Archive for the ‘“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ’ Category

આદિલનું સમગ્ર સાહિત્ય

ઓક્ટોબર 31, 2015

પચાસ વર્ષે પણ આદિલ મન્સૂરી જેવા સાહિત્યકાર આપણને મળે કે ન મળે!

ઉપરનું વિધાન મારી યાદ મુજબ સુરેશ દલાલનું છે.
આદિલ મન્સૂરી મારા ગઝલ ગુરુ છે. એ મારા ગઝલ ગુરુ કેવી રીતે બન્યા એ વાત આદિલના શેરોનો આનંદ” પુસ્તકમાં મેં કરી છે. પુસ્તક વિશે માહિતિ મેળવવા ક્લીક કરોઃ
https://girishparikh.wordpress.com/2013/01/13/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a6%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86/
આદિલનાં પ્રકશિત પુસ્તકો વિશે માહિતિ મળી શકે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પણ એમનાં બધાં જ પ્રકાશિત પુસ્તકો જોવા પણ મળી શકે.
આદિલનું ઘણું સાહિત્ય — મુખ્યત્વે ગઝલો — સામયિકો, વગેરેમાં પ્રગટ થઈ છે. એ વિશે પણ સંશોધન કરવાથી માહિતિ મળિ શકે. (કોલેજના ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે આ રીસર્ચ પ્રોજેક્ટ બની શકે.)
હવે રહ્યું આદિલનું અપ્રગટ સાહિત્ય.
આદિલ મન્સૂરીનાં પત્ની બિસ્મિલબહેન સાથે મારે ફોન પર કેટલીક વખત વાતો થઈ છે. એમના કહેવા મુજબ આદિલસાહેબનું અપ્રગટ  સાહિત્ય પણ ઘણું છે — એક ટ્રંક ભરેલું છે. જ્યારે જ્યારે આ વિશે મારે બિસ્મિલબહેન સાથે વાત થઈ ત્યારે મેં એમને આદિલનું બધું જ અપ્રગટ સાહિત્ય સાચવી રાખવાનો આગ્રહ કર્યો છે.   
આ પોસ્ટ દ્વારા બિસ્મિલબહેનને આ વિનંતી કરું છુંઃ
આદિલસાહેબનું સમગ્ર સાહિત્ય સાચવી રાખશો અને એ સચવાય એની વ્યવસ્થા કરશોઃ
–આદિલનાં પ્રકાશિત પુસ્તકો.
–આદિલનાં પ્રકાશિત અન્ય સાહિત્ય.
–આદિલનું અપ્રકાશિત સમગ્ર સાહિત્ય.
અને આ ઉપરાંતઃ
–આદિલ વિશેનું સમગ્ર સાહિત્ય.
આદિલ મન્સૂરીની વેબ સાઈટ બનાવી એ પર “આદિલ મન્સૂરીનું સમગ્ર સાહિત્ય” સાચવી શકાય. આદિલનાં પુસ્તકો વેબ સાઈટ પર વાંચવા માટે ફી રાખવી જોઈએ. વેબ સાઈટનો ખર્ચ બાદ કર્યા પછી એ રકમ મન્સૂરી કુટુંબ તથા આદિલનાં મુદ્રિત પુસ્તકોના પ્રકાશકો વચ્ચે યોગ્ય રીતે વહેંચાવી જોઈએ.
વેબ સાઈટના સર્જન તથા મેઈન્ટેનન્સ માટે સ્પોન્સોર મેળવવા પણ પ્રયત્ન થવો જોઈએ.

“આદિલના શેરોનો આનંદ”: આવકાર અને પ્રતિભાવ

માર્ચ 4, 2013

શ્રી ગણેશ કરું છું આજે માર્ચ ૪, ૨૦૧૩ ને સોમવારના રોજ આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર “આદિલના શેરોનો આનંદ” પુસ્તકને મળતા આવકાર અને પ્રતિભાવોના વિભાગના.

મારા વહાલા વાચકોઃ “આદિલના શેરોનો આનંદ” પુસ્તક વિશે આપના પ્રતિભાવો પોસ્ટ કરવાનું અને/અથવા મને gparikh05@gmail.com સરનામે (સબ્જેક્ટમાં “આદિલના શેરોનો આનંદ” ગુજરાતી કે અંગ્રેજીમાં લખશો) મોકલવાનું ભાવભર્યું આમંત્રણ આપું છું. આપ ગુજરાતીમાં ન લખી શકો તો અંગ્રેજીમાં લખશો.

Hare Krishna Girish Prabhu,
Very nice. Congratulations for your latest release. May success be yours in this publication and many more.

Haribol
Satchitananda Dasa

P.S.: thank you for your kind words and appreciation for Bhajan Vriksha CD.

આદિલના શેરોનો આનંદ વાચકો માટે પણ આનંદદાયક બની રહે છે.

ખૂબ ખૂબ અભિનંદન ગિરીશભાઈ,
આદિલ મન્સૂરી ગુજરાતી ગઝલનો વળાંક છે. આપે તેમના શેરનું સંકલન કરી લોકો સુધી પહોંચાડ્યું તે આપની કાવ્યપ્રીતિ છે અને લોકોએ આપના કામને ભરપૂરવ વખાણ્યું તે આપની કાર્યની ઉદાત્તતા છે.
આદિલની કલમ અને આપની દૃષ્ટિનો સુભગ સમન્વય કર્યો આપે…

આપના દરેક કાર્ય માટે શુભેચ્છાઓ…

–અનિલ ચાવડા

“આદિલના શેરોનો આનંદ” પુસ્તક http://www.CreateSpace.com/3823518 પર મળે છે.