Archive for જૂન, 2014

મૃગેશ શાહને હૃદયાંજલિ

જૂન 6, 2014

કોમ્પ્યુટર ઈન્ટરનેટ વાપરતો ભાગ્યે જ કોઈ ગુજરાતી મૃગેશ શાહની www.ReadGujarati.com વેબ સાઈટથી અજાણ  હશે. શિષ્ટ અને સંસ્કારી સાહિત્ય પીરસતી આ વેબસાઈટ લોકપ્રિય છે.

ઓન લાઈન ગુજરાતીમાં લખવાનું હું રીડ ગુજરાતી વેબ સાઈટ પર શીખ્યો હતો.

રીડ ગુજરાતી વેબ સાઈટના અનેક લેખો, વગેરે મેં મન ભરીને માણ્યાં છે, અને કેટલાક પ્રતિભાવો પણ પોસ્ટ કર્યા છે.

મૃગેશને માતૃભાષા માટે હૃદદયપૂર્વકનો પ્રેમ હતો. અને માતૃભાષાની સેવા એમણે સાચા પ્રેમથી કરી છે.

ગુજરાતી સાહિત્યજગતમાં મૃગેશ અમર રહેશે,

પરમ  કૃપાળુ પરમાત્મા મૃગેશના આત્માને  શાંતિ આપે અને એમના પરિવાર, સ્નેહીઓ, મિત્રો તથા એમની વેબ સાઈટના વાચકો, સર્જકો, વગેરેને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અવી પ્રાર્થના કરું છું.

Advertisements