‘ધરતી’નું ધનઃ ‘ધરતી’ માસિક અને એના ઓગસ્ટ ૨૦૧૩ના અંકની એક કૃતિ

શ્રી ગણેશ કરું છું ‘ધરતી’ માસિકના  ઓગસ્ટ ૨૦૧૩ના અંકથી આ કોલમના.  ‘ધરતી’ના દરેક નવા અંકમાંની એક કૃતિ વિશે આ કોલમમાં લખવા પ્રયત્ન કરીશ.

તંત્રીશ્રી પ્રિ. સોમાભાઈ પટેલ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. એમના તંત્રીપદ નીચે ‘ધરતી’ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે.
મા ઉમિયા તથા ધરતીમાતાની કૃપાથી ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭, ભારતની આઝાદીના દિવસે, ‘ધરતી’ માસિકનો સ્વ. ચન્દ્રવદન લશ્કરીના તંત્રીપદ નીચે પ્રથમ અંક પ્રગટ થયો, અને એનું દર મહિને પ્રકાશન થતું રહ્યું છે.
મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખને ‘ધરતી’ અત્યંત પ્રિય હતું અને પ્રથમ અંકથી જ એ ગ્રાહક થયેલા. પિતાજીનું અવસાન થયું ત્યારે એમની સ્મૃતિમાં આ લખનાર આજીવન ગ્રાહક થયો હતો, તથા ‘ધરતી”માં પ્રગટ થતી કૃતિઓમાંથી વર્ષની શ્રેષ્ઠ મૌલિક કૃતિઓને શ્રી હરિભાઈ જ. પરીખ આપવાની શરૂઆત કરાવી હતી.
‘ધરતી’ના પૂર્વતંત્રી સ્વ. પ્રભાતકુમાર દેસાઈ મારા પિતાજીને ‘ધરતી’ના માળી કહેતા. ‘ધરતી’માં એમના,  મારા સૌથી મોટા ભાઈ સ્વ. પુજ્ય મણિભાઈના, તથા મારા લેખો, વગેરે પ્રગટ થયાં છે. મારા મોટાભાઈ સ્વ. પૂજ્ય નટવરભાઈ આપણા સમાજમાંથી અભ્યાસાર્થે ઈગ્લેન્ડ જનાર મારી જાણ મુજબ પહેલા કે બીજા હતા. ‘ધરતી’એ એમના વિશે લખાણ  પ્રગટ કરી એમનું સન્માન કર્યું હતું.
આપણા કડવા પાટીદાર સમાજમાં પીતાંબર પટેલ, મોહનલાલ પટેલ, ભોળાભાઈ પટેલ, રણજીત પટેલ (અનામી), ગુણવંત શાહ (મારી જાણ મુજબ એ કડવા પટેલ છે) જેવા સમર્થ સાહિત્યકારો થયા છે. મા ઉમિયા તથા ધરતીમાને પ્રાર્થના કરું છું કે આપણા સમાજમાંથી ભવિષ્યમાં ‘ધરતી’ માસિક દ્વારા બીજા અનેક મહાન સર્જકો આપણને મળે.
હવે ‘ધરતી’ના ઓગસ્ટ ૧૦૧૩ અંક અને એમાંની એક કૃતિ વિશેઃ
અંકના તેર લેખો ધ્યાનથી વાંચી ગયો. સાત લેખો અન્યત્ર પ્રગટ થયેલા છે. આ રીતે ‘ધરતી’ ડાયજેસ્ટ બનતું હોય એમ લાગે છે.
‘ધરતી’માં પહેલી વખત પ્રગટ થતો મણિલાલ એમ. પટેલનો લેખ “મહિલાઓને પગાર કરતાં સન્માન આપો તે જરૂરી” ત્રણ વખત વાંચ્યા પછી આ લખું છુંઃ
દરેક પુરુષ અને મહિલાને આ લેખ વાંચવાની વિનંતી કરું છું. લેખને અન્ય સામયિકો અને વર્તમાન પત્રોમાં પ્રગટ કરાવી તથા વેબ સાઈટો પર પોસ્ટ કરાવી એનો  પ્રસાર કરવા ‘ધરતી’ માસિકની સમિતિને સજેશન કરું છું. આ રીતે રજૂ થતા આ લેખ નીચે  ‘”ધરતી’ માસિકમાંથી. E-mail: dhartivikasamandal@yahoo.com.”  મૂકવાથી ‘ધરતી’ માસિકનો પ્રચાર પણ થશે.
 શાળા કોલેજોમાં પણ લેખનું પઠન થવુણ જોઈએ.
મહિલાઓ સંબંધે સમયાંતરે થતાં પરિવર્તનોની તાસીર આ લેખમાં ખૂબીપૂર્વક રજૂ થઈ છે જેનું ચિંતન કરવું જોઈએ અને એમાં દર્શાવેલા વિચારોનો યોગ્ય રીતે અમલ પણ થવો જોઈએ.
(આ લેખ ‘ધરતી’ માસિક માટે તૈયાર કર્યો છે.)

2 Responses to “‘ધરતી’નું ધનઃ ‘ધરતી’ માસિક અને એના ઓગસ્ટ ૨૦૧૩ના અંકની એક કૃતિ”

  1. અમિત પટેલ Says:

    Do you have any idea about their website ?

Leave a comment