Archive for જાન્યુઆરી, 2013

રસથાળ (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 31, 2013

રસથાળ
અહા
ભરીઓ
રસથી !

નોંધઃ કિશોર વયમાં બાલગીત સંગ્રહ તૈયાર કરવાની ઇચ્છા હતી, અને એનું નામ વિચાર્યું હતું ‘રસથાળ’. ઉપરની પંક્તિઓ સ્ફૂરી હતી જે એના અગ્રપૃષ્ઠ પર મૂકવી હતી.

રામ નામ .. (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 30, 2013

ગાંધી
શક્તિ
રામ
નામ …

પંડિત અતુલ દેસાઈને અંજલી

જાન્યુઆરી 29, 2013

આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર છે સંગીતના કાર્યક્રમનું ફ્લાયર જેના શરૂઆતના શબ્દોઃ “GRAND MUSICAL EVENING WITH THE MAGICAL VOICE OF ATUL DESAI — HINDUSTANI CLASSICAL VOCAL — SEMICLASSICAL GAZALS & SONGS”. (ભવ્ય સંગીતસંધ્યા અતુલ દેસાઈના જાદુઈ સ્વરમાં — હિંદુસ્તાની શાસ્ત્રીય કંઠ સંગીત — સેમાઈક્લાસિકલ ગઝલો અને ગીતો).

શિકાગોના સબર્બ શામબર્ગમાં ડો. અશરફ ડબાવાલા તથા ડો. મધુમતી મહેતાના નિવાસસ્થાને આ કાર્યક્રમ ઓક્ટોબર ૫, ૧૯૯૬ના રોજ યોજાયો હતો.

આ કાર્યક્ર્મના આયોજનમાં આ લખનારને મદદ કરવાનો લહાવો મળ્યો હતો — એનું નામ પણ ફ્લાયરમાં છે.

અતુલ દેસાઈના જાદુઈ સ્વરને મન ભારીને માણતાં પચાસના દાયકાની શરૂઆતમાં અમદાવાદની ગુજરાત કોલેજમાં ભણતો હતો એ દિવસો યાદ આવ્યા — અતુલ દેસાઈ પણ એ વખતે ગુજરાત કોલેજમાં વિદ્યાર્થી હતા, અને કોલજના કાર્યક્રમોમાં એમને ગાતા સાંભળેલા ત્યારે જ લાગેલું કે એ ભવિષ્યમાં મહાન ગાયક થશે.

કાર્યક્રમ દરમિયાન એમની સાથે ગુજરાત કોલેજનાં સ્મરણો તાજાં કર્યાં હતાં.

હમણાં જ tahuko.com પર વાંચ્યું કે જાન્યુઆરી ૨૦, ૨૦૧૩ના રોજ હૃદયરોગના હુમલાથી એમનું અવસાન થયું.

પંડિત અતુલ દેસાઈના આત્માને પ્રભુ પરમ શાંતિ આપે, એમના પરિવારને તથા એમના અનેક ચાહકોને આ દુખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું.

લીંકઃ http://tahuko.com/?p=13953#comments .

ગઝલ હઝલનો જય ! (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 29, 2013

જય
ગઝલ
જય
હઝલ !

અંધારામાં પ્રકાશ … ! (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 28, 2013

છે
અંધારામાં
પ્રકાશ
આદિલ !

ધન્ય જીવન ! (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 27, 2013

જીવન
ધન્ય
બનાવો
પ્રભુજી.

શબ્દ … ધન … આરોગ્ય… શાંતિ … ! (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 26, 2013

શબ્દનિકેતન
ધનનિકેતન
આરોગ્યનિકેતન
શાંતિનિકેતન …

ગઝલાલય ! (ચતુર્શબ્દ મુકતક)

જાન્યુઆરી 25, 2013

હિમાચ્છાદિત
હિમાલય
ગઝલમંડિત
ગઝલાલય !

શાંતિનિકેતન … (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 24, 2013

સાહિત્યનિકેતન
સંગીતનિકેતન
કલાનિકેતન
શાંતિનિકેતન …

મધુમતીનો પ્રથમ કાવ્યસંગ્રહ (ચતુર્શબ્દ મુક્તક)

જાન્યુઆરી 23, 2013

છે
‘નામ
તારું
રુદ્રાક્ષ
પર’ ….