Archive for ઓક્ટોબર, 2010

સંબંધનીં વ્યાખ્યાઓ (ડૉ. મહેશ રાવલના શેરોનો આનંદઃ ૪)

ઓક્ટોબર 31, 2010

ડૉ. મહેશ રાવલની ‘સુખદ અંજામથી વંચિત્ કથાનક, ક્યાંસુધી લખવા’ પંક્તિથી શરૂ થતી આખી ગઝલ હ્રદયદ્રાવક છે.

ગઝલ એટલી બધી ગમી કે એના બધા જ શેરો વિશે લખવાની ઇચ્છા થાય છે, પણ બે ત્રણ શેર વિશે http://www.girishparikh.wordpress.com બ્લોગ પર લખું છું:

બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !
  
સંબધની વ્યાખ્યાઓ શી? સંબધ અનેક પ્રકારના હોય છે, અને ઉંમર સાથે સંબધો પણ બદલાતા હોય છે. દાખલા તરીકે બાળપણમાં બાળકોના રમકડાં સાથે સંબધ હોય છે. અલબત્ત, બા પણ બળકને પ્યારી હોય છે, અને એ બાળક મોટું થતું જાય ત્યારે પણ એ પ્રેમસંબંધ જાળવી રાખે તો સરસ. માતા તો પોતાનાં સંતાનોને જીવનભર પ્રેમ કરતી રહે છે.
 
બળક મોટું થતું જાય એમ પિતા સાથે એનો સંબધ વિકસતો જાય છે, અને સંતાનના વિકાસમાં પિતા પણ અગત્યનો ભાગ ભજવે છે.
 
પછી આવે છે પત્ની કે પતિના સંબંધ. અન્ય કુટુંબીઓ, સગાં, મિત્રો, શિક્ષકો વગેરે સાથેના સંબધો પણ ખરા જ.
 
આ રીતે માનવી સંબધોથી વીંટળાયેલો હોય છે.
 
પણ જીવનમાં કડવા મીઠા (મોટે ભાગે કડવા!) અનુભવો થતાં સંબધોની વ્યાખ્યા બદલાતી જતી હોય છે. અને એવું પણ બને કો કોઇ કોઇ સંબધો સંબધ જેવા ન રહે ! – – માત્ર નામના જ સંબધ રહે !
 
સમય જતાં માનવી આ પ્રશ્ન પણ પૂછેઃ મારો સાચો સંબંધી કોણ છે? અલબત્ત, દરેકે પોતાનો જવાબ શોધવાનો છે !
  
નીચેનો શેર પણો ચોટદાર છે. જેણે અનુભવ કર્યો હોય એને જ એનું દર્દ સમજાય.

ન આપે સાથ જો સંજોગ તો, શું થઈ શકે છેલ્લે ?
અને અમથાં ય, અંગતને જ ઘાતક ક્યાંસુધી લખવા !

ઉમેરું છું કે સંજોગો જો સાથ ન આપતા હોય તો પ્રભુને સતત પ્રાર્થના કરતા રહેવાથી અવશ્ય બળ મળે. અને પ્રભુકૃપાથી સંજોગો બદલાય પણ ખરા — પ્રભુ માટે કશું જ અશક્ય નથી. અને એ પણ શક્ય છે કે ઘાતક થયેલાં અંગતનો હૃદયપલ્ટો થાય.

અને આ શેર પણ હૃદયને સ્પર્શે છેઃ

જરૂરી છે ખબર છે જિંદગીમાં પ્રેમ, બે-મતલબ
છતાં મતલબ પરસ્તીનાં વિચારક, ક્યાંસુધી લખવા !

ખરેખર દુર્લભ છે જગતમાં નિસ્વાર્થ પ્રેમ.  

ગઝલના શબ્દોમાં દર્દ છે અને કવિશ્રીના સૂરમાં પણ એ સાકાર થયું છે. (વાંચો અને સાંભળો નીચે આપેલી લીંક પર). સજેશનઃ સંગીત સાથે સૂર અને શબ્દ ઓર નીખરત.

ડૉ. મહેશ રાવલની ‘સુખદ અંજામથી વંચિત્ કથાનક, ક્યાંસુધી લખવા’ ગઝલની લીંકઃ http://tahuko.com/?p=9799.

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

વિપિન પરીખની ‘આખરની તૈયારી’

ઓક્ટોબર 30, 2010
‘આખરની તૈયારી’ એ તાજેતરમાં અવસાન પામેલા કવિશ્રી વિપિન પરીખની કવિતા છે. હકીકતમાં એ અંગ્રેજીમાં લખાયેલું મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) છે. ધવલે એ ‘લયસ્તરો’ વેબસાઈટ પર પોસ્ટ કર્યું છે અને એનો (ધવલે કરેલો) સુંદર ગુજરાતી અનુવાદ પણ આપ્યો છે.
 
કાવ્ય અને અનુવાદ હૃદયદ્રાવક છે. કવિનો એકેએક શબ્દ નિખાલસ છે અને સીધો જ હૃદયમાંથી આવ્યો છે. મારા નમ્ર મત મુજબ આ કાવ્ય અને એનો અનુવાદ સાહિત્યમાં અમર છે.
 
કાવ્યના આસ્વાદમાં ધવલ લખે છેઃ “આ કવિતા આપણા કાવ્ય-ઈતિહાસનું એક વિરલ પાનુ છે. આવી જણસ આપણને બધાને માણવા મળે છે એ બહુ મોટી વાત છે.”
 
અને મારી દૃષ્ટિએ સાહિત્ય જગતની એક વિરલ ઘટનાઃ વિપિનના મૂળ અંગ્રેજી કાવ્ય કરતાં ધવલે કરેલો એનો ગુજરાતી અનુવાદ ચઢિયાતો છે !  
 
યાદ આવે છે, અને જે હમેશાં યાદ રાખવો જોઇએ તે, આદિલનો શેરઃ
 
મ્રુત્યુની આદિલ કરો તૈયારીઓ
જીવવાનું પણ મનોબળ આવશે
  
આદિલની ક્ષમા પ્રાર્થીને ‘આદિલ’ની જગાએ મારું નામ મૂકીને આ શેરને હું સદાય યાદ રાખવા માગું છું ! અલબત્ત, આખરની તૈયારી કરવાનું કાર્ય પણ કર્મયોગ થઇ શકે.
 
જીવનના અંતીમ સંગીતની તૈયારી તો સહુ કોઇએ કરવાની છે. મૃત્યુ ગમે ત્યારે દેહનાં દ્વાર ખખડાવી શકે છે !        
 
અલબત્ત, આ શેર વિશે ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકમાં મેં લખ્યું છે. આ રહી લીકઃ
 
https://girishparikh.wordpress.com/2010/04/01/%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%87%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6-%E0%AB%A8%E0%AB%AA/
 
Let me suggest the name of the Section of LayaStaro that gives translations of Gujarati poems into English:
‘Gujarati Poetry without Borders’
(વિપિન પરીખના કાવ્યની નીચે  ‘લયસ્તરો’ પર પોસ્ટ કરેલા મારા પ્રતિભાવમાંથી)
 
કવિશ્રી વિપિન પરીખના ‘આખરની તૈયારી’ મુક્તકાવ્યની લીકઃ http://layastaro.com/?p=5436
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકના સર્જન વિશેની કેફિયતઃ ૧

ઓક્ટોબર 29, 2010
મારી દૃટિએ ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકનું સર્જન એક ચમત્કાર જ છે !
 
પુસ્તક કેવા સંજોગોમાં સર્જાયું એ વાત એના છપાયેલા સ્વરૂપમાં પ્રગટ થયા પછી બનશે તો જણાવીશ.
 
પુસ્તક કેવી રીતે સર્જાયું એ વિશે અહીં લખું છું.
 
સર્જન દરમિયાન મેં રોજની ડાયરી તો રાખી નથી પણ બે ત્રણ દિવસોમાં અંગ્રેજીમાં લખેલું એ આ લેખમાળામાં આપવા પ્રયત્ન કરીશ.
 
શ્રી ગણેશ કર્યા લખવાના નવેમ્બર ૧૦, ૨૦૦૯ના રોજ, અને લ્ખવાનું પૂરું થયું જાન્યુઆરી ૧૯, ૨૦૧૦ના રોજ. દરરોજ લખ્યું છે, એટલે ૭૧ દિવસોમાં લખાણ પૂરું થયું.
 
પુસ્તક સહજ રીતે લખાયું છે — આ લેખનકર્મને હું સહજ-લેખન કહીશ. લખતાં પહેલાં મેં  ખાસ નોંધો કરી નથી. જે દિવસે જે શેર વિશે લખવાનું નક્કી કર્યું હોય એ ‘શેરમય’ થઈ ગયા પછી હું કોમ્પ્યુટર પર લખવાનું શરૂ કરતો અને શબ્દો સહજ રીતે આવતા.
 
લખાણને પછી હું મોટે ભાગે રહેવા દેતો, અને બીજા દિવસે એકે એક શબ્દને ધ્યાનથી ચકાસ્યા પછી અને લખાણને મઠાર્યા પછી પોસ્ટ કરતો. સામાન્ય રીતે હું લખાણોને ત્રણ-ચાર વખત રીવાઈઝ/રીરાઈટ કરતો હોઉં છું. એ રીતે સંતોષ ન થાય તો વધુ વખત પણ રીવાઈઝ/રીરાઈટ કરું છું. પણ મને નવાઈ લાગેલી કે ‘આદિલના શેરોના આનંદ’નાં લખાણોને બહુ મઠારવાની જરૂર પડી નથી!
       
આત્મસંતોષ થાય એવું સર્જન કરવામાં મા સરસ્વતીની કૃપા તથા વર્ષોની સાધના જરૂરી છે.
 
આશા રાખું છું કે ‘આદિલના શેરોનો આનંદ’ વાચકોને આનંદ તથા સંતોષ આપશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

જય જય ગરવી ગુજરાત ! — ઊંચી સુંદર જાતની ગુજરાતઃ ૩

ઓક્ટોબર 28, 2010
અને છેલ્લી પંક્તિઓમાં કવિશ્રીની કલમ ગુજરાતનું ભાવિ ચિત્ર દોરતાં ચમકી ઊઠે છેઃ
 
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત
 
સાચો કવિ એ દૃષ્ટા છે. ‘જય જય ગરવી ગુજરાત’ના સર્જક નર્મદની વાણી જરૂર સાચી પડશે.
 
ગુજરાતનું ચારે દિશામાં રક્ષણ કરતાં દેવ દેવીઓ જેમ સર્વત્ર વસે છે એમ ગુજરાતીઓ પણ, ગુજરાત ઉપરાંત, વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા છે. અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ખબરદારની પંક્તિઓ સાકાર થાય છેઃ
 
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
 
ગરવી ગુજરાતનો જય હો !
 
છેલ્લે એક વાત ઉમેરું છું: સિધ્ધરાજ જયસિંહે ગુજરાતી ભાષાના પ્રણેતા હેમચંદ્રાચાર્યને આશ્રય આપેલો એવાં ઉત્તમ કાર્યો કર્યાં હતાં, પણ રાણકદેવી અને જસમા ઓડણ પર કુદૃષ્ટી કરીને એમને ત્રાસ પણ આપ્યો હતો.
 
                              (‘જય જય ગરવી ગુજરાત’ વિશેની આ લેખમાળા સમાપ્ત.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

જય જય ગરવી ગુજરાત ! — ઊંચી સુંદર જાતની ગુજરાતઃ ૨

ઓક્ટોબર 27, 2010
ગુજરાત કેવી છે?
 
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
  
ને મા ગુર્જરી પાસે નર્મદ શું પ્રાર્થના કરે છે?
 
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત
 
મા ગુર્જરીનું ચારે દિશામાં રક્ષણ કરી રહ્યાં છેઃ
 
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ –
છે સહાયમાં સાક્ષાત્,
જય જય ગરવી ગુજરાત.
 
ગુજરાતની ગૌરવગાથાના ગાન સાથે કવિશ્રીએ સંપીને રહેવાની ટકોર પણ કરી છેઃ
 
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
 
એ વખતની સુરતી ગુજરાતીનું ‘સોયે’ એટલે સોહે સમજવાનું ને?
 
                                                               (વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

જય જય ગરવી ગુજરાત ! — ઊંચી સુંદર જાતની ગુજરાતઃ ૧

ઓક્ટોબર 26, 2010
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત !
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
 
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ –
છે સહાયમાં સાક્ષાત્,
જય જય ગરવી ગુજરાત.
 
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જય કર –
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
 
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત –
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.
 
ઊંચી સુંદર જાતની ગુજરાત
 
નર્મદના અમર કાવ્ય ‘જય જય ગરવી ગુજરાત’નો એકે એક શબ્દ સીધો જ એના હૃદયમાંથી આવે છે. ગુજરાતની ગૌરવગાથા એણે મનભરીને ગાઈ છે. અને જ્યારે આ કાવ્ય આપણે કોઈ મધુર કંઠમાં સુમધુર સંગીત સાથે સાંભળીએ છીએ ત્યારે હૃદય નાચી ઊઠે છે — રૂંવાંડાં ખડાં થઈ જાય છે!
 
અલબત્ત, નર્મદનાં ઊંચી સુંદર જાતનાં કાવ્યોમાં ‘જય જય ગરવી ગુજરાત’ નું આગવું સ્થાન છે. એની થોડીક પંક્તિઓનું રસપાન કરીએ. (પંક્તિઓનું મોટેથી પઠન કરશો તો ઓર મઝા આવશે.)
કાવ્યની શરૂઆતમાં જ નર્મદે એનો જીવનમંત્ર ‘પ્રેમશૌર્ય’ અંકિત કર્યો છેઃ
 
ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત
 
(ઉપરની પંક્તિ વાંચતાં મેઘાણીનો ‘કસુંબીનો રંગ’ યાદ આવે છે!)
 
                                    (વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

વિપિન પરીખ વિશે વધુ

ઓક્ટોબર 25, 2010
તાજેતરમાં મુંબઈમાં અવસાન પામેલા કવિશ્રી વિપિન પરીખનાં કેટલાંક મુક્તકાવ્યો, વગેરે www.layastaro.com બ્લૉગ પર વાંચવા વિનંતી કરું છું. મારા કેટલાક પ્રતિભાવોઃ
 
વિવેક વિપિનના ‘સૂર્યનું છેલ્લું કિરણ’ મુક્તકાવ્યના આસ્વાદની શરૂઆત આ રીતે કરે છેઃ
 
“વિપિન પરીખની કવિતા અંગે બે મત પ્રચલિત છે. એક વર્ગ એમને કવિ તરીકે માનવા તૈયાર નથી અને બીજો વર્ગ એમની કવિતાઓનો આશિક છે.” અલબત્ત, હું બીજા વર્ગમાં છું.  
 
– – રવીન્દ્રનાથ ટાગોર જેવા કવિને પણ પંડીતો (કહેવાતા વિવેચકો) શરૂઆતમાં દાદ નહોતા આપતા! એમને નોબેલ પ્રાઈઝ મળ્યા પછી વિવેચકોની લાઇન લાગતી, અને એમને ખાસ્સું તપ કરાવ્યા પછી ટાગોર મુલાકાત આપતા!
 
– – ખલીલ જીબ્રાનની યાદ અપાવે છે વિપિન પરીખ! ખેર, એ ગુજરાતીમાં લખતા હતા!
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક પ્રકાશન અને પ્રચાર/પ્રસારનો રોમાંચક પ્રોજેક્ટઃ ૧

ઓક્ટોબર 24, 2010
આપ જાણો છો કે ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકનાં લખાણ તૈયાર છે. આપે આ બ્લૉગ (www.girishparikh.wordpress.com) પર અને અન્યત્ર એ વાંચ્યાં પણ હશે. ન વાંચ્યાં હોય કે પૂરાં ન વાંચ્યા હોય તો એ વાંચવા અને આપના પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
 
આ લેખમાળામાં ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક પ્રકાશન અને પ્રસાર/પ્રચારના રોમાંચક પ્રોજેક્ટ વિશે લખતો રહીશ.   
 
પુસ્તક ત્રણ રીતે પ્રકાશિત થઈ શકે એમ મને લાગે છે. (એ ઉપરાંત કોઈ રીતો હોય તો જણાવવા વિનીતી કરું છું.)
 
—  પ્રકાશક પોતાના ખર્ચે પ્રકાશન કરે અને પ્રચાર, પ્રસાર, અને વેચાણ કરે.
– – એક કે બે સ્પોન્સોર પ્રકાશકને ખર્ચનાં અમુક ટકા (દાખલા તરીકે ૫૦%) નાણાં આપે અને બાકીનું ખર્ચ પ્રકાશક કરે.
– – એક કે બે સ્પોન્સોર પ્રકાશકને ૧૦૦% ખર્ચ આપે.
 
અલબત્ત, પ્રથમ રીત આદર્શ છે. પ્રકાશકે પૂરાં નાણાં રોક્યાં હોવાથી વેચાણ કરવાનું એમને મોટીવેશન રહે. એ રીતનો પ્રકાશક ન જ મળે એમ હોય તો બીજી રીત, અને એ પણ કામ ન કરે તો ત્રીજી રીત વાપરી શકાય.
 
સ્પોન્સોરના પુસ્તકમાં ફોટા તથા એમના વિશેની ટૂંકી માહિતિ મૂકી શકાય. એમને અમૂક નકલો પણ આપી શકાય.
 
પુસ્તક પ્રકાશન તથા પ્રસાર-પ્રચારના કુલ ખર્ચનો અંદાજ કોઈ અનુભવી તૈયાર કરે તો સરસ. મારા ખ્યાલ મુજબ નીચેની આઈટેમોની જરૂર પડશેઃ
 
— મેન્યુસ્ક્રીપ્ટ www.girishparikh.wordpress.com બ્લૉગ પર છે. ૭૨ શેર વિશેનાં ૭૨ લખાણ, પ્રસ્તાવના, આદિલ વિશે, અને ગિરીશ પરીખ વિશે; એમ ૭૫ આઈટેમો છે. એક વધારાની આઈટેમ છે જે પુસ્તક પ્રચાર અને પ્રસારમાં ઉપયોગી થઈ શકે.
 
– – મેન્યુસ્ક્રીપ્ટ મઠારવામાં ખાસ મહેનતની જરૂર નહીં પડે એમ માનું છું, પણ જોડણી, વ્યાકરણ, વગેરે કોઇ નિષ્ણાત પાસે સુધરાવવાં જોઈશે.
 
– – ૭૨ શેરોનાં લખાણને યોગ્ય ક્રમમાં ગોઠવવાનાં છે.
 
– – શેર સૂચી મેં તૈયાર કરી છે જે ચેક કરવાની છે.
 
– – કવરોની ડિઝાઈન, અંદરના ફોટા, સુશોભનો, વગેરે તૈયાર કરવાનાં છે. કેટલાક બહુરંગી ફોટા આદિલજીએ જેમાં ભાગ લીધેલો એ મુશાયરાઓના આપવા વિચાર્યું છે. આ ફોટા મેળવવા પડશે.  
 
– – એ પછી પ્રેસ માટે મેન્યુસ્ક્રીપ્ટ તૈયાર કરવી પડશે.
 
– – પ્રચાર, પ્રસાર, અને વેચાણનું આયોજન અત્યારથી જ કરવા માંડવું જોઇએ. આ માટે બજેટ બનાવવું જોઇએ.
 
આદિલજીને વતન અમદાવાદ અત્યંત પ્યારું હતું એટલે પ્રકાશકની મુખ્ય ઓફિસ અમદાવાદમાં હોય તો સરસ.
 
મે ૧૮, ૨૦૧૧ ના રોજ અને એ પછી આદિલજીની ૭૫મી જન્મજયંતી ગુજરાત અને ગુજરાતની બહારનાં કેટલાંક શહેરોમાં ઉજવાશે. પુસ્તકનું પ્રથમ વિમોચન મે ૧૮, ૨૦૧૧ના રોજ અમદાવાદમાં થાય તો સરસ.
 
પુસ્તક કોને અર્પણ કરવું એ હજુ ફાઇનલ કર્યું નથી. સજેશન્સ મોકલવા વિનંતી કરું છું.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

‘વિપિનવાણી’

ઓક્ટોબર 23, 2010
વિપિન પરીખનો પરિચય એમનાં કેટલાંક મુકતકાવ્યો (અછાંદસ નહીં કહું!) દ્વારા મોડો થયો એનો અફસોસ છે. પણ એમના શબ્દો દ્વારા આત્મીયતા જરૂર સધાઈ.
 
બોસ્ટનમાં રહેતા મારા મિત્ર શ્રી જગદીશ મહેતાના વિપિનભાઈ આત્મીય મિત્ર હતા. મને જગદીશભાઈ વિપિનભાઈ વિશે ફોન પર ઘણી વાર વાતો કરતા પણ એમની કવિતાઓ વાંચવાનું એ વખતે બનેલું નહીં.
 
ઈન્ટરનેટ પર વિપિનભાઈના અવસાનના સમાચાર વાંચ્યા, પોસ્ટ થતાં એમનાં મુક્તકાવ્યો વાંચ્યાં અને હું એમનો આશિક બની ગયો. અલબત્ત, શબ્દદેહે વિપિન પરીખ ગુજરાતી સાહિત્યમાં અમર છે.
 
જગદીશભાઈને ફોન કર્યો.  વિપિનભાઈ વિશેનાં એમનાં સંસ્મરણો ગુજરાતી કે અંગ્રેજીમાં લખવા એમને વિનંતી કરી. (લખીને એ મારા પર મોકલશે તો આ બ્લૉગ (www.girishparikh.wordpress.com) પર ગેસ્ટ કોલમ (કે કોલમો) તરીકે પોસ્ટ કરીશ.
 
હવે આ પોસ્ટના શિર્ષક વિશેઃ જગદિશભાઈએ જણાવ્યું કે વિપિનભાઈનાં અપ્રગટ કાવ્યો પણ ઘણાં છે. વિપિન પરીખનાં પ્રગટ-અપ્રગટ સમગ્ર કાવ્યોનો ‘વિપિનવાણી’ નામનો સંગ્રહ પ્રગટ કરવો જોઈએ. પસંદ કરેલાં કાવ્યોના અંગ્રેજી અનવાદ પણ “Words of Vipin’ નામે અલગ પુસ્તકરૂપે પ્રગટ કરી શકાય. મુક્તકાવ્યોના મહારથીને આ રીતે સાચી અંજલિ આપી શકાય.
 
કવિશ્રીના આત્માને પ્રભુ શાંતિ આપો, અને એમનાં કુટુંબીઓ, સગાંસંબધીઓ, મિત્રો અને અસંખ્ય ચાહકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપો એવી નમ્ર પ્રાર્થના. 
 
વિવેકે www.layastaro.com વેબસાઈટ પર વિપિન પરીખનું ‘જતાં જતાં’ મુક્તકાવ્ય પોસ્ટ કર્યું છે, અને ધવલે એ જ વેબસાઈટ પર ‘વિપિન પરીખ હવે નથી,’ અને ‘મૃત્યુઃ એક કારકુનનું’ (મુક્તકાવ્ય, એમના જ હસ્તાક્ષરમાં) પોસ્ટ કર્યાં છે. 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સાહિત્યધર્મ (મુક્તક)

ઓક્ટોબર 22, 2010
અમારો તો છે સાહિત્યધર્મ
કરવું અમારે સાહિત્યકર્મ
પામવો અમારે સાહિત્યમર્મ
ભલે લોક અમને કહે સાહિત્યજર્મ ! 
 
સાહિત્યજર્મ = સાહિત્યના કીડા; Also, “the germ of an idea” (http://dictionary.reference.com/browse/GERM) for literature — so don’t get upset when people call you ‘Germ (કીડા) of literature’, take its positive meaning!