Archive for the ‘નોબેલ પ્રાઈઝ’ Category

ગાંધીજીને શાંતિનું નોબેલ પ્રાઈઝ શાથી ન મળ્યું ?

ફેબ્રુવારી 23, 2016

નોબેલ પ્રાઈઝની ઓફિશિયલ વેબ સાઈટ પરની લીંકઃ
http://www.nobelprize.org/nobel_prizes/themes/peace/gandhi/index.html

અલબત્ત, ગાંધીજીને બે નોબેલ પ્રાઈઝ મળવાં જોઈતાં હતાંઃ શાંતિનું તથા સાહિત્યનું.

હવે ગુજરાતીમાં સર્જન કરતા જીવંત સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ મળવાનો શુભ સમય આવી રહ્યો છે તથા સંજોગો સર્જાઈ રહ્યા છે. મા સરસ્વતી, માબોલી (માતૃભાષા), મા ગુર્જરી, મા અંગ્રેજી તથા મહલક્ષ્મીમાતાની કૃપાથી આ પુસ્તક ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કેવી રીતે મળે? એ માટે નિમિત્ત બનશે.

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail:gparikh05@gmail.com.)

6,024 words of the Nobel Prize book written.

આલફ્રેડ નોબેલના વીલમાંથી …

ફેબ્રુવારી 18, 2016

એ વ્યાજના પાંચ સરખા ભાગ પાડી, એમને આ રીતે વહેંચવાઃ /—/ એક ભાગ જેણે સાહિત્યના ક્ષેત્રમાં સર્વોત્કૃષ્ટ સર્જન કર્યું હોય એને આપવો.

(www.NobelPrize.org વેબ સાઈટ પરના અવતરણનો ભાવાનુવાદ.)
5,952 words of the Nobel Prize book written.

યુનિવર્સલ અપીલ ધરાવતાં ગુજરાતી પુસ્તકોનો અંગ્રેજીમાં અવતારઃ ૧

ફેબ્રુવારી 18, 2016

દેખીતું છે કે ગુજરાતીમાં સર્જન કરતા જીવંત સાહિત્યકારો નોબેલ પ્રાઈઝ જીતે એ માટે એમનાં યુનિવર્સલ અપીલ ધરાવતાં પુસ્તકોને અમ્રેજીમાં અવતાર આવો જોઈએ. અને અંગ્રેજી અવતારો વિશ્વસાહિત્યમાં સ્થાન પામે એવા હોવા જોઈએ.

આ લેખમાળામાં આ વિષય પર મારા વિચારો જણાવીશ.
(વધુ હવે પછી …)
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail:gparikh05@gmail.com.)
5,925 words of the Nobel Prize book written.

“સાહિત્યનિકેતન”

ફેબ્રુવારી 15, 2016

ગુજરાતીમાં સર્જન કરતો કયો જીવંત સાહિત્યકાર ક્યારે નોબેલ પ્રાઈઝ જીતશે એ કહીશકતો નથી, પણ જીતશે એ વાતની મને શ્રદ્ધા છે.

મારા આજીવન દરમિયાન એ માટે મા સરસ્વતી, માબોલી (માતૃભાષા ગુજરાતી), મા અંગ્રેજી ભાષા તથા મહાલક્ષ્મીમાતાજીએ પ્રાર્થના કરું છું.

જે ગુજરાતીમાં સર્જન કરતો જીવંત સાહિત્યકાર નોબેલ પ્રાઈઝ જીતે એને સજેશન કરું છું કે એ “સાહિત્યનિકેતન”ની સ્થાપના કરે. નોબેલ પ્રાઈઝ વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનની સ્થાપના કરી હતી એ આપણે જાણીએ છીએ.
“સાહિત્યનિકેતન”ના મારા વિઝન વિશે વધુ લખવા પ્રયત્ન કરીશ.

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail:gparikh05@gmail.com.)

5,886 words of the Nobel Prize book written.

સાહિત્યના નોબેલ પ્રાઈઝ વિજેતાઓની કેફિયત

ફેબ્રુવારી 14, 2016

સાહિત્યના નોબેલ પ્રાઈઝનો સ્વીકાર કરતી વખતે વિજેતાઓર્એ વ્યક્ત કરેલા વિચારો પણ ગુજરાતીમાં સર્જન કરતા જીવંત સાહિત્યકારને મર્ગદર્શક થઈ શકે.

અલબત્ત, ગુજરાતી સાહિત્યકારે પોતાની વિશિષ્ટ સર્જનશક્તિનું જતન કરવું જોઈએ એ સાચું પણ નોબેલ પ્રાઈઝ જીતનારા સર્જકોનાં સર્જનો — ખાસ કરીને નોબેલ પ્રાઈઝ જીતનાર સર્જન — તથા સર્જક વિશે જાણવાથી ગુજરાતી સર્જકને પ્રેરણા મળશે.

છેલ્લાં ૧૦ વર્ષોના નોબેલ પ્રાઈઝ વિજેતાઓનાં સર્જનો તથા એ વિજેતાઓ વિશે જાણવાનું વધુ મહત્વનું છે.

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail:gparikh05@gmail.com.)

5,808 words of the Nobel Prize book written.

નોબેલ પ્રાઈઝ પ્રતિ પ્રયાણ : ૧

ફેબ્રુવારી 13, 2016

આ લેખમાળામાં નોબેલ પ્રાઈઝ મેળવવા પ્રતિ ગુજરાતીમાં સાહિત્ય સર્જ્રતો જીવંત સર્જક કેવી રીતે પ્રગતિ કરી શકે એ વિશે વિચારો ર્જૂ કરીશઃ

-છેલ્લા ૧૦ વર્ષોના નોબેલ પ્રાઈઝ જીતનારા સાહિત્યકારો અને એમના સાહિત્ય વિશે અભ્યાસ. ખાસ કરીને એમના કયા સર્જને એમને નોબેલ પ્રાઈઝ અપાવ્યું? ં એ સર્જનની શું વિશિષ્ટતા છે?
–નોબેલ પ્રાઈઝ કમીટી કઈ સાહિત્યિક દિશા તરફ પ્રયાણ કરી રહી છે? ઉપર જણાવ્યા મુજબ છેલ્લાં ૧૦ વર્ષોમાં કયાં સર્જનો નોબેલ પ્રાઈઝ માટે યોગ્ય જણાયાં છે એ જાણ્વાથી નોબેલ પ્રાઈઝ કમીટીની સાહિત્યિક દિશાનો ખયાલ આવશે.
–નોબેલ પ્રાઈઝની વેબ સાઈટ (www.NobelPrize.org) પર અત્યાર સુધીમાં સાહિત્યનું નોબલ પ્રાઈઝ જીતનારા સર્જકોમાંથી સૌથી વધુ લોકપ્રિય ૧૦ સર્જકોનાં નામ આપ્યાં હોય છે. આ સર્જકો અને એમનાં અગત્યનાં સર્જનો વિશેની એ સાઈટ પરની માહિતિ પણ ઉપયોગી થઈ શકે.
(શનિવાર, ફેબ્રુઆરી ૧૩, ૨૦૧૬ના રોજ આ લખું છું ત્યારે રવીન્દ્રાનાથ ટાગોરનું ૧૦ સૌથી વધુ લોકપ્રિય સર્જકોની યાદીમાં બીજું નામ છે એ આપણા માટે ગૌરવપ્રદ છે.
અને હું માનું છું કે ગજરાતીમાં સર્જન કરતા જીવંત સાહિત્યકરને નોબેલ પ્રાઈઝ મળશે ત્યારે એનાં સર્જન પણ લોકપ્રિય થશે.)

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail:gparikh05@gmail.com.)

5,736 words of the Nobel Prize book written.

નોબેલ પ્રાઈઝ પ્રતિષ્ઠાન !

ફેબ્રુવારી 13, 2016

આપણો મહાકોશ ‘ભગવદ્ગોમંડલ’ (www.bhagavadgomandal.com) પ્રતિષ્ઠાન શબ્દનો એક અર્થ આપે છેઃ સ્થાપન; સ્થાપિત કરવાની ક્રિયા.

‘ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ સંસ્થાનો સ્લોગનઃ ગુજરાતી સાહિત્યના સત્વશીલ ગ્રન્થોને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠાન કરતું અભિયાન.

અને ઉદ્દેશઃ ગુજરાતી ભાષાના સત્વશીલ ગ્રન્થોનું ચયન કરીને એમને અન્ય ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં પણ અનુવાદિત કરીને પ્રગટ કરાવવા.

‘ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ સંસ્થાના નિર્માતા શ્રી દિનકરભાઈ જોશી, કાર્યકરો અને સંચાલકોને એક નવા વિભાગ, ‘નોબેલ પ્રાઈઝ પ્રતિષ્ઠાન’ના શ્રી ગણેશ કરવાની જન્માષ્ટમી (સપ્ટેમ્બર ૧, ૨૦૧૦; બુધવાર) ના રોજ વિનંતી કરી હતી.

‘નોબેલ પ્રાઈઝ પ્રતિષ્ઠાન’ વિભાગ ગુજરાતી સાથે અંગ્રેજી ભાષામાં પણ હોવો જોઈએ.

એક બીજી વિનંતીઃ

‘નોબેલ પ્રાઈઝ પ્રતિષ્ઠાન’ શરૂ થતાં આ ‘રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠાન કરતું અભિયાન’ બનશે આતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠાન કરતું અભિયાન. સ્લોગનમાં ‘રાષ્ટ્રીય’ની જગાએ ‘આતરરાષ્ટ્રીય’ શબ્દ મૂકવા વિનંતી.

Link:
http://gujanuvadpradan.org/gujarati/index.php?option=com_content&view=article&id=9&Itemid=28

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail:gparikh05@gmail.com.)

5,565 words of the Nobel Prize book written.

નોબલ ઉદ્દેશઃ ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ

ફેબ્રુવારી 12, 2016

અલબત્ત, પરદેશમાં વસતા ગુજરાતીઓ ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરવામાં મોખરે રહેશે. અને આવતાં વર્ષોમાં કોઈ યોગ્ય ગુજરાતી સાહિત્યકાર નોબેલ પ્રાઈઝ જીતે એ માટે તન, મન, અને ધનથી પુરુષાર્થ કરવા આ પુસ્તક એમને પ્રેરણા આપશે. આ રીતે શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યને વિશ્વાસાહિત્યમાં યોગ્ય સ્થાન મળશે.

૧૯૧૩માં રવીન્દ્રનાથ ટગોરને એમણે મૂળ બંગાળીમાં લખેલ ‘ગીતાજલિ’ના એ જ નામના એમના અંગ્રેજી રૂપાંતર માટે નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. ભારતની ભાષામાં સર્જન કરતા બીજા સર્જકને નોબેલ પ્રાઈઝ મળવાનો સમય ક્યારનોય થઈ ગયો છે. ગુજરાત અને ગુજરાતની બહાર કેટલાક મહાન સાહિત્યકારો વસે છે. નોબેલ પ્રાઈઝ જીતવાનું માન એમાંના કોઈ સર્જકને જરૂર મળી શકે. આ રીતે એ સર્જક વિશ્વભરમાં ગુજરાતી ભાષાને ગૌરવ અપાવશે.

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail:gparikh05@gmail.com.)

5,442 words of the Nobel Prize book written.

વિશ્વસાહિત્યનું સર્વોચ્ચ પારિતોષિકઃ નોબેલ પ્રાઈઝ

ફેબ્રુવારી 12, 2016
આપણા મહાકોશ “ભગવદ્ગોમંડલ”માં “સર્વોચ્ચ” શબ્દના અર્થો છેઃ બધાથી ચડિયાતું; પ્રથમ પંક્તિનું; સર્વથી શ્રેષ્ઠ; સર્વથી ઉચ્ચ; સર્વોત્તમ.
અને સાહિત્યનું નોબેલ પ્રાઈઝ વિશ્વનું લોકપ્રિય પારિતોષિક પણ લાગે છે. આજે શુક્રવાર, ૨/૧૨/૨૦૧૬ (અમેરિકામાં મહિનો પહેલો લખાય છે)ના રોજ ગુગલના બોક્સમાં “NOBEL PRIZE LITERARURE” એન્ટર કર્યું અને માનશો? ૫૨,૬૦૦ એન્ટ્રીઓનો આંકડો જોયો!

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail:gparikh05@gmail.com.)

5,333 words of the Nobel Prize book written.

નોબેલયાત્રા … ! (ચતુર્શબ્દ મુક્તક)

ફેબ્રુવારી 12, 2016

ગરવી
સાહિત્ય-
યાત્રા
નોબેલયાત્રા … !

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail:gparikh05@gmail.com.)

5280 words of the Nobel book written.