Archive for ફેબ્રુવારી, 2011

આવતી કાલે શરૂ થાય છે નવું નાટકઃ ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’

ફેબ્રુવારી 28, 2011
હા, નાટક સ્ત્રી પાત્ર વિનાનું છે અને એનું નામ એના ગુણ (કે અવગુણ?) પ્રમાણે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ છે.
 
સ્ત્રી પાત્ર એમાં નથી પણ એમાં હસવાનું જરૂર છે એમ આ લખનારને લાગે છે. આપને શું લાગે છે એ જાણવા આતુર છું.
 
આ નાટક મેં શાથી લખ્યું? ૧૯૫૦ના દશકામાં અમદાવાદની એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજમાં ભણતો હતો ત્યારે કોઈ વિદ્યાર્થીનીઓ કોલેજમાં નહોતી. સ્ત્રી પાત્ર વાળાં કેટલાંક નટકો અમને ગમતાં હતાં, પણ એ પાત્રો ભજવે કોણ? પડોશની બીજી એક કોલેજમાંથી અભિનેત્રીઓ લાવવા પ્રયત્ન કર્યો પણ એ સફળ ન થયો. અને એન્જિનિયરીંગ કોલેજનો કોઈ વિદ્યાર્થી સ્ત્રી પાત્ર ભજવવા તૈયાર ન થયો.
 
આપણા સાહિત્યમાં સ્ત્રી પાત્ર વિનાનાં નાટકો તો હશે જ. પણ મેં જ આવું નાટક લખવાનો નિર્ણય કર્યો અને સર્જાયું ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’
 
પણ મારી જાણ મુજબ આ નાટક આજ સુધીમાં ભજવાયું નથી અને કોઈ સામયિકમાં એનું પ્રકાશન પણ નથી થયું! સ્ત્રી પાત્રો એમાં નથી એટલે તો એમ નહીં બન્યું હોય? એ ગમે તે હોય, આપને ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ભજવવાની કે ભજવાવવાની ચેલેન્જ આપું છું!
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

મારે થાવું છે અભિનેત્રી !: ૩૭

ફેબ્રુવારી 28, 2011
સુરેશઃ એલાવ… એલાવ… નવી અભિનેત્રી તરીકે કોને, સુલેખાને પસંદ કરી છે ને?
[સુલેખા આતુરતાથી સાંભળે છે. વસંત કેમેરા તૈયાર કરે છે.]
સુરેશઃ શું કહ્યું? ફરીથી ચેક કરો. કાંઈ ભૂલ તો નથી થતી ને? સુલેખાને બદલે સુરેખા તો નથી છપાયું ને? શું કહ્યું? સુરેખા જ પસાંદ થઈ છે!
[રીસીવર હુક પર પછાડે છે. વસંત ફોટો લીધા વિના જ બાઘાની જેમ ઊભો રહે છે.]
સુરેશઃ સુલેખા, આ સુરેખા એકલા મોહનના જ નહીં, મારા પણ ઘણા રૂપિયા લઈ ગઈ છે!
સુલેખાઃ સુરેશિયા! મને તારા પર ખૂબ ચીડ ચડે છે. તું એને પણ ચાહતો હતો? એનાં પણ તેં ચિત્રો બનાવ્યાં જ હશે!
સુલેખાઃ હું એક કલાકાર છું એ ન ભૂલતી.
સુલેખાઃ તું બદમાશ છે. મોહનને રૂપિયા મોકલતી હતી એ સુરેખાને આપતો હતો, અને સુરેખા તને ચિત્રો બનાવવા આપતી હશે!
સુરેશઃ સુલેખા, તને પ્લોટ બરાબર સમજાઈ ગયો લાગે છે. પણ એનો અંત આ છેઃ સુરેખા મારા પૈસા પણ લઈને પલાયન થઈ ગઈ! એ મોહન, અને મને, બન્નેને બનાવી ગઈ! પણ સુલેખા, તારે સ્ટોરી રાઈટર થવું જોઈએ!
સુલેખાઃ મારે તારી એક પણ વાત સાંભળવી નથી. અહીંથી અત્યારે જ નીકળી જા! મારે હવે નથી બનવું અભિનેત્રી _ નથી બનવું સ્ટોરી રાઈટર.
[સુરેશ જાય છે.]
ક્યાં ગયા એ? મેં જીવનમાં કેટલી બધી ભૂલો કરી નાખી. એ મખ્ખીચૂસ હતા તો હું ઉડાઉ બની ગઈ. આ ડ્રોઇંગ રૂમ, ફિલ્મો, તૈલચિત્રો ને અભિનેત્રી થવાના અભરખા! મારા માનવ હૈયા આસપાસ વીંટળાયેલાં આ કૃત્રિમ આવરણો. એ કંજુસ ભલે ને હોય, પણ મારા સ્વામી છે. એમની કંજુસાઈ એમને પ્રેમથી સમજાવીને છોડાવવાનો મારો ધર્મ છે.
[સુલેખા શેઠની સુશ્રુષા કરે છે.]
વસંતઃ સુલેખા અને શેઠજી, પ્લીઝ સ્માઈલ!
[વસંત ફોટો પાડે છે.]
કાંતીઃ સરસ મારા ગુરુ દેવ. એ ફોટા નીચે આપણે લખીશું…
મંગલાઃ અભિનેત્રી લખત, પણ હવે?
કાંતીઃ હવે ‘ઘરવાળી’ લખીશું.
[ફોન આવે છે. વસંત ફોન લે છે.]
વસંતઃ ઓહ, આ તો મોહનનો ફોન છે.
[વસંત ફોન સુલેખાને આપે છે.]
સુલેખાઃ બેટા મોહન, અરે તું રડે છે! માફી માગે છે! ભૂલ તો મારી પણ થઈ છે મોહન.  બેટા રડીશ ના, તારી મા છું હું. છોરુ કછોતર થાય પણ માવતર ક્માવતર ન થાય. ચિંતા ના કરીશ અને હવે ભણવામાં ધ્યાન આપજે. આઈ લવ યૂ.
લક્ષ્મીપ્રસાદઃ વી લવ યૂ કહે!
સુલેખાઃ વી લવ યૂ!
[ફોન મૂકે છે.]   
વસંતઃ આ બધાંય તૈલચિત્રો… પ્રાણવિહોણાં આ તૈલચિત્રો અભિનેત્રીનાં હતાં!
મંગલાઃ પેલા બનાવટી પ્રેમી સુરેશે દોરેલાં ચિત્રો.
કાંતીઃ પણ આ કેમેરામાં મારાં શેઠાણીજીની સાચી તસ્વીરો હમણાં જ ઝડપાઈ છે. હિંદી નારીનું એ જ સાચું સ્વરૂપ છે.
વસંતઃ ખોટો અભિનયા નહીં.
કાંતીઃ સાચા પ્રેમના આચાર.
[પડદો ધીમે ધીમે પડે છે.]
                                          (આ નાટક-માળા સંપૂર્ણ.)
 
ફ્રેન્ચ નાટ્યકાર અને નટ મોલીએરના નાટક The Miser (ધી માઈઝર — એનું ગુજરાતી આ શબ્દથી કરું: ‘મહાકંજુસ !’) તથા આપણા હાસ્યસમ્રાટ જ્યોતીન્દ્ર દવેના નાટક ‘વડ અને ટેટા’ પરથી ‘મારે થાવું છે અભિનેત્રી !’ એકાંકી નાટક લખવાની પ્રેરણા મળી છે. આ નાટક મોલીએર તથા જ્યોતીન્દ્ર દવેને સાદર અર્પણ કરું છું.
                                                                             –ગિરીશ પરીખ (‘હસુગિ’)
 
અગત્યની નોંધઃ આ નાટકનાં પાત્રો, પ્રસંગો, વગેરે કલ્પિત છે. હસવાની છૂટ છે પણ બંધબેસતી પાઘડી પહેરી લેવાની મનાઈ છે.
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા ‘મારે થાવું છે અભિનેત્રી !’ એકાંકી નાટકને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘મારે થાવું છે અભિનેત્રી !’ ” કે ”We would like to perform ‘Mare thavu che abhinetri !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’

ફેબ્રુવારી 27, 2011
માર્ચ ૧, ૨૦૧૧થી શરૂ થશે નવું નાટક !
આવતી કાલે, ફેબ્રુઆરી ૨૮, ૨૦૧૧ના રોજ, આ બ્લોગ (www.girishparikh.wordpress.com) ના ” ‘હસુગિ’ની હાસ્યરચનાઓ” અને ‘નાટકો’ વિભાગમાં પોસ્ટ થઈ રહેલા ‘મારે થાવું છે અભિનેત્રી !’ નાટકનો છેલ્લો ૩૭મો ભાગ પોસ્ટ થશે અને નાટક સંપૂર્ણ થશે — એટલે કે પડદો પડશે!
અને પછી, માર્ચ ૧, ૨૦૧૧થી પડદો ઊઘડશે ને નવું એકાંકી નાટક જેનું નામ છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ શરૂ થશે. સ્ત્રી પાત્રો વાળા ‘મારે થાવું છે અભિનેત્રી !’ નાટક પછી ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’
 
તમને થતું હશેઃ સ્ત્રી પાત્ર વિનાના નાટકમાં વળી શી મઝા આવે?
 
મઝા આવે છે કે નહીં એ જાણવા માટે પણ નાટક જરૂર વાંચજો, અને પ્રતિભાવો જણાવજો.
 
તૈયાર રહેજો વાંચતાં વાંચતાં મનના મંચ પર નાટક ભજવવા !
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

મારે થાવું છે અભિનેત્રી !: ૩૬

ફેબ્રુવારી 27, 2011
સુલેખાઃ ભૈયાજી, ફર્નિચર ઉઠાઈએ મગર એક કામ કીજિયે. યે શામકા પેપર હૈ તો મુઝે દેખને દીજિયે.
ભૈયાજીઃ બાઈજી, પેપર શામકા હૈ. મૈં તો ગુજરાતી નહીં પઢતા મગર મેરા લડકા પઢતા હૈ. લીજિયે પેપર, મગર હમેં બાદમેં લૌટા દેના હોગા, નહીં તો હમ ભૂલ જાયેંગે. બોલો, હૈ મંજૂર?
સુલેઃખાઃ મંજૂર.
[સુલેખા છાપુ લઈને જોવા માંડે છે.]
સુરેશઃ શું પરિણામ છે?
સુલેખાઃ આ રહ્યું, પહેલા પાને જ… સુરેશ, તું જ વાંચી સંભળાવ. મારા તો હાથ ધ્રુજવા માંડ્યા!
[સુલેખા છાપુ સુરેશને આપે છે.]
 સુરેશઃ (છાપુ વાંચે છે) ફેમસ ફિલ્મ કંપનીએ યોજેલી નવી અભિનેત્રીની શોધ માટેની હરીફાઈનું પરિણામઃ સુરેખા! સુરેખા? આ શું? પ્રિન્ટીંગ મીસ્ટેક લાગે છે! સુલેખાને બદલે સુરેખા છાપ્યું લાગે છે! સુલેખા, તારે ગભરાવાની જરૂર નથી. હું પ્રેસ પર ફોન કરી અત્યારે જ પૂછું છું.
વસંતઃ (કેમેરા ખભેથી ઉતારીને) હું ફોટાગ્રાફ લઉં!
મંગલાઃ કોનો?
વસંતઃ તારો નહીં, અલબત્ત વાસંતીદેવીનો જ!
મંગલાઃ વહાલા વસંત, હવે તું કેવી ડાહી વાતો કરે છે!
વસંતઃ ચાલ, દૂર હઠ વચમાંથી.
[વસંત ફોટો લેવા તૈયારી કરે છે.]
                                  (વધુ હવે પછી …)
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા ‘મારે થાવું છે અભિનેત્રી !’ એકાંકી નાટકને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘મારે થાવું છે અભિનેત્રી !’ ” કે ”We would like to perform ‘Mare thavu che abhinetri !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

મારે થાવું છે અભિનેત્રી !: ૩૫

ફેબ્રુવારી 26, 2011
[પોસ્ટમેન જાય છે. કાંતી બારણું બંધ કરે છે. થોડી વારે બહાર બારણા સાથે હથોડા ટીચવાનો અવાજ સંભળાય છે.]
અવાજઃ અય ખોલોજી… દરવાજા ખોલોજી… હમ આયે હૈં ગુજરીસે! દરવાજા ખોલો… નહી તો હમ તોડ દેંગે! અય ખોલોજી… 
સુલેખાઃ ઓહ ગુજરીવાળો!
ભૈયાજીઃ અય ખોલોજી… દરવાજા ખોલોજી…
સુલેખાઃ કાંતી, એને કહે કે ડોરબેલ વાગાડે. એ બટન શોભાનું નથી.
કાતીઃ ખોટું ના લગાડશો શેઠાણીજી, પણ ભૈયાજી તમારી જેમ શોભાના હોત તો ઘંટડી વગાડવાનું બટન દબાવતા હોત!
ભૈયાજીઃ ખોલોજી… નહીં ખોલેંગે? હમ હથોડા સાથ લાયે હૈં…
[હથોડા ઠોકવાનો અવાજ… કાંતી દરવાજો ખોલે છે, ને ગુજરીવાળો ગબડી જાય છે એની બગલમાં છાપાનો વધારો છે. એની સાથે બે ત્રણ નોકરો આવે છે.]
ભૈયાજીઃ ચલો, ઉઠાઓ યે સબ ફર્નિચર. મુંહ ક્યા દેખ રહે હો? ઉઠાઓ…
                                                   (વધુ હવે પછી …)
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા ‘મારે થાવું છે અભિનેત્રી !’ એકાંકી નાટકને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘મારે થાવું છે અભિનેત્રી !’ ” કે ”We would like to perform ‘Mare thavu che abhinetri !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

જ્યોતીન્દ્ર દવે અને છત્રીબાઈ !

ફેબ્રુવારી 25, 2011
૧૯૬૫ની સાલનું ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન શ્રેણીનું પ્રથમ વ્યાખ્યાન ચાલતું હતું. પૂજ્ય કાકાસાહેબ કાલેલકર વ્યાખ્યાન આપતા હતા. મુંબઈ યુનિયુવર્સિટીના પદવીદાન સમારંભ ખંડમાં આ વ્યાખ્યાનશ્રેણી યોજાઈ હતી. આખો ખંડ શ્રોતાઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો.ખૂબ શાંતિથી સહુ વ્યાખ્યાન સાંભળતાં હતાં.
 
પ્રથમ હરોળમાં બેઠા હતા ગુજરાતીના સુપ્રસિધ્ધ હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવે. ખુરશીના હાથા સાથે એમણે છત્રી ટેકવી હતી.
 
અચાનક છત્રી સરકી ગઈ ને નીચે પડી. પાછળ બેઠેલા એક શ્રોતા છત્રી ઉપાડીને જ્યોતીન્દ્રભાઈને આપવા માંડ્યા, પણ એમણે હાથ હલાવી છત્રી આપવાની ના પાડી! છત્રીબાઈ ત્યાં જ પડ્યાં રહ્યાં.
 
જ્યોતીન્દ્રભાઈની હરોળની પાછળની બીજી જ હરોળની ખુરશીમાં એમની પાસે જ બેઠેલો હું એમનું મન વાંચવા માંડ્યોઃ  છત્રી ઉઠાવીને ઊભી કરીએ, ખુરશીના હાથાને ટેકે પાછી ગોઠવીએ, છત્રીબાઈને ઉભા રહેવું કદાચ ન ફાવે ને પાછાં નીચે પડે… એના કરતાં નીચે જ ભલે રહ્યાં છત્રીબાઈ.. એમની હસ્તીની ખસીને ખબર કરે ને નજીકમાં શાંત ચિત્તે સાંભળતા શ્રોતાઓનું ધ્યાન ખેંચે એના કરતાં નીચે જ આરામ કરવા દો એમને. જ્યોતીન્દ્રભાઈનું મુખારવિંદ જોતાં લાગતું હતું કે કંઈક આવું જ એ મહાન હાસ્યસર્જકે વિચારી લીધું!
 
ને પછી જ્યોતીન્દ્રભાઈ પાછા વ્યાખ્યાન સાંભળવા માંડ્યા. લાગતું હતું કે વચ્ચે વચ્ચે એ માથું નમાવી છત્રીબાઈનાં દર્શન કરતા રહેશે (ખાત્રી કરવા કે દર્શન દઈને અદૃશ્ય થઈ જતાં દેવી જેવાં તો છત્રીબાઈ નથી ને! — એટલે કોઈ એને ઉપાડી જતું તો નથી ને!); પણ જ્યોતીન્દ્રભાઈ તો આંખો મીંચી વ્યાખ્યાન સાંભળવામાં મશગૂલ થઈ ગયા! 
 
તમે માનશો? વ્યાખ્યાન આપતી વખતે કાકાસાહેબ મારા સામે વધુ જોયા કરતા હતા! વિચારતા હશેઃ આ મને સાંભળવા આવ્યો છે કે જ્યોતીન્દ્ર દવેને જોવા? મને જુએ તો કલ્યાણ થાય. જ્યોતીન્દ્રમાં વળી શું જોવા જેવું છે?
 
એકરારઃ ગઈ કાલે, ફેબ્રુઆરી ૨૪, ૨૦૧૧ને ગુરુવારે ‘નારી’ વિશે કબાટની ફાઇલોમાં એક કાવ્ય શોધતો હતો. સૌથી ઉપરનું ફોલ્ડર ખોલ્યું અને નજરે પડ્યો વર્ષો પહેલાં લખેલો જ્યોતીન્દ્ર દવે અને છત્રીબાઈ વિશેનો આ પ્રસંગ! ધ્યાનથી વાંચી ગયો, અને આ બ્લોગ (www.girishparikh.wordpress.com) ના ” ‘હસુગિ’ની હાસ્યરચના” વિભાગમાં પોસ્ટ કરવાનું વિચાર્યું. આજે સવારે ઊઠ્યો ત્યારે પથારીમાં પડ્યા પડ્યા જ આ પ્રસંગ વિશે મનમાં ચિંતન ચાલ્યું, અને એને રદ કરવાનું નક્કી કર્યું! અને ઊઠીને એને કચરા ટોપલીમાં પધરાવ્યો પણ ખરો!
 
પણ જ્યોતીન્દ્રભાઈનાં છત્રીબાઈ મને એમ છોડે એવાં નહોતાં! On second thoughts (ફરીથી વિચારો આવતાં) મેં ગાર્બેજ કેનમાંથી લખાણનાં પાનાં ઉઠાવી લીધાં, અને આપ આ વાંચી રહ્યા છો.
 
મારા વહાલા વાચકોઃ મેં ડહાપણનું કામ કર્યું છે કે દોઢ ડહાપણનું એ તો આપ જ કહી શકો. કોમેન્ટ આપીને કે મને ઇ-મેઇલથી લખીને જણાવશો ને? E-mail: girish116@yahoo.com .
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.
 
મારે થાવું છે અભિનેત્રી !: ૩૪

ફેબ્રુવારી 25, 2011
લક્ષ્મીપ્રસાદઃ એણે કેટલા પૈસા આપવાના કહ્યા?
કાંતીઃ શેઠજી, એણે કહ્યું કે ચિત્રોમાં બાઈ રૂપાળી નથી લાગતી! હોઠ જાડા છે. વાળ બરછટ દેખાય છે. નાક મોટું છે. ગાલ બહુ ફૂલેલા છે. કયા ચીતારાએ આ બધું ચીતર્યું છે? ને શેઠજી, એણે કહ્યું કે આપણને ભાડે આપેલું ફર્નિચર હવે  પાછું લઈ જઈશ!
લક્ષ્મીપ્રસાદઃ હું લૂંટાઈ ગયો!
[શેઠ મૂર્છા ખાઈને પડે છે પોસ્ટમેન આવે છે.]
સુલેખાઃ તાર આવ્યો લાગે છે!
વસંતઃ ફોટો પાડવા તૈયાર થઈ જાઉં છું. તાર તારા હાથમાં આવે કે તરત જ ફોટો પાડી લઉં.
[તાર સુલેખાને મળે છે. વસંત ફોટો પાડવા જાય છે, પણ કેમેરાની કોઈ ગરબડને કારણે ફોટો લઈ શકતો નથી. રીપેર કરવા માંડે છે, ને થોડી વાર પછી ખભે લટકાવે છે.]
સુલેખાઃ પણ આ તો મોહનનો તાર છે!
સુરેશઃ મોહનનો? શું લખે છે?
સુલેખાઃ લે વાંચને સુરેશ.
સુરેશઃ (વાંચે છે) Dear mother. Surekha has run away with all my money. કાંતીના લાભાર્થે ગુજરાતી પણ કરતો જાઉં છું. વહાલી મા, સુરેખા મારા બધ્ધા પૈસા લઈને પલાયન થઈ ગઈ છે. I am in great need of money. મારે પૈસાની ખૂબ જ જરૂર છે. Please send immediately. તરત જ પૈસા મોકલ. Don’t tell dad. બાપાને વાત ન કરતી.
સુલેખાઃ ઓહ, સુરેખા નાસી ગઈ! મને ખાત્રી જ હતી. પોસ્ટમેન, બીજો તાર છે?
પોસ્ટમેનઃ ના જી.
                                                (વધુ હવે પછી …)
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા ‘મારે થાવું છે અભિનેત્રી !’ એકાંકી નાટકને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘મારે થાવું છે અભિનેત્રી !’ ” કે ”We would like to perform ‘Mare thavu che abhinetri !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સજેશનઃ અંગ્રેજીમાં આદિલની ગઝલોનું પુસ્તક, વગેરે

ફેબ્રુવારી 24, 2011
મે ૧, ૨૦૧૧થી મે ૧૭, ૨૦૧૨ સુધી આદિલ અમૃત મહોત્સવ’ ઉજવવાનું સજેશન આ લખનારે  અગાઉ કર્યું છે.
 
આદિલના ‘સમગ્ર ગઝલો’ પુસ્તકનું યોગ્ય સંપાદક પાસે સંપાદન કરાવીને એનું પ્રકાશન કરવાનું સજેશન પણ કર્યું છે.
 
હવે સજેશન કરું છું આદિલની સમગ્ર ગઝલોમાંથી યુનિવર્સલ અપીલ ધરાવતી ગઝલોનાં અંગ્રેજીમાં રૂપાંતર કરાવી પુસ્તક રૂપે પ્રગટ કરવાનું. ઉપર જણાવેલા આદિલના ‘સમગ્ર ગઝલો’ તથા પસંદ કરેલી ગઝલોના અંગ્રેજીમાં રૂપાંતરનું પુસ્તક એમ બન્નેનાં પ્રકાશન ‘આદિલ અમૃત મહોત્સવ’ દરમિયાન થઈ શકે.
 
અને મે ૧૮, ૨૦૧૧, આદિલના ૭૫મા જ્ન્મદિને પ્રગટ થનાર આ લખનારના પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકનો  અંગ્રેજીમાં અનુવાદ Joy of Adil નામે ‘આદિલ અમૃત મહોત્સવ’ દરમિયાન કરી શકાય.
 
આપણી નવી પેઢીઓમાંથી ઘણાં ગુજરાતી જાણતાં નથી. એમને આદિલની ગઝલો અને શેરોનાં અંગ્રેજી પુસ્તકો આપણા મહાન કવિનો પરિચય કરાવશે. કેટલાકને કદાચ ગુજરાતી શીખવાની પણ ઇચ્છા થશે.
 
અંગ્રેજી પુસ્તકોનો વિશ્વભરમાં યોગ્ય પ્રસાર અને પ્રચાર થાય તો આદિલની ગઝલો અને એમના શેરો વિશેની રચનાઓ વિશ્વસાહિત્યમા સ્થાન પણ મેળવે. 
 
ઉપર જણાવેલાં ત્રણે પુસ્તકો માટે જોઈએ સ્પોન્સોર, જેમના ફોટા અને એમના વિશે ટૂંકાણમાં માહિતિ પુસ્તકોમાં આપવી જોઈએ. છે કોઈ તૈયાર?
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

મારે થાવું છે અભિનેત્રી !: ૩૩

ફેબ્રુવારી 24, 2011
વસંતઃ જેવો આપનો હુકમ પણ હું બનાવું એ ચા તમારે બધાએ પીવી પડશે.
[ચા બનાવવા જાય છે ત્યાં જ કાંતી ચિત્રો લઈને આવે છે. કાંતી ને વસંત અથડાય છે.]
કાંતીઃ (ચિત્રો આંખો આગળથી ખસેડીને) ઓહ ગુરુદેવ! (ચિત્રો નીચે મૂકીને વસંતને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે.)
વસંતઃ અલ્યા કાંતી, તું અહીંયાં ક્યાંથી
કાંતીઃ ગુરુદેવ તમે કોથળા ઊચકતાં શીખવ્યું, પણ આ ચિત્રો ઊચકતાં…
વસંતઃ એમ ચિત્રો ઊચકીને ક્યાં ગયો હતો?
કાંતીઃ ગુજરીમાં વેચવા.
સુલેખાઃ ચીડાઈને ચિત્રો કેમ પાછાં લઈ આવ્યો?
કાંતીઃ માલકીન હું જ લઈ ગયો હતો અને હું જ પાછાં લાવ્યો છું, એમાં કેમ આટલાં બધાં ચીડાઓ છો?
સુલેખાઃ કેમ ચિત્રો લેનારો માણસ નોહોતો આવ્યો?
કાંતીઃ ના ના, આ શેઠના હુકમથી ગુજરીમાં વેચવા લઈ ગયો હતો!
                               (વધુ હવે પછી …)
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા ‘મારે થાવું છે અભિનેત્રી !’ એકાંકી નાટકને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘મારે થાવું છે અભિનેત્રી !’ ” કે ”We would like to perform ‘Mare thavu che abhinetri !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સુખ શાંતિ કેવી રીતે મેળવશો ?

ફેબ્રુવારી 23, 2011
હાલ હું ‘આધુનિક માનવ શાંતિની શોધમાં’ નમની ઇ-બૂક વાંચી રહ્યો છું. પુસ્તક શાંતિની શોધમાં સફળ થવા માટે માર્ગદર્શન આપે છે તથા પ્રેરક અને રસમય છે. એના લેખક છે વડોદરાના રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ. 
 
અગાઉ  સ્વામીજીને મેં ઈ-મેઇલમાં લખ્યું હતું, “આપણે આ પુસ્તક લખીએઃ ‘સુખ શાંતિ કેવી રીતે મેળવશો?” સ્વામીજીએ જવાબમાં એમના ‘આધિનિક માનવ શાંતિની શોધમાં’ પુસ્તક વિશે લખ્યું.
 
એમણે જણાવ્યું કે ‘આધુનિક માનવ શાંતિની શોધમાં’ પુસ્તકની આશરે એક લાખ નકલો પ્રીન્ટ થઈ છે. અને એમના અંગ્રેજી પુસ્તક ‘Happpiness and Peace in Everyday Life’ ની આશરે ૩૦,૦૦૦ નકલો પ્રીન્ટ થઈ છે. અંગ્રેજી પુસ્તક www.rkmvm.com/sn વેબ સાઈટ પરથી ડાઉન કરી શકાય છે.
 
જુલાઈ ૨૦૧૦માં સ્વામીજી સાન ફ્રાન્સિસ્કો આવેલા ત્યારે મારા મિત્ર ડૉ. ધરમ શર્મા અને મને એમનાં દર્શન થયાં હતાં અને એમની સાથે વાતચીત પણ થયેલી. સ્વામીજી મૂળ રાજકોટના છે.
 
ગુજરાતી પુસ્તક ‘આધુનિક માનવ શાંતિની શોધમાં’ ની લીકઃ  
http://bhajanamrutwani.wordpress.com/amss/ .
પુસ્તક તૈયાર કરવા બદલ જ્યોતિબહેન થાનકીનો તથા એની ઈ-બૂક પોસ્ટ કરવા બદલ અતુલભાઈ જાની (આગંતુક)ને અભિનંદન આપું છું.
 
આ પોસ્ટની લીંક આપના બ્લોગ કે વેબ સાઈટ પર પોસ્ટ કરવા તથા આપના મેઇંલીગ લીસ્ટ દ્વારા બને એટલા વધુ વાંચકોને મોક્લવા નમ્ર વિનંતી કરું છું. આંગળી ચીંધ્યાનું પુણ્ય આપને જરૂર મળશે.
 
અને આ પોસ્ટ તથા પુસ્તક વિશે આપના પ્રતિભાવો જરૂર આપશો.