Archive for જૂન, 2016

+ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગઃ NUGT જૂન ૧૬, ૨૦૧૬ – જૂન ૨૪, ૨૦૧૬ (એક્સઓ)

જૂન 24, 2016
જૂન ૧૬, ૨૦૧૬ના રોજ NUGTના શેર ૧૦૫ના ભાવે ખરીદ્યા હતા.
જૂન ૨૪, ૨૦૧૬ના રોજ ૧૨૪.૮૮ના ભાવે વેચ્યા. શેર દીઠ નફોઃ ૧૯.૮૮. ૮ દિવસોમાં ૧૯%. એન્યુલાઈઝ્ડઃ ૮૬૬%.
નોંધઃ મેં શેર ૧૨૦ના ભાવે વેચવાનો ગુડ ટીલ કેન્સલ્ડ ઑર્ડર આપ્પ્યો હતો. પણ બ્રીટનના યુરોપિયન યુનિયનમાંથી નીકળવાના સમાચારને લીધે આજે સવારે ગોલ્ડના ભાવ સારા એવા ઊંચા ગયા, અને
3X bullish NUGT સ્ટોક પણ સારો એવો ઊંચે ગયો. સ્ટોક માર્કેટમાં નસીબ પણ કામ કરે છે!
અલબત્ત, ડીસીપ્લીન પણ જોઈએ જ.

*રાજકારણમાં સત્ય શક્ય ખરું ? (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 19, 2016

રાજકારણમાં
ગાંધી
લાવે
સત્ય !

એક લેખકની ઈચ્છા ! (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 19, 2016

લખું
શબ્દ
ડોલરના
ભાવે !

શબ્દની કિંમત કેટલી ?

જૂન 18, 2016

વિવેકે ‘લયસ્તરો’ પર હર્ષ બ્રહ્મભટ્ટની ગઝલ પોસ્ટ કરી છે.

એનો નીચેનો શેર ખૂબ જ ગમ્યોઃ

શ્વાસ પુષ્કળ કિંમતી,
પણ હવા આપી મફત.

ઉપરનો શેર વાંચતાં નીચેની પંક્તિઓ સ્ફૂરીઃ

શબ્દ પુષ્કળ કિંમતી,
પણ દીધો આપી મફત !

કાવ્યનાં પ્રતિકાવ્ય લખાય છે તો ઉપરનો જો શેર હોય તો એને ‘પ્રતિશેર’ કહીશું?

હર્ષ બ્રહ્મભટ્ટની ગઝલની લીંકઃ

સતત – હર્ષ બ્રહ્મભટ્ટ

+ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગઃ NUGT જૂન ૧૦, ૨૦૧૬ – જૂન ૧૬, ૨૦૧૬ (એક્સઓ)

જૂન 17, 2016
જૂન ૧૦, ૨૦૧૬ના રોજ NUGTના શેર ૧૧૧.૨૦ના ભાવે ખરીદ્યા હતા.
જૂન ૧૬, ૨૦૧૬ના રોજ ૧૧૯.૭૯ના ભાવે વેચ્યા. શેર દીઠ નફોઃ ૮.૫૯. ૬ દિવસોમાં ૭.૭૨%. એન્યુલાઈઝ્ડઃ ૪૭૧%.

*કચરામાંથી સોનું !? (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 16, 2016

રાજકારણના
કચરામાંથી
સોનું
મળશે !?

નોંધઃ સ્વામી વિવેકાનંદે કહેલુંઃ All politics is trash, the only truth is God! (બધું રાજકારણ કચરો છે, માત્ર ભગવાન જ સત્ય છે!)
પણ રાજકારણના ક્ચરામાથી સોનું મળી શકે? અને મળે તો કેવી રીતે?

ટ્ર્મ્પ કેવું બોલે ? (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 14, 2016

ટ્રમ્પ
કેવું
બોલે
બેફામ !

કેમ મળે ધન ? (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 14, 2016

કેમ
મળે
ધન
લેખનમાંથી ?

યાદગાર દિન !! (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 14, 2016

આઠ
નવેમ્બર
સોળ
યાદગાર !!

બન્ને બાતલ !! (ચતુર્શબ્દ મુક્તક)

જૂન 14, 2016

ટ્રમ્પ
હીલેરી
બન્ને
બાતલ !!

BOTH BOGUS !! (Four-Worded Verse)
Trump
Hillary
Both
Bogus !!