Archive for એપ્રિલ, 2015

કમાણીનો ધંધો … ! (ચતુર્શબ્દ મુક્તક)

એપ્રિલ 9, 2015

સીગરેટ
શરાબના
સ્ટોકમાં
કમાણી … !

નોંધઃ આ મુક્તક માટે ભવિષ્યમાં નોંધ લખવા પ્રયત્ન કરીશ. આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) ની રોજ મુલાકાત લેતા રહેશો.)

વોચ વેચાણ ! (ચતુર્શબ્દ મુક્તક)

એપ્રિલ 9, 2015

વોચ
એપલ
વોચ
વેચાણ !

નોંધઃ આ મુક્તકના પહેલા શબ્દનો અર્થ “જોતા રહો” છે એ દેખીતું છે.
એપલના સ્ટોકમાં રોકાણ કરનારાઓને આ મુક્તક ખાસ લાગુ પડે છે. આ લખાનારે પણ એપલના સ્ટોકમાં રોકાણ કર્યું છે તથા એપલનાં ઓપ્શનોનું ટ્રેડીંગ પણ કર્યું છે.

પહેરેલ કપડે નગ્ન ! (ચતુર્શબ્દ મુકતક)

એપ્રિલ 9, 2015

“એપલવોચ
વિના
હું
નગ્ન !”

નોંધઃ “I feel naked without a watch.” –Alexander Bock
(“મને લાગે છે કે (એપલ)વોચ વિના હું નગ્ન છું.” –અલેક્સઝાન્દર બોક)
(એપ્રિલ ૯, ૨૦૧૫ના Reutersના રીપોર્ટમાંથી.)

કોઈ કપડાં પહેર્યા વિના નગ્ન હોય એ સમજી શકાય પણ એપલવોચ પહેર્યા વિનાનો પણ નગ્ન!

આ ચતુર્શબ્દ મુક્તક  Reuters, Alexander Bock તથા જે કોઈને લાગતું હોય કે એપલવોચ પહેર્યા વિના એ નગ્ન છે એ સહુને અર્પણ કરું છું.

ઉંમરની અસર (ચતુર્શબ્દ મુક્તક)

એપ્રિલ 8, 2015

અસર
ઉંમરની
સહુને
થાય.

સર્જક (ચતુર્શબ્દ મુક્તક)

એપ્રિલ 7, 2015

થાય
ના
નિવૃત્ત
સર્જક !

નારાયણ દેસાઈ (ચતુર્શબ્દ મુક્તક)

એપ્રિલ 6, 2015

નારાયણ
મહાદેવ
હરિભાઈ
દેસાઈ.

નોંધઃ “ગુજરાત ટાઈમ્સ” (માર્ચ ૨૭, ૨૦૧૫)ના “સપ્તક”માં નારાયણ દેસાઈ વિશે મહેશ જોશીનો લેખ વાંચીને આ મુક્તક સ્ફૂર્યું.
આ ચતુર્શબ્દ મુક્તક નારાયણ દેસાઈ તથા મહેશ જોશીને અર્પણ કરું છું.
નારાયણ દેસાઈના આત્માને પ્રભુ શાંતિ આપે એ માટે પ્રાર્થના કરું છું.

અખંડ દીવો ! (ચતુર્શબ્દ મુક્તક)

એપ્રિલ 6, 2015

છે
ટીવી
ઘરનો
અખંડ
દીવો !

નોંધઃ કેનેડામાં રહેતા મારા બાળગોઠિયા સ્વ. કનુ ગજ્જર શિકાગોમાં અમારા ઘેર આવેલા ત્યારે ઉપરની વાત કરેલી.
આ ચતુર્શબ્દ મુક્તક કનુ ગજ્જરને અર્પણ કરું છું.

આજનો સમય (ચતુર્શબ્દ મુક્તક)

એપ્રિલ 5, 2015
આજ
સમય
મારો
છે.
નોંધઃ “ગઈકાલ ગઈ !” મુક્તક લખતી વખતે આ ચતુર્શબ્દ મુક્તક સ્ફૂરેલું.

હનુમાન (ચતુર્શબ્દ મુક્તક)

એપ્રિલ 5, 2015

રામનું
કામ
કરે
હનુમાન.

એપ્રિલ 4, 2015

ગરવી ગુજરાતી (ચતુર્શબ્દ મુક્તક)
જય
જય
ગરવી
ગુજરાતી.

નોંધઃ “જય જય ગરવી ગુજરાત”ના ગાયક નર્મદની ક્ષમાયાચના કરી માતૃભાષા ગુજરાતીનો મહિમા ગાતું આ મુક્તક લખ્યું છે.
આ ચતુર્શબ્દ મુક્તક નર્મદ તથા સર્વ ગુજરાતી ભાષા-પ્રેમીઓને અર્પણ કરું છું.