Archive for જાન્યુઆરી, 2014

દાંપત્યપ્રેમનું રહસ્ય !

જાન્યુઆરી 31, 2014

વહેમ
ના
ત્યાં
પ્રેમ !

‘ધરતી’નું ધનઃ નામને સાર્થક કર્યું માણેકલાલે: ‘ધરતી’ના જાન્યુઆરી ૨૦૧૪ના અંકની એક કૃતિ

જાન્યુઆરી 30, 2014

‘ધરતી’નો “સ્વ. માણેકલાલ દીનાનાથ પટેલઃ સ્મૃતિ વંદના વિશેષાંક” (જાન્યુઆરી ૨૦૧૪નો અંક) મળ્યો.  રાત્રે મોડે સુધી જાગીને અંકના લગભગ બધા જ લેખો વાંચ્યા.

સર્વાંગસુંદર અંકમાં આ પાંચ લેખો વિશેષ ગમ્યાઃ જિગીષા માણેકલાલ પટેલનો “દીકરીની નજરે આદર્શ પિતા,” ડો. પ્રભુદાસ પટેલનો “પ્રખર રાષ્ટ્રવાદી શ્રી માણેકલાલભાઈ,” નટવર પટેલના ” ‘ધરતી’ના અથથી ઈતિ એવા માણેકકાકા!,” અને “સ્વ.માણેકલાલ દી.પટેલની શ્રધ્ધાંજલિ સભાનો અહેવાલ,” તથા શ્રી મણિલાલ એમ. પટેલનો “સમાજસેવાને સમર્પિત સાચું ‘માણેક’.”

શ્રી ગણેશ કર્યા છે ” ‘ધરતી’નું ધન” કોલમના ઓગસ્ટ ૨૦૧૩ના ‘ધરતી’ના અંકના એક લેખ વિશે લખીને — અને એ પછીના દરેક અંકમાંની એક કૃતિ વિશે લખ્યું છે. આ રહ્યો જાન્યુઆરી ૨૦૧૪ના વિશેષાંકના મણિલાલ પટેલના લેખ “સમાજસેવાને સમર્પિત સાચું ‘માણેક’ ” વિશે મારો પ્રતિભાવઃ

માણેકલાલનું જીવન કેટલું બધું કરુણામય હતું એ એમના જીવનનો આ સમાજ સેવાનો પ્રસંગ દર્શાવે છેઃ

“મોરબી ડેમ હોનારતમાં રાહત સામગ્રીનું યોગ્ય વિતરણ થાય. વેડફાય નહીં અને ખોટા માણસો તેનો લાભ ન લઈ જાય તેની તેમણે પૂરા ૨૦ દિવસ તકેદારી રાખી એટલું જ નહીં ૨૦ દિવસ સુધી દુર્ગંધ મારતા સડેલા મૃતદેહોના અગ્નિસંસ્કારનું ભગીરથ કાર્ય કર્યું. માણેકલાલ કહેતા કે ૨૦ દિવસ ખાવાનું કેવું!  ખાવાનું તો ભાવે જ નહીં, જોઈને રડ્યા કરીએ. માત્ર સીંગ પર તેમણે ૨૦ દિવસ કાઢ્યા હતા.”

મોરબી હોનારત વખતે હું શિકાગોમાં રહેતો હતો. હોનારતના સમાચારો વાંચી મેં રાહત ફંડ એકત્ર કર્ય્ં હતું. શિકાગોમાં યોજાયેલા મન્ના ડેના કાર્યક્રમમાં પણ એ વિશે અપીલ કરાવી હતી. એક સંસ્થા મારફત ફંડ મોકલાવેલું. રાહત ફંડ અને સામગ્રીનો દુર્વવ્ય ન થાય અને એનો યોગ્ય ઉપયોગ થાય એ માટે માણેકલાલે તકેદારી રાખી એ જાણી સંતોષ થયો.

અલબત્ત, માણેકલાલના જીવનમાંથી મારે ઘણું શીખવાનું છે. જાન્યુઆરી ૨૦૧૪નો અંક હું સાચવી રાખીશ. માણેકલાલના બહુમુખી અને અનોખા વ્યક્તિત્વ વિશેના લેખો મને સતત પ્રેરણા આપતા રહેશે.

(આ કોલમની શરૂઆતમાં મેં લખ્યું છે કે “લગભગ”  બધા જ લેખો વાંચ્યા. બે લેખો પૂરા ન વાંચી શક્યો, દિનેશભાઈ એમ. પટેલનો “ધરતીના છોરુ …” અને ગણેશભાઈ કા. પટેલનો “ન તુ અહમ કામયે રાજ્યં ન સ્વર્ગમ …” — કારણકે એ બન્નેનાં પાનાં કપાયેલાં હતાં!)

મોહન જપે રામ નામ …

જાન્યુઆરી 29, 2014

રામ
નામ
જપે
મોહન.

ધીરુભાઈ ઠાકરને શ્રદ્ધાંજલિ

જાન્યુઆરી 28, 2014
પચાસના દાયકાની શરૂઆતમાં હું અમદાવાદની ગુજરાત કોલેજમાં બે વર્ષ ભણેલો. (પછી અમદાવાદની એલ ડી એંન્જિનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરેલો.)
ગુજરાત કોલેજમાં એ વખતે ગુજરાતી વિભાગના વડા હતા સ્વ. અનંતરાય રાવળ જેમના હાથ નીચે હું ઝવેરચંદ મેઘાણીનું રવિશંકર માહારાજના જીવનના રોમાંચક પ્રસંગોનું પુસ્તક “માણસાઈના દીવા” ભણેલો.
ગુજરાત કોલેજમાં એ વખતે ગુજરાતીના બીજા બે પ્રાધ્યાપકો હતાઃ ઈન્દ્રવદન કાશીરામ દવે, અને ધીરુભાઈ ઠાકર. એ બેના હાથ નીચે મને ભણવાની તક મળેલી નહીં એનો વસવસો છે, પણ એમને સાંભળેલા ખરા.
ધીરુભાઈ ઠાકર “ગુજરાતી વિશ્વકોશ”ના સર્જન માટે વર્ષોથી સાધના કરતા હતા એ વિશેના સમાચારો વાંચીને ખૂબ આનંદ થતો હતો. ધીરુભાઈ ઠાકર “ગુજરાતી વિશ્વકોશ”થી અમર છે.
આ વર્ષે (૨૦૧૪) કે આવતા વર્ષે ભારતની મુલાકાત લેવાનું વિચાર્યું છે, અને
 એ વખતે ધીરુભાઈ ઠાકરને મળવાની ઇચ્છા હતી. એ ઇચ્છા મનમાં જ રહી ગઈ.
પ્રભુ ધીરુભાઈ ઠાકરના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના કરું છું.

છૂટ્યા … ! બાંધ્યા … !

જાન્યુઆરી 27, 2014

છૂટા
છેડા … !
બાંધ્યા
છેડા … !

પ્રીત બેડલી !

જાન્યુઆરી 23, 2014

સ્તન
જોડલી
પ્રીત
બેડલી !

ચા … ચાહ … !

જાન્યુઆરી 23, 2014

ચા
હા
ચાહ
વાહ !

લખવાનો આનંદ — અને લાભ !: (૧)

જાન્યુઆરી 20, 2014

શબ્દોનું સર્જન કરવાનો આનંદ અનોખો છે. અને માનશોઃ લેખન આપને લાભકારક (યાને નફાકારક) પણ બની શકે.

આ લેખમાળામાં લેખનના આનંદ અને લાભ વિશે આપને જાણવા મળશે. શ્રી ગણેશ લાભકારક લેખનના આપ જરૂર કરશો. અને આપ નફાકારક લેખન કરતા હો (કે આપનાં સર્જનોને નફાકારક બનાવવા ઇચ્છતા હો તો) તો આપના પ્રયત્નો જરૂર ચાલુ રાખશો.

આપના અનુભવો પણ આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) પર પ્રતિભાવ તરીકે કે મને girish116@yahoo.com સરનામે ઇ-મેઇલ કરીને  જરૂર લખશો.

મારા અનુભવો, વગેરે આ બ્લોગ પર પોસ્ટ કરતો રહીશ.

(વધુ  હવે પછી …)

મુક્તિની તમન્ના (પ્રતિશેર)

જાન્યુઆરી 19, 2014

જાગશે જ્યાં તમન્ના મુક્તિની

ત્યાં કાશી ખડાં કરી લેશું !

નોંધઃ કેટલાંક કાવ્ય પરથી પ્રતિકાવ્ય લખાય છે એમ કેટલાક શેર પરથી “પ્રતિશેર” કે આખી ગઝલ પરથી “પ્રતિગઝલ” લખી શકાય. (પ્રતિગઝલ આમ તો પ્રતિકાવ્ય જ ગણાય). શૂન્ય પાલનપૂરીના નીચના શેર પરથી સર્જાયો છે ઉપરનો પ્રતિશેર.

જાગશે જ્યાં તમન્ના પીવાની

ત્યાં સુરાલય ખડું કરી લેશું.

આંસુનાં બે રૂપ !

જાન્યુઆરી 19, 2014

રડતાં
આંસુ !
હસતાં
આંસુ !