતિભાવો તથા નવા પ્રતિભાવો ધીમે ધીમે આ નવી કેટેગોરીમાં પોસ્ટ કરતો રહીશ.
અલબત્ત, “ગિરીશના ભાવ પ્રતિભાવ” વિભાગમાં પોસ્ટ કરેલા આ વિષયના બધા પોસ્ટ ધીમે ધીમે આ નવી કેટેગોરીમાં મૂવ કરતો રહીશ.
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)     

ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગઃ ૨૮ સ્પીરીટ એર લાઈન્સ

ડિસેમ્બર 31, 2015

આજે ગુરુવાર, ડીસેમ્બર ૩૧, ૨૦૧૫ના રોજ સ્પીરીટ એર લાઈન્સનું જાન્યુઆરી ૧૫, ૨૦૧૬ (એક્સ્પીરેશન ડેઈટ)નું ૪૦ (સ્ટ્રાઈક પ્રાઈસ)નું પુટ ઓપ્શન ૧.૪૦ના ભાવે લખ્યું (એટલે વેચ્યું.)

૨૦૧૫નું આ છેલ્લું ઈન્વેસ્ટમેન્ટ છે.

૨૦૧૬નું વર્ષ આપને મુબારક તથા નફાકારક હો.
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

મનોજની ગઝલનો “મનોમય” શેર

ડિસેમ્બર 30, 2015

“લયસ્તરો” પર તીર્થેશે મનોજ ખંડેરિયાની મનોમય ગઝલ “આસપાસ” પોસ્ટ કરી છે.

હકીકતમાં મનોજની ગઝલો મનોમય હોય છે! મનોજની ગઝલોની વિશિષ્ટતા મારે એક જ શબ્દમાં વર્ણવવી હોય તો શબ્દ છેઃ “મનોમય”.

ગઝલનો પ્રત્યેક શેર મનનીય છે. આ શેર વિશેષ ગમ્યોઃ

કૈં શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ
શૂન્ય ભારતની ભેટ છે જગતને.
અંબર એ ઇશ્વરનું જ સર્જન છે અને એ એક છે. એક પછી આવતા શૂન્યના થરનું અમૂલ્ય મૂલ્ય આપણે તો કલ્પવાનું જ રહ્યું!
અને છતાં ઇશ્વરની આસપાસ છે એકલતા! એક અને પછીની શૂન્યોનું સાચું મૂલ્ય કોણ સમજી શકે?
મારી દૃષ્ટિએ મેં શેર વિશે થોડા શબ્દો લખ્યા, પણ શેરનું ચિંતન કરીને અનેક અર્થો તારવી શકાય અને અનેક શબ્દો લખી શકાય.
અને એ જ ખૂબી છે મહાન સાહિત્યની.
અલબત્ત, મનોજ ખંડેરિયાનાં સર્જનો નોબેલ પ્રાઈઝ કક્ષાનાં છે.
શેરમાં “કૈ”ની જગાએ “કૈં” જોઈએ!
મનોજ ખંડેરિયાની “આસપાસ” ગઝલની લીંકઃ
http://layastaro.com/?p=13363
 
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

સારું જ સારું … ! (ચતુર્શબ્દ મુક્તક)

ડિસેમ્બર 30, 2015

થયું
થાય
થશે
સારું !

નોંધઃ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં હિંદુ ટેમ્પલ ઓફ મોડેસ્ટોના સ્થાપક પંડિત બી.ડી. શર્માજીનું તાજેતરમાં અવસાન થયું છે. રવિવાર, ડીસેમ્બર ૨૭, ૨૦૧૫ના રોજ મંદિરમાં એમના સ્મૃતિમાં કાર્યક્રમ હતી. એમાં એક બહેને કહ્યું કે એક વખત એ ડીપ્રેસ્ડ હતાં અને આ વાત પંડિતજીને કહી. પંડિતજીએ હિંમત આપતાં આ મતાલબનું કહ્યુંઃ જે થયું છે એ સારું થયું છે, જે થાય છે એ સારું થાય છે, અને જે થશે એ સારું થશે!
આ ચતુર્શબ્દ મુક્તક પંડિત બી.ડી. શર્માજી તથા એ બહેનને અર્પણ કરું છું.
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

સ્વાર્થી ! (ચતુર્શબ્દ મુક્તક)

ડિસેમ્બર 29, 2015
લેવું
ગમે,

આપવું !
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

અનેક ઇચ્છા ! (ચતુર્શબ્દ મુક્તક)

ડિસેમ્બર 29, 2015
નવા
વર્ષમાં
અનેક
ઇચ્છા !
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

મૌનનો મહિમા ! (ચતુર્શબ્દ મુક્તક)

ડિસેમ્બર 29, 2015

છે
મૌનનો
મહિમા
મોટ્ટો !

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

જાન્યુઆરી ૧, ૨૦૧૬નો અનોખો મહિમા

ડિસેમ્બર 28, 2015

પ્રથમ તો આપને Happy New Year (હેપી ન્યું ઈયર) કહું છું.

હવે જાન્યુઆરી ૧, ૨૦૧૬ના અનોખા મહિમા વિશેઃ

–જાન્યુઆરી ૧, ૧૮૮૮૬ના દિવસે શ્રી રમકૃષ્ણ પરમહંસ કલ્પતરુ બન્યા હતા તથા ભક્તોની ઇચ્છાઓ સંતોષી હતી. શ્રી રામકૃષ્ણના ભક્તો દર વર્ષે જાન્યુઆરીની પહેલીને ‘કલ્પતરુ દિન’ તરીકે ઉજવે છે.
આપ પણ જાન્યુઆરીની પહેલીએ શ્રી રામકૃષ્ણ પરમહંસનું ધ્યાન કરીને એમને આપની ઇચ્છા જણાવી શકો છો.

–અને જાન્યુઆરી ૧, ૨૦૧૬ બંગાળી તીથી પ્રમાણે શ્રી રામકૃષ્ણ પરમહંસનાં પત્ની શ્રી શારદાણિ દેવીનો જન્મદિન પણ છે.

આ રીતે જાન્યુઆરી ૧, ૨૦૧૬ નો મહિમા અનોખો છે.
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગનું રોમાંચક અને વોલેટાઈલ વિશ્વ !

ડિસેમ્બર 27, 2015

અલબત્ત, ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગનું વિશ્વ રોમાંચક છે અને વોલેટાઈલ પણ છે.

www.GirishParikh.wordpress.com બ્લોગની “ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગ” કેટેગોરીમાં મારા એક્ચ્યુલ ઈન્વેસ્ટમેન્ટો તથા ટ્રેડો વિશે લખું છું. દરેક ઈન્વસ્ટમેન્ટ તથા ટ્રેડના ફાઈનલ પરિણામ વિશે પણ લખીશ.

એ ઉપરાંત ૨૦૧૬માં ઈન્વસ્ટમેન્ટો તથા ટ્રેડોના મારા એપ્રોચ વિશે પણ લખવાની ઇચ્છા છે.

આપ પ્રતિભાવો જરૂર આપશો.
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

કેવું છે વિશ્વ ? (ચતુર્શબ્દ મુક્તક)

ડિસેમ્બર 27, 2015

શ્વાન
પૂંછડી
જેવું
વિશ્વ !