આજનો પ્રતિભાવઃ ‘વાનરો વેચવાનો વેપાર એટલે….’

મુર્તઝા પટેલના  ‘ઈન્ટરનેટ પર વેપાર… જરાતીમાં’ બ્લોગનું  સૂત્ર છેઃ ‘આપણો
ધંધો…આપણી ભાષામાં!’ આ બ્લોગ બીઓટીડી (બ્લોગ ઓફ ધી ડે — www.botd.wordpress.com) પર પ્રથમ ૧૦માં હોય છે.
મુર્તઝાભાઈએ મારા બ્લોગ (www.girishparikh.wordpress.com) પર પ્રતિભાવ પોસ્ટ
કર્યા છે. અમે એક બીજાને ઈ-પત્રો પણ લખ્યા છે. એમના પત્રો તથા પ્રતિભાવના શબ્દો તથા
એમના બ્લોગ પરના પોસ્ટ, વગેરેએ મને ખૂબ જ પ્રેરણા અને આનંદ આપ્યાં છે. એમને મેં
લખેલા એક પત્રમાંથી અવતરણઃ
“મુર્તઝાભાઈઃ  માર્ચ ૧૮, ૨૦૧૧ શુક્રવાર
નમસ્તે.
તમારી મેઈલ વાંચવાનો
ખૂબ જ આનંદ આવે છે.
માર્કેટીંગ તમારા લોહીમાં છે.
Indeed, marketing can work
miracles! One example is Prabhupada’s Bhagavad-Gita As It Is which has  more
than 40 million copies in print, and that number is from other book that was
printed 2005!
I know of one Gita in Gujarati that can sell over 100,000
copies with right marketing which would include door to door selling like
Prabhupada’s Gita.”
લેખક અને પત્રકાર ઉપરાંત સ્ટોક ઈનવેસ્ટર/ટ્રેડર હોવાને નાતે  ‘વાનરો વેચવાનો
વેપાર એટલે….’
પોસ્ટ રસપૂર્વક વાંચ્યો.
અમેરિકાના અમર સાહિત્યકાર માર્ક ટ્વેઈનને એક વાર પૂછવામાં આવેલું કે સ્ટોક
માર્કેટમાં રોકાણ કરવું કયા મહિનામાં સલામત છે? એનો શબ્દશઃ જવાબ મને યાદ નથી પણ
એમણે આવું જ કંઈક કહેલું:
જાન્યુઆરી, ઓક્ટોબર, ડીસેમ્બર જોખમી મહિના છે! ફેબ્રુઆરી, એપ્રિલ, જુલાઈમાં પણ
જોખમ ઓછું નથી હોતું!  માર્ચ, મે, જુનમાં માર્કેટ ગબડે પણ ખરું. અને ઓગસ્ટ,
સપ્ટેમ્બર,નવેમ્બરમાં તો માકેટથી દૂર જ રહેવું!
સતીશ દોશીના પ્રતિભાવમાંથીઃ “શેર બજાર વિશે કહેવાય છે કે એ બે વસ્તુ પર ચાલે
છે, ડર અને લોભ. વોરન બફેટે સરસ કહ્યું છે કે લોકો ડરતા હોય ત્યારે ખરીદો અને લોકો
ખરીદતા હોય ત્યારે વેચો.”
ગુજરાતીઓ વેપારમાં કુશળ હોય છે. સાહસિક અને ઉદાર પણ હોય છે. સ્ટોક માર્કેટમાં
વ્યાપારી દૃષ્ટિ રાખીને ઇનવેસ્ટીંગ/ટ્રેડીંગ કરે તો સફળ થવાની પૂરી શક્યતાઓ
છે.
આપ ઈન્ટરનેટ પર ગુજરાતીમાં વેપાર ન કરવા માગતા હો તો પણ મુર્તઝાભાઈના બ્લોગની
મુલાકાત જરૂર લેતા રહેશો. એ વાંચતાં ઈન્ટરનેટ પર વેપાર કરવાની આપને ઈચ્છા થઈ પણ
જાય! અને આ બ્લોગ વિશે સગાં સંબંધી, મિત્રો, વગેરેને વાત પણ કરશો. પુણ્ય કમવાનો આ
પણ એક માર્ગ છે.
Link:
http://netvepaar.wordpress.com/
‘વાનરો વેચવાનો વેપાર એટલે….’
http://netvepaar.wordpress.com/2011/04/12/what_is_monkey_business/

નોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના   ww.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોનો એક બ્લોગ, એ બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું. આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું. હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ. આજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

One Response to “આજનો પ્રતિભાવઃ ‘વાનરો વેચવાનો વેપાર એટલે….’”

  1. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! Says:

    પરીખસાહેબ!….માર્કેટિંગ ભલેને મારા લોહીમાં વહેતું હોય…પણ એનું સેન્ટર-પોઈન્ટ દિલ છે. જે દિલથી આપે લખ્યું છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

    નેટ પર વેપાર!નો ઉદ્દેશ્ય પણ એજ રહ્યો છે કે વેપાર જાત સાથે કરો કે જગત સાથે… તેના કેટલાંક અગત્યના પાસાઓ વિશે દિમાગની ધારને રોજબરોજ તેજ બનાવવી જ રહી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: