Archive for જૂન, 2010

મારા બળગીત સંગ્રહ ‘ટમટમતા તારલા’ની કથા

જૂન 30, 2010
વર્ષો પહેલાં મેં મારા બાળગીતોના સંગ્રહ ‘ટમટમતા તારલા’ ની હસ્તપ્રત મુંબઈની વોરા એન્ડ કંપની પબ્લિશર્સના માલિક શ્રી મનહરલાલ વોરાને એનું પ્રકાશન થાય એ ઈચ્છાથી આપેલી. સંગ્રહની હસ્તપ્રતને એ વખતની મુંબઈ સરકારનું ઈનામ મળેલું પણ ઈનામની રકમ પુસ્તકનું પ્રકાશન થાય પછી મળે.
 
મનહરલાલને પુસ્તકનું નામ ‘ટમટમતા તારલા’ ખૂબ જ ગમેલું.
 
મનહરલાલે મને એક સરસ સલાહ આપીઃ જો કોઈ ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રકાશક કે સંપાદક ‘ટમટમતા તારલા’માંથી કોઈ ગીત લેવા માગતા હોય તો તમે એ અંગે કોઈ નિર્ણય ન લેશો — એ ડીલ કરવાનું કામ મને સોંપજો.  
 
મનહરલાલે મને જણાવ્યું કે એ વખતે એમની પાસે પ્રહલાદ પારેખનાં બાળગીતોના સંગ્રહની હસ્તપ્રત પણ આવેલી. એમણે કહ્યું, “કવિતાનાં પુસ્તકો બહુ વેચાતાં નથી, પણ જો બાળગીત સંગ્રહોની સીરીઝ કરું તો વેચાય. તમારું પુસ્તક એ  સીરીઝમાં લઉં.” પ્રહલાદ પારેખ જેવા જાણીતા કવિના પુસ્તકવાળી સીરીઝમાં મારા જેવા નવા સર્જકનું પુસ્તક પ્રગટ થવાની શક્યતા છે એ જાણી મને આનંદ થયો.
 
મારી યાદ મુજબ બાલમુકુંદ દવેનો ઇનામી બાળગીતોનો સંગ્રહ ‘સોનચંપો’ વોરાએ જ પ્રકાશિત કર્યો હતો. ‘સોનચંપો’એ મને મારા બાળગીતોનો સંગ્રહ તૈયાર કરવાની પ્રેરણા આપેલી, અને બાલમુદભાઈએ એ તૈયાર કરવામાં મદદ કરેલી.
 
મનહરલાલ બાળગીતોના સંગ્રહોની સીરીઝ કરી શક્યા નહીં — કદાચ એમને વધુ બાળગીતોના સંગ્રહોની હસ્તપ્રતો મળી નહીં હોય. ‘ટમટમતા તારલા’ મેં જાતે છપાવીને વોરાને સોલ એજંસી આપી.

અમેરિકા આવ્યા પછી એક વખત ભારતની મુલાકાત લીધેલી ત્યારે અમદાવાદમાં ‘ધરતી’ માસિકના કાર્યાલયમાં એક મીટીંગમાં શ્રી રતિલાલ સાં. નાયક મળેલા. એમણે જણાવ્યું કે એમને ‘ટમટમતા તારલા’ પુસ્તક ગમેલું.

પછીથી શ્રી રતિલાલ સાં. નાયકના ઘેર ગયો ત્યારે એમણે મારા હાથમાં રંગીન ચિત્રોવાળું બાળગીતોનું પુસ્તક મૂક્યું જેનું સંપાદન એમણે કર્યું હતું. એમણે કહ્યું કે એમના પુસ્તકમાં ‘ટમટમતા તારલા’માંથી ગીત લેવાની ઇચ્છા હતી. “ગીત કેમ ના લીધું?” મેં એમને પૂછ્યું. “તમારી પરવાનગી વિના ગીત કેમ લેવાય? તમારું સરનામું મારી પાસે નહોતું,” એમણે કહ્યું.

‘ટમટમતા તારલા’ મેં કેવી રીતે છપાવેલી એની રોમાંચક કથા મેં ‘વીંટીના રૂપિયાની વાત’ નામની મારી સ્મરણકથામાં લખી છે. એ કથા વાંચવા તૈયાર રહેજો !

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

આહમદના શેરોનો આનંદ (ગિરીશના ભાવ પ્રતિભાવ)

જૂન 30, 2010
વિવેકે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર  આહમદ મકરાણીની ગઝલ ‘ક્યાં ભરોસો હોય છે ?’ પોસ્ટ કરી છેઃ  
 
ગઝલનું પઠન કરીને મેં આ કોમેન્ટ પોસ્ટ કરીઃ
“ગઝલ ગમી ગઈ. બંદગી કરું છું કે http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ વિભાગમાં ‘આહમદની ગઝલનો આનંદ’ લેખ લખી શકું.
Stay tuned!”
 
આખી ગઝલ વિશે તો નહીં પણ એના બે શેરો વિશે લખું છું. ‘આહમદના શેરોનો આનંદ (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ લેખ બ્લોગ પર પોસ્ટ કરું છું. 
 
આવશે તો ગેબી રસ્તે આવશે;
શાયરીનો કયાં ભરોસો હોય છે ?
 
ગઝલકાર રશીદ મીરે ગઝલ વિષય પર પી.એચ.ડી. કર્યું છે, અને એ ‘ધબક’ નામના ગઝલ સામયિકના તંત્રી અને પ્રકાશક છે. શિકાગો પાસેના શામબર્ગ સબર્બમાં અશરફ ડબાવાલાના ઘરના બેઝમેન્ટમાં યોજાયેલા એક મુશાયરામાં રશીદજીને સાંભળવાનો લહાવો મળ્યો હતો. રશીદજી કહેલી એક વાત હજુ પણ બરાબર યાદ છેઃ ગઝલ રચવામાં મશગૂલ થાઓ તો પયગંબરી આવી જાય !
 
(મારા નમ્ર મત મુજબ ગઝલ પઠનમાં તન્મય થતાં પણ પયગંબરી આવી જાય !)
 
ઉમદા શાયરી ક્યારે અને કેવી રીતે શાયર પાસે આવશે એ કોણ કહી શકે? ઉમદા શાયરી ખુદાની બક્ષિસ છે – – અલબત્ત, શાયરે સતત સાધના ચાલુ જ રાખવી જોઈએ, અને શાયરીના સ્વાગત માટે હર પળે તૈયાર રહેવું જોઈએ.          
 
અબઘડી વરસ્યા કરે છે, નાહી લો;
વાદળીનો કયાં ભરોસો હોય છે ?
  
વાદળી જ્યારે વરસતી હોય ત્યારે નાહી લેવું જોઈએ.
 
‘અવસર ચૂક્યા મેહુલા’ એ કહેવત પણ છે. બીજી કહેવત છેઃ ‘સમય વર્તે સાવધાન્’.
 
પણ વાદળી ક્યારે વરસશે એ કોણ કહી શકે? આ લખતાં ફિલ્મ ‘લગાન’ યાદ આવે છે.
 
અવસર આવતાં એનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ, પણ અવસરની રાહ જોઈને બેસી રહેવું ન જોઈએ. અવસરને વધાવવા તૈયાર રહેવું જોઈએ. 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish in this post: Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

મંજુલ ગીતો ગાઉં…!

જૂન 29, 2010
(૧૯૫૧-૧૯૫૩માં હું ગુજરાત કોલેજ (અમદાવાદ) માં ફર્સ્ટ ઇયર અને ઇન્ટર સાયન્સમાં ભણેલો. ગુજરાતના મહાન વિવેચક સ્વ. અનંતરાય રાવળ સંપાદીત ગુજરાત કોલેજના વાર્ષિકમાં આ ગીત પ્રગટ થયેલું.
સ્વ. અનંતરાય રાવળને આ ગીત સાદર અર્પણ કરું છું.)    
 
મંજુલ ગીતો ગાઉં, મજાનાં મંજુલ ગીતો ગાઉં,
બુલબુલ થઈને ગાઉં, મજાનાં મંજુલ ગીતો ગાઉં.
 
ઘૂંટણિયે ઘૂમનારા નાના બાળક પાસે જાઉં,
નાનકડા બાળકના કાને મંજુલ ગીતો ગાઉં — મજાનાં…
 
આમ્રઘટામાં સંતાતી કો’ કોયલ પાસે જાઉં,
એને પણ ઇર્ષ્યા ઉપજાવે એવાં ગીતો ગાઉં – – મજાનાં…
 
કલકલ કરતા મસ્ત ઝરણની પાસે દોડી જાઉં,
કલકલ ગીતમાં સંગીત રેડી મીઠાં ગીતો ગાઉં – – મજાનાં…  
 
સંસારે ભરદરિયે ઝૂઝતા નાવિક પાસે જાઉં,
દુઃખડાં એનાં હળવાં કરવા મંજુલ ગીતો ગાઉં — મજાનાં…
 
વિયોગથી ઝૂરતા કો’ દુઃખી માનવ પાસે જાઉં,
કદી ન ગાયાં એવાં મીઠાં ગીત રસાળાં ગાઉં — મજાનાં…
 
મંજુલ ગીતો ગાઉં, મજાનાં મંજુલ ગીતો ગાઉં,
બુલબુલ થઈને ગાઉં, મજાનાં મંજુલ ગીતો ગાઉં.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

How the first edition of ‘Ferfudardi’ came about

જૂન 29, 2010
Collections of children’s poems. My  three collections of children’s poems are taking shape on my blog: www.girishparikh.wordpress.com. 1. Ferfudardi, 2. Tamatamata Tarla, and 3. Varta re Varta. I want to include total of my 108 best children’s poems in these three collections. I don’t have a count of my published and unpublished children’s poems but my guess is it must be over 200. I would scrutinize each of my poem and select the best ones for the collections.
 
My first published Gujarati book was ‘Ferfudardi’ with my childhood buddy Bindu (Kanu) Gajjar who published the booklet. As I remember it was a surprise for me! (He kept it a surprise).
 
My first published Gujarati book: Ferfudardi
  
While I am writing this on my laptop computer, the booklet is on my desk.On the cover is a picture of three boys and three girls holding hands and circling and doing ferfudardi on a green meadow outside a village. At the bottom is the name of the publisher: ‘Ulka Prakshan’. On the back cover is the advertisement of Navayug Book Depot. Both inside covers also have advertisements. The book has 48 pages which includes two pages of advertisements at the end. It seems the advertisements must have covered the cost of the production of the book.
 
As I remember the high school teacher late Jethalal Parikh (who was my teacher also) took notice of the book. He is from our village Kerala in Gujarat. He complimented me for the book.
 
I don’t know how the book sold. It might have been distributed free to some nurseries.
 
I wouldn’t say I was totally satisfied with the book, but I am grateful to my dear friend late Kanu Gajjar to compile his and my children’s poems and get the book published. Indeed, I cannot express in words my joy that I experienced when the book was published.
 
To my knowledge ‘Ferfudardi’ was the only book of Kanu that was published.
 
On my copy of the book, I have written the date: 3-10-57. (10 is for October).
 
In the new incarnation of ‘Ferfudardi’, I would like to print the full size picture of the cover of its first edition. In the new book I would include my few poems from the first edition, and one poem of Kanu which is about Ferfudardi. I would of course dedicate the book to Kanu.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

‘એક વેશ્યાની ગઝલ’ વિશે (ગિરીશના ભાવ પ્રતિભાવ)

જૂન 28, 2010

વિવેક મનહર ટેલરે એમની વેબ સાઈટ ‘શબ્દો છે શ્વાસ મારા’ પર ‘એક વેશ્યાની ગઝલ’ પોસ્ટ કરી છેઃ

http://vmtailor.com/archives/788  

શ્રી રામકૃષ્ણ પરમહંસની ની કૃપાથી ‘એક વેશ્યાની ગઝલ’ વિશે http://www.girishparikh.wordpress.com બ્લોગના ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ વિભાગમાં લખું છું. 

વિવેકભાઈઃ દાદ આપું છું તમારી ગઝલને અને તમારી ગદ્યમાં લખાયેલી ભૂમિકાને.
ગઝલ વાંચ્યા પછી મને યાદ આવ્યા શ્રી રામકૃષ્ણ પરમહંસના મહાન શિષ્ય ગિરીશચંદ્ર ઘોષ. એ હતા મહાન નાટ્યકાર, કવિ, કુશળ અભિનેતા, અને ડીરેક્ટર. બ્ંગાળી રંગભૂમીના એ પિતા ગણાય છે. પણ એ વેશ્યાગામી અને દારૂડિયા હતા. શ્રી રામકૃષ્ણે એમને પાપીમાંથી સંત બનાવી દીધા. અને ગિરીશે ઘણી પતીત અભિનેત્રીઓને શ્રી રામકૃષ્ણના આશીર્વાદ અપાવ્યા.

શ્રી રામકૃષ્ણ વેશ્યાઓને પણ માતાઓ ગણી નમસ્કાર કરતા હતા. 

આ લખી રહ્યો છૂં ત્યારે મારા ટેબલ પર છે સ્વામી ચેતનાનંદનું અંગ્રેજીમાં લખાયેલું રોમાંચક પુસ્તક Girishchandra Ghosh: A Bohemian Devotee of Sri Ramakrishna

પુસ્તક એટલું રસમય છે કે એ વાંચવા હાથમાં લીધા પછી નીચે મૂકવાનું મન નહીં થાય.
 
ભારતમાં એ પુસ્તક https://advaitaashrama.org/publication.html વેબ સાઈટ પરથી મળી શકશે.
 
 આ પુસ્તક વાંચવાની હું ખાસ ભલામણ કરું છું.
 
વિવેકભાઈઃ તમે જો Girishchandra Ghosh પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરો તો સરસ. સ્વામી ચેતનાનંદજીના હું સંપર્કમાં છું. જો તમારી ઇચ્છા હોય તો  શ્રી રામકૃષ્ણની કૃપાથી અનુવાદ કરવા માટેની એમની અનુમતિ, વગેરે મેળવવા પ્રયત્ન કરું. ગૂર્જર જેવા મોટા પ્રકાશક મળી રહેશે જે હું માનું છું કે એમના ખર્ચે પ્રકાશન કરશે. શ્રી રામકૃષ્ણની કૃપાથી આ પુસ્તક વેશ્યાઓ તથા અન્ય અનેક પાપીઓ માટે પતીતપાવક પૂરવાર થઈ શકે. શ્રી રામકૃષ્ણની કૃપાથી પુસ્તક ચપોચપ વેચાઈ પણ જાય !
વેબ દ્વારા પ્રચાર-પ્રસાર કરવાનું આપણી પાસે અસરકારક સાધન પણ છે.
 
વર્ષો પહેલાં ‘અખંડ આનંદમાં’ આપણા મહાન ખગોળ શાસ્ત્રી (બનતાં સુધી એમનું નામ છોટુભાઈ સુથાર હતું) નો ‘શક્તિદાતા સૂર્ય’ નામનો લેખ રસપૂર્વક વાંચેલો. સૂર્ય એ શક્તિનું પ્રતીક છે, અને સ્ત્રી એ શક્તિ છે. વેશ્યા પણ એક સ્ત્રી છે જેના પર અંધકારનાં વાદળ ઘેરાયેલાં છે. શ્રી રામકૃષ્ણની કૃપા 
એ વાદળ દૂર કરી શકે છે એ ગિરીશચન્દ્ર ઘોષ દ્વારા વેશ્યાઓની અંધારી કોટડીઓમાંથી આવતી કેટલીક સ્ત્રીઓએ જાતે અનુભવ્યું અને એમનાં જીવન પાવન થઈ ગયાં.
 
ખરેખર, પ્રભુ માટે કશું જ અશક્ય નથી.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

બે ભાઈ

જૂન 28, 2010
બે હતા ભાઈ
સગા બે ભાઈ
બહાદુર બે ભાઈ
આ રીતે બે ભાઈ હતા
બેની સરખી જોડ હતી
બે સિંહોની જોડ હતી.
 
મોટા ભાઈ બન્યા વકીલ
નાના ભાઈ પણ બન્યા વકીલ
બન્ને ભાઈઓ બન્યા વકીલ.
 
નાનાને જવું વિલાયત
પાસપોર્ટ મંગાવ્યો તર્ત
સફર કરવા થયો તૈયાર.
 
મોટા ભાઈ બોલી ઊઠ્યાઃ
“હું મોટો ને તું છે નાનો”
એમ કહીને મોટા ભાઈ
ઉપડી ગયા વિલાયત માંય.
 
પાછળથી નાના ભાઈ ગયા
ડીગ્રી લઈને પાછા ફર્યા.
 
મોટા ભાઈ મુંબઈમાં ઠર્યા
નાના ભાઈ અમદાવાદ રહ્યા.
 
બની સહાયક ગાંધીજીના

નાના ભાઈ તો ઝૂઝ્યા જંગ

ખેડા-લડતે રાખ્યો રંગ
બારડોલીમાં વીજયી બની
‘સરદાર’ની ઉપમા મળી.
 
જાણો છો ભાઈઓનાં નામ ?
મોટા હતા વિઠ્ઠ્લભાઈ
નાના હતા વલ્લભભાઈ
વલ્લભ-વિઠ્ઠ્લ જોડી હતી
બે ભાઈઓની જોડી હતી.
 
(આ રીતે મહાપુરુષોના જીવનની વાતો કથાગીતોમાં ગૂંથી શકાય. એ બાળકો (અને મોટેરાઓને પણ) આનંદ સાથે પ્રેરણા આપી શકે.) 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

ઘર ઘરમાં ગુર્જરીને લાવનાર ! (ગિરીશના ભાવ પ્રતિભાવ)

જૂન 28, 2010
ઊર્મિએ વિવેક  મનહર ટેલરના પઠન સાથે એમની ‘વરદાન બનીશું’ ગઝલ પોસ્ટ કરી છેઃ
 
ગઝલ ગમી. વરદાન રૂપ છે આ ગઝલ !
 
મા ગુર્જરીની કૃપાથી એના એક શેર વિશે http://www.girishparikh.wordpress.com બ્લોગના ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ વિભાગમાં લખું છું: 
 
છેલ્લો શેર મા ગુર્જરી માટેના પ્રેમનો અણમોલ શેર છેઃ
  
પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
 
પણ મા ગુર્જરીને નેટના રસ્તે જીવતદાન આપ્યા પછી શું ?
 
માની લઈ આશિષ અમે નેટના રસ્તે,
ઘર ઘરમાં ગુર્જરીને લાવનાર બનીશું.
 
વિવેકના શેર અને ઉપરની બે પંક્તિઓ પર તો એક આખું પુસ્તક લખી શકાય. નેટજગતે કેવી રીતે મા ગુર્જરીને જીવતદાન આપ્યું, કોણે કોણે કેવી રીતે આ શુભ કાર્ય કર્યું, ગુજરાતી નેટજગતના વર્તમાન, અને એના ઉજ્વળ ભવિષ્ય – – આ બધી રોમાંચક વાતો એ પુસ્તકમાં રસમય શૈલીમાં રજૂ કરી શકાય. અલબત્ત, પુસ્તક ઇ-બૂક તરીકે પ્રકાશિત થઈ શકે, અને મા ગુર્જરીની કૃપાથી બેસ્ટ સેલર પણ બની શકે ! અલબત્ત, એનું યોગ્ય રીતે વીતરણ થવું જોઈએ. ગુજરાતી બ્લોગ દ્વારા જેને વ્યવસાય કરવો હોય એને માર્ગદર્શન આપતાં પ્રકરણો પણ પુસ્તકમાં હોવાં જોઈએ. 
 
ઈન્ટરનેટે મીડિયાના જગતમાં ક્રાંતિ કરી છે. ગુજરાતી ભાષાને પણ ઈન્ટરનેટે જાણે કે પાંખો આપી છે.
 
હજુ તો આ શરૂઆત જ છે. નેટજગતે ગુજરાતી ભાષાને જીવતી રાખવામાં જરૂર મદદ કરી છે.
 
મા ગુર્જરીને હવે વિશ્વભરમાં વસતા કરોડો ગુજરાતીઓના ઘર ઘરમાં  લાવનાર કોણ બનશે? અને આ શુભ આ કાર્ય એ કેવી રીતે કરશે? અલબત્ત, એ શુભ કાર્ય કરનાર ગુજરાતી સાહિત્યમાં અમર થઈ જશે.

—— 

‘વ્યવધાન’ શબ્દના અર્થ આપણા મહાકોષ ‘ભગવદ્ગોમંડલ’ (http://www.bhagavadgomandal.com/ માંથી મળ્યા. આ અહીં યોગ્ય લાગ્યાઃ અંતરાય; અડચણ; વિઘ્ન; વચમાં આવવું તે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish in this post: Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 
   
‘ગુજરાત ટાઈમ્સ’માં ‘માયા ફેરફૂદરડી ફરે’, વગેરે પ્રગટ (ગિરીશ પરીખનાં ૧૦૮ શ્રેષ્ઠ બાળગીતો)

જૂન 27, 2010
જર્સી સીટી (ન્યૂ જર્સી સ્ટેટ), યુ.એસ.એ.માંથી પ્રગટ થતું ગુજરાતી સાપ્તાહિક ‘ગુજરાત ટાઈમ્સ’ મારું પ્રિય સામયિક છે.
 
‘ગુજરાત ટાઈમ્સ’માં મારાં કાવ્યો, ગદ્ય લખાણો, અહેવાલો, વગેરે અવારનવાર પ્રગટ થતાં રહે છે. ‘ગુજરાત ટાઈમ્સ’ના પ્રકાશક તથા તંત્રીઓનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું.
 
આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર પોસ્ટ થયેલાં બાળગીતોમાંથી ત્રણ ગીતો ‘ગુજરાત ટાઈમ્સ’ના ‘વાચકોના પત્રો’ વિભાગમાં પ્રગટ થયાં છેઃ ‘જય ભગવાન’  ‘માયા ભગત છે મારું નામ’, અને તાજેતરમાં (જુલાઈ ૨, ૨૦૧૦ના અંકમાં) ‘માયા ફેરફૂદરડી ફરે’.
 
આખું ‘ગુજરાત ટાઈમ્સ’ તમે ઈન્ટેરનેટ પર પણ વાંચી શકો છોઃ
 
‘માયા ફેરફૂદરડી ફરે’ વાંચવા માટેઃ
ક્લિક કરોઃ
નીચે સ્ક્રોલ કરો અને
Click Here to view LATEST ePaper પર ક્લિક કરો.
જમણી બાજુના ખાનામાં Front Page પર ક્લિક કરો.
પછી Page 03 પર ક્લિક કરો.
 
સહેલાઈથી વાંચી શકો એ માટે તમે ટાઈપ સાઈઝ પણ વધારી શકો છો.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

તારા

જૂન 27, 2010
નીલ નભમાં રે પેલા તારા રમે,
               એ તો મુજને ગમે,
               ત્યાંથી અમૃત ઝમે.
 
કેવા શોભે રે જાણે હીરા જડ્યા,
              સ્નેહજ્યોતે મઢ્યા,
               ઊંચે આભે ચડ્યા.
 
એ આંખોમાં મીઠાં તેજ ભર્યાં,
          એ તો નભમાં ઝર્યાં,
            એનાં કિરણો સર્યાં.
 
ઊંચે આભે એ ઝબકારા કરે,
           એ તો નભમાં રહે,
             આભે અમૃત ભરે.
 
કેવા શોભે રે નભ નયનો સમા,
                  જાણે રત્ન કણા,
                 નભ ખોળે પડ્યા.
 
રમે રોજ રોજ રે ઊંચે આભે સહુ,
                    કરે સ્મિતો બહુ,
                  કહે ‘હસજો સહુ !’
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

કોયલ ટહુકી જાય

જૂન 26, 2010
કોયલ ટહુકી જાયઃ
આંબાડાળે છૂપી રહીને ગીત મધુરાં ગાય;
કોયલ ટહુકી જાય.
 
કુંજવનો સૌ લીલાં લીલાં,
ધખતી ધરતીનાં પડ નીલાં,
સુણી મધુરો ટહુકો એનો થનગન થનગન થાયઃ
કોયલ ટહુકી જાય.
 
બાળક જ્યારે ટહુકો સુણતાં,
કુહૂ કુહૂ કહી જવાબ દેતાં,
પણ એ ઘોર ઘટાઓમાં તો એક જ ગીત ગવાયઃ
કોયલ ટહુકી જાય.
 
માનવ જ્યારે નિરાશ બનતાં,
આફતથી ઘેરાતાં સહુ ત્યાં,
આશાનો ઉગાડી ફણગો કુહૂ કૂજન કરી જાયઃ
કોયલ ટહુકી જાય.
 
સુણી એના ટહુકાને સહુ,
ઝંખે એને જોવાને બહુ,
પણ એ તો સંતાતી ફરતી કદીક એ દેખાયઃ