Archive for એપ્રિલ, 2014

સુમન અજમેરીને સલામ …

એપ્રિલ 30, 2014
મોડેસ્ટો  કેલિફોર્નિયા  એપ્રિલ ૨૯, ૨૦૧૪ રાત્રે  ૮ઃ૩૦ પછી …  એપ્રિલ ૩૦, ૨૦૧૪ સવારથી …
આજે સવારે લેપ ટોપ કોમ્પ્યુટર ચાલુ કરી યાહુમેઇલ જોયું અને ઇનબોક્સમાં નજરે પડ્યો બીજે મીસ્ત્રીએ ફોર્વર્ડ કરેલો નવીનભાઈ બેંકરનો લેખ “સ્વ. સુમન અજમેરીને શ્રદ્ધાંજલિ,” અને મન ખિન્ન થઈ ગયું.
આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ ચાર પુસ્તકો, અને જેના પર  “Adil, Suman Ajmeri” લખ્યું છે એવું એક મનીલા ફોલ્ડર છે. પુસ્તકો છેઃ
સુમન અજમેરીએ મારા પર મોકલેલાં ચાર પુસ્તકો છેઃ ૧. આદિલ મન્સૂરી: ગઝલને સમર્પિત જીવન — વ્યક્તિત્વના પડછંદા (૫૮૮ પૃષ્ઠ) (લેખન-સંપાદનઃ પ્રો. સુમન અજમેરી); ૨. સુમન અજમેરીઃ વ્યક્તિત્વ અને કૃતિત્વ ખંડ-૨ (૫૬૮ પૃષ્ઠ) (સંપાદકોઃ ડૉ. જગદીશ દવે અને ડૉ. જી.ડી. શર્મા);  ૩. માણસનું ચિત્ર અંકારતાં કાવ્યો (૨૨૪ પૃષ્ઠ) (સંપાદકઃ પ્રો. સુમન અજમેરી); અને ૪. ચાલો રમીએ ગઝલના શેરોની અંતાક્ષરી (૮૮ પૃષ્ઠ) (સંકલન, સંયોજન અને સંપાદનઃ સુમન અજમેરી).
સુમન અજમેરીનો પરિચય મને થયો હતો વિજય શાહના ફોન દ્વારા. એ વખતે હું આદિલના શેરોનો આનંદ નામનું પુસ્તક લખતો હતો. એ જાણતાં વિજયભાઈને મને કહ્યૂ કે હ્યુસ્ટનમાં રહેતા સુમન અજમેરીએ આદિલ વિશે ૪૦૦ પાનાંની હસ્તપ્રત તૈયાર કરી છે. મેં સુમનભાઈનો ફોનથી સંપર્ક કર્યો, અને અમારો પરિચય વધતો ગયો.
સુમનભાઈએ મારા પુસ્તક આદિલના શેરોનો આનંદની પ્રતમાંથી ૧૦ શેરો અને એના વિશેનાં લખાણોની એમના આદિલ વિશેના પુસ્તકમાં લેવા માટે માગણી કરી. મેં એ મોકલી આપ્યાં જે એમણે એમના પુસ્તકનાં પૃષ્ઠ પુસ્તકનાં પૃષ્ઠ ૨૧૩-૨૨૧ પર “રંગછાંટણાંઃ આદિલની ગઝલના શેરોનો આનંદ માણીએ” શીર્ષક આપી છાપ્યાં છે.
મેં મારા પુસ્તક આદિલના શેરોનો આનંદ માટે આદિલનો પરિચય આપતું લખાણ મોકલવાની આદિલભાઈને વિનંતી કરી. એમણે ખુશીથી લખાણ મોકલી આપ્યું જેને અમણે ‘પ્રવેશક’ કહ્યું. લખાણ મેં “આદિલ વિશે” શિર્ષક આપી મારા પુસ્તકમાં લીધુ. એ લખાણ આદિલભાઈએ પણ એમના આદિલ વિશેના પુસ્તકમાં પૃષ્ઠ ૨૭૧-૨૭૨ પર છાપ્યું.
સુમનભાઈએ મારા આદિલના શેરોનો આનંદ પુસ્તક છપાવવા માટે પણ માર્ગદર્શન આપ્યું. પણ ભારતમાં પુસ્તક છપાવવાનું મને ઉચિત ન લાગ્યું! હકીકતમાં એક જાણીતા લેખક-પત્રકારે એમના ખર્ચે ભારતમાં પુસ્તક છપાવવાનું સ્વીકાર્યું હતું, પણ એ કામ એ ન કરી શક્યા!
ત્રણ વર્ષોના લેખન અને પ્રકાશક શોધવાના પ્રયાસ પછી આદિલના શેરોનો આનંદ પુસ્તક વિજય શાહની મદદથી www.CreateSpace.com (Amazon.com ની કંપની)  દ્વારા છપાયુ. (પુસ્તક
www.CreateSpace.com/3823518 પરથી મળે છે.)
હ્યુસ્ટન પ્રો. સુમન અજમેરીની સાહિત્ય કર્મભૂમિ છે. હ્યુસ્ટન સાહિત્ય સરિતાના સંચલકો અને સર્જકોને હું વિનંતી કરું છું કે સુમનભાઈના પ્રગટ અને અપ્રગટ સમગ્ર સાહિત્યનું સંપાદન કરાવી એને જાળવી રાખે એમનાં પુસ્તકોનું વેચાણ પણ કરે. વેચાણમાંથી યોગ્ય રકમ એમના કુટુંબને આપવી જોઈએ. સાહિત્યકારને માટે એના સાહિત્યના પ્રસારથી વધુ આનંદ શું હોઈ શકે? સુમનભાઈના આત્માને આ રીતે જરૂર સંતોષ થશે એમ માનું છું.
આ કાર્ય માટે મારા પુસ્તક આદિલના શેરોનો આનંદના વેચાણમાંથી દર પુસ્તકે ૫ ડોલર હ્યુસ્ટન સાહિત્ય સરિતાને મોકલી આપીશ. પુસ્તક ખરીદનારે મને  girish116@yahoo.com સરનામે “For Memorial of Suman Ajmeri” સબ્જેક્ટ લાઈન સાથે ઇ-મેઇલ કરવાનું રહેશે.  (પુસ્તક
www.CreateSpace.com/3823518 પરથી મળે છે.)
આદિલના શેરોનો આનંદ વિશે વધુ માહિતિ માટે ક્લીક કરોઃ
http://girishparikh.wordpress.com/2013/01/13/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a6%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86/
–ગિરીશ પરીખ
ફોનઃ (209) 303 6938 (cell)

સંઘર્ષ આશ્રમ !

એપ્રિલ 29, 2014

ગૃહસ્થ
આશ્રમ
સ્ંઘર્ષ
આશ્રમ !

નોંધઃ મોડેસ્ટો, કેલિફોર્નિયાના હિંદુ ટેમ્પલમાં મહેન્દ્ર બેરીએ એક ભજન ગાતી વખતે કહેલા વાક્ય પરથી આ મુક્તક રચાયું છે. આ ચતુર્શબ્દ મુક્તક મહેન્દ્ર બેરીને અર્પણ કરું છું.

ચોથી હઠ !

એપ્રિલ 29, 2014

રાજહઠ
સ્ત્રીહઠ
બાળહઠ
ભક્તહઠ !

નોંધઃ આ ચતુર્શબ્દ મુક્તકનું શીર્ષક “ચતુર્હઠ” આપી શકાય.

 

પ્રેમનો શત્રુ !

એપ્રિલ 28, 2014

છે
વહેમ
પ્રેમનો
શત્રુ !

કચરાકારણ !

એપ્રિલ 28, 2014

રાજકારણ
લાગે
જાણે
કચરાકારણ !

નોંધઃ ભારતમાં જોરશોરથી ચૂંટણીપ્રચાર (કે ચૂંટણીકુપ્રચાર!) થઈ રહ્યો છે ત્યારે આ ચતુર્શબ્દ મુક્તક પ્રાસંગિક પણ છે.
સ્વામી વિવેકાનંદે કહેલુંઃ All politics is trash. The only truth is God. (રાજકારણ કચરો છે. માત્ર ભગવાન સત્ય છે.)
પણ મારા આ પ્રશ્નો છેઃ રાજકારણ પ્રભુમય બને તો? અલબત્ત, રામરાજ્ય રામમય (એટલે પ્રભુમય) હતું. પણ કળિયુગમાં રામરાજ્યની આશા રાખી શકાય?

 

સ્ત્રીનું મન !

એપ્રિલ 28, 2014

કેવું
ચંચળ
સ્ત્રીનું
મન !

હાલની ઘડી …

એપ્રિલ 28, 2014

અત્યારે
છે
ભવિષ્ય
કાળ !

સાચાં નામ !

એપ્રિલ 28, 2014

સીતા
રામ
સાચાં
નામ.

રાત પછી દિન પછી …

એપ્રિલ 28, 2014

રાત
દિન
રાત
દિન …

સંસાર

એપ્રિલ 27, 2014

મૃગજળ
જેવો
છે
સંસાર !

નોંધઃ મીરાંબાઈએ ગાયું છેઃ
સંસારીનું સુખ એવું
ઝાંઝવાંના જળ જેવું ! …

આ ચતુર્શબ્દ મુક્તક મીરાંબાઈને અર્પણ કરું છું.