Archive for ડિસેમ્બર, 2016

આદર્શ સમાજસેવક, ધરતી સંસ્થાના વિકાસક, વિપશ્યના-સાધક, કુટંબવત્સલ હર્ષદભાઈને શ્રદ્ધાંજલિ

ડિસેમ્બર 27, 2016
આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર હર્ષદભાઈએ લખેલું ‘ક્રાન્તિ” પુસ્તક છે. અમદાવાદમાં નવેમ્બર ૮, ૧૯૯૮ના રોજ હસ્તાક્ષર (ઓટોગ્રાફ) કરીને એમણે મને સપ્રેમ ભેટ આપેલું. એ ઉપરાંત વિપશ્યના વિશેનાં પુસ્તકો પણ ભેટ આપેલાં.
 
‘ધરતી’નો નવેમ્બર ૨૦૧૬નો અંક મને મ્ળ્યો નથી પણ ડિસેમ્બરનો અંક મળતાં હર્ષદભાઈના દુઃખદ અવસાન વિશે જાણ્યું.
 
મારા પૂજ્ય મોટા ભાઈ સ્વ. મણિભાઈ પૂજ્ય હર્ષદભાઈના પડોશી હતા. મણિભાઈ તથા મારા બીજા પૂજ્ય મોટા ભાઈ સ્વ. નટવરભાઈ વિપશ્યના-સાધકો હતા તથા પૂજ્ય હર્ષદભાઈ સાથે એમનો આત્મિય સંબંધ હતો.
 
હર્ષદભાઈએ મારી સ્વ. રતિલાલ સાં નાયક સાથેની મુલાકાત ગોઠવી આપેલી જે સદાય યાદ  રહેશે.

મારા સ્વ. પૂજ્ય પિતાજી હરિભાઈ જ. પરીખ હર્ષદભાઈના પિતાજી સ્વ. પોપટલાલ ગુલાબદાસ પટેલની સમાજસેવા વિશે મને વાતો કરતા. એમના સંસ્કાર હર્ષદભાઈમાં સાકાર થયા હતા.
 
ધરતી વિકાસ મંડળને એક નમ્ર વિનંતી કરું છુંઃ હર્ષદભાઈનું જીવનચરિત્ર તૈયાર કરાવીને પ્રગટ કરો. એ ખૂબ જ પ્રેરણાદાયક થશે.
 
પ્રભુને પ્રાર્થના કરું છું કે હર્ષદભાઈના આત્માને શાંતિ આપો તથા એમનાં આદર્શ જીવનસાથી હંસાબહેન, કુટુંબીજનો, મિત્રોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપો.
 
 

વ્યવસ્થાત્રિવેણી (ચતિર્શબ્દ મુક્તક)

ડિસેમ્બર 16, 2016
વ્યવસ્થાત્રિવેણી
જીવનવ્યવસ્થા
સમાજવ્યવસ્થા
રાજ્યવ્યવસ્થા.

નજરો મળી પણ … !

ડિસેમ્બર 1, 2016
વિવેકે ‘લયસ્તરો’ પર ગિરીશ પરમાર ‘રઢુકિયા’ની “ક્યાં જઈ…” ગઝલ પોસ્ટ કરી છે.
ગઝલ ગમી. આ શેર વધુ ગમ્યોઃ
કેટલા વર્ષો પછી નજરો મળી,
હોઠ મરક્યા, ના થયો સંવાદ પણ.
પણ એ પછી એ હોઠોનું મરકવું વર્ષો સુધી સ્મૃતિપટ પર જળવાઈ રહે.
પ્રેમપૂર્વક, સહજ રીતે હોઠ મરક્યા પછી શબ્દોની જરૂર ખરી?
મારા ગઝલગુરુ આદિલ મન્સૂરીનો આ શેર યાદ આવ્યોઃ
ઓછો છે સમય આંખને વાચા આપી
આદિલ આ મિલન કેફમાં ડોલી લઈએ
આદિલજીની ક્ષમાયાચના સાથે લખું છુંઃ “આંખ”ની જગાએ “હોઠ” મૂકી શકાય!
આ ગિરીશની બે પંક્તિઓઃ
વ્હાલું મોડેસ્ટો અમોને છે જ છે
 બાવળા કેરાળા વ્હાલાં છે જ પણ.
–ગિરીશ પરીખ (મોડેસ્ટન Modestan)
મોડેસ્ટો કેલિફોર્નિયા
અને બીજી બે પંક્તિઓઃ
મૂળ અમદાવાદના મુજ પૂર્વજો
ગિરીશને વ્હાલું એથી અમદાવાદ પણ!
ઉપરની ચાર પ્ંક્તિઓ ગિરીશ પરમાર ‘રઢુકિયા’ને અર્પણ કરું છું.
ગિરીશ પરમાર ‘રઢુકિયા’ની “ક્યાં જઈ….” ગઝલની લિંકઃ
http://layastaro.com/?p=14331