Archive for એપ્રિલ, 2016

અમેરિકામાં વસતા વૃદ્ધોની વ્યથાને વાચા આપતું પુસ્તકઃ “આહ અમેરિકા ! વાહ અમેરિકા !”

એપ્રિલ 26, 2016
દરેક ગુજરાતીએ, અને ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતીઓએ, સોમાભાઈ પટેલનુ પુસ્તક આહ અમેરિકા ! વાહ અમેરિકા ! અવશ્ય વાંચવું જોઈએ.
અમેરિકાની મુલાકાત દરમિયાન સોમાભાઈને એમના મિત્રો અને સંબંધીઓની મદદથી અનેક વૃદ્ધોનાં મોટે ભાગે દુખમય જીવન વિશે જાણવા મળ્યું, એમની સાથે મુલાકતો પણ થઈ — એ પ્રસંગોનું એમણે આબેહૂબ આલેખન કર્યું છે.
પુસ્તકમાંથી થોડી ઝલકઃ
–છોકરાંને ખાતર પતિ સાથે અમેરિકા આવનાર મીનાક્ષીબહેન “આંસુ સાથે તૂટક શબ્દોમાં બોલે છેઃ “છોકરાં પોતાની સાથે ન રહ્યાં એનું દુખ નથી, પણ પોતાનાં જ ન રહ્યાં એનું દુખ કોને કહેવું?”
–પૌત્રને શિસ્ત શીખવવા દાદા એને મેથીપાક ચખાડે છે અને પૌત્ર પોલીસને ફોન કરીને બોલાવે  છે! અમેરિકાની રીતરસમથી અજાણ દાદા માંડ મુશ્કેલીમાંથી છૂટે છે.
પૌત્રને એનાં માતા પિતા થોડા મહિના દાદા સાથે ભારત મોકલે છે. ભારતના એર પોર્ટ પર ઊતરતાં છોકરો અનાડીવેડા કરે છે. દાદા લપડાક મારે છે, અને નજીકમાં પોલીસને જોઈ છોકરો ફરિયાદ કરે છે. પોલીસ હકીકત જાણતાં કહે છેઃ “અલ્યા, આ તારો દાદો છે! એ તને નહીં મારે તો કોણ મારશે? જો એમના કહ્યા પ્રમાણે નહીં કરે તો હજુયે મારશે!”
બે દેશમાં કેટલો  ફેર!
–ભારતની ભૂમિ વિશેઃ “અહીં ભલે અમેરિકા જેવી સમૃદ્ધિ અને સુખ સગવડો નથી, પરંતુ આ ભૂમિમાં અને અહીંના લોકોમાં એવું કંઈક છે, જે હૃદયને આનંદથી ભરી દે છે.”
–એક જ દિવસે બે પુત્રોના મૃત્યુનું કારમું દુખ સહન કરતાં શિકાગોના સિનિયર સિટીઝન્સ હોમમાં રહેતાં ઇન્દુબાની ક્થની હૃદયદ્રાવક છે.
–“દેશી એકલતા સારી કે વિદેશી એકલતા ?” પ્રકરણના શીર્ષકમાં સસપેન્સ છે! સસપેન્સનું નિરાકારણ થાય છે પૃષ્ઠ ૪૯ પર પણ એ વિશે નહીં લખું જેથી આપને વાંચવની ઇંતેજારી રહે!
–“દિવ્યેશ ઈલીગલી અમેરિકા પહોંચ્યો…” પણ પછી શું? જાનના જોખમે અને મબલખ નાણાં ખર્ચીને અમેરિકા ઈલીગલી અમેરિકા જનારની શું દશા થાય છે એ જાણવા આપે આ પ્રકરણ વાંચવું રહ્યું.
–“ગોધનકાકા” પ્રકરણમાં “વૃદ્ધો માટે વિદેશની સોનાની ભૂમિ કરતાં વતનની ધૂળ વધારે સારી” વાક્ય વાંચતાં આદિલ મન્સૂરીનો અમર શેર યાદ આવ્યોઃ
વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.  
–અમેરિકામાં રહેતા કોઈ કોઈ વૃદ્ધો સુખી હોય છે. “સક્રિય રહેતાં ભારતીય મા બાપ અમેરિકામાં પણ સુખી છે” એ પ્રકરણમાં એ વાતની રસમય સંવાદ દ્વારા રજૂઆત થઈ છે. રહસ્ય છેઃ “જીવનમાં રસ હોવો જોઈએ અને તે માટે કશુંક કરવાની તમન્ના હોવી જોઈએ.”
–અમેરિકામાં વસતાં ભારતીય મૂળનાં યુવક યુવતીઓની દશા કેવી હોય છે એ “ત્રિશકું જેવી દશા છે અમારી” પ્રકરણમાં છતું થાય છે. એમાંનાં મોટા ભાગનાં ભૌતિક સુખ ભોગવે છે પણ એ નથી રહેતાં ભારતનાં કે નથી થઈ શકતાં અમેરિકન સમાજનાં!
—-“શિકાગોના વૃદ્ધાશ્રમમાં રહેતા શાંતિદાદાની વાત” પ્રકરણમાં સોમાભાઈ લખે છેઃ “વતન છોડીને પરદેશ ગયા પછી દીકરાને ત્યાંથી પણ પરાયાં થઈ ત્યાના વૃદ્ધાશ્રામોના આશ્રયે પાછલી વય પસાર કરી રહેલાં કંઈ કેટલાંય મા-બાપની કરુણ કથાઓ કોઈનેય જાણ ન થાય એમ એમના જીવનના અંત સાથે વિલીન થઈ જતી હોય છે.”
સોમાભાઈએ આહ અમેરિકા ! વાહ અમેરિકા ! પુસ્તકનું સર્જન કરીને મહાન સમાજ સેવા કરી છે.
આહ અમેરિકા ! વાહ અમેરિકા !
સોફ્ટ કવર. ૧૭૫ પૃષ્ઠ.
મુખ્ય વિક્રેતાઃ
ધરતી વિકાસ મંડળ, અમવાદ
ફોનઃ (૦૭૯) ૨૭૪૭૯૮૦૪
(ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં વસતા ગુજરાતી તથા અંગ્રેજીમાં લખતા સ્વતંત્ર લેખક અને પત્રકાર છે.)
Girish Parikh
Author & Journalist
2813 Cancun Drive
Modesto  California  95355
USA
Phone: (209) 303 6938 (mobile)

કોણ કરે રક્ષણ … ? (ચતુર્શબ્દ મુક્તક)

એપ્રિલ 25, 2016

રક્ષણ
કરે
શ્રી
રામજી.

નોંધઃ “રામ રાખે એને કોણ ચાખે” એ કહેવત જાણીતી છે. શ્રી રામકૃપાથી આ મુક્તક પણ કહેવત બની જાય તો નવાઈ નહીં!

અમારી દશા …! (ચતુર્શબ્દ મુક્તક)

એપ્રિલ 25, 2016

ત્રિશંકુ
જેવી
અમારી
દશા …!

નોંધઃ સોમાભાઈ પટેલના પુસ્તક આહ અમેરિકા ! વાહ અમેરિકા ! માં “ત્રિશંકુ જેવી દશા છે અમારી…” પ્રકરણ વાંચતાં સ્ફૂરેલું મુક્તક.
આ ચતુર્શબ્દ મુક્તક સોમાભાઈ પટેલને અર્પણ કરું છું.

નંદવાયું હૈયું … !

એપ્રિલ 11, 2016
તીર્થેશે “લયસ્તરો” પર ઉમાશંકર જોશીનું “ક્લાસિક” ગીત “માનવીના હૈયાને” પોસ્ટ કર્યું છેઃ
મારો પ્રતિભાવઃ

નંદવાયું હૈયું 
એને કોણ કહો જોડશે ?

ઉમાશંકર જોશીના “ક્લાસિક” ગીત “માનવીના હૈયાને” ની લીંકઃ

http://layastaro.com/?p=13633

જય ગજ્જરને અલવિદા

એપ્રિલ 11, 2016
વિનોદ પટેલના બ્લોગ “વિનોદ વિહાર” પર ગઈ કાલે અપ્રિલ ૧૦, ૨૦૧૬ના રોજ વાંચ્યું કે અગ્રગણ્ય સર્જક જય ગજ્જરનું અવસાન થયું છે.
વર્ષો પહેલાં મારા બળપણના ગોઠિયા સ્વ. કનુ ગજ્જર (બિન્દુ)એ કેનેડામાં કવિ સ્ંમેલન યોજ્યું હતું અને મને આમંત્રણ આપ્યું હતું. એ વખતે જય ગજ્જરની મુલાકાત થઈ હતી અને અમે ઘણી વાતો કરી હતી. મુલાકાત સદાય યાદ રહેશે.
જય ગજ્જરના આત્માને પ્રભુ શાંતિ આપે તથા એમનાં કુટુંબીઓ, સ્નેહી સંબંધીઓ, મિત્રો તથા ચાહકોને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ પ્રાર્થના કરું છું.

શબ્દાતીત ગઝલને વિશ્વસ્તરોમાં કોણ મૂકશે?

એપ્રિલ 7, 2016

વિવેકે http://www.LayaStaro.com વેબસાઈટ પર એપ્રિલ ૭, ૨૦૧૬ના રોજ મેહુલ પટેલ ‘ઈશ’ની “શબ્દાતીત” ગઝલ પોસ્ટ કરી છે. એ વેબસાઈટ પર આ લખનારે પોસ્ટ કર્યુંઃ

આ તૃપ્તિદાયક ગઝલને અંગ્રેજીમાં અવતાર અહીં પોસ્ટ કરીને કોણ આપશે?

બ્રહ્મજ્ઞાની

એપ્રિલ 7, 2016
“લયસ્તરો” વેબદાઈટ પર મનિષા જોષીનું “પ્રદક્ષિણ” મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) વાંચ્યા પછી નીચેનો પ્રતિભાવ પોસ્ટ કર્યોઃ
ગઈ કાલે મોડેસ્ટો, કેલિફોર્નિયાના શ્રી રામ મંદિરના મુખ્ય પંડિતજી શ્રી પ્રાણેશજી શર્માને મેં પ્ર્શ્ન પૂછ્યો, “મોડેસ્ટોમાં કોઈ બ્રહ્મજ્ઞાની છે?” એમનો જવાબઃ “આખા અમેરિકામાં કોઈ બ્રહ્મજ્ઞાની નથી! બધા self-proclaimed છે!”
મને વિચાર આવ્યોઃ અમેરિકાની આ ધરતી બ્રહ્મજ્ઞાની સ્વામી વિવેકાનંદનાં પાવન પગલાંથી ધન્ય તો થઈ છે જ. પણ હાલ અમેરિકામાં શું એક પણ જીવંત બ્રહ્મજ્ઞાની નથી?
મનિષા જોષીના “પ્રદક્ષિણા” મુક્તકાવ્યની લીકઃ
http://layastaro.com/?p=13619

ભાગ્ય શું છે ?

એપ્રિલ 6, 2016

ગુજરાતી કહેવત છેઃ ભાગ્ય વિના નર કોડી ન પાવે!

અલબત્ત, ઉપરની કહેવત “નારી”ને પણ લાગુ પડે છે.

“કોડી” ધનનું પ્રતીક છે.

આ ભાગ્ય શું છે? અને સ્વપ્રયત્નોની શી જરૂર?

“અનંત લક્ષ્મી” નવલકથામાં ઉપરના પ્રશ્નોની મુખ્યત્વે સ્ંવાદોમાં રસમય ચર્ચા, વગેરે થશે.

મારો પ્રતિભાવઃ (“અનંત લક્ષ્મી” નવલકથા સર્જનની કેફિયત: 6)

એપ્રિલ 6, 2016

મારો પ્રતિભાવઃ
પ્રજ્ઞાબહેનઃ
મા સરસ્વતીની કૃપાથી શબ્દોનો હું નાનકડો પૂજારી છું. “અનંત લક્ષ્મી” નવલકથા રસમય તથા રહસ્યમય બનાવવા પ્રયત્નો કરીશ.

“અનન્ય”ની વાર્તાની લીંકઃ

“અનંત લક્ષ્મી” નવલકથા સર્જનની કેફિયત: 5

એપ્રિલ 5, 2016

પ્રજ્ઞાજીએ નવલકથાનો પોસ્ટ કરેલો પ્લોટ વાંચીને લખ્યુંઃ
માનનીય ગિરીશભાઈ, સૌ પ્રથમ આપનો આભાર ,એક નાનકડી બેઠક આટલા મોટા પત્રકાર અને લેખકને નવલકથા લખવા પ્રેરીરી શકી,બીજો આભાર કે નવલકથા કેમ લેખવી એનું એક સુંદર ઉદારણ આપે બનાવેલા પ્લોટ દ્વારા સર્જકોને આપ્યું જે ખરેખર પ્રશંસનીય છે. આપ આપના અનુભવ થકી બેઠકના સર્જકોને માર્ગદર્શન આપી બેઠકના ગુરુ બન્યા છો.

“અનન્ય”ની વાર્તાની લીંકઃ