Archive for ઓગસ્ટ, 2010

બે પક્તિના કાવ્યને શું કહીશું? (‘દ્વિપંક્તિકા’ અને એનાં થોડાં ઉદાહરણો)

ઓગસ્ટ 31, 2010
અછાંદસ કાવ્ય માટે આ લખનારે ‘મુક્તકાવ્ય’ શબ્દ યોજ્યો છે.
 
ચાર પંક્તિના કાવ્ય માટે મુક્તક શબ્દ વપરાય છે.
 
માનો કે ન માનોઃ બે પંક્તિનાં કાવ્યો પણ હોય છે. પણ બે પંક્તિના કાવ્ય માટે મારી જાણમાં કોઈ શબ્દ નથી. એને ‘દ્વિપંક્તિકાવ્ય’ કે ‘દ્વિપંક્તિકા’ કહીએ તો કેમ?
 
આ લખનારને ‘દ્વિપંક્તિકા’ શબ્દ વધુ ગમે છે. નાની કણ માટે કણિકા શબ્દ વપરાય છે એમ અલ્પ પંક્તિ વાળી કવિતા માટે પંક્તિકા. અને બે પંક્તિ વાળી કવિતા માટે ‘દ્વિપંક્તિકા’.
 
‘દ્વિપંક્તિકા’ ના મારાં કાવ્યોમાંથી દાખલા આપું:
 
પ્રભુ દર્શન તું દે દે મીરાંને
પ્રભુ દર્શન દે દે.
   
રીઝ મારા પર
મરીઝ!
 
‘પુષ્પદાહ’: સૌની વ્યથાની કથા!
[નોંધઃ દ્વિપંક્તિકાને શીર્ષક પણ હોઈ શકે છે.]
 
આ ‘પુષ્પદાહ’ની કથા
ભરી છે એમાં સૌની વ્યથા!
 
(‘પુષ્પદાહ’: શ્રી રજનીકુમાર પંડ્યાની નવલકથા. માબાપના છૂટાછેડાને કારણે વિનાવાંકે દાઝેલાં બાલપુષ્પોની વ્યથાભરી કથા.)
 
હું હજુ ભૂલ્યો નથી એ ‘સંગીતા’ બીલ્ડીંગને
જે અમેરિકા જવા માટે બન્યું’તું સ્પ્રીંગબોર્ડ.
 
(અમારો સાન્તાકૃઝ વેસ્ટ, મુંબઈમાં ‘સંગીતા’ બીલ્ડીંગમાં ૮ નંબરનો ફ્લેટ વેચીને હું ફેબ્રુઆરી ૨૪, ૧૯૬૭ના રોજ અમેરિકા આવેલો. ફ્લેટના મળેલા રૂપિયા મને અમેરિકા આવવામાં સહાયરૂપ થયેલા. એ પછી દોઢેક વર્ષ પછી મારી પત્ની હસુ તથા પુત્રી શર્મિલાને મેં અમેરિકા બોલાવેલાં.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

કાવ્યઃ ગઝલ લખવી એ કંઈ …

ઓગસ્ટ 31, 2010
ગઝલ લખવી એ કંઈ રમત વાત ન હતી
મળી પ્રેરણા તો કલમ હાથ ન હતી
 
તમારા ઈશારે ઈશારે કહું છું
ઊડી ઉંઘ ત્યારે વીતી રાત ન હતી
 
તમારી મહેફિલમાં એવું તે શું છે ?
બધાની મળી દાદ, ફરિયાદ ન હતી
 
તમારી મહેફિલમાં એવા છે શાયર
અમારી કશી એમાં વિસાત ન હતી
 
ગિરીશ છો ને તારી હવેલી છે નાની
કોણે કહ્યું કે એ મહેલાત ન હતી.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ પ્રતિ લઈ જઈ શકે એવી સંસ્થા

ઓગસ્ટ 30, 2010
આપણા મૂર્ધન્ય કવિ સંદરજી બેટાઈનાં સુપુત્રી સરલા જગમોહને પસંદ કરેલી ગુજરાતી વાર્તાઓના અંગ્રેજીમાં અનુવાદ કરી એક પુસ્તક પ્રગટ કર્યું હતું.
 
સરલાબહેન વિશે મારા મિત્ર ઈશ્વરભાઈ પટેલ પાસેથી મને જાણવા મળેલું. ઈશ્વરભાઈએ રજનીકુમાર પંડ્યા પાસે ‘પુષ્પદાહ’ નામની ગુજરાતીમાં નવલકથા લખાવેલી જેનો અંગ્રેજીમાં અનુવાદ સરલાબહેન પાસે કરાવ્યો હતો.
 
આ લેખમાળા લખી રહ્યો છું ત્યારે મને સરલાબહેનના ગુજરાતી વાર્તાઓને અંગ્રેજીમાં અવતાર આપતા પુસ્તક વિશે જાણવાની ઇચ્છા થઈ,અને મેં  “સરલા જગમોહન” (ગુજરાતીમાં) Google.com માં એન્ટર કરી સર્ચ કરી. પરિણામમાં એક જ એન્ટ્રી મળી, અને એ હતી  ‘ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ વેબ સાઈટની.
 
‘ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ પ્રતિ લઈ જઈ શકે એવી સંસ્થા છે. આપને નમ્ર વિનંતી કરું છું કે નીચેની લીંક પર ક્લીક કરી આ વેબ સાઈટની મુલાકાત લો:
 
http://gujanuvadpradan.org/gujarati/index.php?option=com_content&view=article&id=9&Itemid=28 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.   

‘લયસ્તરો’ મુક્તક !

ઓગસ્ટ 28, 2010
‘લયસ્તરો’
મારા શ્વાસસ્તરો !
‘લયસ્તરો’
સર્વત્ર વિસ્તરો !
 
(‘લયસ્તરો’ ગુજરાતી કવિતાની વેબ સાઈટ છે. લીંકઃ http://layastaro.com/).
 
નોંધઃ ‘લયસ્તરો’ ગુજરાતીમાં સર્જન કરતા કવિને નોબેલ પ્રાઈઝ મેળવવામાં કઈ રીતે મદદ કરી શકે એ વિશે ‘ગુજરાતી સાહિત્યકાર અને નોબેલ પ્રાઈઝ’ લેખમાળામાં લખવા પ્રયત્ન કરીશ. –ગિરીશ)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.   

ગુજરાતી સાહિત્યકાર અને નોબેલ પ્રાઈઝ

ઓગસ્ટ 27, 2010
“જેમ ઈંગ્લેન્ડમાંથી અંગ્રેજી ભાષા બહાર નીકળી અને અમેરિકામાં તેનો ગગનભેદી વિકાસ થયો તેમ કદાચ ગુજરાતી ભાષાના વિકાસની વિધિલિપિ, ‘ડેસ્ટિની’, આ દેશ [ગુજરાત, ભારત] ની બહાર છે.”
–મધુ રાય (ગુજરાતી સાહિત્યના નોબેલ પ્રાઈઝ  સમા રણજીતરામ સુવર્ણ  ચંદ્રકને  સ્વીકારતી વખતે અમદાવાદમાં કરેલા વ્યાખ્યાનમાંથી)
 
ગુજરાતથી હજારો માઈલ દૂર અમેરિકામાં વસતા આ લેખક (ગિરીશ પરીખ)ના મનમાં ઘણા સમયથી આ વિચાર આવ્યા કરે છેઃ ગુજરાતીમાં સર્જન કરતો સાહિત્યકાર નોબેલ પ્રાઈઝ કેવી રીતે જીતી શકે?’
 
એવી પણ ઇચ્છા છે કે આ લેખમાળાનો ભારતની અન્ય મુખ્ય ભાષાઓમાં અને અંગ્રેજીમાં અનુવાદ થાય તથા વધુમાં વધુ સાહિત્યકારો અને વાચકો સુધી એ પહોંચે.
 
અલબત્ત, આ લેખમાળા ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને લક્ષમાં રાખીને લખાઈ છે, પણ એમાંના કેટલાક વિચારો ભારતની અન્ય ભાષાઓમાં અને અંગ્રેજીમાં લખતા સર્જકોને પણ લાગુ પડે છે.
 
 ગુજરાતી સાહિત્યકાર માટે નોબેલ પ્રાઈઝ મેળવવા સારુ હરીફાઈ વધે એવું હું શા માટે ઇચ્છી રહ્યો છું? સ્વસ્થ (healthy) હરીફાઈ ગુજરાતી સાહિત્યકારને (અને એના સર્જનને અંગ્રેજીમાં અવતાર આપનારને) શ્રેષ્ઠ સાહિત્ય-કર્મ કરવાની સતત પ્રેરણા આપ્યા કરશે.
 
અશક્ય લાગતું આ સ્વપ્ન કેવી રીતે સાકાર થઈ શકે?
 
                                                           (વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.   

યોદ્ધો

ઓગસ્ટ 26, 2010
મા, ધારો કે આપણે કોઈ અજાણ્યા અને ભયાનક મુલકમાંથી
પસાર થઈ રહ્યાં છીએ.
તું પાલખીમાં બેઠી છે અને હું તારી સાથે લાલ ઘોડા પર
બેસીને આગળ જઈ રહ્યો છું.
સાંજ પડી ગઈ છે અને સૂર્ય નમી રહ્યો છે. મોટા તળાવ
આગળની સૂકી ભૂમી ઝાંખી અને ભૂરી થઈ આપણી સામે
પડી છે. મુલક સુક્કો અને વેરાન છે.
તું ગભરાઈ જઈને બોલે છે–“મને ખબર નથી કે આપણે
ક્યાં આવ્યાં?”
હું તને સમજાવું છું, “મા, બીશ નહીં.”
 
રસ્તો અણીવાળા ઘાસથી કાંટાળો બન્યો છે અને તેમાં થઈને
સાંકડો ભાંગ્યો તૂટ્યો રસ્તો જાય છે.
પહોળાં ખેતરોમાં ઢોર દેખાતાં નથી, તેઓ ગામમાં જતાં રહ્યાં હશે.
રસ્તા અને આકાશ પર કાળું અંધારું છવાઈ જાય છે અને
આપણે જાણતા નથી કે આપણે ક્યાં જઈએ છીએ.
અચાનક તું મને બોલાવે છે અને કાનમાં પૂછે છે, “પેલા કાંઠા
કને અજવાળું શાનું છે?”
 
તરત જ ભયાનક ચીસ સંભળાય છે, અને આપણી તરફ કોઈ
આકૃતિઓ દોડતી આવે છે.
તું તારી પાલખીમાં સંકોચાઈને બેસી જાય છે અને પ્રાર્થનામાં
દેવોનું સ્મરણ કરવા લાગે છે.
હું જોરથી કહું છું, “ડરીશ નહીં મા, હું અહીં જ છું.”
 
હાથમાં લાંબી લાકડીઓ લઈને અને માથા પર વીખરાયેલા
વાળ સાથે તેઓ મારી પાસે આવે છે.
હું બરાડું છું, “સાંભળો! ઓ દુષ્ટો! ડગલું જો આગળ ભર્યું તો
મર્યા સમજો.”
તેઓ ફરીથી પ્રચંડ ચીસ નાખે છે, અને આગળ ધસે છે.
તું મારો હાથ પકડીને કહે છે, “વ્હાલા દીકરા! તને દેવના
સોગંદ! તેમનાથી છેટો રહેજે.”
હું કહું છું, “મા, તું જોતી રહે.”
પછી, જોરથી દોડાવવા હું મારા ઘોડાને એડી મારું છું, અને મારી
તલવાર અને નાનકડી ઢાલ એક બીજા સાથે ઘસાય છે. 
લડાઈ એવી ભયંકર થાય છે કે મા, તું તારી પાલખીમાંથી જોઈ
શકે તો ધ્રુજી જ ઊઠે.
તેમાંના કેટલાક નાસી જાય છે અને કેટલાય કપાઈ જાય છે.
હું જાણું છું કે તું એકલી બેસીને વિચારે છે કે આ વખતે તો
હું મરી જ જઈશ.
પણ હું લોહીથી ખરડાઈને તારી પાસે આવું છું, અને કહું છું કે
“મા! હવે લડાઈ પતી ગઈ.”
તું બહાર આવે છે અને મને હ્રદયસરસો ચાંપીને ચૂમે છે અને
મનમાં કહે છેઃ
“મને દોરી જનાર આ છોકરો ન હોત તો હું શું  કરત?”
 
રોજ રોજ હજારો નકામા બનાવો ને છે તો આ વસ્તુ શાથી
સાચી ન પડે?
તે ચોપડીમાંની વાત જેવી લાગે છે.
મારો ભાઈ કહેશે,”શું તે શક્ય છે? હું રોજ વિચારતો કે એ તો
નાજુક બાળક છે.”
ગામલોકો નવાઈ પામીને કહેશે, “સારું થયું કે તેની મા સાથે
છોકરો પણ હતો.”
 
(રવીન્દ્રનાથ ટાગોરની અંગ્રેજી કૃતિ પરથી) 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
This Gujarati translation Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.   

નોબેલ પ્રાઈઝ પ્રતિ પ્રયાણઃ ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારનું

ઓગસ્ટ 25, 2010
(જણાવતાં આનંદ થાય છે કે મારી સર્જનયાત્રામાં આજે (ઓગસ્ટ ૨૫, ૨૦૧૦; બુધવારે) www.girishparikh.wordpress.com બ્લોગ પર રજૂ થતી આ ૩૦૦મી પોસ્ટ છે. સર્જનયાત્રા એક ચમત્કાર જેવી લાગે છે!)
 
મારો આત્મા કહી રહ્યો છે કે ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ જરૂર મળશે. મારા જીવનકાળ દરમિયાન મારું આ ખૂલી આંખનું સપનું સાકાર થાય એવી પ્રભુને, મા સરસ્વતીને અને મા ગુર્જરીને નમ્ર પ્રાર્થના કરું છું.
 
શાંતિના દૂત અને જીવનલક્ષી મહાન સાહિત્યકાર ગાંધીજીને બે નોબેલ પ્રાઈઝ મળવાં જોઈતાં હતાં છતાં એક પણ ન મળ્યું એ ગંભીર ભૂલ નોબેલ પ્રાઈઝ કમીટી હવે જરૂર સુધારી લેશે — ગુજરાતી ભાષાના યોગ્ય સાહિત્યકારને નોબેલ પ્રાઈઝથી નવાજીને.
 
ઉપરના પેરેગ્રાફમાં ‘યોગ્ય’ શબ્દ અગત્યનો છે. ગાંધીજીને એક પણ નોબેલ પ્રાઈઝ ન અપાયું એ બદલ એ વખતની (એ પછીની અને અત્યારની પણ) નોબેલ પ્રાઈઝ કમીટીમાં ગીલ્ટી ફીલીંગ હોય કે ન હોય, ગુજરાતી ભાષામાં સર્જન કરતા યોગ્ય સાહિત્યકારને જ નેબેલ પ્રાઈઝ મળવું જોઈએ.
 
અને એ પણ અગત્યનું છે કે સર્જક ગુજરાતીમાં સર્જન કરતો હોવો જોઈએ — કોઈ કોઈ ગુજરાતી સર્જકો સીધું અંગ્રેજીમાં પણ સર્જન કરતા હોય છે. સીધું અંગ્રજીમાં સર્જન કરતા ગુજરાતી સર્જકને નોબેલ પ્રાઈઝ મળે તો મને આનંદ થશે પણ આ લેખમાળામાં આપણે ગુજરાતીમાં જ સર્જન કરતા સર્જકની વાત કરી રહ્યા છીએ.
 
ગુજરાતીમાં સર્જન કરતો સાહિત્યકાર નોબેલ પ્રાઈઝ પ્રતિ પ્રયાણ કઈ રીતે કરી શકે? 
                                                                      (વધુ હવે પછી …)
– – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
E-mail: girish116@yahoo.com
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.  

ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળી શકે?: ૧

ઓગસ્ટ 24, 2010
શ્રી ગણેશ કરું છું આ લેખમળાના આજે (ઓગસ્ટ ૨૪, ૨૦૧૦; મંગળવાર, રક્ષાબંધન દિન) આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર.
 
ગુજરાતમાં, અને ભારતનાં અન્ય રાજ્યોમાં અને દુનિયાના અન્ય દેશોમાં — જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં — મે ૧, ૨૦૧૦થી એક વર્ષ સુધી ‘સ્વર્ણિમ ગુજરાત’ની ઉજવણી થઈ રહી છે. ગુજરાત રાજ્યે ‘વાંચે ગુજરાત’નો કાર્યક્રમ પણ શરૂ કર્યો છે.
 
આ સોનેરી સમય છે એક બીજી યોજનાના શ્રી ગણેશ કરવાનો અને એ છે ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ મળે એનો.
 
ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ મળી શકે? મારો આત્મા કહે છે કે જરૂર મળી શકે. આ લેખમાળામાં મારા વિચારો રજૂ કરીશ.
 
ગાંધીજીને બે નોબલ પ્રાઈઝ મળવાં જોઈતાં હતાં: એક તો શાંતિનું અને બીજું એમના સાહિત્ય માટે. એમની ‘આત્મકથા’નો મહાદેવ દેસાઈએ કરેલા ઉત્કૃષ્ટ અનુવાદે વિશ્વ સાહિત્યમાં સ્થાન મેળવ્યું છે, અને એમનું અન્ય સાહિત્ય પણ નોબેલ પ્રાઈઝની કક્ષાનું છે.
 
આપણા અન્ય સાહિત્યકારોએ પણ નોબેલ પ્રાઈઝની કક્ષાનું સાહિત્ય સર્જન કર્યું છે. દાખલા તરીકેઃ ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, અને આદિલ મન્સૂરી.
– – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
E-mail: girish116@yahoo.com 
                                                                                                                                    (વધુ હવે પછી …) 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.  

‘સૂર સંગમ’ના સૂર

ઓગસ્ટ 23, 2010
આજે ૨૩મી ઓગસ્ટ, ૨૦૧૦ અને શ્રાવણ મહિનાના સોમવારે જયશ્રીબહેને ટહુકો.કોમ પર ‘સૂર સંગમ’ ફિલ્મનાં ‘હે શિવ શંકર …’ ગીત અને વીડિયો પોસ્ટ કર્યાં છે. લીંકઃ http://tahuko.com/?p=9131#comments.
 
‘સૂર સંગમ’ ફિલ્મ જોવાની આપ સૌને હું ખાસ ભલામણ કરું છું.
 
ફિલ્મના નામ પ્રમાણે એમાં અદભુત સંગીત અને સ્વરના સૂરોનો સંગમ તો છે જ, ગીતોના શબ્દો પણ રસથી છલકાય છે. આ રીતે એમાં સંગીત, સૂર અને શબ્દનો ત્રીવેણી સંગમ થયો છે. ને એની વાર્તા પણ હૃદયદ્રાવક છે.
 
કેટલાંક વર્ષો પહેલાં હું શિકાગોમાં રહેતો હતો ત્યારે મારા સ્વ. મિત્ર શ્રી નાનક ગુરનાનીએ મને ‘સૂર સંગમ’ ફિલ્મની કસેટ આપી હતી. ફિલ્મ મને ખૂબ જ ગમી અને વારંવાર જોઈ.
 
‘વિવેકાનંદ’ ફિલ્મની પટકાથા લખવાનો હું વિચાર કરતો હતો એ જાણીને મને નાનકજી એ લખવાની પ્રેરણા પણ આપતા હતા.
 
મારી જાણ મુજબ ‘સૂર સંગમ’ ફિલ્મ સત્યકથાને આધારે સર્જાઈ છે.
 
મારા મિત્ર સ્વ. કુમારે કહેલું કે પંડિત શિવશંકર શાસ્ત્રીના પાત્રને જીવંત કરતા ગિરીશ કર્નડનાં આ ગીત  (‘હે શિવ શંકર …’) વખતનાં નૃત્ય વગેરે સ્વયંભુ હતાં — એમનો એ અભિનય નહોતો! — અને એમને કોઈ નિર્દેશનની પણ જરૂર નહોતી પડી!
 
શાસ્ત્રીજી “જાઉં તોરે ચરણ કમલ પર વારી …” ગીત ગાય છે એ વખતે તો સ્વર્ગીય વાતાવરણ સર્જાય છે. એ પ્રસંગની એકે એક ક્ષણ (ફિલ્મના અન્ય પ્રસંગોની જેમ) હૃદયને સ્પર્શે છે.
 
સમગ્ર ‘સૂર સંગમ’ ફિલ્મનાં સર્વ અંગો યાદગાર છે. ફિલ્મસર્જક કે. વિશ્વનાથ, કલાકારો અને કસબીઓની આ આપણને એક અનોખી ભેટ છે.
 
ફિલ્મનો અંત કદી ન ભૂલાય એવો છે — એ અંત નથી પણ શુભ આરંભ છે. એ જાણવા આપે ફિલ્મ જોવી જ જોઈએ.
 
–ટહુકો.કોમ પર આ લખનારે આ કોમેન્ટ પોસ્ટ કરી છેઃ
(આપ પણ ફિલ્મ ‘વિવેકાનંદ’ બનાવી શકે એવા ફિલ્મસર્જક વિશેનાં suggestions જરૂર મોકલશો.)      
 
‘સૂર સંગમ’ ફિલ્મ મને અત્યંત પ્રિય છે, અને એ મેં પચીસેક વાર તો જોઈ જ હશે!
એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ના standard ની ‘વિવેકાનંદ’ ફિલ્મ માટે મેં અંગ્રેજીમાં ૧૯૮ પાનાની પટકથા લખી છે. ‘સૂર સંગમ’ના સર્જક કે.વિશ્વનાથ ‘વિવેકાનંદ’ ફિલ્મ બનાવી શકશે એમ મને લાગતું હતું, અને ‘સૂર સંગમ’માં સંગીતકાર પંડિત શિવશંકર શસ્ત્રીજીનું પાત્ર જીવી જનાર ગિરીશ કર્નડ મારફત એમનો સંપર્ક કરવા પ્રયત્ન કરેલો.
કે. વિશ્વનાથ સાથે ન ગોઠવાતાં હું અંગ્રેજી અને હિંદીમાં world class ‘વિવેકાનંદ’ ફિલ્મનું સર્જન કરવા યોગ્ય filmmaker ની શોધમાં છું. જયશ્રી બહેન અને ટહુકોના ચાહકોને suggestions મોકલવા નમ્ર વિનંતી કરું છું.
– – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
E-mail: girish116@yahoo.com
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.  

લુચ્ચો ટપાલી

ઓગસ્ટ 22, 2010
(ટાગોરના એક કાવ્યના અંગ્રેજીમાં અનુવાદ પરથી)
મા પ્યારી! ક્યમ તહીં જમીન પર
શાંત ને સ્તબ્ધ થઈ બેઠી?
તને ભીંજવતો વરસાદ ખુલ્લી બરીમાં
થઈ આવે છતાં તને પરવા નહીં?
ઘડિયાળને ચાર વાગતાં સાંભળી?
મારા ભાઈનો શાળામાંથી આવવાનો
વખત થઈ ગયો.
તને શું થયું છે કે તું આટલી વિચિત્ર દેખાય છે?
શું પિતાનો પત્ર આજે તને મળ્યો નથી?
આખા નગરના પત્રો થેલીમાં લાવતા ટપાલીને
મેં જોયો.
ફક્ત પિતાના પત્રો તે વાંચવાને રાખે છે.
હું ખરું કહું છું કે તે ટપાલી લુચ્ચો છે.
પરંતુ એ વિશે દુઃખી ન થા, પ્યારી મા!
જોડેના ગામમાં કાલે મેળો ભરાનાર છે.
તું તારી દાસીને કલમ અને કાગળ ખરીદવાનું
કહે.
પિતાને સર્વ કાગળો હું લખીશ, તું તેમાં એક
પણ ભૂલ નહીં જોઈશ!
હું ‘અ’ થી ‘ક’ સુધી લખીશ!
પણ મા! તું કેમ હસી?
તું માનતી નથી કે હું પિતાના જેવું જ સુંદર
લખી શકું છું?
પરંતુ હું કાગળને કાળજીથી આંકીશ અને
સર્વ અક્ષરો મોટા લખીશ.
તું ધારે છે કે, હું લખવાનું પૂરું કર્યા પછી
પિતાની જેમ મુર્ખાઈથી તેને ટપાલીની થેલીમાં
નાખીશ?
રાહ જોયા વિના તેને હું તારી પાસે લાવીશ
અને મારું લખાણ વાંચવા અક્ષરે અક્ષરે મદદ
કરીશ.
હું જાણું છું કે ટપાલીને ખરેખર સુંદર કાગળો
તને આપવા ગમતા નથી.    
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
This Gujarati translation Copyright (c) 2010 by Girish parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.