Archive for ડિસેમ્બર, 2012

પુસ્તકો ક્યારે વંચાય ? (ચતુર્શબ્દ મુક્તક)

ડિસેમ્બર 31, 2012

પુસ્તકો
વેચાય
તો
વંચાય !

Advertisements

ધર્મ વિજ્ઞાન મિલન ! (ચતુર્શબ્દ મુક્તક)

ડિસેમ્બર 30, 2012

વેદાંતઃ
ધર્મ
વિજ્ઞાન
મિલન !

ચમત્કાર ! (ચતુર્શબ્દ મુક્તક)

ડિસેમ્બર 29, 2012

છે
શરીર
રચના
ચમત્કાર !

આદિલના જીવનના બે મહત્વના શબ્દો

ડિસેમ્બર 28, 2012

મારી દૃષ્ટિએ આદિલના જીવનના બે મહત્વના શબ્દો છેઃ “સતત” અને વળાંક”.

આદિલના એક કાવ્યસંગ્રહનું નામ છે “સતત.”

અને આદિલ સતત સર્જન કરતા રહ્યા હતા. એમના જ શબ્દોઃ

“આદિલ હરદમ
લખતા રહેવું.”

અને ગુજરાતી ગઝલને આદિલે પરંપરા તોડ્યા વિના વળાંક આપ્યો. એમણે નવી દિશાઓનાં દ્વાર ખોલ્યાં.

ગુજરાતી ગઝલવિશ્વમાં અમર છે આદિલ.

નોબેલવિજેતા ! (ચતુર્શબ્દ મુક્તક)

ડિસેમ્બર 27, 2012

નોબેલવિજેતા
ગુજરાતી
સર્જક
કોણ ?

ચમત્કાર વિના ! (ચતુર્શબ્દ મુક્તક)

ડિસેમ્બર 26, 2012

ચમત્કાર
વિના
કોણ
નમે ?

વિવેકના શબ્દો … ! (ચતુર્શબ્દ મુક્તક)

ડિસેમ્બર 25, 2012

વિરાટની
યાત્રાએ
વિવેકના
શબ્દો … !

દરેક ગુજરાતી માટેનું પુસ્તકઃ “આદિલના શેરોનો આનંદ”

ડિસેમ્બર 24, 2012

પ્રભુકૃપા, મા સરસ્વતી, મા ગુર્જરી, મા ગુજરાતી તથા આદિલના આશીર્વાદથી શનિવાર, જાન્યુઆરી ૧૨, ૨૦૧૩, ને સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જ્ન્મદિને પ્રગટ થશે દરેક ગુજરાતી માટેનું પુસ્તકઃ “આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન.”

શ્રી વિજય શાહની મદદથી “આદિલના શેરોનો આનંદ” પુસ્તકનું મુદ્રણ શક્ય બન્યું છે.

પુસ્તક વિશે વધુ માહિતિ આ બ્લોગ http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કરતો રહીશ.

–ગિરીશ પરીખ

વિવેકને શબ્દપુર્વક, હૃદયપૂર્વક અભિનંદન

ડિસેમ્બર 23, 2012

ગુજરાતી સાહિત્યની શિરમોર સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદે ડો. વિવેક મનહર ટેલરના પુસ્તક શબ્દો છે શ્વાસ મારા નું ૨૦૧૧ના વર્ષના “પ્રથમ સર્જનાત્મક પુસ્તક” પારિતોષિકથી સન્માન કર્યું છે એ “લયસ્તરો” પરથી જાણી ખૂબ જ આનંદ થયો.
લીંકઃ http://layastaro.com/?p=9469 .

વિવેકને શબ્દપૂર્વક, હૃદયપૂર્વક અભિનંનંદન.

અલબત્ત, વિવેકની પસંદ કરેલી કવિતાઓ વિશ્વભરમાં વહેંચવી જોઈએ, અને એ માટે અંગ્રેજી ઉપરાંત ભારતની તથા જગતની અન્ય ભાષાઓમાં ઉત્કૃષ્ટ અનુવાદો કે ભાવાનુવાદો થવા જોઈએ.

નોબેલ પ્રાઈઝ જીતનાર વિવેક પ્રથમ ગુજરાતી સર્જક બનો એવી પ્રભુને પ્રાર્થના.

–ગિરીશ પરીખ

અનંત (ચતુર્શબ્દ મુક્તક)

ડિસેમ્બર 22, 2012

અનંતને
ના
હોય
અંત !