Archive for the ‘અમેરિકામાં લેખનનો વ્યવસાય’ Category

દરેક સાહિત્યસર્જકને ચેતવણી !

ડિસેમ્બર 19, 2015
દરેક સાહિત્યસર્જકે નવીન બેંકરે નીચેની લીંક પર આલેખેલી ઘટના વાંચવી જ જોઈએ!

https://gadyasarjan.wordpress.com/2015/12/17/mahagranth-uttejanaa-jagaavi-rahyoche/

આપ સાહિત્યસર્જક હો કે ન હો, ઉપરની લીંકમાં આલેખેલી ઘટના વિશે આપના નિખાલસ વિચારો મને અવશ્ય girish116@yahoo.com સરનામે લખી મોકલશો. આપ સર્જક હો તો આપના અનુભવો પણ મોકલશો.

આપ સર્જક હો તો આપને એક પ્રાણપ્રશ્ન પૂછું છું. Please be brutally honest in answering it, and please send your answer to me. I wouldn’t post and/or publish it with your name without your permission.

પ્રાણપ્રશ્નઃ હું શા માટે લખું છું ?
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

શ્રી ગણેશ કરીએ લવાજમ વાળી ગુજરાતી વેબ સાઈટના !

ઓક્ટોબર 23, 2015

નામ આપી શકાયઃ  www.GujaratiPratibhava.org કે www.GujaratiPratibhava.com .

મારી જાણ મુજબ લવાજમ વાળી આ પ્રથમ ગુજરાતી વેબ સાઈટ થશે.

ગુજરાતી બ્લોગો અને વેબ સાઈટો દિન પ્રતિદિન વધી રહી છે. કેટલાક ગ્રાહકો જરૂર મળશે એમ માનું છું.

શરૂઆતમાં બે જણની ટીમ આ નવી વેબ સાઈટ સંભાળશેઃ પ્રતિભાવકાર ગિરીશ પરીખ તથા બાકીનું બધું કામ સંભાળનાર  મતૃભાષાનો પૂજારી.

આ વેબ સાઈટનો મુખ્ય હેતુ આર્થિક ફાયદાનો નથી.
લવાજમ ભરનારા ગ્રાહકો વેબ સાઈટના પોસ્ટ ધ્યાનથી વાંચશે. જે  સર્જકોની કૃતિઓ વિશે પ્રતિભાવો પોસ્ટ થયા હશે એમને પ્રેરણા મળશે અને કૃતિઓમાં જો તૃટીઓ હશે તો એ વિશે જાણવા મળશે. યોગ્ય લાગશે તો તૃટિઓ કેવી રીતે સુધારી શકાય એ વિશે પણ  માર્ગદર્શન આપવા પ્રયાસ થશે.

ગ્રાહકો પ્રતિભાવોના પ્રતિભાવો પણ આપી શકશે – એમાંથી શક્ય એટલા પોસ્ટ કરવામાં આવશે.

અત્યાર સુધીના ગિરીશ પરીખના પ્રતિભાવો, વગેરેનો સંગ્રહ કરી “ગિરીશ પરીખના સમગ્ર પ્રતિભાવો” નામે  પોસ્ટ  કરવામાં આવશે.
પ્રતિભાવકાર ગિરીશ પરીખ તૈયાર છે. કોણ તૈયાર છે એનો સાથીદાર થવા? gparikh05@gmail.com પર ઇ-મેઇલ કરો.

લવાજમ વાળી વેબ સાઈટ રજૂ કરે “ગિરીશના ભાવ પ્રતિભાવ” (નફાકારક પ્રવૃત્તિ)

ઓક્ટોબર 21, 2015
આ લખનારે આજ સુધીમાં અનેક પ્રતિભાવો લખ્યા છે અને વિવિધ બ્લોગો અને વેબ સાઈટો પર પોસ્ટ કર્યા છે. કેટલાક સામયિકોમાં છપાયા પણ છે. આ લખનારના “સમગ્ર પ્રતિભાવો” એકત્ર કરી “ગિરીશ પરીખના ભાવ પ્રતિભાવ” રજૂ કરતી વેબ સાઈટ પર પોસ્ટ કરી શકાય્.

www.GirishParkh.wordpress.com પરના “ગિરીશના ભાવ પ્રતિભાવ” તથા “આજનો પ્રતિભાવ” વિભાગો જરૂર વાંચશો.

અને ગિરીશ પરીખના નવા પ્રતિભાવો પણ નવી વેબ સાઈટ પર રજૂ કરવામાં આવશે.

આ નવી વેબ સાઈટનું વાર્ષિક લવાજમ રાખવું જોઈએ.

હું માનું છું કે નવી વેબ સાઈટના ગ્રાહકો જરૂર મળશે.
આ લખનાર લવાજમ વાળી વેબ સાઈટ માટે ઉત્કૃષ્ટ પ્રતિભાવો લખવા તૈયાર છે. જરૂર છે બાકીનું બધું કામ સંભાળનારની.
ગુજરાતી ભાષાની વેબ સાઈટનો આ વ્યવસાય થશે. એને આદર્શ વ્યવસાય બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે જેથી માતૃભાષાનો મહિમા થાય તથા સહુને સંતોષ થાય.
આપને આ યોજનામાં રસ હોય તો મને gparikh05@gmail.com સરનામે ઇ-મેઇલ કરશો. (સબ્જેક્ટ લાઈનમાં “ભાવ પ્રતિભાવ” કે “Bhava Pratibhava” લખશો.)
આ અને આ પહેલાના પોસ્ટનો પ્રસાર અને પ્રચાર કરવા વિનંતી કરું છું.

અમેરિકામાં લેખનનો વ્યવસાય

ડિસેમ્બર 4, 2012
શ્રી ગણેશ કરું છું આજે ડીસેમ્બર ૪, ૨૦૧૨ ને મંગળવારના રોજ આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર “અમેરિકામાં લેખનનો વ્યવસાય” વિભાગના. સદગુરુ (જે મારા પ્રભુ પણ છે), મા શારદા, મા મહાલક્ષ્મી, મા ગુર્જરી, તથા માબોલી (માતૃભાષા)ને આશીર્વાદ આપવા પ્રાર્થના કરું છું.
મારા સર્જક-જીવનમાં હું નીચેનો પ્રસંગ કદી નહીં ભૂલું:
શિકાગોમાં એક ખ્યાતનામ ઇન્ડો-અમેરિકન અખબારની ઓફિસમાં હું બેઠો હતો. જાહેરાત વિભાગ સંભાળનાર ભાઈ સાથે હું વાતો કરી રહ્યો હતો. એ સારી રીતે જાણતા હતા કે હું ગુજરાતી તથા અંગ્રેજીમાં લખતો સ્વતંત્ર લેખક અને પત્રકાર છું.
એમણે  વાત બદલીને મને કહ્યું: “બહાર જાઓ અને ખાલી ટેક્સી દેખો ત્યારે એને ઊભી રાખો અને ટેક્સીડ્રાયવરને પૂછો, ‘હું લેખક છું, મને આ જગાએ લઈ જશો?’ તમને કંઈ જવાબ આપ્યા વિના જ એ ટેક્સીને હંકારી મૂકશે!”
મારી આંખો ઉઘાડી એ ભાઈએ. અલબત્ત, એમને મારા એક ગુરુ ગણું છું.
આ વિભાગમાં અવરનવાર મારા અનુભવો લખતો રહીશ. આપના અનુભવો જાણવા આતુર છું.
આ પ્રશ્ન મને તથા આપને પૂછું છું: “હું શા માટે લખું છું?”  Please be buutally honest and answer the question. જવાબ કોમેન્ટ તરીકે પોસ્ટ કરશો અને/અથવા મને girish116@yahoo.com સરનામે મોકલશો.