Archive for જૂન, 2012

પુનર્જન્મનું બીજ ! (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 30, 2012

અપૂર્ણ

ઈચ્છા

પુનર્જન્મનું

બીજ !

ખૂલી આંખનું સપનું: નોબેલ પ્રાઈઝ ! (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 29, 2012
ગુજરાતી
સાહિત્યકારને
નોબેલ
પ્રાઈઝ !
નોંધઃ પ્રાભુકૃપા, મા સરસ્વતી, મા ગુર્જરી, માબોલી (માતૃભાષા) તથા મા અંગ્રેજીના આશીર્વાદથી યોગ્ય ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ જરૂર મળી શકે. અને આ ખૂલી આંખનું સપનું સાકાર થાય ૨૦૧૩નું નોબેલ પ્રાઈઝ ૨૦૧૪માં ગુજરાતી સાહિત્યકાર જીતે ત્યારે. ૧૯૧૩નું નોબેલ પ્રાઈઝ રવીન્દ્રનાથ ટાગોરને મળ્યું હતું:
http://www.nobelprize.org/nobel_prizes/literature/laureates/1913/tagore-bio.html
ગુજરાતી સાહિત્યકાર ૨૦૧૩નું નોબેલ પ્રાઈઝ જીતે એ માટે જેમ બને એમ જલ્દી પ્રયત્નો કરવાના શ્રી ગણેશ કરવા જોઈએ.
‘ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કેવી રીતે મળે’ એ મારી લેખમાળા www.girishparikh.wordpress.com બ્લોગ પર વાંચવા વિનંતી કરું છું.

જોઉં સપનાં ! ચતુર્શબ્દ મુક્તક)

જૂન 28, 2012
ખૂલી
આંખે
જોઉં
સપનાં !
નોંધઃ ખૂલી આંખનાં સપનાં ‘ સપના’ વિજાપુરાનો કાવ્યસંગ્રહ છે. (www.kavyadhara.com સપનાજીની વેબ સાઈટ છે.) આ લખનારે એ કાવ્યસંગ્રહ વિશે લખ્યું છેઃ
https://girishparikh.wordpress.com/2010/07/15/%e0%aa%b8%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9c%e0%aa%be%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%be%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%96%e0%ab%82%e0%aa%b2%e0%ab%80-%e0%aa%86%e0%aa%82/
‘સપના’જીના કાવ્યસંગ્રહના નામ પરથી આ મુક્તક સ્ફૂર્યું છે. ‘સપના’ વિજાપુરાને આ મુક્તક અર્પણ કરું છું.

બે નવી કહેવતો

જૂન 27, 2012

બે પ્રચલીત કહેવતો પરથી નવી કહેવતો સ્ફૂરી છેઃ

શેઠની શીખામણ ઝાંપા સુધી.

નવીઃ શેઠની શીખામણ કાન સુધી ! (ધર્મપત્ની હસુએ આ કહેવત આપી છે.)

રામ રાખે એને કોણ ચાખે.

નવીઃ રામ ચાખે એને કોણ રાખે !

સહુના મોટાભાઈ ! (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 26, 2012

સહુના

આધ્યાત્મિક

મોટાભાઈ

વિવેકાનંદ.

NOTE: This is 1000th post on this Blog (www.girishparikh.wordpress.com).

 

દેહસૌંદર્ય અને આત્મસૌંદર્ય (શબ્દોનાં મોતી)

જૂન 25, 2012

દેહસૌંદર્યનું દર્શન માનવીના દેહમાં આનંદ ભરી દે છે, ને આત્માનું દર્શન એના આત્માને ઊંચે લઈ જાય છે. એમ નથી લાગતું કે એક દર્શનમાંથી બીજા દર્શનમાં જઈ શકાય?

[મારી અપ્રગટ વાર્તા “કાર્ય અને પ્રતિકાર્ય”માંના રદ કરેલા ભાગમાંથી સાચવેલી એક વિચાર-કણિકા]

અકબંધ સંબધ ! (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 24, 2012

એક

સંબંધ

રાખો

અકબંધ.

નોંધઃ “એક”ની જગાએ “સાચો” કે “સાચા” મૂકી શકાય.

જોડકણાંનો આનંદ અને રમુજી જોડકણાં માટે શબ્દ

જૂન 23, 2012

જોડકણાં પણ એક અગત્યનો કાવ્ય પ્રકાર છે. બાળકાવ્યોમાં જોડકણાં બાળપ્રિય છે. મોટેરાંઓનાં મન પણ જોડકણાં જીતી શકે.

જોડકણાંમાં મોટે ભાગે લોજીક નથી હોતું — છતાં ખુલ્લા મનથી જોડકણાં માણશો તો મઝા આવશે. દા.ત. મારું એક જોડકણું:

મુઠ્ઠીમાં મગ

એને છે પગ !

ચાલે છે ડગ

ફરે છે જગ !

સહુ કોઈને આનંદ આપતાં વરતો ને ઉખાણાંમાં પણ જોડકણાં હોય છે. ઉપરના જોડકણાને “જગતને ફેરવી દો!” એમ કહી વરત કે ઉખાણા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય.

હવે રમુજી જોડકણાં માટે આ લખનારે પ્રયોજેલો શબ્દઃ “હસકણાં”.
ચેતવણીઃ કોઈક “હસકણાં” મારકણાં થઈને મારે પણ ખરાં! — પણ રમુજી લીટીઓની લાઠીથી! ખસવામાંથી હસવું ભલે થાય પણ હસવામાંથી ખસવું ન થાય એ જોજો.

ગુજરાતી કવિઓ બની શકે વિશ્વકવિઓ !

જૂન 22, 2012
“ગુજરાતી કવિતા એના કમનસીબે અનુદિત થઈ જવલ્લે જ વિશ્વ સમક્ષ પેશ થઈ છે અન્યથા ઘણા ગુજરાતી કવિઓ વિશ્વકવિ થવા જન્મ્યા હતા.”                                                                                      -વિવેક મનહર ટેલર
ઘણા ગુજરાતી કવિઓ જરૂર વિશ્વકવિઓ બની શકે — જો એમની આંતરરાષ્ટીય અપીલ ધરાવતી રચનાઓના વિશ્વભાષા અંગ્રેજીમાં ઉત્કૃષ્ટ અનુવાદો, રૂપાંતરો કે ભાવાનુવાદોને વિશ્વ સમક્ષ અસરરક પ્રચાર-પ્રસાર સાથે રજૂ કરવામાં આવે.

ગુજરાતી કવિઓ નોબેલ પ્રાઈઝ પણ જીતી શકે. (આ વિશેની આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર પોસ્ટ કરેલી  મારી લેખમાળા વાંચશો).

અને એ કવિઓમાંના એક છે વિવેક મનહર ટેલર. એમની થોડી રચનાઓના આ લખનારે અંગ્રેજીમાં અનુવાદ કર્યા છે. વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તક પણ પ્રકાશન માટે લગભગ તૈયાર છે. (આ બ્લોગ પર એ પોસ્ટ કરેલું છે).

જો યોગ્ય સ્પોન્સોર અને પ્રકાશન કરનાર મળે તો વિવેકના શેરોનો આનંદના કેટલાક ભાગ તથા વિવેકની થોડી અન્ય રચનાઓના અંગ્રેજીમાં અનુવાદ, રૂપાંતર કે ભાવાનુવાદ કરવાની ઈચ્છા છે.

મફાયેલું … મફાયેલું … !” યાને અજ્ઞાનનો આનંદ ! (‘હસુગિ’ની હાસ્યરચના)

જૂન 21, 2012

“મારા એક આનંદી મિત્ર સાથે હું એક ગઝલ મહેફિલમાં ગયેલો.

એક કાકા જોર શોરથી એમની ગઝલનો શેર વાંચ્યા પછી આવું કંઈક ગર્જી ઊઠેલા: “મફાયેલું … મફાયેલું … મફાયેલું … મફાયેલું … !”

મારા મિત્રે મારા કાનમાં કહ્યું: “બફાયેલું … બફાયેલું …” કહેવાના બદલે આ શું બાફે છે?”

મને પણ લાગ્યું: “બરાબર બફાયેલું પદ્ય છે એમ કહેવાના બદલે મફાયેલું!”

બીજા દિવસે ગઝલ લખતાં શીખનારાઓ માટેની વર્કશોપ હતી. અમે બન્ને મિત્રો એમાં જોડાયેલા.

ગુજરાતી ગઝલમાં પીએચડી કરનાર, ભારતથી આવેલા ડો. રશીદ મીરે અમને ગઝલના છંદો વિશેનું જ્ઞાન આપ્યું. છંદનો એક સ્થંભ ‘મફા-અી-લુન્’ પણ છે એ એમની પાસેથી જાણવા મળ્યું.
પેલા કાકા ગઝલના છંદશાસ્ત્રનું પોતાને જ્ઞાન છે એ દર્શાવવા જ એ સ્થંભનો જાપ જપેલા એનું અમને જ્ઞાન થયું. (એમના શેરને આધાર આપતા એ સ્થંભનો એમણે ટેકો લીધેલો!)
પણ અમારા અજ્ઞાનના લીધે પાછલી રાતે અમને થયેલો આનંદ ગઝલ મહેફિલની મઝા કરતાં કંઈ ઓછો તો નહોતો જ!”
(આ બ્લોગ (www.girishparikh.wordpress.com)  પર ગિરીશ પરીખ તથા ‘હસુગિ’ નાં પોસ્ટ થયેલાં સમગ્ર સર્જનોઃ Copyright (c) Girish Parikh. All rights reserved.)