Archive for ઓક્ટોબર, 2012

કુદરત (૨): ચતુર્શબ્દ મુક્તક

ઓક્ટોબર 31, 2012

કુદરતને
પહોંચ્યું
છે
કોણ ?

કુદરત (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 30, 2012

કુદરતને
ના
પહોંચે
કોઈ !

શબ્દ આરાધના (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 29, 2012

સાહિત્ય
સાધના
શબ્દ
આરાધના.

સહુ લખે ! (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 28, 2012

ચતુર્શબ્દ
મુક્તક
સહુ
લખે !

ઈલેક્ષન (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 27, 2012

ઈલેક્ષનઃ
સત્તામાર્ગ
કે
સેવામાર્ગ !?

સાહિત્ય-ભક્તિ (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 26, 2012

શબ્દ
શક્તિ
શબ્દ
ભક્તિ.

શા માટે ? (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 25, 2012
લખું
હું
શા
માટે ?
WHY ? (Four-worded verse)
Why
Do
I
Write ?

સનાતન ધર્મ (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 24, 2012

વેદ
ઉપનિષદ
ધર્મ
સનાતન.

માયાપટ (વાર્તા): ૧૧

ઓક્ટોબર 23, 2012
“કૃષ્ણ …” નારદ ગણગણ્યા. “પણ આ રહસ્યનો ઉકેલ શું?” એમણે મનમાં વિચાર્યું. “કૃષ્ણ?” એમણે એ શબ્દ ફરીથી ઉચ્ચાર્યો, જાણે પોતાની જાતને જ એ પ્રશ્ન પૂછી રહ્યા હતા. પણ કોઈ મેળ મળતો ન લાગ્યો!

“ઠીક, ભૂલી જાઓ એમને!” મોહિનીએ જ ઉત્તર આપી દીધો.

“ભૂલી જાઉં એમને!?”

“હા મારા વહાલા.” પછી બાજુના ગુલાબના છોડ પરથી ગુલાબી ફૂલ ચૂંટીને અને મોહક સ્મિત કરીને મોહિની બોલી, “આ ફૂલ તમે મારા વાળમાં લગાવી આપશો?”

(વધુ હવે પછી …)

સૌને પ્રિય થાય એવો કાવ્યપ્રકાર !: ચતુર્શબ્દ મુક્તક

ઓક્ટોબર 22, 2012
વર્ષો પહેલાં અમદાવાદની ગુજરાત કોલેજમાં ભણયો હતો ત્યારે બાલકાવ્યો લખતા હરુભાઈ કારિયા મારા મિત્ર થયેલા. બાલકાવ્યો લખવાનો શોખ તો મને પણ હતો. પણ મને એ ચેતવતા, “કવિતાના પેંગડામાં પગ મૂકવો સહેલો નથી!”
કવિતા લખવી અને સમજવી સહેલી કેવી રીતે બને? આ મૂઝવતા પ્રશ્નનો જવાબ હવે મને મળી ગયો છે! અને એ છે ‘ચતુર્શબ્દ મુક્તક!’ અલબત્ત, સૌને પ્રિય થાય એવો આ કાવ્યપ્રકાર છે.
આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર ‘ચતુર્શબ્દ મુક્તક’ વિભાગના બધા પોસ્ટ વાંચો. હું માનું છું કે આ કાવ્યપ્રકાર તમને જરૂર ગમશે.
માનો કે ન માનોઃ તમારામાં પણ એક કવિ વસે છે. ચતુર્શબ્દ મુકતકોનું પઠન કરતાં તમારા હૃદયમાં વસતો કવિ જાગે ત્યારે તમારા શબ્દો તરત જ નોંધી લેવાનું ન ચૂકશો – એમ નહીં કરો તો એ સરકી જશે!
પછી સમય મળતાં એ શબ્દોમાંથી ‘ચતુર્શબ્દ મુક્તક’ સર્જનનો અનેરો આનંદ તમે અનુભવશો. તમારા શરૂઆતના પ્રયત્નોથી તમને સંતોષ ન થાય તો ચિંતા ન કરશો. પ્રયત્ન ચાલુ રાખશો તો ઉત્તમ મુક્તકો સર્જી શકશો.