Archive for ઓગસ્ટ, 2014

‘ધરતી’નું ધન: મા ઉમિયાનો આશ્રય અને કૃપા તથા કડવા પાટીદારોનો પુરુષાર્થ: (ધરતી’ના જુલાઈ ૨૦૧૪ના અંકના તંત્રીલેખ વિશે …)

ઓગસ્ટ 13, 2014
 
ઉમિયામાનો   દિવ્ય   જ્યોતિરથ
સમાજ-જાગ્રૃતિ-શિક્ષણ-ક્રાંતિરથ.
તંત્રીલેખનું શીર્ષક છેઃ “ગુજરાતના અને વિશ્વના કડવા પાટીદારો કુળદેવી ઉમિયા માતાજીના આશ્રયે કેવી રીતે સંગઠિત થયા ?” અને શીર્ષકની નીચે લેખનું હાર્દ છતું કરતું વાક્ય છેઃ “ઉમિયા જ્યોતિરથ એટલે સામાજિક ચેતના, કડવા પાટીદાર-એકતા અને પ્રગતિશીલતાનો દિવ્ય રથ.”
ઉમિયા જ્યોતિરથ વિશેનો આ લેખાંક ૨ છે. પ્રથમ લેખ ‘ધરતી’ના એપ્રિલ ૨૦૧૪ના અંકમાં પ્રગટ થયો હતો. ઉમિયા-જ્યોતિરથ-ગાથા રજૂ કરતી આ લેખમાળા ચાલુ રાખવા પ્રિ. સોમાભાઈ પટેલને વિનંતી કરું છું.
ધરતી વિકાસ મંડળને સજેશન કરું છું કે પ્રિ. સોમાભાઈ પટેલના શ્રેષ્ઠ તંત્રીલેખોનો “તેજસ્વી કલમનાં તેજ” નામનો સંગ્રહ પ્રગટ કરે. આ પુસ્તક ‘ધરતી’ના  આજીવન સભ્યોને ભેટ તરીકે આપી શકાય.
ધરતી વિકાસ મંડળને બીજું સજેશનઃ
ઉમિયા જ્યોતીરથ વિશેની પ્રિ. સોમાભાઈ પટેલની આ યાદગાર લેખમાળાનો અંગ્રેજીમાં અનુવાદ કરાવી ‘ધરતી’માં પ્રગટ કરશો જેથી કડવા પાટીદારોની તથા અન્ય જ્ઞાતિઓની (ખાસ કરીને પરદેશમાં રહેતી)  નવી પેઢીઓ પ્રેરણા લઈ શકે.
 
ઉમિયા માતાજી સંસ્થાન (ઊંઝા)ને સજેશનઃ
ઉમિયા જ્યોતિરથની ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા અમેરિકાની ભવ્ય યાત્રા, મળેલાં મબલખ દાન તથા દાનનો સમાજ-જાગૃતિ-શિક્ષણના ત્રિવિધ સદકાર્યોમાં ઉપયોગ, કાર્યકરોનો અનોખો ઉત્સાહ, ભક્તિ તથા મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવાની કુનેહ — વગેરે રજૂ કરતી થીયેટરો માટે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવી જોઈએ. આ ફિલ્મ ગુજરાતી, હિંદી, અંગ્રેજી, અને ભારતની અન્ય ભાષાઓમાં બનાવી શકાય. દાનનો અમુક ભાગ આ કાર્યમાં  વાપરવો જોઈએ. આ ફિલ્મ અદભુત પ્રેરણા આપતી ઐતિહાસિક ફિલ્મ બનશે. ઉમિયામાની કૃપાથી બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા વધુ દાન પણ મળતાં રહેશે. 
આ કોલમ વિશેઃ
ઓગસ્ટ ૨૦૧૩ના અંકની એક કૃતિ વિશે લખીને આ કોલમની શરૂઆત કરી હતી. મા ઉમિયા તથા ધરતીમાતાની કૃપાથી એ પછીના દરેક અંકની એક કૃતિ વિશે લખ્યું છે. આ લખાણ મળીને આ રીતે ૧૨ કોલમ લખાયાં છે તથા બધાં ‘ધરતી’ના તંત્રીશ્રી પ્રિ.સોમાભાઈ પટેલ પર ઇ-મેઇલથી મોકલ્યાં છે.
” ‘ધરતી’નું ધન”નું આ છેલ્લું કોલમ છે. પ્રિ. સોમાભાઈ પટેલનો તથા ‘ધરતી’ના વાચકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.
‘ધરતી’ મારું અત્યંત પ્રિય સામયિક છે, અને મા ઉમિયા તથા ધરતીમાતાની કૃપાથી અનૂકુળતાએ કૃતિઓ મોકલતો રહીશ. અનૂકુળતાએ  પ્રિ. સોમાભાઈ પટેલનાં પુસ્તકો “અમેરિકા મારી નજરે” તથા “આહ અમેરિકા! વાહ અમેરિકા!” વિશેના સમીક્ષા-લેખો મોકલીશ.