શિકાગોમાં ‘સાહિત્ય સત્સંગ’ ની બીજી બેઠકનો આનંદઃ ૩

બિન્દુના બીજા કાવ્ય ‘ઠરવા આવ્યો છું….’ ની ઝાંખીઃ
 
કયા ઋષિનો શ્રાપ મળ્યો કે અહીંયાં આવ્યો છું
આ પાતાળ લોકમાં ઝખ મારીને રહેવા આવ્યો છું
 
                            ***
ધોબીના કૂતરાની સાથે થઇ ગયો છે નાતો
ના પૂરવનો, ના પશ્ચિમનો, વચ્ચે ઝોલાં ખાતો 
 
કાવ્ય-પંક્તિઓને ભાવકોએ હાસ્યથી વધાવી લીધી.
 
રસિકભાઇએ એક રસિક સવાલ કર્યોઃ “ધોબી પાસે ગધેડો હોય પણ કૂતરો હોય ખરો? અને હોય તો શા માટે?”
 
“કોઇ સુકાતાં કપડાં ચોરી ન જાય એટલા માટે કોઇ ધોબી કૂતરો રાખતો હશે!” એક ભાવકે કલ્પના દોડાવી.
 
બીજા ભાવકે પ્રશ્ન કર્યોઃ “પણ ‘ધોબીનો કૂતરો, નહીં ઘરનો નહીં ઘાટનો,’ એ કહેવત કેવીરીતે પડી હશે?”
 
એ પ્રશ્ન પ્રશ્ન જ રહ્યો!
 
કોઇ વાચક પાસે આ સવાલનો જવાબ હોય તો મને girish116@yahoo.com સરનામે મોકલી આપવા વિનંતી.
 
પહેલી બેઠકમાં એક ભાવકે કોઇ સારા ગુજરાતી કહેવત સંગ્રહ વિશે માહિતિ માગેલી. આવા સંગ્રહ વિશે પણ મને માહિતિ મોકલવા વાચકોને વિનંતી. 
                                                           (વધુ હવે પછી …) 
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

            

Advertisements

One Response to “શિકાગોમાં ‘સાહિત્ય સત્સંગ’ ની બીજી બેઠકનો આનંદઃ ૩”

  1. Jagadish Christian Says:

    મારી પાસે “આપણી કહેવતો” એ નામની સીડી છે જે નવભારત પ્રકાશન દ્વારા બહાર પાડવામાં આવી છે તો એનું પુસ્તક પણ હશે જ.

    ધોબીનો કૂતરો, નહિ ઘરનો, નહિ ઘાટનો, કે નહિ બારે વાટનો – બેઉ બાજુથી ફાયદો લેવા જતાં નુકસાની જ વેઠવાની. (ગુજરાતી લેક્સિકોનમાંથી)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: