Archive for જૂન, 2011

ભાભી તો આવાં જ હોય !: ૫૦

જૂન 30, 2011
પ્રવચકઃ શોભા ઘેર આવી ત્યારે દુર્ગાની  ચીઠ્ઠી વાંચી અને આંસુ સાર્યાં. રસેશનો અલકા પરનો પત્ર, અને અલકાનો ફોટો જોયો. અને  છતાંય એના સ્નેહાળ દિલમાં દિયર માટે તિરસ્કાર ન જન્મ્યો. કેટલાંક માનવી જન્મે છે જ  સ્નેહની સરવાણી સાથે. એમના મનમાં જે એમને દુશ્મન ગણતાં હોય એમના માટે પણ ધિક્કાર ન  જાગે તો પછી લાડકડા દિયર પ્રત્યે તો ક્યાંથી જ જાગે?  રસેશની સુશ્રુષા કરવાનું  દુર્ગાનું કામ શોભાએ સંભાળી લીધું. રાતદિવસ એણે ઉજાગરા કરવા માંડ્યા.. બે અઠવાડિયાં
પૂરાં થવા આવ્યાં હતાં. રસેશની તબિયત પણ હવે ઘણી સુધરી ગઈ હતી.. શોભાએ અલકાને પોસ્ટ  કરેલો રસેશનો પત્ર તો અલકાને ક્યારનોય મળી ગયો હોવો જોઈએ, પણ હજુ  અલકાદેવીનાં  દર્શન નહોતાં થયાં! શોભાભાભી અલકાદેવીની જ રાહ જોતાં હતાં.
મહેશઃ રસેશ, હવે તો તને ઘણું સારું થઈ  ગયું.
રસેશઃ ભગવાનની  દયાથી…
મહેશઃ ભગવાનની દયા તો ખરી જ, પણ  ખરી રીતે તો પેલી ભોળી દુર્ગાની પ્રેમભરી સતત સેવાથી. જો ને… તારી ભાભીની આંખો  સામે તો જો… ઉજાગરાથી કેવી લાલ થઈ ગઈ છે.
રસેશઃ પણ હું ક્યાં કહું છે કે ઉજાગરા  કરે!
મહેશઃ હજુ પણ તું આવો જ જવાબ આપે છે?  પણ તારી ઉલ્કા તો દેખાતી જ નથી!
(વધુ હવે પછી …)
નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

ભાભી તો આવાં જ હોય !: ૪૯

જૂન 29, 2011
દુર્ગાઃ ઓહ,ઉલ્કા!… (ડૂસકાં ખાવા માંડે છે) એ ઉલ્કાને ચાહે છે. પછી આ દુર્ગાને ચાહે પણ શાના? હું હવે અહિયાં નહીં રહું. એમની તબિયત પણ સારી થતી જાય છે. હવે એમની ઉલ્કા આવીને એમને સંભાળી લેશે. શોભાબહેન બહાર ગયાં લાગે છે. આ પત્ર… હાય રે!… મારાં આંસુએ એના અક્ષરો પણ ભીંજવ્યા.. હવે તો હું ઘેર જ જતી રહીશ. પણ એમનાં ભાભી — મારાં બહેન – શોધાશોધ કરી મૂકશે… લાવ, ચિઠ્ઠી મૂકી જાઉં.
પ્રવચકઃ અને દુર્ગા ચિઠ્ઠી લખવા માંડે છે.
દુર્ગાઃ પ્રિય બહેન.. હું ઘેર જાઉં છું. આની સાથે બીજો પત્ર અને ફોટો પણ છે. તમે બધું ઝટ સમજી જશો. બીજા પત્રને ટપાલમાં નાખી દેજો. તમને મારા સોગંદ છે. મારે એમની જિંદગી નથી બગાડવી. એમની આડે પણ નથી આવવું. હવે તો ઉલ્કાબહેન આવીને એમને સંભાળી લેશે. ફોટામાં કેટલાં સરસ લાગે છે! છતાંય એમની તબિયત ન સુધરે તો સેવા માટે આ દાસીને બોલાવજો. લિખીતંગ દુર્ગા. આ ચિઠ્ઠી, પત્ર અને ફોટો બહેનના ટેબલ પર જ મૂકું છું.
પ્રવચકઃ અને પછી દુર્ગા ઘેર જાવાની તૈયારી કરવા ઝટપટ જાય છે.
(વધુ હવે પછી …)
નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભાભી તો આવાં જ હોય !: ૪૮

જૂન 28, 2011
(દુર્ગા રસેશે લખેલો પત્ર ધીમા અવાજે વાંચે છે. )
દુર્ગાઃ પ્યારી ઉલ્કા… આપણને મળે કેટલા બધા દિવસ થઈ ગયા! તને એમ લાગતું હશે કે હું તને ભૂલી ગયો છું. પણ રખે એમ માનતી. તારી યાદમાં તો આ મૃત્યુ જેવી માંદગીની પળેપળ જિંદગીમાં પલટાઈ જાય છે, ને હું હર્ષથી સમય વીતાવું છું. શું કરું? તે રાત્રે આપણે મળ્યા પછીની સવારથી જ હું માંદગીમાં પટકાયો છું. અહીં મારાથી મોટા મહેશભાઈ અને ભત્રીજી સરોજ છે. શોભાભાભી છે. દુર્ગા નામની એક છોકરી
પણ છે. એ મારી ખૂબ જ સેવા કરે છે. એ તો મારા ભઈની સાળી છે. તું મારી ખબર લેવા તો આવી જશેને? બીજો કોઈ જ વાંધો નથી. આપણા પ્રણય પ્રસંગને આપણા બે સિવાય બીજું જાણે છે પણ કોણ? કોલેજમાં મિત્ર છીએ એટલું બધા માને છે. તું જરૂર મને મળવા આવી જા. મારી જિંદગીની ક્યારીમાં પ્રસન્નતાનાં પુષ્પ પાંગરશે…. તું મળવા આવશે તો.  લિખિતંગ તારો જ રસેશ.
પ્રવચકઃ દુર્ગા પત્ર લઈ લે છે. ફોટો પણ લઈ લે છે.)
(વધુ હવે પછી …)
નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભાભી તો આવાં જ હોય !: ૪૭

જૂન 27, 2011

દુર્ગાઃ (ચમકીને) (સ્વગત)) અલકા!… આ કોણ? કોનો ફોટો હશે આ? ને આ પત્ર! વાંચું? ના, મારાથી એમણે લખેલો પત્ર ન વંચાય.
[પુસ્તક જોરથી બંધ કરે છે. રસેશ જાગી જાય છે.]
રસેશઃ શાનો અવાજ થયો દુર્ગા?
દુર્ગાઃ કંઈ નહીં. મારા હાથમાંથી એક વસ્તુ નીચે પડી ગઈ! માફ કરજો, તમારી ઊંઘ બગડી.
પ્રવચકઃ દુર્ગા પુસ્તકને રસેશ ન જુએ એ રીતે સાડીથી સંતાડે છે. રસેશ પાછો સૂઈ જાય છે.
દુર્ગાઃ (સ્વગત) પાછા સૂઈ ગયા. આજે હું જુઠ્ઠું બોલી! પણ હું શું કરું, એમનો સ્વભાવ પણ શંકાશીલ થઈ ગયો છે. પણ પેલો કાગળ શાનો હશે? એમણે કોના ઉપર લખ્યો હશે? પેલી અલકા ઉપર તો નહીં લખ્યો હોય? આજે એક વાર જુઠ્ઠું તો બોલી છું. લાવ, પત્ર પણ વાંચી જ નાખું!
પ્રવચકઃ દુર્ગા એની ખુરસી ફેરવીને પીઠ રસેશ તરફ રહે એ રીતે બેસે છે, અને સાડીમાં  સંતાડેલા પુસ્તકમાંથી પત્ર કાઢે છે.
દુર્ગાઃ (સ્વગત) પત્ર લખ્યાની તારીખ તો ગઈ કાલની જ છે.
પ્રવચકઃ અને દુર્ગા ધ્રુજતા હાથે પત્ર વાંચે છે!
(વધુ હવે પછી …)

નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

ભાભી તો આવાં જ હોય !: ૪૬

જૂન 26, 2011
પ્રવચકઃ ને આ રીતે રસેશની આંખ મીંચાઈ. બપોરે રસેશ જાગ્યો ત્યારે દુર્ગા રસેશના મોંમાં થર્મોમીટર મૂકી રહી હતી.
દુર્ગાઃ હાં… થર્મોમીટરને બરાબર પકડોને. નહીં તો પડીને ફૂટી જશે. જીભ નીચે… આ રીતે દબાવો.
રસેશઃ મારો હોઠ દબાવે છે?!
દુર્ગાઃ મિનિટ પૂરી થઈ ગઈને… પણ તાવ જોતાં તો મને નહીં આવડે. (મોટેથી) બહેન… આ તાવ જુઓને જરા.
શોભાઃ દુર્ગા, આ મોસંબીનો કરંડિયો, આ ગ્લુકોઝનો ડબો, આ દવા. બધું સાચવીને ગોઠવી દેજે. તાવ? એકસો ને એક.
પ્રવચકઃ ને આ રીતે એક અઠવાડિયું વીત્યું. દુર્ગાની શુશ્રુષા ગમે તેવા પથ્થરમાં પણ પ્રેમ પેદા કરે તેવી હતી, પણ રસેશ હજુ અલકાને ભૂલી શક્યો નહોતો. એક બપોરે રસેશ ઊંઘતો હતો ત્યારે દુર્ગાએ સમય પસાર કરવા કબાટમાંથી એક પુસ્તક લીધું. એમાં એક ફોટો પડ્યો હતો, અને સાથે રસેશે હજુ એકાદ બે દિવસ પહેલાં જ લખેલો એક પત્ર …
(વધુ હવે પછી …)
નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

ભાભી તો આવાં જ હોય !: ૪૫

જૂન 25, 2011

દુર્ગાઃ બહેન,
આજે મોસંબી ને ગ્લુકોઝ ને એ બધું મંગાવવું પડશે.
મહેશઃ એ બધું હું હમણાં જ લેવા જાઉં છું.
શોભાઃ દુર્ગા, જા, તું રસેશભાઈ પાસે બેસ.
પ્રવચકઃ દુર્ગા રસેશની રૂમમાં પ્રવેશે છે.
રસેશઃ પાછી તું મારી પાસે આવી?
દુર્ગાઃ (મક્કમતાથી) હવે તો હું તમારી પાસેથી નથી જ ખસવાની. તમારી આવી હાલતમાં તમને છોડીને જાઉં?
રસેશઃ પણ દુર્ગા, તું મારી છે કોણ?
દુર્ગાઃ એ બધું પછી સમજાશે. અત્યારે તો આરામ કરો. તમને આ સુંવાળી ચાદર ઓઢાડું છું.
રસેશઃ તું તો મને પરીઓના દેશમાં પહોંચાડી દેશે દુર્ગા!
દુર્ગાઃ પરીઓના દેશમાં નહીં, (લગભગ મનમાં) દુર્ગાના દેશમાં!
(વધુ હવે પછી)

નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

This entry was posted  on June 24, 2011 at 3:55 am and is filed under નાટકો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site. Edit this entry.

Be the first to like this post.

Leave a Reply Cancel reply

Enter your comment here…

ભાભી તો આવાં જ હોય !: ૪૪

જૂન 24, 2011

મહેશઃ શોભા, જોને. તારી બહેન દુર્ગામાં કેટલી બધી શ્રધ્ધા છે. એનિ અનંત સાધના ફળશે જ. પ્રભુની  પ્રતિમા આગળ કેવી ઊભી છે. એના જોડાએલા હાથ બીડાયેલા કમળ જેવા નથી લાગતા? જાણે હમણાં  જ એમાંથી કમળ ખીલી ઊઠશે. એનાં નમેલાં નયનોમાં ભાવિ જીવનનું કેવું કલ્પનાભર્યું ચિત્ર હશે. આશા અને ઉલ્લાસથી ઊછળતા એના મનમાં ભાવિ જીવનની કેટલી મધુર કલ્પનાઓ હશે. એના ફફડતા હોઠમાં કેવી કેવી પ્રાર્થનાઓ હશે. શોભા, મને તો તારી બહેનને જોઈ જ રહેવાનું મન થાય છે.હું ચિત્રકાર હોત તો… જો, એની પ્રાર્થના પતાવીને એ તારી પાસે આવે છે શોભા.
(વધુ હવે પછી …)

નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભાભી તો આવાં જ હોય !: ૪૩

જૂન 23, 2011
ડોક્ટરઃ હાં.. હવે શ્વાસ લેજો. આ થર્મોમીટર જરા જીભ નીચે રાખો તો… હાં.. હવે અર્ધી મિનિટ.. બરાબર..
પ્રવચકઃ ડોક્ટર શરીર તપાસી લે છે.
થોડી વારે મહેશને બાજુમાં લઈ જઈને…
ડોક્ટરઃ પટેલ સાહેબ. ટાઈફોઈડ છે. પણ બહુ ગંભીર નથી. જો સારવાર ખૂબ સરસ થાય તો ચૌદ દિવસમાં મટી જાય એમ છે. નહીં તો અઠવાડિયું લંબાય.
શોભાઃ આ ફી આપો ડોક્ટર સાહેબને.
ડોક્ટરઃ ઓ… થેંક યૂ. અચ્છા તો પટેલ સાહેબ. દવા મોકલાવું છું. મારી જરૂર પડે તો તરત ફોન કરજો. એમ તો હું ખબર કાઢવા આવતો રહીશ.
દુર્ગાઃ શું લેવાનું?
ડોક્ટરઃ મોસંબીનો રસ ને ગ્લુકોઝ સિવાય બીજું કંઈ ન આપશો. દિવસમાં ત્રણ વખત તાવ માપીને નોંધ રાખશો. વધુ તાવ આવે તો મને ફોન કરજો.
[ડોક્ટરની પેટી વખાવાનો અવાજ. ડોકટર જાય છે. બારણાનો અવાજ.]
(વધુ હવે પછી …)
નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભાભી તો આવાં જ હોય !: ૪૨

જૂન 22, 2011

રસેશઃ ભાભી…
શોભાઃ બેઠા ન થાઓ રસેશભાઈ. તમારી તબિયત સારી નથી. દુર્ગા, જરા જા તો. ડોક્ટરને ફોન કરને.
રસેશઃ મારે ડોક્ટરની કંઈ જરૂર નથી.
શોભાઃ તો કોની જરૂર છે? (લગભગ મનમાં) દુર્ગાની?
દુર્ગાઃ બહેન, પ્રોફેસરસાહેબ આવ્યા છે.
[મહેશ અંદર આવે છે.]
મહેશઃ શોભા, દુર્ગા, શું થયું છે રસેશને?
શોભાઃ જુઓને, કેટલો તાવ આવ્યો છે.
મહેશઃ શોભા, ડોક્ટરને ફોન કર્યો?
શોભાઃ હા, હમણાં જ કર્યો દુર્ગાએ.
મહેશઃ ભાઈ રસેશ, ચારે બાજુ આમ શું જુએ છે? તારા પલંગ પર જ હું બેઠો છું. મારી સામે તો જો.
[ડોક્ટર આવે છે.]
મહેશઃ આવો ડોક્ટર સાહેબ.
[ખુરસી ખસેડવાનો અવાજ.]
(વધુ હવે પછી …)

નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

પત્રકારત્વના ક્ષેત્રે કાર્ય કરવા બદલ આ લખનારને એવોર્ડઃ 2 of 2

જૂન 21, 2011

www.gujaratidaglo.wordpress.com બ્લોગ પર મે ૨૯, ૨૦૧૧ના રોજ આ  લખનારે પોસ્ટ કરેલી કોમેન્ટઃ

પત્રકારત્વના ક્ષેત્રે કાર્ય કરવા બદલ મે ૭, ૧૯૧૧ના રોજ ‘ગુજરાત દિન’ની ઊજવણી  દરમિયાન મને એવોર્ડ આપવા બદલ બે એરિયા ગુજરાતી સમાજનો હું આભારી છું. એ દિવસે હું  કાર્યક્રમામાં હાજર રહી શક્યો ન હોવાથી ‘ડગલો’ ના ‘શબ્દને રસ્તે …’ કાર્યક્રમ  દરમિયાન મે ૨૧, ૨૦૧૧ના રોજ મિલપિટાસ, કેલિફોર્નિયામાં ફરીથી ડો. વિવેક મનહર ટેલરના  હસ્તે મને એવોર્ડ આપવામાં આવેલો. “ડગલો’નો પણ હું આભારી છું. આ એવોર્ડ મા સરસ્વતી, મા ગુર્જરી તથા મા ગુજરાતી  ભાષાને મળ્યો છે એમ માનું છું. હું તો માત્ર નિમિત્ત છું.
વિવેકાનંદને પ્રેમપૂર્વક અંજલી આપીને પોતાની ગઝલો, વગેરે રજૂ કરતા વિવેકના  હસ્તે સન્માન મેળવાની ઇચ્છા મેં એટલા માટે કરેલી કે હું વર્ષોથી ‘વિવેકાનંદમય’ છું.
સ્વામીજીએ મારી ઇચ્છા પૂરી કરી.
મારું પુસ્તક આદિલના શેરોનો આનંદગુજરાત ફાઉન્ડેશનના કૌશિક અમીન દ્વારા પ્રગટ થશે.સ્વામી વિવેકાનંદની કૃપાથી એ પછીનું મારું પ્રગટ થતું પુસ્તક હશે SEPTEMBER 11: THE DATE OF GLOOM AND GLORY! જે અંગ્રેજીમાં છે. સ્વામી
વિવેકાનંદે સપ્ટેમ્બર ૧૧ (હા, નાઈન ઇલેવન!) ના રોજ શિકાગોમાં ૧૮૯૩માં શરૂ થયેલી વિશ્વધર્મ પરિષદમાં એ દિવસે જ “Sisters and brothers of America” સંબોધનથી શરૂ કરીને એમનું અમર વ્યાખ્યાન આપ્યું હતું. મારું પુસ્તક મુખ્યત્વે એ વ્યાખ્યાન વિશે છે.નીચેનાં મારાં ગુજરાતી પુસ્તકો પણ યોગ્ય પ્રકાશકની શોધમાં છેઃ

હસતાં ફૂલ (બાલવાર્તાઓ)
દાદીમાએ માંડી વાત (બાલવાર્તાઓ)
Grandma
Tells Tales (Translation of દાદીમાએ માંડી વાત into English)
વાર્તા રે વાર્તા  (બાલકથાગીતો)
ટમટમતા તારલા (બાલકાવ્યો) (નવી આવૃત્તિ)
ફેરફૂદરડી  (બાલકાવ્યો) (નવી આવૃત્તિ)
સોનાનો તાજ (બાલનાટકો)
સોનાનો કળશ (નવલિકાઓ)
અને મારા જીવનનું મુખ્ય ધ્યેય છે રીચર્ડ એટનબરોની “ગાંધી” ફિલ્મની કક્ષાની ‘વિવેકાનંદ” ફિલ્મ યોગ્ય ફિલ્મસર્જક દ્વારા બનાવરાવવાનું. મા શારદાની કૃપાથી ફિલ્મ
માટે મેં ૨૦૦ પાનાની અંગ્રેજીમાં પટકથા પણ લખી છે. યોગ્ય ફિલ્મસર્જકની શોધમાં છું.