Archive for માર્ચ, 2011

BSPI: બૂક સેલ્સ પોટેન્શિયલ ઇન્ડેક્સ (ગુજરાતી પ્રકાશન દુનિયાનો પ્રથમ એજન્ટ કોણ થશે?: ૯)

માર્ચ 31, 2011
સમગ્ર પુસ્તક પ્રકાશન વિશ્વમાં કોઈ પણ પ્રકાશિત થનાર પુસ્તકની વેચાણ ક્ષમતા કેટલી છે એ અંગેનો આંક (યાને ઇન્ડેક્સ) હજુ સુધી કોઇએ ડેવલપ કર્યો હોય એવું જાણમાં નથી. (આ લેખમાળામાં અને અન્યત્ર અંગ્રેજી શબ્દો વાપરું છું તો વાચકો મને માફ કરે. અંગ્રેજી ન જાણતા વાચકો લખાણના સંદર્ભનો વિચાર કરવાથી અંગ્રેજી શબ્દોનો શો મતલબ છે એ સમજી જશે એમ માનું છું.)
 
BSPI નો વિચાર મને કેટલાંક અઠવાડિયાથી આવ્યા કરે છે. સામાન્ય રીતે આવાં ઇન્ડેક્સ અંદાજ રજૂ કરે, એ પરફેક્ટ ન હોય. (આવા ઇન્ડેક્સને અંગ્રેજીમાં ઇમ્પીરીકલ ઇન્ડેક્સ કહે છે.) મેથેમેટીકલ ફોર્મ્યુલાઓ પણ BSPI માટે યોજી શકાય. આ પોસ્ટમાં તો હું માત્ર મારા વિચારો રજૂ કરું છું  જે મારા મનમાં કેટલાક સમયથી ઘુમરાયા કરે છે!
 
સર્જક સાથે કોઈ પુસ્તક માટે કરાર કરતાં પહેલાં એજન્ટે એ પુસ્તકની વેચાણ-ક્ષમતા જાણી લેવી જોઈએ. BSPI વેચાણ-ક્ષમતાનો આંક છે. અલબત્ત, BSPI એજન્ટ, સર્જક, અને પ્રકાશકની ત્રીપુટીને પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે.
 
BSPI કેવી રીતે નક્કી કરી શકાય એ અંગે કેટલાક વિચરો હવે પછીના પોસ્ટમાં રજૂ કરવા પ્રયત્ન કરીશ. 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૩૧

માર્ચ 31, 2011
 
પ્રવીરઃ અવિનાશ, આ પ્રસંગ પરથી જ એક નાટક લખીને અમને આપોને.
અવિનાશઃ એમ જ કરીશ દોસ્તો. પણ હવે તો તમે જાણી જ લીધું. એ નાટક રંગભૂમિ પર સફળતાપૂર્વક ભજવાતું હશે, પ્રેક્ષકોની આંખો હાસ્યથી ચમકતી હશે ત્યારે એનો સર્જક આ અવિનાશ ઘરના છાના ખૂણે વિરહનાં આંસુ વહાવતો હશે.
[બહારથી અવાજ આવે છે.]
અવાજઃ અવિનાશભાઈ અહીં રહે છે કે?
અવિનાશઃ જા તો ચંપક.
[ચંપક થોડી વારે એક ચિઠ્ઠી લઈને આવે છે.]
ચંપકઃ આ ચિઠ્ઠી લઈને નોકરને કોઈએ મોકલ્યો છે.
અવિનાશઃ વાંચ તો ચિઠ્ઠી.
ચંપકઃ રાજમાન રાજેશ્રી અવિનાશલાલ…
              (વધુ હવે પછી …) 
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૩૦

માર્ચ 30, 2011
ચંપકઃ તોય મેં તો તમને બચાવવા અજાણતાં જ બન્યું એટલું કર્યું!
અવિનાશઃ શાબાશ ચંપક! તને હું કાયમ માટે રાખી લઈશ.
ચંપકઃ કારણ કે કદાચ પેલા લોકો હવે દીકરી નહિં પરણાવે!
અવિનાશઃ તેં સીચ્યુએશન સુધારવા મહેનત કરી પણ નસીબ જ ન હોય ત્યાં…!
અજીતઃ (ધીરેથી) ચંપક એમનો ભાઈ જ લાગે છે!
પ્રવીરઃ ચંપકલાલ!
અવિનાશઃ શું કહો છો દોસ્તો?
અજીતઃ એ જ કે અહીં પણ આજે એક નાટક ભવાઈ ગયું!
ચંપકઃ પણ સ્ત્રી પાત્ર વિનાનું!
              (વધુ હવે પછી …)
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૨૯

માર્ચ 29, 2011
અવિનાશઃ જુઠ્ઠું કહે છે! ગામમાં…
પ્રવીરઃ પણ ગામડું એણે કદી જોયું જ નથી!
અજીતઃ ને આ ભવમાં હવે એ જોવા નહીં પામે!
અવિનાશઃ હેં?
અજીતઃ તમે કોની વાત કરો છો અવિનાશ?
અવિનાશઃ તો તમે?
અજીતઃ અમે તમારી પાસે નાટક લેવા આવ્યા છીએ!
પ્રવીરઃ સ્ત્રી પાત્ર વિનાનું નાટક!
અવિનાશઃ ભારે ગોટાળો થઈ ગયો! તો પેલા…
ચંપકઃ એ તમને જોવા જ આવ્યા હોવા જોઈએ શેઠજી.
અવિનાશઃ આવા ગોટાળા તો મેં રંગભૂમિ પર જ સર્જ્યા હતા. આજે મારે ઘેર…
                 (વધુ હવે પછી …)
 
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૨૮

માર્ચ 28, 2011
 
અજીતઃ શું કહ્યું અવિનાશ?
અવિનાશઃ છેલ્લે ગામડામાં મેં એને જોઈ ત્યારે મારી સામે જોઈ કેવી મંદ મંદ મલકતી હતી! ને આશું થઈ ગયું? જે કળીનાં મેં સ્વપ્નમાં ફૂલ ખીલેલાં જોયાં હતાં એ આશાની કળી મારા વાસ્તવિક જીવનના બાગમાં મૂરઝાઈ ગઈ!
અજીતઃ અવિનાશ, કંઈ વાત તો કહો.
પ્રવીરઃ આ કયા નાટકનો પ્લોટ છે?
અવિનાશઃ યૂ ફૂલ! હજુ મશ્કરી કરે છે? મારું સર્વસ્વ તો લૂંટી ગયો!
અજીતઃ ઓહો! મારી બહેન વિશે વાત કરો છો!
અવિનાશઃ હા, છેલ્લે ગામડામાં હું એને મળ્યો હતો.
અજીતઃ પણ મારી બહેન ગામડામાં કદી ગઈ જ નથી!
[ચંપક પાણી લાવે છે. અવિનાશ એકાદ બે ઘૂટડા પીએ છે.]
                      (વધુ હવે પછી …)
  
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૨૭

માર્ચ 27, 2011
પ્રવીરઃ ને જેની સાથે સગાઈ થઈ ગઈ છે એની જ સાથે એ નાટકમાં ઊતરી હતી.
અજીતઃ એ જ આ પ્રવીર.
અવિનાશઃ હું આ શું સાંભળું છું? ચંપક… ચંપક…
[ચંપક આવે છે.]
ચંપકઃ આવ્યો શેઠજી!
અવિનાશઃ ઠંડુ પાણી લઈ આવ!
ચંપકઃ સાથે ચા નાસ્તો?
અવિનાશઃ મૂર્ખ!
ચંપકઃ કેમ? આખો દિવસ એની પાછળ આપણે મહેનત કરી છે ને૧
અવિનાશઃ મારું સર્વસ્વ કોઈ લૂંટી ગયું!
                    (વધુ હવે પછી …)
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૨૬

માર્ચ 26, 2011
અજીતઃ જરૂર તો છે જ વળી!
પ્રવીરઃ અમારે ભજવવું છે સ્ત્રી પાત્ર વિનાનું નાટક!
અજીતઃ એ વિના છૂટકો જ ક્યાં છે?
અવિનાશઃ હા, પણ બહેન તો મઝામાં છે ને?
અજીતઃ હા, મઝામાં તો છે… પણ ભારે જીદ્દી છે… એણે આ વખતના નાટકમાં ભાગ લેવાની ના કહી એટલે તો અમારે આ સ્ત્રી પાત્ર વિનાના નાટકને શોધવા આકાશ પાતાળ એક કરવાં પડ્યાં!
પ્રવીરઃ ને એકેય સારું નાટક ન મળ્યું એટલે તો તમારી પાસે આવ્યા.
અવિનાશઃ તમારી બહેનનો મને બહુ પરિચય નથી, પણ તે દિવસે જોયેલાં એ પરથી તો ન લાગે કે નાટકમાં પણ ભાગ લેતાં હશે એ…
પ્રવીરઃ સાગર ઉપરથી શાંત લાગે, પણ જ્યારે…
અજીતઃ ઝંઝાવાત જાગે ત્યારે… એ તો સારું છે એની સગાઈ થઈ ગઈ છે!
                        (વધુ હવે પછી …)       
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

હું કોણ છું ?

માર્ચ 25, 2011
હું કોણ છું એ હું જ જાણું છું —
અને ના જાણતો હું !
 
નામ છે મારું ‘ગિરીશ’
ઓળખે છે સહુ મને એ નામથી
ને અર્થ એનો થાય છેઃ
ગિરી કૈલાસના ઈશ —
ભગવાન શંકર.
ને અર્થ બીજો જાણવા મુજને મળ્યોઃ
ગિરી ગોવર્ધન ધારનારા
ગોવર્ધનધારી
કૃષ્ણનું એ નામ છે.
 
ને ‘પરીખ”  મારી અટક
દાદા કહેવાતા હતા ‘પારેખ’ —
સાચું શું ને ખોટું શું
એની પરખ કરનાર
એ પારેખ ?
શિક્ષક પિતાએ
પારેખ બદલીને કરી દીધું
પરીખ.
‘પારેખ ખાય ખારેક !’ એવું લોક બોલે —
એમને એ ના ગમ્યું ?
 
હું કોણ છું ?
માબાપનો હું પુત્ર છું
ભાઈ છું બહેનો અને ભાઈઓ તણો
ભરથાર છું હું ધર્મપત્નીનો
પિતા છું પુત્રીઓનો
પૌત્રો ને પૌત્રીઓનો છું હું દાદા.
ને સગો છું સૌ સગાંનો
મિત્ર છું મિત્રો તણો.
 
હું આ બધું છું —
ને વધુ છું !
ને છતાં હું પ્રશ્ન પૂછતો જાતને —
હું કોણ છું ? 
 
બી ઈ સીવીલ ડીગ્રી લઈ
મેં કામ ભારતમાં કર્યું.
આવ્યો અમેરિકા ને પછી
કોમ્પ્યુટરોના સોફ્ટવેર ક્ષેત્રે કરી અભ્યાસ
ને એ ક્ષેત્રમાં સર્વીસ કરી —
ને પછી એ વિષયમાં ગ્રથો લખ્યા
લેખો લખ્યા
લખતો રહું છું !
લખતો રહ્યો છું બાળપણથી માતૃભાષામાં —
ને લખું અંગ્રેજીમાં હું.
 
જીવ છું સાહિત્યનો —
લેખન અને વાંચન છે મારો કામધંધો !
 
ને વળી માર્કેટમાં
શેરો અને ઓપ્શન તણું
ઇનવેસ્ટમેન્ટ-ટ્રેડીંગ કરું.
 
તોય પૂછું જાતને હું —
હું કોણ છું ?
 
ઊંડો મને રસ ધર્મમાં છે.
શાસ્ત્રો કહેઃ
હું પંચતત્વોનો બનેલો દેહ છું.
નશ્વર દેહ છે —
આત્મા તણું મંદિર.
‘તત્વમસી’ ગુંજી રહ્યું છે કાનમાં
‘તે તું જ છે’
‘Thou art that’
તે કોણ છે ?
હું કોણ છું ?
હું કેવી રીતે તે બનું?
તેમાં કઈ રીતે સમાઈ જાઉં હું ?
 
હું કોણ છું ?       
 
આ ન્યાય કેવો ?
મારો જ છે આ પ્રશ્ન
ને મારે જ ઉત્તર આપવાનો !
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૨૫

માર્ચ 25, 2011
અવિનાશઃ તમે માનશો? મારા સિવાય આખું જગત હ્યુમરસ છે! લોકો માને છે કે સેન્સ ઓફ હ્યુમર નાટ્યકારમાં જ છે, પણ એ વાતમાં માત્ર અર્ધ સત્ય છે! પ્રેક્ષકોમાં જો સેન્સ ઓફ હ્યુમર ન હોત તો એ અમારી ગમે તેવી રમુજો સાંભળીને હસત જ નહીં… ને અમે સદંતર નિષ્ફળ જાત.
અજીતઃ નાટક વિશેની તમારી સમજ બહુ ઊંડી છે, અવિનાશભાઈ.
અવિનાશઃ ને જીવનની સમજ પણ એટલી જ ઊંડી છે. ખરી રીતે તો જીવનની સાચી સમજ વિના માનવી નાટ્યકાર બની જ ન શકે!
અજીતઃ વાત તો ખરી. પણ અમે જે કામ માટે આવેલા એ કામ તો ભૂલી જ ગયા!
પ્રવીરઃ તમે સ્ત્રી પાત્ર વિનાનાં નાટક લખો છો?
અવિનાશઃ સ્ત્રી પાત્ર વિના નાટક સંભવી શકે? (થોડો વિચાર કરીને) પણ તમને જરૂર શશે તો લખી દઈશ!
                       (વધુ હવે પછી …)
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

બીલ ક્લીન્ટનને મુક્તિનો માર્ગ બતાવે એવું મુક્તક !

માર્ચ 24, 2011

નોંધઃ આ મુક્તક હાથે લખેલું હતું, અને એને રદ કરીને કાગળ કચરા ટોપલીમાં પધરાવી દીધો હતો! પણ મારી કવિતાઓની ડાયરીને ફંફોસતાં એમાંથી એક છુટ્ટા કાગળની કાપલી મળી આવી અને એના પર લખેલું હતું આ મુક્તક અને એની ઉપર હતું એના વિશેનું લખાણઃ

(પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટનની મોનીકા લેવીન્સ્કીને લીધે થયેલી મુશ્કેલીઓની પરાકાષ્ટા વખતે નીચેનું મુક્તક સર્જાયેલું. એ એમને મુક્ત કરે એવું છે! ચાર પંક્તિના આવા કાવ્યને, એ મુક્ત કરે એવું હોય છે એટલે જ કદાચ મુક્તક કહેતા હશે?! એની તો મને ખબર નથી, પણ ક્લીન્ટનને હળવા ફૂલ (Fool નહીં, Full — આપણા વેદની ભાષામાં ‘પૂર્ણ’!) બનાવી દે એવું આ રહ્યું એ હળવું મુક્તકઃ)
બીલની તકલીફનો તોટો નથી

એમ તો આ સોદો કંઈ ખોટો નથી !

‘હું’ને જો જાણીએ આત્મા રૂપે

તો એને કોઈ સેક્સ સંબંધો નથી ! 

મારા વહાલા વાચકોઃ મુક્તક કચરા ટોપલીને લાયક છે કે સાચવવા જેવું છે એ કહેશો?