Archive for સપ્ટેમ્બર, 2014

” ‘ધરતી’નું ધન ” કોલમ હવે કોણ લખશે ?

સપ્ટેમ્બર 4, 2014
ઓગસ્ટ ૨૦૧૩ના અંકની એક કૃતિ વિશે લખીને આ કોલમની શરૂઆત કરી હતી. મા ઉમિયા તથા ધરતીમાતાની કૃપાથી એ પછીના દરેક અંકની એક કૃતિ વિશે લખીને  ઇ-મેઇલથી ધરતી વિકાસ મંડળ પર લખાણ મોકલ્યાં હતાં. આ લખાણ મળીને આ રીતે ૧૩ કોલમ લખાયાં છે તથા બધાં ધરતી વિકાસ મંડળ દ્વારા ‘ધરતી’ના તંત્રીશ્રી પ્રિ.સોમાભાઈ પટેલ પર ઇ-મેઇલથી મોકલ્યાં છે.
‘ધરતી’માં પ્રગટ થયેલાં તથા અપ્રગટ કોલમો:
      અંક                        કઈ કૃતિ વિશેનું કોલમ                 કયા અંકમાં કોલમ પ્રગટ થયું
ઓગસ્ટ ૨૦૧૩     “મહિલાઓને પગાર કરતાં સન્માન આપો
તે જરૂરી” (મણિલાલ એમ. પટેલ)                      સપ્ટેમ્બર ૨૦૧૩
સપ્ટેમ્બર ૨૦૧૩    “દીકરીને પાંખો આપો, એ આકાશને આંબશે !”
(તુલસીભાઈ પટેલ)                                          નવેમ્બર ૨૦૧૩
ઓક્ટોબર ૨૦૧૩    “ખેતી ખોટનો જ ધંધો …”
(તંત્રીલેખ)”                                                   એપ્રિલ ૨૦૧૪
નવેમ્બર ૨૦૧૩       “કુદરતના સર્જનને સમજો
અને માણો”
(મણિલાલ ઈ. પટેલ (મમ્મી))                            મે ૨૦૧૪
ડિસેમ્બર ૨૦૧૩       “ટાઈમ કૅપ્સ્યુલ”                                         જૂન ૨૦૧૪
(પ્રિ. સોમાભાઈ પટેલ)
જાન્યુઆરી ૨૦૧૪     “સમાજસેવાને સમર્પિત …”
(મણિલાલ એમ. પટેલ)                                  માર્ચ ૨૦૧૪
ફેબ્રુઆરી ૨૦૧૪      “નિષ્ઠા, સેવા, પ્રામણિકતા …”          અપ્રગટ !
(ડૉ. મફતલાલ પટેલ)                 મોકલ્ય્યા તારીખઃ માર્ચ ૨૯, ૧૪
કોલમ ફરી મોકલ્યુંઃ ઓગસ્ટ ૨૭, ૧૪.
 
માર્ચ ૨૦૧૪            “બાળઘડતરની બારાખડી”               અપ્રગટ !
(તુલસીભાઈ પટેલ)                   મોકલ્યા તારીખઃ એપ્ર્લ ૧૦, ૧૪
કોલમ ફરી મોકલ્યુંઃ ઓગસ્ટ ૨૭, ૧૪.
એપ્રિ ૨૦૧૪          “વિઝન અને મિશન …”                   અપ્રગટ !
(ડૉ. પ્રો. રામુભાઈ એસ. પટેલ)     મોકલ્યા તારીખઃ મે ૪, ૧૪
કોલમ ફરી મોકલ્યુંઃ ઓગસ્ટ ૨૭, ૧૪.
 
મે ૨૦૧૪    “ગૌરવંતી છે …”                               અપ્રગટ !
(તંત્રીલેખ)                                 મોકલ્યા તારીખઃ જૂન ૭, ૨૦૧૪
કોલમ ફરી મોકલ્યુંઃ ઓગસ્ટ ૨૭, ૨૦૧૪.
 
જૂન ૨૦૧૪  તંત્રીલેખઃ (મોદી, આનંદીબહેન)            અપ્રગટ !
મોકલ્યા તારીખઃ જૂલાઈ ૫, ૧૪
કોલમ ફરી મોકલ્યુંઃ ઓગસ્ટ ૨૭, ૨૦૧૪.
 
જુલાઈ ૨૦૧૪  “ગુજરાતના અને વિશ્વના                  અપ્રગટ !
કડવા પાટીદારો … (તંત્રીલેખ)      મોકલ્યા તારીખઃ જૂલાઈ ૨૯, ૧૪
કોલમ ફરી મોકલ્યુંઃ ઓગસ્ટ ૨૭, ૨૦૧૪.
ઑગસ્ટ ૨૦૧૪    ” ‘ધરતી’ ૬૮મા વર્ષમાં પ્રવેશે છે …”          આ કોલમ
(તંત્રીલેખ)                                 મોકલ્યા તારીખઃ ઑગસ્ટ ૩૧, ૧૪.
ધરતી વિકાસ મંડળનો, પ્રિ. સોમાભાઈ પટેલનો તથા ‘ધરતી’ના વાચકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.
કબૂલાત કરું છું કે મારું આ વીઝન છેઃ
” ધરતી’નું ધન “ના ૨૫ કોલમો પ્રગટ થયા પછી એ પુસ્તકરૂપે પ્રગટ થાય. એ પછીનાં પ્રગટ થયેલાં ૨૫ કોલમોનું ” ‘ધરતી’નું ધનઃ ભાગ ૨” નામથી બીજું પુસ્તક પ્રગટ થાય, અને આ રીતે પુસ્તકમાળા બને … ધરતીના આજીવન ગ્રાહકોને આ પુસ્તકો ભેટરૂપે  આપી શકાય.
‘જનકલ્યાણ’ માસિક જેમ ધાર્મિક માસિક છે એમ ‘ધરતી’ સામાજિક સામયિક છે. ‘જનકલ્યાણ’ની જેમ ‘ધરતી’ ભેટ પુસ્તક યોજના શરૂ કરી શકે જે લોકપ્રિય થઈ શકે.
પ્રથમ ભેટ પુસ્તક ” ‘ધરતી’નું ધનઃ ભાગ ૧”માં ઑગસ્ટ ૨૦૧૩ના અંક્થી શરૂ કરીને ૨૫ અંકનાં ૨૫ કોલમો, જે લેખ પર કોલમ લખાયું હોય એ લેખ, એ લેખના લેખકની તસ્વીર તથા ટૂંકો પરિચય વગેરે આપી શકાય. પ્રકાશકો તથા પુસ્તક વિક્રેતાઓ દ્વારા પુસ્તક વેચાતાં ધરતી વિકાસ મંડળને ફ્ંડ મળશે, ‘ધરતી’ માસિકનો પ્રચાર થશે. ‘ધરતી’ના લેખકોને પ્રેરણા મળશે.
આ પ્રકાશન યોજના માટે ‘જનકલ્યાણ’ની જેમ સ્પોન્સોર પણ મળી શકે.
આ કોલમ-લેખનની આ લખનારે વિકસાવેલી પ્રક્રિયા વિશે થોડુંકઃ
–અંક પ્રગટ થયા પછી કેલિફોર્નિયામાં દસથી પંદર દિવસમાં મળે. (લેબલ પરનું સરનામું કપાયેલું હોય છે એટલે અંક મોડો મંળે છે અને ક્યારેક નથી પણ મળતો!)
–અંક મળે કે એક કે બે દિવસમાં આખો અંક ધ્યાનથી વાંચું છું. ગમેલા લેખોની નોંધ લઉં છું.
–ગમેલા લેખોમાંથી કોલમ માટે એક લેખ પસંદ કરવાનું મુશ્કેલ હોય છે. સતત ચિંતન કર્યા પછી એક લેખ પસંદ કરું છું, અને એને ફરીથી બે વખત વાંચું છું.
–ગમેલા અન્ય લેખો વિશે પણ ટૂંકમાં નોંધ લેવા પ્રયત્ન કરું છું.
–આ પછી લગભગ એક દિવસમાં કોલમનું લેખન-રીવીઝન કરું છું, અને કોલમ સંતોષકારક જણાતાં ‘ધરતી’ના તંત્રી પ્રિ. સોમાભાઈ  પટેલ પર મોકલવા માટે ધરતી વિકાસ મંડળ પર ઇ-મેઇલથી મોકલું છું.
–કોલમ પસંદ કરેલા લેખનું રસદર્શન કરાવવા ઉપરાંત કંઈક નવું ઉમેરીને value-added બનાવવા પણ યથાયોગ્ય પ્રયત્ન કરું છું. જરૂર જણાય તો લેખની તૃટિ તરફ પણ અંગૂલીનિર્દેષ કરું છું.
‘ધરતી’ના ઑગસ્ટ ૨૦૧૪ના અંકના આકર્ષક કવર પર માસિકના કેટલાક યાદગાર અંકોના કવરોની તસ્વીરો છે. ધરતી વિકાસ મંડળના વિશાળ બીલ્ડીંગની છબી પણ છે.
‘ધરતી’ માસિકના શ્રી ગણેશ થયા ઑગસ્ટ ૧૫, ૧૯૪૭, ભારતની આઝાદીના દિવસે. એ દિવસથી ‘ધરતી’ દર મહિને પ્રગટ થતું રહ્યું છે. ઓગસ્ટ ૨૦૧૪ના અંકથી “ધરતીની અવિરત વિકાસયાત્રા”નું ૬૮મું વર્ષ શરૂ થાય છે.
મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખ ધરતીના પ્રથમ અંકથી જ ગ્રાહક થયેલા તથા જીવનભર ગ્રાહક રહેલા, અને હું  આજીવન ગ્રાહક બનેલો.
જુલાઈ ૨૦૧૪નો અંક ‘ધરતી’નો ૮૦૫મો અંક હતો. (જુલાઈ ૨૦૧૪માં ‘ધરતી’એ ૬૭ વર્ષ પુરાં કર્યાં. (૬૭ x ૧૨ = ૮૦૪ + પ્રથમ વર્ષમાં વધારાનો દિવાળી અંક બહાર પડેલો, એટલે ૮૦૫ અંક.)
‘ધરતી’ના તંત્રી પ્રિ. સોમાભાઈ પટેલ માસિકનો સર્વાંગસુંદર વિકાસ કરી રહ્યા છે. એમના તંત્રીલેખોનું પણ ચિતન કરવા જેવું છે.
ઑગસ્ટ ૨૦૧૪ના અંકના તંત્રીલેખનું શીર્ષક છેઃ ” ‘ધરતી’ ૬૮મા વર્ષમાં પ્રવેશે છે… સામાજિક સેવાને વરેલા મુખપત્રની દીર્ઘકાલીન ગૌરવપ્રદ વિકાસયાત્રા.” એ વિકાસયાત્રાનો આ લખનાર પણ સાક્ષી છે.
તંત્રીશ્રી પ્રિ. સોમાભાઈ પટેલના તંત્રીલેખમાં આ અપીલ એમના હૃદયમાંથી આવે છેઃ
” ‘ધરતી’ પાટીદાર સમાજના નાડીધબકારને ઝીલવા પ્રયત્નશીલ સામયિક હોઈ તે સમાજના હરેક પરિવારને સમાજની સમસ્યાઓથી વાકેફ રાખવા અને સમાજની વિકાસયાત્રામાં સામેલ કરવા ઇચ્છે છે. આ ત્યારે જ શક્ય બને, જ્યારે પાટીદાર સમાજના પ્રત્યેક પરિવારમાં ‘ધરતી’ માસિક આવતું હોય.”
અલબત્ત, અન્ય જ્ઞાતિઓ પણ ‘ધરતી’ માસિકમાંથી પ્રેરણા લઈ શકે.
” ‘ધરતી’નું ધન “ના આ કોલમ પછી હું નવાં કોલમો લખી શકું એમ નથી. જો તંત્રીશ્રીની ઇચ્છા હોય અને અન્ય લેખક આ કોલમ ચાલુ રાખશે તો મને અત્યંત આનંદ થશે. મા ઉમિયા તથા ધરતીમાતાને પ્રાર્થના કરું છું કે ‘ધરતી’ માસિકની જેમ
” ‘ધરતી’નું ધન ” કોલમ સદાય ચાલુ રહે.
‘ધરતી’ મારું અત્યંત પ્રિય સામયિક છે, અને મા ઉમિયા તથા ધરતીમાતાની કૃપાથી અનૂકુળતાએ કૃતિઓ મોકલતો રહીશ. અનૂકુળતાએ  પ્રિ. સોમાભાઈ પટેલનાં પુસ્તકો “અમેરિકા મારી નજરે” તથા “આહ અમેરિકા! વાહ અમેરિકા!” વિશેના સમીક્ષા-લેખો મોકલીશ.
Girish Parikh
Author & Journalist
2813 Cancun Drive
Modesto  CA  95355-7946 (USA)
E-mail: girish116@yahoo.com
Phone: (209) 303 6938 (mobile)